મા તારી મમતા અનેરી Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

મા તારી મમતા અનેરી

આજે વહેલી સવારે જ રોશનીની ઉંઘ ઉડી ગઈ. લાઈટ કરીને ઘડિયાળમાં જોયું તો હજુ સવારના ચાર વાગ્યા છે.

એનુ મન જાણે એક અજીબ ભાર અનુભવી રહ્યુ છે. વિચારો નો ઝંઝાવાત... એક પછી એક મારા માનસપટ પર આવીને છવાઈ જાય છે.

તે વિચારતી હતી ક્યાં સુધી આ નોકરી કરવાની ?? મારે મારી દીકરી સાથે ક્યારે રહેવાનું ?? ને આખોમાંથી અશ્રુઓ વહી રહ્યા છે.

બાજુમાં રોશની ના પતિ અને તેની દીકરી સુતા હતા. એને પ્રેમથી એની દિકરી ને ચુમી લીધી.

અને તેની બાજુમાં સુઈ ગઈ પાછી. પાછુ વિચારોના વામાનળમા ફસડાઈ પડી...એ બાળપણની ખાટીમીઠી યાદોમાં !!!

* * * * *

રોશની ના પરિવાર માં રોશની ,તેના મમ્મી પપ્પા અને તેનો ભાઈ. તેનો ભાઈ તેનાથી છ વર્ષ નાનો. ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ સારી નહોતી. માતા પિતા બહુ મહેનત કરતાં. તેઓ તેમના સંતાનો ને સારી જિંદગી અપાવવા ઈચ્છતા હતા.

ઘણી મહેનત કરીને તેઓ ઘર ચલાવી ને પણ થોડા ઘણા પૈસા બચાવતા જેથી બાળકોને સારી રીતે ભણાવી શકાય. અને ભગવાનની કૃપા કહો કે ઉપકાર એમના સંતાનો પણ ડાહ્યા અને હોશિયાર હતા.

બંનેએ ખરાબ પરિસ્થિતિ હોવા છતાં લોકોની પરવા કર્યા વિના તેમણે દીકરીને ભણાવવા નો નિર્ણય લીધો હતો. ઘણા એમ પણ કહેતા કે દીકરી પાછળ શુ કામ પૈસા બગાડો છો ??? એતો ભણી ને પારકે ઘરે જતી રહેશે... પૈસા તમને થોડી કમાઈ ને આપશે??

ત્યારે એના માતા પિતા એમ જ કહેતા , અમે તેને પૈસા લેવાની લાલચે નથી ભણાવતા. અમે તો તે તેના પગભર રહે અને કોઈ પણ કપરી પરિસ્થિતિ આવે તો તેની જિંદગી માં તે પાછી ના પડવી જોઈએ...અમારે મન તો દીકરો -દીકરી સમાન જ છે.

તો કોઈ એવુ કહેતા કે દીકરી ને ભણાવવા માં બધુ ખર્ચી દેશો તો દીકરા માટે શુ રહેશે ???

ત્યારે રોશની ઢીલી પડી જતી અને કહેતી પપ્પા રહેવા દો હુ અહી જ કોલેજ કરી દઈશ. આટલો બધો ખર્ચો આપણ ને નહી પોસાય.

ત્યારે તેની મમ્મી કહેતી , બેટા પણ તારા સપનાંઓનુ શુ ?? તારે તો ડોક્ટર બનવું છે ને??

ત્યારે રોશની કંઈ ના બોલી શકી ફક્ત તેના આખોમાં ઝળઝળિયાં આવી ગયા હતા.

બીજા જ દિવસે તેના પપ્પા પૈસા અને તેના એડમિશન માટે નુ ફોર્મ લઈ આવ્યા. તેમણે કહ્યું તુ બસ આ ફોર્મ ભરી દે અને ભાઈની ચિંતા ના કર એ પણ સમય આવતા બધુ જ થઈ જશે...

અને થોડા જ દિવસોમાં તેનુ એક આયુર્વેદ કોલેજમાં એડમિશન થઈ ગયું અને બહાર રહેવાનું હતુ એટલે એક હોસ્ટેલમાં પણ સેટ થઈ ગયું.

આમને આમ તેની કોલેજ પુરી થઈ ને ઈન્ટર્નશીપ ચાલુ થવાની હતી . તેના માટે ઘણા માંગા આવતા પણ તેને એક ભણેલો છોકરો જોઈતો હતો. તે વિચારતી હતી ભણેલો હશે તો બધુ જ થશે....!!! છોકરો સારો હશે તો બધુ જ થશે, કહેવાય છે ને , વરમાથી ઘર થાય, ઘરમાં થી વર ના થાય."

