navi sharuaat books and stories free download online pdf in Gujarati

નવી શરૂઆત

એક સ્ત્રી ગાડી લઈને રસ્તા પર જઈ રહી હોય છે, ત્યાં તો બધું જ હલી ઊઠે છે. રસ્તા પર ઊંડી ઊંડી તિરાડો પડવા લાગે છે, કહો તો ઊંડા ખાડા જ. તે સ્ત્રી ગાડીની સમતુલા ગુમાવે છે અને એક ખીણમાં પડવાની તૈયારીમાં જ હોય છે કે ખીણની ઉપરની સપાટી પર ગાડી લટકી જાય છે.

"કદાચ તેનું સદભાગ્ય જ હશે..."

પરંતુ એટલામાં તો ગાડી હલવા માંડે છે. ત્યાં તે સ્ત્રીને બચાવવા બચાવકર્તા આવે છે, મહામહેનતે તે સ્ત્રીને બચાવી લેવામાં આવે છે. આ તો માત્ર શરૂઆત જ હતી.

એક વૈજ્ઞાનિક ભવિષ્યવાણી કરે છે કે ભૂકંપના આંચકા 6ની તીવ્રતાથી આવશે અને અમુક વિસ્તારો તો તબાહ જ થઈ જશે. ત્યાં તો ચારેબાજુ ખળભળાટ મચી જાય છે!! ભૂકંપના આંચકા આવવા લાગે છે રસ્તાઓ વેરાન થવા લાગે છે. મોટી મોટી બિલ્ડિંગો પડવા લાગે છે અને

"એ બિલ્ડીંગો નીચે હજારો લોકો કચડાય જાય છે."


આ વૈજ્ઞાનિક જયોર્જ તે લેપટોપમાં ભૂકંપ તપાસવાના પ્રયત્નો કરે છે, તેનું કેન્દ્ર ક્યાં છે અને તેની તીવ્રતા કેટલી છે તેના મિત્ર ડેવિલને ફોન કરી જણાવે છે કે તું ત્યાંથી નીકળી જવાનું કહે છે. તે ત્યાંથી નીકળી પણ જાય છે, પરંતુ રસ્તામાં બુમો પાડતી હતી. બચાવ! બચાવ! ડેવિલ એ બાળકીને લઈને ભાગે છે. તેની પાછળના રસ્તાઓ સમગ્ર રીતે વેરાન થતા જાય છે. એની આગળની જમીનમાં મોટો ખાડો થઈ જાય છે અને થે તેમાં તે ધસી જાય છે. પેલી બાળકીને તો પોતાની માતા પાસે સહી સલામત પહોંચાડે છે.

જયોર્જ બૂમો પાડે છે, લેવિન ત્યાંથી નીકળ. પરંતુ તેના પગમાં ખીલો ખૂંચી ગયો હોય છે તેથી તે નીકળી શકતો નથી અને તેના પર બિલ્ડીંગ પડે છે અને તેની નીચે તે કચડાય જાય છે. આ દ્રશ્ય જોઈને જયોર્જ અંદરથી ભાંગી જાય છે..

"કારણ કે તેને તેનો મિત્ર ગુમાવ્યો હતો."

હવે લોકો માનવા લાગે છે કે વૈજ્ઞાનિક જયોર્જની આ આશંકા સાચી જ હતી. પરંતુ આ ભૂકંપ તો ૧૦ની તીવ્રતાનો હતો.

બ્લેક તેના પિતાની ઓફિસમાં બેઠી હતી, ત્યાં એક પુરુષ લેનિન ઈન્ટરવ્યુ આપવા આવે છે તેની સાથે તેનો ભાઈ પણ હોય છે. આ પુરુષને ઈન્ટરવ્યુ આપવા માટે બોલાવવામાં આવે છે, તે અંદર પ્રવેશ કરવા જ જતો જ હોય છે કે બધુ હલવા માંડે છે. ત્યાંથી જીવ બચાવતા બ્લેક, લેનિન અને તેનો ભાઈ ભાગે છે.

બ્લેકની માતા એક હોટલમાં ફસાય જાય છે. તે પણ ત્યાંથી બચી નીકળવાનો પ્રયત્ન કરે છે, હોટલ આખી ધરાશાયી થવાની આરે જ હતી. હોટલનાં રસોડામાં એક રસોયાને આગ પકડી લે છે, તે ભડકાભેર બળી જાય છે. ત્યાંથી નીકળીને એમેલી એક ઊંચાઈ પર આવી જાય છે. એમેલીનો પતિ તેની અને તેની દીકરીને બચાવવા આવી રહ્યયો છે, તેની જાણ ફોન દ્વારા કરે છે. એમેલીને પૂછે છે કે -

તમે લોકો ક્યાં છો?

