લવ બ્લડ - 7 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બ્લડ - 7

લવ બ્લડ
પ્રકરણ-7
સિલીગુડીનાં છેવાડે આવેલાં વિસ્તારમાં સીલીગુડી યુવા મોરચાની ઓફીસમાં સૌરભ મૂખર્જી એની ખુરશી પર બેઠો છે. છેવાડાનાં વિસ્તારમાં છેક છેડે આવેલાં જર્જરીત મકાનનાં પહેલાં માળે બે રૂમની ઓફીસ છે નીચેનાં ભોંયતળીયાનાં ભાગે વૃદ્ધ દંપતી રહી રહેલાં છે અને આ સૌરભે ભાડે રાખેલાં ઉપલો માળ પોતાની રાજકારણની રમતો માટે રાખ્યો છે.
બંગાળી વૃધ્ધ દંપતીને ખબર નથી એ શું પ્રવૃત્તિ કરે છે એમાં ઘરની આગળ વિશાળ કમ્પાઉન્ડ છે.. વૃધ્ધ વર્ષે જે કંઇ આવક થાય એની લાલચે ઉપરનાં બે રૂમ ભાડે આપ્યા છે. બંગાળી વૃદ્ધ આલોક ઘોષ રીટાયર્ડ છે પહેલાં મહાનગર પાલિકામાં કલાર્ક હતાં પછી ઓફીસર થયાં અને હાલ રીટાર્યડ છે એમની પત્નિ કવિતા ઘોષ લેખિકા છે ત્યાંનાં સ્થાનિક સામયિક અને પત્રિકામાં લેખ લખે છે અને પોતે ઇંગ્લીશ લીટરેચરમાં સ્નાત્ક થયેલાં છે. તેઓ સૌરભ મૂખર્જીની પ્રવૃત્તિથી સાવ અજાણ છે ત્યાંના લોકલ કોર્પોરેટરની ભલામણથી તેઓએ એને ઉપરનાં રૂમ ભાડે આપ્યા છે.
આલોક ઘોષ એમની ખૂલ્લી જગ્યામાં શાકભાજી અને ફળફળાદી ઉગાડે છે અને સીઝનલ ફૂલો અને ફળો ઉગાડીને પોતાનો શોખ પુરો કરે છે.
સૌરભ મુખર્જી એની ખુરશી પર બેઠો બેઠો કોઇ કાગળો વાંચી રહ્યો છે. એનાં ટેબલ સામે ચાર ખુરશી બાજુની સાઇડમાં લાંબી લાકડાની પાટલીઓ પડી છે. અંદરનો રૂમ ખાસ વાતચીત માટે રાખેલો છે જેમાં 3 ખુરશી ટેબલ છે. બાજુની ગેલેરીમાં પીવાનું પાણી અને પેન્ટ્રી જેવું બનાવેલુ છે. ગેલેરીમાંથી ઉપર ટેરેસમાં જવાનો રસ્તો છે પણ ત્યાં આલોક ઘોષે તાળુ મારેલું છે ઉપર જઇ શકાય એમ નથી.
સૌરભ વાંચી રહ્યો છે અને એનો ખાસ માણસ મીંજ એની સામે જોઇ રહેલો છે. થોડીવાર રાહ જોયાં પછી મીંજની ધીરજ ખુટી એણે કહ્યુ "બોસ તમે પેલાં આદીવાસી ઉપર ભરોસો ના કરશો મને એ ભરોસામંદ છોકરો નથી લાગતો એ એનો કોઇ લાભ ખાટવાનાં સ્વાર્થે જ તમારી સાથે આવેલો છે મને તો એવો વ્હેમ છે કે એ કોઇ ખોટાં કામધંધા માં પણ સંડોવાયેલો લાગે એની આંખમાં જ ભયાનક ઝેર જોયું છે મેં કાગળોમાં મોં નાંખીને વાંચી રહેલાં મુખર્જીએ ચહેરો ઊંચો કરીને મીંજ તરફ જોયું પછી લૂચ્ચુ હસતાં હસતાં બોલ્યો મીંજ તું ઘણાં સમયથી મારી સાથે છું મારો ખાસ વિશ્વાસુ માણસ છે છતાં મારો ઇરાદો સમજી ના શક્યો ? એ કોઇ પણ હોય આપણને શું ફરક પડે છે ? એ મારો ઉપયોગ કરશે એ પહેલાં આપણે એને મોહરો બનાવીને રમી નાંખીશું ફીકર મત કર બેટા....
