પ્રેમની સત્યતા જલ્પાબા ઝાલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની સત્યતા

આજે આ ઘટનાને ત્રણ વર્ષ વીતી ગયા છે. વિવેક અને નીરા એકબીજાનો હાથ પકડીને બેઠા હતા અને આ ઘટનાને યાદ કરતાં કરતાં વિવેકની આંખોમાંથી અશ્રુની ધારા વહી રહી હતી. વિવેકને વિચારોના વમળો ઘેરી વળ્યા હતા.

"વિવેક એ વિચારોના વમળોમાં ગળાડૂબ થઈ જાય છે"

"જો તે દિવસે નીરા ન હોત તો મારું શું થયું હોત?"

કદાચ હું અત્યારે નીરાનો હાથ પકડીને ના બેઠો હોત!!
વિચારોનાં વમળમાં વિવેક ખોવાય જાય છે, અચાનક નીરા તેને ટપલી મારે છે અને વિવેક ચોંકી ઉઠે છે અને તે નીરાને તાકી રહ્યયો છે. નીરામાં તેને પ્રેમની મૂર્તિ દેખાતી હતી..
શું થયું વિવેક?
કેમ તારી આંખોમાંથી અશ્રુ વહી રહ્યયા છે?

કંઈ નહીં કહીને તે વાત વાળવાનો પ્રયત્ન કરે છે અને નીરાને ભેટી પડે છે, અરે શું થયું વિવેક કેમ આજે આટલો ગળગળો થઈ ગયો છે.
તને કંઈક તો થયું છે, બોલ તો શું થયું છે?

તને મારા સોંગધ છે...

વિવેક કંઈક બોલવાનો પ્રયત્ન કરે છે, પરંતુ વિવેકથી કંઈ બોલાતુ નથી. નીરા વિવેકને પાણી આપે છે અને તેને શાંત કરવાનો પ્રયત્ન કરે છે.
વિવેક લાગણથી ભાવ-વિભોર બની જાય છે.!!!


હવે વિવેક વાત માંડે છે, નીરા આજે હું ઓફિસેથી ઘરે આવી રહ્યયો હતો ત્યારે મેં એક દ્રશ્ય જોયું તેનાથી તારું એ પ્રેમનું સમર્પણ યાદ આવી ગયું, તારું એ બલિદાન યાદ આવી ગયું.

અરે પણ થયું શું એ તો કહે, આમ મારા વખાણ ના કર્યા કર. વાતને સીધી રીતે રજૂ કર.

હા તો સાંભળ નીરા આજે એક પુરુષ રસ્તા પર પડ્યો હતો એનો અકસ્માત થયો હતો, એની પત્ની ખૂબ વિલાપ કરી રહી હતી!! હું જલ્દીથી તે ભાઈને દવાખાને લઈ ગયો. એની પત્નીને તો કંઈ ભાન જ ન હતું. તે સ્ત્રીનો એ વિલાપ જોઈને જોઈને મને તારા એ દિવસની સ્થિતિ યાદ આવી ગઈ.
તારી સ્થિતિ પણ કંઈક આવી જ હતી..

પણ.......પણ...... શું પણ પણ વિવેક તે હિંમત દાખવીને મારો જીવ બચાવ્યો.


વિવેકની બંન્ને કિડની ખરાબ થઈ જાય છે, હવે ડૉકટરે પણ કહી દીધું હતું કે જો વિવેકને કોઈ કિડની આપે તો જ તેને બચાવી શકાશે. નીરા ઘણી શોધખોળ કરે છે તો પણ, કોઈ ડોનર મળતું નથી. સમય ખૂબ જ ઓછો હતો જો એ સમયમાં કંઈ વ્યવસ્થા ન થાય તો વિવેક....

જો કિડનીની વ્યવસ્થા નહિ થાય તો વિવેક મૃત્યુના મુખમાં ચાલ્યો જશે..
નીરા પણ માતા બનવાની હતી એટલે તે પણ આપી શકે તેમ ન હતી.


"નીરા સાવ જ ભાંગી પડે છે."

કારણ કે વિવેક વગરનું જીવન તો નીરા માટે વ્યર્થ છે.
અંતે નીરા નિર્ણય કરે છે નીરા જ પોતાની કિડની વિવેકને આપશે, નીરાનો આ અંતિમ નિર્ણય હતો!!! ડૉક્ટર કહે છે હજુ તમે એકવાર વિચારી લ્યો? કારણ કે તમે માતા બનવાના છો, આમાં તમારા બંન્નેના જીવ જોખમમાં છે.

નીરા પોતાના નિર્ણય પર અડગ રહે છે અને તે જે થાય તે ઈશ્વર પર છોડી દે છે. નીરા ઓપરેશન રૂમમાં જાય છે, તે વિવેકને તાકી રહી છે, કદાચ આ અંતિમ વખત તેને જોઈ રહી હોય એ પણ જાણતી હતી કે તેના બચવાની ઓછી તકો છે. જીવના જોખમે પણ નીરા વિવેકને બચાવવાના અથાગ પ્રયત્નો કરે છે. અંતે નીરા સફળ થાય છે અને થોડા સમયમાં ઓપરેશન સફળ થાય છે અને ત્રણે જિંદગી બચી જાય છે.
નીરા વિવેકને મૃત્યુના મુખમાંથી પાછો લઈ આવે છે..
નીરાના પ્રેમના સામે ઈશ્વરે પણ હાર માનવી પડે છે........