જાતરા Arjunsinh Raoulji. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાતરા

--------------------------------------------।જાતરા ।-----------------------------------------------------------------

---- અર્જુનસિંહ.કે.રાઉલજી.

---ઓઇ મા રે ! ... સુમતિ ચીસ પાડી ઉઠી . લારી ઉભી રાખી તેણે જોયું તો એક કાંટો –બાવળનો તેના ડાબા પગના તળિયામાં ભોંકાઇ ગયો હતો .. દર્દ તો થતું હતું છતાં દર્દને ગણકાર્યા સિવાય તેણે કાંટો ખેંચી કાઢ્યો .. આ તો હવે રોજનું થયું હતું ...જ્યારથી ચંપલ નહીં પેરવાની તેણે અને માધાએ બાધા રાખી હતી ત્યારથી જ ..! માધો તો જતો રહ્યો પણ સુમતિના માથે આ જવાબદારી આવી ગઇ ... અને તે તેણે પ્રેમથી સ્વીકારી લીધી... હવે એ માનતા પૂરી થવામાં વધારે વાર લાગે એમ નહોતી ,તેણે બે દિવસ ઉપર જ પોતાની બચત ગણી હતી – પૂરા બત્રીસ હજાર થયા હ્તા અને તેણે પેલા જય માતાજી ટ્રાવેલ્સવાળા ભાઇને થોડાક સમય પહેલાં જ પૂછ્યું હતું તો તેણે લગભગ ચાલીસ હજાર રૂપિયા થશે – તમારા બંને જણના ...એટલે કે સાસુ-વહુના...પણ એટલી રકમમાં તો ત્રણેય ધામ ગોકુલ, મથુરા અને હરદ્વારની જાતરા થઇ જશે એમ તેણે કહ્યું હતું ...! અને એટલે જ સુમતિ દિવસો ગણતી હતી અને રોજેરોજ પૈસા પણ ગણતી હતી પણ ...!? આમ તો ક્યારનીયે ગંગાબાને જાતરા કરાવી દીધી હોત –જો તેના માધાને આ રીતે ભગવાને ઉઠાવી ના લીધો હોત ...! માધાનું મોત થયું તેની આગળ બે મહિના પહેલાં જ માધાએ અને તેણે પૈસા ગણ્યા હતા અને તે વખતે જ માધો બોલ્યો હતો કે – સુમુ.... હા... પરણીને આવી ત્યારથી જ માધો તેને સુમુ કહીને જ બોલાવતો હતો ... તેણે તે વખતે કહ્યું હતું કે – સુમુ , હવે આપણી બચત એટલી થઇ ગઇ છે કે લગભગ બે મહિનામાં આપણે માને જાતરા કરાવી શકીશું, માની વરસોની ઇચ્છા પૂરી કરી શકીશું ...અને એકલી મા જ નહીં ,પણ આપણી પણ જાતરા થઇ જશે ...! પણ કદાચ ભગવાનને એ મંજૂર નહોતું ,કદાચ ગંગાબાની જાતરા કરવાની ઇચ્છા પૂરી થવામાં કોઇ પાપ આડે આવતું હશે ... તે માધાની ઇચ્છા પૂરી થાય તે પહેલાં જ તેને એટેક આવ્યો , અને સુમતિ કે ગંગાબા કાંઇ સમજે કે કાંઇ કરે તે પહેલાં તો તેનો આત્મા ઉડી ગયો .તેમના ઘર અને કુટુંબ ઉપર તો જાણે કે આભ તૂટી પડ્યું ... સપનેય વિચાર્યું નહોતું એવી ઘટના બની ગઇ ..! અને માધાનું મોત પણ કેવું ?