હજી આ વાચતીચ થાય છે ત્યાંજ દાદર ચઢવાનો અવાજ આવ્યો અને જોયું તો બોઇદો અને જોસેફ આવી રહેલાં મીંજે કહ્યું શેતાનનું નામ લીધું અને શેતાન હાજર સૌરભે આંખોથી શાંતિ રાખવા જણાવ્યું બોઇદો જેવો દરવાજમાંથી પ્રવેશ કર્યો અને સૌરભે કહ્યું "આવ આવ ખેલાડી..હું તારી જ રાહ જોતો હતો..બેસ બેસ.. સાથે કોણ છે આ ? બોઇદાએ કહ્યું" મારો ખાસ મિત્ર જોસેફ છે.
સૌરભે કહ્યું "અંતે તું મળવા આવી ગયો ચલો સરસ... મારે ખાસ એ વાત કરવાની કે મારો આ યુવા મોરચો હાલ એમાં 300/400 જણાં મેમ્બર છે હવે હું એવું અભિયાન ઉપાડવા માંગુ છું કે એમાં ઓછામાં ઓછા 9 થી 10 હજાર મેમ્બર હોય એનાં માટે મેં એક અનોખી રણનીતી નક્કી કરી છે.. હાં શું પીશ બોલ ? ચા કે કોફી ?
બોઇદાએ ચારો તરફ નજર કરીને કહ્યું "હું અહીં સક્રીય મેમ્બર થવાં જ આવ્યો છું મારી પણ ઘણી બધી મહત્વકાંક્ષાઓ છે એનાં માટે મને પણ કોઇ મજબૂત પ્લેટફોર્મની જરૂર છે મારી સાથે અત્યારે આવેલો જોસેફ પણ મેમ્બર થશે. બાકી રહી વાત મેમ્બર્સ વધારવાની તો એનાં માટે તમારી પાસે શું આયોજન છે ?
સૌરભે કહ્યું હું બે સ્તરીય કમીટી બનાવીશ એમાં પહેલી કમીટી વર્કીગ કમીટી જેનો હું પ્રેસીડન્ટ સાથે વફાદાર સાથીઓ જે ખજાનચી-ટ્રેનર્સ લોકસંપર્ક કાર્યકર્તા જે મુખ્ય નિતીઓ નક્કી કરસે અને ફડફળાનું સંચાલન કરશે જેમાં સંપૂર્ણ કંટ્રોલ ફક્ત મારો જ રહેશે તને મંજૂર હોય તો જ મેમ્બર બનજે.
બોઇદાએ પૂછ્યું પહેલાં આખી રણનીતી સમજાવો પછી મારે જે કહેવું હશે એ કહીશ. મુખર્જીએ આગળ વધી કહ્યું બીજી સ્તરીય કમીટીમાં 10 મેમ્બર હશે જે ઇન્ટરનેટ અને મીડીયાની મદદ લઇ પ્રચાર કરશે મેમ્બર્સ વધારશે મીડીયામાં જાણકારી આપશે જાણકારી લેશે. આપણું સ્પેશીયલ મેગેઝીન બહાર પડશે જેનાં આપણાં કાર્યની રજૂઆત હશે. આપણે આખુ કાર્યક્ષેત્ર વધારીને કોર્પોરેશનથી માંડીને બધી જ સરકારી -ખાનગી સંસ્થાઓમાં પગપેસારો કરીશુ અને એનાં પર નિયંત્રણ મેળવીશું.
લોકોની સુખાકારી વધે સાથે સાથે આપણે બધાં બે પાંદડે જઇશુ આપણી સુખસાહેબી સત્તા પર કંટ્રોલ અને જે મનમાં આવે. એ બધાં કામ પાર પાડીશુ અને કાર્યકારી કમીટીનાં મેમ્બર્સ ઘણાં પાવરફુલ બનાવીશુ. આગળ જેમ જેમ સ્થિતિ સંજોગ સર્જાતા જાય એમ નીતી ઘડતાં અને બદલતાં જઇશું.
સૌરભે આગળ વધતાં કહ્યું "બીજી સ્તરીય કમીટીમાં ખાસ વિશ્વાસુ માણસો એપોઇન્ટ કરવાનાં છે જે મીડીયા અને ઓનલાઇન કામ કરતાં હોય મારે બધાનો વિશ્વાસ જીતી -સીટીનો મેયર અને પછી રાજ્યનાં મુખ્યમંત્રી બનવું છે અહીંની જીવાદોરી સમાન ચા નાં બીઝનેસ ને મારે મુઠ્ઠીમાં કરવો છે. આ મારી મહત્વાકાંક્ષા છે અને મારી સાથે રહેનારાં બધાંને એમની મહત્વકાંક્ષાની તક મળશે પુરી કરવા.
શાંતિથી સાંભળી રહેલાં બોઇદાએ હવે જીભ છૂટી કરી.. એણે કહ્યું મારો સંપુર્ણ સાથ તમને આપીશ હું સંપૂર્ણ વફાદાર રહીશ અને જરૂર પડે જીવ આપતાં પણ નહીં અચકાઊં પણ.. મારી પણ આગવી મહત્વકાંક્ષાઓ છે મને કોઇ પદ કે સંપત્તિ નથી જોઇતી મને બિન્દાસ ફરવું રખડવું મોજમસ્તી પૈસા ઉડાડવા... રોફમાં ફરવું અને મન ચાહે કરવું એવુ જ ગમે છે હું તમારા માટે બધું જ કરીશ મને એનો બદલો મળવો જોઇએ મારી જરૂરિયાતો સંતોષવી પડશે અને કોઇ મારઝૂડ ખુન કરવુ કે જેલમાં જઊ કોઇ ફરક નહીં પડે. પણ મને સાચવવો પડશે - ગુનામાં સંડોવાયો હોઊં છોડાવવો પડશે. મોજ મજા માટે પૈસા અને પાવર જોઇશે મને ક્યારેય કોઇ પ્રશ્ન નહીં કરવાનો હું મારા તરફથી ત્રણ મહિનામાં ઓછામાં ઓછાં 1500 થી 2000 સભ્યો બનાવી આપીશ એની ફી પણ ઉઘરાવી આપીસ ત્રણ મહિના પછી જેમ જેમ મારો વ્યાપ વધશે સભ્યો વધશે બસ મારી માંગણી શરતની જેમ પાળવી પડશે પુરી કરવી પડશે બોલો છે મંજૂર ? હવે આવતા વીકથી કોલેજો શરૂ થશે મેં તો નામ ખાતર એડમીશન લીધુ છે સીટીકોલેજનાં બધી કોલેજોમાં મારો કંટ્રોલ મારો વટ અને દબાણ હશે એ સમયે ઘડાધડ મેમ્બર બની જશે.
સૌરભ મુખર્જી એને શાંતિથી સાંભળી રહ્યો પછી ઊંડા વિચારોમાં પડી ગયો હોય એમ આંખો મીંચી દીધી પછી મીંજ તરફ નજર કરી. મીંજનો હાવભાવ સમજે ના સમજે એ પહેલાં બોઇદાની સામે જોઇને બોલ્યો "તારી બધી શરતો માંગણી મંજૂર છે પણ મેં મારી શરત કીધી છે ફરી કહી દઊં આ મોર્ચા પર એનાં ભંડોળ-ફાળા-પૈસા પર મારો કંટ્રોલ રહેશે મોર્ચાની નિતી નિમયોનું પાલન કરવુ પડશે... મારી ઉપર કે સામે થવાની ક્યારેય કોશિશ ના કરવી. જેમ તું બિન્દાસ જીવવા માગે છે એમ હું આ લાઇનમાં જીવ હથેળી પર રાખીને આવ્યો છું મને પણ કોઇ બાપની કે સરકારનો ડર નથી પણ હું મારાં નક્કી કરેલાં નિતી નિયમોને બંધાયેલો છું હું રહીશ અને તમો બધાએ રહેવું પડશે બોલ મંજૂર ?
બોઇદાએ હસ્તા હસતાં સૌરભનાં હાથમાં હાથ મિલાવતાં કહ્યું મંજૂર છે અને સૌરભે મીંજ સામે જોયું. મીંજનાં ચહેરાં પર કોઇ હાવભાવ નહોતાં એ સ્થિતપ્રજ્ઞની જેમ વાતો સાંભળી રહેલો અંદરથી એને ગમી નહોતું રહ્યુ પછી સૌરભે બોઇદા અને જોસેફ પાસે ફોર્મ ભરાવ્યું સહીઓ લીધી અને આગળની વ્યૂહરચના સમજાવવા માંડી.
****************
રીપ્તાએ દેબાંશુને બૂમ પાડેલી "એય દેબાન્શુ અને પાસે ઉભી રહી હતી. દેબાન્શુ બજાર ગેટ પાસે ઉભેલી જોઇ એણે બૂમ સાંભળી અને કૂતૂહુલ વશ એની પાસે ગયો...
વધુ આવતા અંકે - પ્રકરણ-8