ઈન્ટર્નશીપ ચાલુ થયા પછી તેને એક દિવસ તેને એક છોકરો જોવા આવવાનું નકકી થાય છે. આમ તો માણસો થોડા જાણીતા હતા. પણ ફેમિલી રોશની ના ઘરની જેમ મિડલ ક્લાસ હતુ.

તેના પિતાની મિડિયમ આવક અને તેનો ભણવાનો ખર્ચો. અને એક ભાઈ પણ હતો નાનો. એટલે તેના પર ઘરની જવાબદારી પણ બહુ જલ્દી આવવાની હતી.

તે બંનેની પહેલી મિટિંગ માં બંને એકબીજાને મળ્યા . એ વખતે તેનુ બેચલર પત્યુ હતુ અને તેને માસ્ટર કરવુ હતુ પણ ઘરની પરિસ્થિતિ ને લીધે તેને એન્ટરન્સ એક્ઝામ આપ્યા પછી જો ગવર્મેન્ટ કોલેજમાં મળે તો જ કરવાનું હતુ.

બંનેની પહેલી મીટીંગમાં વિશાલે તેના ફેમિલી ની કંન્ડિશન વિશે જણાવી દીધુ હતુ. અને સાથે તેને ગુસ્સો બહુ જલ્દીથી આવી જાય છે તે પણ...

રોશની એ બધી મુલાકાત પછી વિચાર્યુ કે મેરેજ પછી એવું હશે તો બંને જોબ કરશુ એટલે બધુ સારૂ થઈ જશે અને તે સ્વભાવે શાંત હતી એટલે તેને વિચાર્યુ કે બંને ના સ્વભાવ શાંત અને ગરમ વિરૂદ્ધ છે એટલે બહુ વાધો નહી આવે.

એટલે તે હા પાડી દે છે. આ બાજુ વિશાલ ને પણ તેના માતા પિતા અને ફેમિલી ને સાચવે તેવી ભણેલી છોકરી જોઈતી હતી લાઈફ પાર્ટનર તરીકે એટલે બંને એ આ સગાઈ માટે હા પાડી દીધી.

રોશની આમ સિમ્પલ હતી પણ તે બધી જ રીતે શોખીન હતી. તેના મમ્મી પપ્પા એમનાથી શક્ય હોય તેટલા બધા જ તેના શોખ પુરા કરાવતા હતા અને ના તો કોઈ રોકટોક કરતાં. તેમને રોશની પર પુરો ભરોસો હતો. એટલે તે પણ સમજી વિચારી ને જ કોઈ કામ કરતી અને તેના શોખ પણ દબાવીને રાખતી.

વિશાલ એટલો શોખીન નહોતો રોશની જેટલો પણ જે હતા શોખ એ પણ તેણે જાણે છુપાવી દીધા હતા. તે એમ દિલનો સારો હતો. સાથે હોશિયાર ,દેખાવડો પણ હતો પણ તે પોતાની વાત કોઈ દિવસ ખુલીને ના કરી શકતો. અને થોડો ઓછાબોલો પણ હતો.

હવે સગાઈ પછી બંને ક્યારેક ક્યારેક એકબીજાને મળતા. તેને માસ્ટર માટે ગવર્નમેન્ટ કોલેજમાં એડમિશન પણ મળી ગયુ હતુ . કોલેજ ઘરેથી નજીક હતી તેથી તે ઘરેથી જ અપડાઉન કરતો.

શરૂઆતમાં તો રોશની થોડી મુઝાતી હતી કારણ કે વિશાલ તેની સાથે વાત કરતો, મેસેજ પણ કરતો તે ઘરે જાય તો સારી રીતે મળતો પણ ખરા પણ એ જલ્દી બીજા છોકરાઓ ની જેમ સામેથી રોશની ને મળવાની ડિમાન્ડ ના કરતો.

એટલે રોશની ને થતુ કે વિશાલ ને હુ પસંદ નથી કે તેણે પરાણે આ સગાઈ કરી છે કે શુ...કારણ આ તો અમારો ગોલ્ડન પિરિયડ છે થોડું કહીને થોડું છુપાઈને મળવાની મજા. અત્યારે તો બધા એકબીજાને મળવા તલપાપડ થતા હોય. જ્યારે વિશાલ ક્યારેય મને સામેથી મળવા ઉતાવળો નથી હોતો.

તે વિચારે છે કે હવે તો હુ તેને જ પુછી લઉ કે તેને આ સંબંધ ના ગમતો હોય તો ના કહી દે. પણ તેની સાથે વાત કર્યા પછી તેને વિશાલ નુ એક બીજું પાસુ સમજાયું જેના માટે રોશની એ વિચાર્યું જ નહોતું.

વિશાલ બહુ સ્વાભિમાની હતો. તેને એમ થતુ કે ઘરની આવી પરિસ્થિતિમાં હુ અને આટલો મોટો થઈ ને હવે પપ્પા પાસે પૈસા કેવી રીતે માગુ અને એ પણ ફરવા માટે. એ ત્યાં બહાર હોસ્ટેલમાં રહેતી હતી એટલે એને મળવા ત્યાં જાય તો તેને ત્યાં જવા આવવાનો ને બીજો ખર્ચો થાય એટલે જ તે પોતાની રોશની ને મળવાની ઈચ્છા બહુ વ્યક્ત ન કરતો.

પછી તે એને બહુ ના કહેતી આવવા માટે. આમને આમ બંને નુ ભણવાનું પુરૂ થયું અને થોડા સમયમાં વિશાલ ને એક મલ્ટીનેશનલ કંપની માં જોબ મળી ગઈ. કંપની ગમે તેટલી સારી હોય પણ જોબમાં સેલરી તો ટાઈમ મુજબ જ વધે. આથી તેમને સેટ થતા તો વાર લાગવાની જ હતી.

થોડા સમય પછી લગ્ન નક્કી થતા બધુ કદાચ તેનુ સેવિંગ વપરાઈ ગયુ. હવે લગ્ન પછી થોડા જ સમયમાં રોશની એ પણ વિશાલ ને મદદ થાય માટે જોબનુ વિચાર્યું અને જોબ પણ નજીક માં મળી ગઈ.

બંનેની આવકથી ઘરખર્ચ સાથે થોડી બચત થતી પણ એવી કોઈ બીજી અગાઉ ની બચત ન હોવાથી નવા સીટી માં ઘર લેવા માટે બંનેને જોબ કરવી પડે તેમ હતુ.

આ માટે જ બંને એ બે વર્ષ પછી જ બેબી પ્લાન કરવાનુ વિચાર્યુ. અને પછી પ્રેગનન્સીને કારણે રોશનીને છેલ્લા મહિનાઓમાં જોબ છોડવી પડી એટલે થોડા ખર્ચ વધવાની સાથે રોશનીની આવક પણ બંધ થઈ ગઈ હતી.

અને અંતે રોશની એ એક નાનકડી ઢીગલી ને જન્મ આપ્યો. આ સાથે જ તેમના બંને ના જીવનમાં અને પરિવારમા ખુશી છવાઈ ગઈ...રોશની તેની પરી સાથે આખોદિવસ સમય પસાર કરતી.

પણ, આ તો સમય જતાં ક્યાં વાર લાગે છે. એમ પરી એક વર્ષે ની થઈ ગઈ. અને થોડા જ સમયમાં તેને ફરીથી નોકરી માટે ઓફર આવી. હવે તેનુ પરિવાર તો સંયુક્ત બધાએ પરી ને અમે સાચવશુ કહીને તેને નોકરી માટે રજા આપી.

પણ, હવે એક માનુ દિલ તેને આવુ કરવા માટે ના કહી રહ્યું હતું. પણ ઘરની સ્થિતિ ને જોતા તેને લાગ્યું કે મારે મારા સંતાન ના ઉજજવળ ભવિષ્ય માટે નોકરી ચાલુ કરવી પડશે નહી તો તેની જિંદગી પણ આમ દરેક વાત માં સમજુતી કરીને જીવવી પડશે. અને સાથે વિશાલ ને પણ સપોર્ટ રહે માટે તેણે કાળજુ કઠણ કરીને તેની નોકરી સ્વીકારી.

પરીના દાદા દાદી તેને બહુ સાચવતા અને પ્રેમ કરતાં. આમ પણ મુડી કરતાં વ્યાજ વધારે વહાલુ હોય ને એમ જ!!!
પણ સાથે એ પણ છે ને બાળક માટે તો, "મા તે મા, બીજા બધા વનવગડાના વા."