માધો માતાજીનો ભગત હતો ... દર વરસે ચૈત્રી નવરાત્રીમાં તો નવ નવ દિવસના નકોરડા અપવાસ કરતો હતો , પાછો ઠેઠ માતાજીના મઢ – કચ્છ ચાલતો જતો હતો ...! અરે ! પહેલા વરસે તો પગમાં છાલ્લા પણ પડી ગયા હતા ... પણ તેની ટેક એટલે ટેક ... તે કદીયે પોતાની ટેકમાંથી પાછો ના હટે .. બાકીના દિવસ આખું વરસ પણ માતાજીની ભક્તિમાં સવારના બે કલાક તો કાઢે જ ...! મજુરી કરીને જીવતાં હતાં એ લોકો ...પણ ક્યારેય માધાએ પોતાની હાલતની ફરિયાદ માતાજી પાસે કરી નહોતી ,અરે ! એ ક્યારેય ધનવાન અને પૈસાવાળા થવાની માગણી પણ તેણે માતાજી સમક્ષ કરી નહોતી . તે તો કાયમ જ કહેતો કે – એ આપણી મા છે , તેને ખબર છે કે આપણે શેની જરૂર છે અને શેની નથી ...! એ આપણી લાયકાત પણ જાણે છે ... એટલે મા પાસે કશું માગવાની જરૂર નથી , એ આપણી જરૂરિયાત પ્રમાણે આપણી લાયકાત કરતાં પણ વધારે આપી દેશે ...! અને એ અટલ શ્રધ્ધાના કારણે જ માધો જીવ્યો ત્યાંસુધી કાયમ મળસ્કે પાંચ વાગ્યે ઉઠી જતો .. ઉઠીને નાહી-ધોઇને માતાજીની પૂજા કરવા બેસી જતો .. દિવો અગરબતી પેટાવી તે લગભગ બે કલાક માતાજીની સેવા કર્યા કરતો . માતાજીની સેવા-પૂજા કર્યા પછી જ તે ચા-નાસ્તો કરતો . ક્યારેય દિવો-અગરબત્તી કર્યા સિવાય તેણે ચા કે અન્નનો દાણો પણ મોંમાં મૂક્યો નહોતો.એવા ભક્તિભાવવાળા માધાનું મોત પણ કેવું થયું ?તે દિવસે પણ દરરોજની માફક તે વહેલો ઉઠ્યો હતો , નાહી ધોઇ અને માતાજી સમક્ષ પૂજા કરવા બેઠો હતો . સુમતિ પણ તે પૂજા કરવા બેસે એટલે ઉઠી જતી અને માધા માટે ચા અને ગરમ ગરમ બાજરીનો રોટલો ટીપી નાખતી ,કારણકે માધો શાક-ભાજીની લારી લઇને જાય પછી તેનું ઘેર પાછા આવવાનું નક્કી નહીં , માર્કેટથી લાવેલું બધું જ શાક વેચાઇ જાય પછી જ ઘેર પાછો ફરતો , પછી ભલેને તેમાં આખો દિવસ પસાર થઇ જાય ...તે દિવસે પણ તે પૂજા કરવા બેસી ગયો હતો , દિવો પણ પૂરી દીધો હતો અને દીવો પ્રગટાવવાની તૈયારી જ કરતો હતો કે છાતીમાં ગભરામણ થવા માંડી ,તેણે બૂમ પણ પાડી – સુ...મુ.... પણ સુમતિ રોટલો ટીપતી હતી એટલે કદાચ નહીં સાંભળી હોય પણ પછી છેવટે “ હે મા ..” કહીને જોરથી બૂમ પાડી અને ઢળી પડ્યો ,સુમતિ લોટવાળા હાથે જ દોડી , પણ ત્યાંસુધીતો તેનો ખેલ ખલાસ થઇ ગયો હતો . સુમતિએ પોક મૂકી એટલી ગંગાબા ખાટલામાંથી ઉભાં થઇ દોડ્યાં પણ ... હવે તેનો કોઇ અર્થ નહોતો ...! મોત તો કેવું આવ્યું ? તે એટલે કે માધો તો છૂટી ગયો પણ પાછળ ગંગાબા અને સુમતિ વિલાપ કરતાં રહી ગયાં . ગંગાબાને જાતરા કરાવવા જે પૈસા માધાએ ભેગા કર્યા હતા તે તો તેનો દિવસ કરવામાં વપરાઇ ગયા ... બાકી જો માધો વધારે નહીં ને બીજા ત્રણ મહિના જીવ્યો હોત તો તેની માનતા –બાધા અવશ્ય પૂરી થઇ જાત , અને ગંગાબાની જાતરા પણ પતી જાત..! પણ વિધિનાલેખ કોણ ટાળી શક્યું છે ? માતાજીને જે યોગ્ય લાગ્યું તે કર્યું , જો સુમતિની જગ્યાએ બીજી કોઇ હોત તો કદાચ માતાજી ઉપરનો વિશ્ર્વાસ ડગી જાત પણ ના.... આ તો સુમતિ હતી ...!

માત્ર એટલું જ નહીં , પણ ગંગાબાને જાતરા કરાવવા માટે જે બાધા માધાએ રાખી હતી હવે તે બાધા સુમતિએ જાતે સ્વીકારી લીધી કે જ્યાં સુધી તેમને જાતરા નહીં કરાવે ત્યાં સુધી તે પગમાં ચંપલ નહીં પહેરે... હા.... માધાએ પણ એ જ બાધા રાખી હતીને ? તે ભરઉનાળે પણ પગમાં ચંપલ પહેર્યા વિના દાઝતો જ શાકની લારી ફેરવતો હતોને ? હવે લારી ફેરવવાનું કામ સુમતિના શિરે આવ્યું હતું ,ગંગાબાની જવાબદારી સુમતિના શિરે આવી હતી આથી માધાની બાધા પૂરી કરવાની જવાબદારી પણ સુમતિએ એ સ્વેચ્છાએ સ્વીકારી લીધી . તે પણ માધાની માફક જ વહેલી ઉઠી જતી . ગંગાબા માટે રસોઇ બનાવી દેતી ,ગંગાબાના ખાટલા પાસે પાણીનો ઘડો પણ ભરીને મૂકી દેતી , ગંગાબાથી જો કે હરાતું ફરાતું હતું તો પણ તેમને ઓછામાં ઓછી તકલીફ પડે તેનો બધો જ ખ્યાલ સુમતિ રાખતી હતી . બાજુવાળાં વિમળાબા તો કહેતાં પણ ખરાં કે પોતાનો સગો દિકરો કે દિકરી પણ ના કરે તેટલી સેવાચાકરી સુમતિએ ગંગાબાની કરી હતી અને કરતી હતી . તેની માત્ર એક જ ઇચ્છા હતી કે માધો તો ગંગાબાની જાતરા કરવાની ઇચ્છા પૂરી કર્યા સિવાય મરી ગયો પણ તેણે આદરેલું એ અધૂરૂં કામ સુમતિને પૂરૂં કરવાનું હતું અને તે માટે તે તનતોડ મહેનત કરતી હતી ,પાઇ પાઇ બચાવતી હતી ,પોતે ફાટલા સાડલા પહેરતી હતી પણ ગંગાબાને ક્યારેય તકલીફ પડવા દેતી નહોતી ...! કદાચ પોતાની સગી મા હોત તો પણ તે તેની આટલી બધી ચાકરી ના કરત , એટલી ચાકરી તે ગંગાબાની કરતી હતી .સવારની શાકભાજીની લારી લઇને નીકળતી – પહેલાં મોટા માર્કેટ જતી , ત્યાંથી જથ્થાબંધના ભાવે શાકભાજી ખરીદતી , તેને ત્યાં જ માર્કેટની બહાર જ લારી ઉભી રાખી સરખાં અને આકર્ષક રીતે ગોઠવતી , જેના ઉપર પાણી છાંટવાની જરૂર હોય તેના ઉપર કોર્પોરેશનના નળેથી પાણી લઇ છાંટતી અને પછી ત્યાંથી જ તેની વેચાણની સફર શરૂ થતી –“ શાકભાજી લઇ લો , શાકભાજી... તાજાં તાજાં શાકભાજી ....” અને આ સફર જ્યારે લારી ખાલી થઇ જાય ત્યારે જ પૂરી થતી ...! તેનો માધો પણ આવી જ મજુરી કરતો હતોને ?

માધો તો જતાં જતો રહ્યો પણ તેના માથે જવાબદારીનો એટલો બધો બોજો નાખતો ગયો કે જાણે એ ભારથી સુમતિ દબાઇ જતી ના હોય...! હા.... કમાવાની જવાબદારી તો મોટામાં મોટી હતી ..પાછી સાસુની જવાબદારી .... તેમને જાતરા કરાવવાની જવાબદારી ...!

તેને યાદ હતું કે માધાના દિવસ ઉપર જ્યારે તેનો બાપ અને મા આવ્યાં હતાં ત્યારે તેની મા તેને એક તરફ લઇ ગઇ હતી અને કહ્યું હતું કે –‘ સુમતિ આપણે તો નાતરિયા નાત કહેવાઇએ ... ઠીક છે મહિનો –બે મહિના તું માધાનો શોક પાળીને બેસી રહે પણ આખી જિંદગી આ રીતે ના જાય , હજુ તો તારી ઉગતી જવાની છે , અને તારી ઉંમર પણ શી છે ? વળી વસ્તારનો પણ કોઇ વળગાડ પણ નથી એટલે તને તો નાતમાંથી એક એકથી ચડિયાતા નવસા મળી રહેશે .... તું કહેતી હોય તો તારા માટે મારા ધ્યાનમાં છે તેવી બે-ત્રણ જગ્યાએ વાત ચલાવું ? જેથી તારૂં ઠેકાણું પડી જાય ...”