બ્લેક ક્યાં છે?

તમે લોકો ઠીક તો છો ને?

તે થોડીવારમાં હેલિકોપ્ટર લઈને આવી પહોંચે છે. એમેલી જે ઊંચાઈ પર ઊભી હતી તે બિલ્ડીંગ પણ ધરાશાયી થવાની જ હતી, તેની પાછળ એકાએક બધુ પડતું જાય છે. હવે તેને લાગે છે કે હું કોઈપણ સંજોગોમાં બચી નહીં શકું કારણ કે તે જે તરફ આગળ વધે છે એ જમીનના બે ભાગ થઈ ચૂક્યા હોય છે, જો એ એના પતિના તરફ આગળ વધશે તો તે મૃત્યુને ભેટશે, તો પણ એમેલી સાહસ ખેડીને આગળ વધે છે અને તેનો જીવ બચી જાય છે.

હવે એ લોકો બ્લેકને શોધવાનો પ્રયત્ન કરે છે. બ્લેકને તેના સાથીઓ પાર્કિંગમાં જાય છે, ત્યાંથી ગાડીમાં બેસીને નીકળવાનો પ્રયત્ન કરે છે. ત્યાં તો આગળની દિવાલ ધરાશાયી થાય છે અને બ્લેકના પગ નીચે ફસાય છે. બ્લેક હવે નીકળી નથી શકતી તેના સાથીઓ કહે છે

"બ્લેક તું પ્રયત્ન કર નીકળવાનો"
પરંતુ તે નીકળી નથી શકતી, તેના સાથીઓ તેના પગ કાઢવાના અગાથ પ્રયત્ન કરે છે, તેના પગ ઉપર મોટા પથ્થર હોય છે તેને ખસેડવાના પ્રયત્ન કરે છે, પરંતુ તે ખસતો જ નથી એક લોખંડના સળિયાથી તેને ખસેડે છે અને બ્લેકના પગ નીકળી જાય છે.

બ્લેક તેના પપ્પાને ફોન જોડવાનો પ્રયાસ કરે છે, કહે છે...
પપ્પા હું ઠીક છું.
તેના પપ્પા કોઈ ઊંચાઈ વાળી જગ્યાએ પહોંચી જવા કહે છે. કારણ કે ઊંચાઈ વાળી જગ્યાથી તેથી તેને ઝડપથી એ જગ્યાથી હેલિકોપ્ટર દ્વારા લઈ જઈ શકાય. તેમના હેલિકોપ્ટરમાં પેટ્રોલ પૂરા થવાના આરે જ હતું તેથી એ લોકો પેરાશૂટ લઈને દરિયામાં પડે છે અને બોટ દ્વારા આગળ વધે છે.

હવે બિલ્ડીંગમાં પણ પાણી ઘૂસી જાય છે, દરિયામાં સુનામી આવે છે. બ્લેકને તેના પપ્પા અને મમ્મીને જુએ છે તેમને બૂમો પાડે છે. પરંતુ દૂર હોવાથી તે લોકો તેનો અવાજ સાંભળી શકતા નથી.

"'તે ટોર્ચની મદદથી તેમના પર પ્રકાશ ફેંકે છે."

એ લોકોની નજર બ્લેક પર જાય છે. ત્યાં તો દિવાલ તોડીને પાણી બિલ્ડીંગમાં પ્રવેશે છે અને બ્લેક કાચની પેટીમાં પૂરાઈ જાય છે, ધીમેધીમે તે ડૂબવા લાગે છે. તેના શરીરમાં પાણી પ્રવેશ કરે છે અને તે બેભાન થઈ જાય છે. તેના પપ્પા બોટ તેની મમ્મીને આપી બ્લેકને બચાવવા જાય છે, તે કાચની પેટીને તોડી બ્લેકને લઈને બોટ તરફ જાય છે, લેનિન અને તેના ભાઈને પણ સાથે લઈ જાય છે. બ્લેકના શરીરમાંથી બધું પાણી કાઢે છે ત્યારે હોંશમાં આવે છે.

અંતે બધાના જીવ બચી જાય છે ને જીંદગીની નવી શરૂઆત કરે છે......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED