પ્રેમ નીતરતી Ptm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નીતરતી



ચાસણી થી જળાબોડ જલેબી ખાઈ ને તો આનંદ આવી ગયો.વાત એમ હતી કે અમુક વર્ષો પેહલા ની વાત યાદ આવી ગઈ.
પ્રીતિ અને આનંદ ના લગન હતા અને જમણવાર માં રબડી,જલેબી,રસમલાઈ,ગુલાબજાંબુ જેવા મિષ્ટાન ખાઈ ને પેટ ન ભરાય ગયું હોય તેમ ગપ્પગોષ્ટી કરવામાં સાંજ પાડી દીધી હતી.
પ્રીતિ ની વિદાય વેળા એ ઓડકાર ખાઈ ખાઈ ને મહેમાનો થાક્યા અને પ્રીતિ પોતાના ઓ ને વળાવી ને હાફી ને રોઈ રહી.
આનંદ ના મોઢા પર અચૂક હરખ દેખાતો હતો પણ એવો કે કઈ વિસ્મય લાગે તેવો.

એ દિવસ અને આજનો દિવસ આજ સુધી એ વિસ્મય ને હું સમજી ના શકી હા પણ બંને જલેબી ના હલવાઈ એક જ હતા એ સમજાય ગયું.
આહા હા શું સ્વાદ શું સુગંધ અને શું મીઠાશ.

આજે પ્રીતિ ઘરે આવાની છે.
આનંદ અને રાતે પાછો સાસરે લઈ જશે.
મને લાગે છે કે બંને ને મોકળાશ અને સમય આપવા જરૂરી છે.
૭ વર્ષ પછી પ્રીતિ આવી રહી છે આ રો- હાઉસમાં. ઓહો મેં ચાકર ને તો કહ્યું જ નહિ પ્રીતિ ની પસંદગી ના પકવાન બનાવે.
ઓય ચાકર આજે રસોઈ મા ખાંડવી, ઢોકળા અને થેપલા સૂકી ભાજી બનાવ જે હો.
ચાકર મોઢું ધુણાવી ને રસોડા ભેગો થયો.
પ્રીતિ આવી પોતાની બેગ હોલમાં રાખી વિશ્વરૂપ ને શોધવા એના બેડરૂમ મા ગઈ.
વિશ્વરૂપ એને જોઈ હરકાઈ ગયો.
ઓહ માય સિસ્ટર હું તારી વાટ જોઇને થાક્યો.પ્રીતિ ઠપકો આપતાં બોલી મારી ભાભી હોત તો મારે ચાકર ની રસોઇ ના ખાવી પડત.
વિશ્વરૂપ જોરદાર હસી પડ્યો.
વિશ્વરૂપ ને લાગ્યો આડવતમાં પ્રીતિ ના મનની વાત જાણી શકાશે.આનંદ હમણાં કેમ નહિ આવ્યો રાતે કેમ આવનો છે હવે બોલ.
પ્રીતિ એ કહ્યું આનંદ ને અચાનક કામથી બહાર જવાનું થયું તેથી.
રાત પડી આનંદ આવ્યો.પ્રીતિ ને જોઈ કહેવા લાગ્યો કેમ છે.જેમ તેમ પ્રીતિ એ જવાબ આપ્યો આ શું પૂછો છો, મજામાં જ હોઉં ને તમારી સાથે.પ્રિતિં ની આંખો પ્રેમ થી નીતરતી હતી. તે આનંદ ને જોઈ હરખાઈ ગઈ.
આ બધું વિશ્વરૂપ જોઈ રહ્યો.
તેને લાગ્યું આ બંને જોડે રહી ને પણ આટલા અળગા કેમ રહ્યા છે.પણ વાત એમ હતી કે પ્રીતિ ને આનંદ નું સ્નેહ આલિંગન જોઈએ છે.
આ રો હાઉસ માં તેને આનંદ ના સમિપ જવું છે.
વિશ્વરૂપ સમજી ગયો સાત વર્ષનો વિરહ આજે પૂર્ણ થશે.મારા માટે વિસ્મય નો અનંત આવ્યો ને પ્રીતિ આનંદ માટે પ્રેમ રસ ભરેલી ક્ષણો આવી
ખરેખર જલેબી તો ખૂબ શુભ નીવડી....
પ્રીતિ આનંદ ને જોઈ રહી બંને બગીચા પાસે ગયા.આનંદ એ કહ્યું પ્રીતિ હું તારા વિશે કહી પણ નથી જાણતો પણ તને પુરે પૂરી જાણું છું.
તને શું ગમે છે શું નથી ગમતું બધું હું મને ખબર છે.
તારી આંખો ને એક વાર જોઇને કહી શકું છું કે તને શું જોઈએ છે.
પ્રીતિ અચકાઈ ને બોલી તો પછી મને પ્રેમ કેમ નહિ તે પૂરું વાક્ય પણ કરી શકી નહિ.

આનંદે કહ્યું મને ખબર છે પણ હજી એ સમય આવ્યો નથી.
મને સમય જોઈએ છે જેના વડે હું તને પરિપૂર્ણ પ્રેમ આપી શકું.
ખાલી સમજ જરૂરી નથી પરિપક્વતા પણ જરૂરી છે.
જ્યારે હું તે જોઈ લઈશ ત્યારે હું તારા હવાલે થઇ જઇશ

પ્રીતિ આશ્ચર્યચકિત થઇ ગઈ તેના અશ્રુ આવી સર્યા.
તેણે આનંદ ને વચન આપ્યું હું તમારી આ ઈચ્છા પૂરી કરવાની સંપૂર્ણ કોશિશ કરીશ.

રાતના ૧૨ વાગ્યા આનંદે કહ્યું હવે જવાનો વખત આવી ગયો ચાલો વિશ્વરૂપ ને આવજો કહીએ ને ઘરે જવા માટે તૈયાર થઈએ.

વિશ્વરૂપ ને આવજો કહી બંને ટેક્સી પકડી ઘર તરફ જવા નીકળ્યા.
પ્રીતિ ને તેના અસ્તિત્વ ને ઘડવાની એક તક વધુ મળી રહી.