તે ઘડીભર તો તેની માના ચહેરા સામે તાકી રહી – એ ચહેરામાં તેને ગંગાબાનો ચહેરો દેખાયો ...હા... તે તો નાતરૂં કરીને બીજે જતી રહે એટલે સુખી થઇ જાય ...પણ પાછળ ગંગાબાનું શું ? કોણ તેમની દેખરેખ રાખે ? ઘરડે ઘડપણ હવે શું તેમણે કમાવવા જવાનું ? દિકરો તો ચાલ્યો ગયો તેના ભરોસે છોડીને ....! એટલે શું તેણે પણ પોતાના સુખ માટે ડોસીને એકલી છોડીને ચાલ્યા જવાનું ?! ના... ના... તો તો તેના માધાના આત્માને શાંતિ ક્યાંથી મળે ? તેણે તેની માને ધુત્કારી નાખી , મારે ફરીથી લગન કરવું- નાતરૂં કરવું કે નહીં એ મારો પ્રશ્ર્ન છે ...! તારે એમાં માથું મારવાની જરૂર નથી ... મારી ચિંતા કરવાની પણ જરૂર નથી ...! તેના આ શબ્દોથી તેની માને ખોટું અવશ્ય લાગ્યું હશે .... ભલે લાગ્યું હોય પણ તે પોતાના સુખને ખાતર ડોસીને દુ;ખના દરિયામાં થોડી ધકેલી દે ...?! ના..... ના.... સુમતિ એવી સ્વાર્થી તો નહોતી જ ..! તેણે ન તો નાતરૂં કર્યું કે ના પિયર ગઇ , તે તો ગંગાબા સાથે જ રહી , તેમની સેવા કરતી રહી અને તેમને જાતરા કરાવવા પૈસા ભેગા કરતી રહી ...!

તે દિવસે તો કોણજાણે કેમ પણ લારીનું બધું ય શાક ચાર વાગ્યાનું ખાલી થઇ ગયું , એટલે ઘેર પહોંચવાની ઉતાવળમાં તેણે લારી ઝડપથી ધકેલવા માંડી ,તેમાં રસ્તામાં પડેલો કાંટો તેના પગમાં પેસી ગયો ... પણ તરત જ તેણે કાંટો ખેંચી કાઢી લારીને ઘર તરફ હંકારી ...! પણ આ શું ...! તે ઘેર પહોંચી તો તેના ઘરની આજુબાજુ , વિમળાબાના ઘરની આજુબાજુ લોકોનાં ટોળાં ભેગાં થયાં હતાં . તેના દિલમાં ધ્રાસ્કો પડ્યો – ક્યાંક તેનાં ગંગાબાને તો ...! તેણે મનોમન માતાજીનું નામ લેવા માંડ્યું , પાંચ દિવા કરવાની બાધા રાખી... પણ ... તે ઘેર પહોંચી ત્યારે ...! ગંગાબા બહાર જ ઓટલા ઉપર બેઠાં હતાં , તેમને જોઇને તેના જીવમાં જીવ આવ્યો . .... મનને શાંતિ થઇ . ગંગાબા તેની જ રાહ જોઇ રહ્યાં હતાં ..! તેને જોતાં જ બોલ્યાં ,” સારૂં થયું બેટા , તું વહેલી આવી ગઇ , વિમળાબાને લકવા થઇ ગયો છે , આખું ડાબું અંગ જકડાઇ ગયું છે , તેમનો દિકરો વીરો રડે છે , તેમને દવાખાને લઇ જવાં છે પણ ઘરમાં તો ખાવાનાયે ફાંફા છે , એટલે દવાખાને ભરવાના પૈસા ક્યાંથી લાવે ? તું તેમની સાથે જ.... 108 આવતી જ હશે ... અને પૈસા તું જ આપજે... બિચારી વિમળા.... બચી જાય તો સારૂં ...” કહેતાં કહેતાં તો ગંગાબાની આંખમાં આંસું આવી ગયાં .

“ પણ બા.... એ પૈસા તો તમારી જાતરા માટેના છે ...”

“ સમજને બેટા , કે આપણી જાતરા અહીંજ થઇ ગઇ ..આજ આપણા ગોકુળ –મથુરા અને હરદ્વાર ...” કહેતાં તેમણે એક નિસાસો નાખ્યો . સુમતિ તેમનાચહેરા તરફ તાકી રહી તો તેને એ ચહેરા ઉપર અજબ પ્રકારના તેજ્નાં દર્શન થયાં ...! ગંગાબાની વાત સાચી જ હતી – જાતરા અહીં જ થઇ ગઇ હતી ...?!

-------- અર્જુનસિંહ.કે.રાઉલજી.

42 , ક્રુષ્ણશાંતિ સોસાયટી-2 , મુજમહુડા , અકોટા રોડ ,વડોદરા-390020 (મો) 9974064991