તારા વિના - 2 Chirag Vora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારા વિના - 2

મીઠું નાખેલી કોફી

હું એમ કહું છું મીઠું નો સ્વાદ મીઠો લાગે તો તમે માનવા ના ખરાં? જો ના તો આ વાંચો .. મીઠું નાખેલી કોફી ના મીઠા સ્વાદ ની વાર્તા..

તે એક પાર્ટીમાં યુવતી ને મળ્યો . યુવતી ખૂબ પ્રભાવશાળી અને સ્વરૂપવાન હતી. કેટલાય યુવાનો તેના પર મરતા હતા. જ્યારે તે એક સામાન્ય યુવાન હતો. કોઈ નું ધ્યાન તેના તરફ ખેંચાય તેવું આકર્ષક તેનું વ્યક્તિત્વ ન હતું પાર્ટી પુરી થઈ એટલે તેણે યુવતીને કોફી પીવા સાથે આવવા આમંત્રણ આપ્યું. યુવતીને નવાઈ લાગી. પણ વિનમ્રતાપૂર્વક તેણે આમંત્રણ નો સ્વીકાર કર્યો.

તેઓ એક સુંદર મજાના કોફી શોપમાં ગયા. તે ખુબજ મુજવણભરી સ્થિતિમાં હતો. તે કઈ બોલી શકતો ન હતો. યુવતી પણ અસ્વસ્થતા અનુભવવા લાગી અને તેણે વિચાર્યું કે ઘરે જવું જોઈએ. ત્યાં અચાનક યુવકે વેઈટર ને બોલાવી કહ્યું . શું મને થોડું મીઠું મળશે ? મારે કોફીમાં નાખવું છે.

બધા એ તેની તરફ જોયું. કેટલો વિચિત્ર તેનો ચહેરો લાલધુમ બની ગયો. પણ આમ છતાં તેણે મીઠું કોફીમાં નાખ્યું અને એ કોફી તે પી ગયો.

યુવતી એ ઉત્સાહપૂર્વક પૂછ્યું . " તમને આવો વિચિત્ર શોખ કેમ છે?"

તેને જવાબ આપ્યો ." જ્યારે હું ખૂબ નાનો હતો મારું ઘર દરિયાકિનારે હતું . મને દરિયાનાં મોજા સાથે રમવું ખૂબ ગમતું દરિયાના પાણી નો એ સ્વાદ પણ હું માનતો. ખારો ખારો અને આહલાદક આ મીઠું નાખેલી કોફી જેવો જ ? હવે જયારે જયારે હું મીઠું નાખેલી કોફી પીવ છું ત્યારે.. મને મારું બાળપણ યાદ આવે છે મારું નાનકડું ગામ યાદ આવે છે જે મને ખુબ પ્રિય છે અને મને મારાં ઘરડાં માતા-પિતા યાદ આવે છે જે હજુ ત્યાં રહે છે આ બોલતાં બોલતાં તેની આંખો માં પાણી આવી ગયું "

આ ઘટના યુવતી ના હદયને સ્પશી ગઇ . તેણે હદયના ઉંડાણથી અનુભવેલી એક સાચી લાગણી હતી. એક પુરુષ જેને ઘર-ગામ આટલાં બધા યાદ આવતાં હોય તે હૃદય થી ખૂબ સારો અને લાગણીશીલ હોવો જોઈએ. તેને ઘર ખૂબ વહાલું હોવું જોઈએ. તે ઘરની ખૂબ કાળજી રાખનારો હોવો જોઈએ. એક જવાબદાર વ્યક્તિ હોવો જોઈએ.

પછી તો યુવતી એ પણ બોલવા નું ચાલું કર્યું અને પોતાના દૂર ના ગામની પોતાની બાળપણની અને પોતાના કુટુંબ ની વાતો કરી. આ એક ખૂબ રોમાંચક વાર્તાલાપ દિવસ હતો. અને ખૂબ સુંદર એવી તેમની વાતોની શરૂઆત પણ.
તેઓ વારંવાર મળવા લાગ્યાં. ડેટ પર જવા લાગ્યા , યુવતી એ અનભવ્યું કે તેણે જે આદર્શ પુરુષની કલ્પના કરી હતી તેના બધા જ ગુણ તેનામાં હતા. તે ખૂબ સહનશીલ , ધીર, સારા હદય નો નિખાલસ લાગણીશીલ અને સમજુ ઝીદાદીલ યુવાન હતો અને તે યુવતી ને મળ્યો "મીઠું" નાખેલી કોફી નાં કારણે...

પછી ની તેમની વાર્તા એક સુંદર પ્રેમકથા હતી. રાજકુમારી રાજકુમાર ને પરણી અને તેમણે જીવનમાં ખાધું પીધું ને મોજ કરી .. આજે જ્યારે જ્યારે યુવતી તેના માટે કોફી બનાવતી હંમેશા તેમાં થોડું મીઠું નાખતી કારણ કે તે જાણતી હતી. તેને તે ખૂબ પસંદ છે.

40 વર્ષ બાદ તેનું મૃત્યુ થયું તે પહેલાં તેણે યુવતી ને એક પત્ર આપ્યો જેમાં કહ્યું હતું.

"મારી સૌથી વહાલી મહેરબાની કરી મને માફ કરી દેજે હું આખું જીવન તારી સાથે જુઠું બોલ્યો. આ એક જ વાત અસત્ય હતી. જે મેં તને પહેલીવાર કરી હતી. મીઠું નાખેલ કોફીની વાત તને યાદ છે. જ્યારે આપણે પહેલી વાર કોફી શોપ માં "ડેટ" પર ગયા હતા ? હું એટલો બધો અસ્વસ્થ બની ગયો હતો. કે ખરેખર મને સાકર જોઈતી હતી. કોફીમાં નાખવા પણ મેં વેઈટરને ભૂલથી મીઠું લાવવાનું કહી દીધું? ત્યાર પછી મારા માટે વાત બદલાવી મુશ્કિલ હતી તેથી મેં આગળ ચલાવ્યું મેં ક્યારેય વિચાર્યું ન હોતું કે આપણી વાતચીત આ રીતે શરૂ થશે. પછી મેં ઘણી વાર આ અસત્ય વિશે તને કહેવા પ્રયત્ન કર્યો પણ હું તેમ કરતાં ખુબ જ ડરતો હતો કારણ કે તને વચન આપ્યું હતું કે હું તારી સાથે કયારેય જુઠું નહીં બોલું હવે હું મૃત્યુ પામવા નો છું. મને કશા નો ડર નથી તેથી તારી સમક્ષ આ વાત કરી રહ્યો છું. મને મીઠું નાખેલી કોફી જરાય ભાવતી ન હોતી! કેટલી બેસ્વાદ ! પણ મેં આખું જીવન આવી કોફી પીધી . કારણ તું મને એ બનાવી આપતી અને તું મારા માટે કંઈ પણ કરે એ મને પ્રિય જ હતું . અને હું તારા માટે કઈ પણ કરવા તૈયાર હતો. તું મારી સાથે હતી એ મારા જીવનની સૌથી સુખદ વાત હતી. જો મને બીજો જન્મ મળે તો એમાં પણ હું તારી સાથે હોવાનું પસંદ કરીશ અને ઇચ્છિશ કે બીજા જીવન માં પણ આખો વખત તું મારી સાથે હોય. જો મારે બીજું આખું જીવન પણ મીઠું નાખેલ કોફી પીવી પડે તો પણ"

પત્ર તેના આસુંઓથી ભીંજાઈ ગયો.

કોઈક દિવસ કોઈક યુવતી ને પૂછ્યું "મીઠું નાખેલી કોફી"નો સ્વાદ કેવો હોઈ?

તેણે જવાબ આપ્યો "ખૂબ મીઠો"