gypsy books and stories free download online pdf in Gujarati

વણઝારો

ચાંદો મામાં ઝીલ ને પેલી પાર ગાયબ થયાં અને સળગ્યા સૂરજ બાપા.
મને તો ખાત્રીજ હતી કે પેલી ઝીલ ને પાર રોજ રાતે આ મામા મારી મામી ને જોવા જતા હશે.

એય ગામ ના ધણી હવે તો ઉઠ ઉઘણસી ક્યાંય ના,આખા ગામ ને નેત્રું આપવા નથી જવું કે તારી બેનબા ના ઘેર માતા તેડવવા ના છે.

ઓહ માડી તને કોણ તેડી ને જવાનું છે વળી તેડી ગયું તો મારું શું થાશે.

છાનો બેસ,તારી રુખમી બેન ને ત્યાં ડોબા...
માડી હું મજાક કરતો હતો.

ક્યારે જવું.કાલે જજે હવે દહાડા ના ત્રીજા પોરે સમી સાંજ પેહલા જઈને આવી જજે.

હો મારી માડી... જય હો મારી માડી
ઓધવ એવો તો કરમ નો પાક્કો જમરૂખ અને કિસ્મત નો કાચા આંબા જેવો,જ્યાં જાય ત્યાં હસવા હસવાની વાત કરી મૂકે પણ નસીબ નો અવળો કે કોઈ તેને માન આપે નહિ કે માનીતી આપે.

૨૩ વરહ નો થયો પણ શું કરે કઈ થાય એમ નહિ.
રાત પડી ને ભોર થઇ દહાડા ની સાંજ થઇ ઓધાવ પરિજનો કેમ છો મારી રુખ્મી બેન ને ત્યાં માતા બોલાવવા ના છે વૈશાખ ત્રીજી એ ત્રિજા પહોરે પધારી સોભા માં અભિવૃદ્ધિ કરશોજી.
એમ કહી ઘેલો ઘરે આવ્યો.

જેમ વૈશાખ ના વાયરા અને તાપ વઘ્યા એમ ત્રીજી એ ગામ ના બૈરા તોં શું મોટેરા વડીલો જુવાનિયા સવ માતા ને જોવા અને આશિષ લેવો આવી પહોંચ્યા.

રૂખમી એ કંકુ ચોખા અબીલ ગુલાલની થાળ અને પરસાદ માં ખીરપુરી તૈયારી રાખી હતી.

જેમ લોકો માતા ના દર્શન કરવા આતુર થયાં તેમ રુખમી ની છોકરી સતભામાં ને માતા આવ્યા એવી તે ધૂણી એવી તે ધૂણી કે પૂરું ગામ ભક્તિવત્સલ થઈ ભજનો અને સાખી ગાવા માંડ્યા.
સતભામા બોલીયા જે કોઈ માઈ નું લાલ મને પૂજશે તેના ઘરે ઘી ના દિવડા અને ફૂલો ના તોરણ બંધાશે, મન ની મનોકામના પૂરી થશે.

જય માતાજી જય માતાજી ના જયઘોષ થયાં.
ઓધવ ની માડી બોલી પડી હે માતા અમે તો વણજારા ક્યારેક આ ગામ તો ક્યારેક પેલે ગામ મારા ઓધવ ની માનીતી મારી વહુલાડી ના પગલાં પડાવ માતા પગલાં પડાવ તને વણજારા ની અરજ છે.

સાતભામાં જોરદાર ગર્જના સાથે બોલ્યા હા છે મારી જા તારે લહેર છે મને સાત વર્ષે પછી પાછી તેડાવ ને તારુ કલ્યાણ છે વણજારા ઓધવ સુખી થા....


ઓધવ ને પરણ્યે ૨ મહિના થયા હતા એક રાતે તે પાછું એક સપનું જોય છે જેમાં તે ગામની ઝીલ પાસે પહોંચ્યો.
તે થોડો સેહમી ગયો જોયું કે ઝીલ ના પાણી માંથી અલગ અવાજ આવતો હતો તે થોડો પાસે ગયો જોયું તો અચંબિત થઈ ગયો તેની વૈભવી જેવી દેખાતી બાઇ ઝીલ આગળ પાણી ભરવા આવી છે.
તે એવો ભાગ્યો ઘરે ગયો જોયુંતો વૈભવી ઘરે સૂતી હતી.
તેને એક પળ રાહ જોયા વગર તેને ઉઠાડી કહ્યું તું ઝીલ આગળ હતી તો અહીંયા ક્યાંથી...

વૈભવી એ કીધુ એય હું નહિ મારી માં સુલક્ષણા છે તે ઝીલ આગળ પાણી લઈ ઉપવાસ આદરે છે જેથી આપણા સવ વણજારા ઓ અને તમારું મારું જીવન સારું રહે આપણો ઉધ્ધાર થાય.

એમ વાત થતાં બંને જણ સૂઈ જાય છે આજ પછી વણઝારો તે સપનું કદી જોતો નથી.


ભોર થતાં ની સાથે વણઝારો પોતાની માડી અને માનીતી ને લઈ ને માતા ના દર્શન કરવા લઈ જાય છે.
માફી માંગી વણઝારો રાપર ગામ છોડી હંમેશા માટે બીજા બીજા વતને ફરતો રહે છે.

બીજા રસપ્રદ વિકલ્પો