આ whatsapp ના જમાનામાં લોકો પત્ર ઓછા લખે છે પણ યાદોનો જમાના સાથે ક્યાં સંબંધ છે. એ તો પત્રો લખતા ત્યારે પણ આવતી અને MSG TYPE થાય ત્યારે પણ આવે જ છે.યાદની વાત આવે ને એટલે મને મારુ નાનપણ બહુ યાદ આવે .એ જ નાનપણની નાદાની યાદ કરતા કરતા મને મારા 'નાનપણ' ને જ પત્ર લખવાની ઈચ્છા થઈ ગઈ. લો ત્યારે તમે પણ વાંચો નાનપણને લખેલો પત્ર.............
---------------------------------------------------
વ્હાલા નાનપણ ,
જરાક વધતી ઉંમરે આજે તને પત્ર લખવાનું મન થાય છે .કારણ કે સમયની સાથે તારી યાદ પણ બહુ આવે છે. ખરેખર સાચું સાચું કહું ને ,તો યાદ તારી નહીં પણ તું સાથે હતું ને ત્યારે જીવેલી એ યાદગાર ક્ષણો યાદ આવે છે.
હા,નાનપણ તું સાથે હતું ને, ત્યારે જિંદગી રાજા જેવી હતી.એય રે મસ્ત, ખભે પેલું દફતર લટકાવતી ને ગળામાં પેલી પાણીની બોટલ.સવારે ઉઠતાં વેંત જ મમ્મી તો ગાલ ઉપર બે-ચાર પપ્પી આપતી ને પપ્પા તો રોજ ઘોડો બની ને પીઠ પર શાહી સવારી કરાવતા.સ્કુલમાં તો ખાલી કીટટા-બુચ્ચા કરવા અને પેલા બાળગીતો ગાવા જ જતી.હા, અને તોફાન ,મસ્તી, ને ધમાચકડી માચાવવી એ તો જાણે મારો ધર્મસિદ્ધ અધિકાર હતો.ત્યારે મારી કાલી ઘેલી ભાષા બધાને વ્હાલી લાગતી.મારી મસ્તી પણ ત્યારે નાની લાગતી.
નાનપણ ,યાર તું સાથે હતું ને ત્યારે ચોકલેટની સાથે સાથે વ્હાલની પણ મીઠાસ મળતી.ત્યારે પૈસાથી સાવ ગરીબ હતી તોય જીવનમાં મફતનું વ્હાલ મળતું.એ પણ સાવ શુધ્ધ ,અપેક્ષાઓ વગરનું વ્હાલ. એ નાના નાના પગલાં માંડી ને ,મમ્મી- પપ્પાની આંગળી પકડીને ચાલવાની મજા જ જુદી હતી.ત્યારે રડવું તો ખાલી પોતાની જીદ પુરી કરવી હોય ત્યારે જ આવતું .એ પણ ખાલી મગર મચ્છ ના આંસુ જેવું.જીદ પુરી થાય એટલે એય રે આપણું ખડખડાટ પાછું આવી જાય.મમ્મી-પપ્પા તો જાણે વ્હાલનો દરિયો હતા,ને દાદા-દાદી એટલે તો વાર્તાનો ખજાનો.સવારની શરૂઆત એમની વાર્તાથી ને અંત પણ એમની વાર્તાથી જ.પાડોશીઓ અને સગાસંબંધીઓ તો જાણે મારા ગાલ ખેંચવા જ આવતા હોય.
વાહ રે ,નાનપણ તું ખાલી નામનું જ નાનપણ છે હો.બાકી તું તો દરેકના જીવનનું સૌથી મોટું હાસ્ય છે.એવું હાસ્ય છે જેને યાદ કરતા જ મોંઢા ઉપર એક મોટી SMILE આવી જાય.નાનપણ,યાર તને તો મારી સ્ટાઈલમાં 'આભાર धन्यवाद THANK YOU ' કહેવાનું મન થાય છે,કારણ કે તે મને જીવનની ખૂબ યાદગાર ક્ષણ આપી છે. જાણું છું કે તું માત્ર યાદગાર રહીશ યાદોમાં.છતાંય ફરી એક વાર તને જીવવું છે.ક્યારેક તો થાય છે કે, "કાશ તું આજીવન મારી સાથે રહી શકતું ...તો જીવન કેટલું સરળ હોત......."
આમ તો હું હજુ પણ નાના બાળક ની જેમ જ જીવું છું.તારી સાથે વિતાવેલી દરેક યાદગાર ક્ષણ હજી પણ મારામાં જીવિત છે. પેલું કહેવાય ને કે , "ઉંમર ભલે વધે પણ દિલ તો અભી બચ્ચા હે જી. " ખાલી દુનિયાની નજરમાં યુવાન છું.બાકી હું તો 17 વર્ષની ઉંમરે પણ હજુ રોજ મારુ ફેવરિટ કાર્ટૂન DOREMON જોઉં જ છું અને હા, એ જોતાં જોતાં માત્ર એમ જ વિચારું છું કે, ''કાશ મારી પાસે પણ એક ડોરેમોન હોય જે ફરીથી મને મારુ બાળપણ ,એ જ માસુમ ,નિર્દોષ નાનપણ ફરી જીવાડે............"
✍🏻 બાળક બની મસ્ત જીવવું છે મારે.....
✍🏻કાલી ઘેલી ભાષા બોલી વ્હાલ મેળવવો છે મારે.....
✍🏻મસ્તી ને તોફાન કરી ફરીથી બાળક બનવું છે મારે.......
લિ.
નાનપણને ફરીથી એક વાર જીવવા માંગતી એવી 'હું'
------------------------------------------------------
આભાર धन्यवाद THANK YOU......🙏😇