તે ઓફીસ જતા અને જઈને પણ રડતી. હવે સમય જતાં ક્યારેક એવુ થતુ કે તે ઘણીવાતો તે વિશાલ અને રોશની સાથે વધારે ના જતાં તેના દાદા દાદી પાસે વધારે જતી રહેતી. પણ એ તો એના માટે તો છોકરમત હતી. આ બધી બાબતો નો કદાચ વિશાલને તો બહુ ફેરના પડતો પણ રોશની ને બહુ દુઃખ થતુ.પરીના ઉજ્જવળ ભવિષ્ય અને ઘરની જવાબદારી ને લીધે તેને આ નાનકડા ફુલને કલાકો તેનાથી અળગુ મુકવુ પડે છે.

પરી સાજે ઘડિયાળ જોયા વિના જ જાણે ખબર પડી જતી અને તે તેની કાલીઘેલી ભાષામાં મમ્મી ને લેવા જવા માટે કહેતી, મમ્મી લેવા...મમ્મી ઓફીસ ...મમ લાવે....!!! તે રોશની ના આવવાની આતુરતા થી રાહ જોતી હોય અને તેના આવતા જ તે પ્રેમથી તેની મમ્મી ને ભેટી પડતી...જાણે બંને કેટલા વર્ષે મળ્યા હોય તેવુ અદભૂત મિલન સર્જાય !!!

તેને હંમેશાં લાગે છે કે તે કેવી મા છે કે પોતાના સંતાન ને સમય આપી શકતી નથી..પોતાની રીતે તેનો ઉછેર કરી શકતી નથી. તે એકાત મા એકલી રડી લે છે...!!!

તે જ્યારે નોકરી જવા માટે પરી રડે તેની સાથે જવા માટે... તેની આંખો જાણે કહી રહી છે...મમ્મી તુ ના જઈશ...ત્યારે તેનુ અંતર મન રડી પડતુ ...તે એને રડતી મુકીને નીકળી તો જતી પણ બહાર નીકળીને તે રડી પડતી.

જો તે આવુ કહે વિશાલ ની સામે તો એ જોબ કરવાની ના પાડી દે..અને ઘરની બધી જવાબદારી તેના માથે આવી જાય. તે એ વિચારીને અત્યારે જોબ કરે છે જેથી કદાચ તેના દીકરા ની વહુ આવે તો તેને આર્થિક સંકડામણ ના કારણે તેના સંતાન ને મુકીને તેને નોકરી ના કરવી પડે.

આમને આમ પરીને ત્રણ વર્ષ થઈ ગયા. હવે તે સ્કુલ પણ જવા લાગી છે. તેના ઘરે હવે તેને ઈનડાયરેક્ટલી હવે બીજું બાળક લાવવા માટે કહી રહ્યા છે.

રોશની હવે તો મન મજબુત કરીને કહે છે વિશાલ ને કે આપણે એકાદ વર્ષ સેટ કરીને પછી જો બેબી પ્લાન કરીએ પણ મારી એક શરત છે હવે બીજું બેબી આવે પછી હુ નોકરી નહી કરુ ઓછામાં ઓછુ તે પાંચ વર્ષ નુ થાય ત્યાં સુધી. વિશાલ પણ તેની સ્થિતિ અને લાગણી સમજે છે અને હા પાડે છે.

********

બે વર્ષ પછી ,
તેઓ આજે આર્થિક રીતે સેટલ થઈ ગયા છે. આજે પરીનો નાનકડો ભાઈ આવી ગયો છે. પણ આજે એક વાત એ છે કે રોશની તેના નાનકડા દીકરા અને હવે તો પરીને પણ તે પોતાનો પુરો સમય આપી રહી છે....

તે આજે પુર્ણ રીતે માતા બનવાનો સંતોષ અને અંતરથી આનંદ માણી રહી છે !!! કે આજે તેના તેના સંતાનો ને તેનો પુરો પ્રેમ આપી રહી છે અને તેની દરેક ફરજ પુરી કરી રહી છે !!

અત્યારની આ ભાગદોડ વાળી જિંદગી માં આપણે પૈસા માટે થઈ ને છોકરાઓને આપણાથી દુર કરીએ છીએ પણ ખરેખર જે સમયે આપણને લાગે છે કે પૈસા ની જરૂર છે એ જ સમયે બાળકો ને પણ માતા પિતા ના પ્રેમ અને હુફની જરૂર હોય છે !!!

" સંપૂર્ણ "


* * * * *