The Accident - session 3 - 2 books and stories free download online pdf in Gujarati

ધ એક્સિડન્ટ - session 3 - 2

થોડા દિવસ પછી.....


સુમેર એના રૂમમાં આરામ થી સુઈ રહ્યો છે એના મોબાઈલ ની રિંગ વાગે છે...


સુમેર : HELLO (હાલ પણ ઊંઘ માં છે )

આયરા : GOOD MORNING બચ્ચા

સુમેર : GOOD MORNING MOM

આયરા : બચ્ચા SORRY ઇન્ડિયા જવાનું CANCLE થયું

સુમેર : આવું કેવું કેન્સલ થયું ?? ( ઊંઘ ઊડી ગઈ )

આયરા : SORRY બેટા....

સુમેર : મોમ આવું ના ચાલે... મેં બધી તૈયારીઓ કરી લીધી.. બેગ પણ પેક... મેં મારા ફ્રેંડસ ને પણ કહી દીધું હવે કેન્સલ…?

આયરા : હા હા હા હા હા હા હા હા હા

સુમેર : મોમ તમને હસવાનું સૂજે અહીંયા મારી ઊંઘ ઊડી ગઈ MOOD OFF છે

આયરા : અરે કાઈ કેન્સલ નથી થયું બાબા બસ રાત ની ફ્લાઈટ હતી એ બપોરે 12 વાગે થઈ છે એટલે વહેલાં જવાનું એરપોર્ટ પર AND તારી ઊંઘ ઉડાડવા માટે કહ્યું હતું આ

સુમેર :વહેલા એટલે કેટલી વારમાં?

આયરા: 30 મિનિટમાં

સુમેર : OK હું ફટાફટ તૈયાર થઈ ને નીચે આવું છું અંકલ ને કહી દો મારી બેગ ગાડીમાં મુકાવી દે

આયરા : સુમેર એટલું તો જાતે કર બેટા...

સુમેર : OK મોમ હું લઈ દઉં ચાલો



સુમેર તૈયાર થઇ ને નીચે હોલમાં આવે છે માહિર હજુ પણ લેપટોપ માં ઓફીસ નું કામ કરતો હોય છે આયરા બેગ લઈને હોલમાં આવે છે


સુમેર : મોમ... ચાલો લેટ થશે

માહિર : ડ્રાઇવર ને કહો કાર સ્ટાર્ટ કરે

માહિર બહાર જઈને કાર માં સમાન મૂકીને બેસે છે આયરા અને સુમેર પણ પાછળની સીટ માં બેસે છે

સુમેર : મોમ ઇન્ડિયા કેવું છે?

આયરા : ગાર્ડન જેવું..

સુમેર : શું ?



આયરા : જેમ ગાર્ડન પોતાનામાં અલગ અલગ ફૂલો અને વૃક્ષોને સમાવી લઈને બધાં ને એક જગ્યાએ ભેગા કરે છે એમાં ઇન્ડિયા માં તને બધી વસ્તુઓ જોવા મળશે

સુમેર : બધી વસ્તુ એટલે..

આયરા : અહીંયા ગરીબ લોકો છે પણ દિલના બહુ જ અમિર છે , અહીંયા ભ્રષ્ટાચાર થાય છે પણ ખરાબ સમયમાં આખો દેશ સાથે હોય છે. અહીંયા ઝૂમપડીઓ છે, બંગલા છે રસ્તા છે ખાડા પણ છે કોઈ જગ્યાએ પીવા માટે પાણી પણ નથી

સુમેર : ઓહહ

આયરા : હું બાવીસ વર્ષ થી નથી ગઈ ... ખબર નહિ કેટલું ચેન્જ થયું છે ઇન્ડિયા...

સુમેર : મમ્મી આ એક મહિના માં હું આખું ઇન્ડિયા જોઈ લઈશ

આયરા : બેટા ઇન્ડિયા આખું જોવા માટે વર્ષો ના વર્ષો જોઈએ

સુમેર : એવું તો શું છે ઇન્ડિયા માં ?


આયરા : જો સુમેર ... ઇન્ડિયા એટલે જ્યાં નદીઓ ને માઁ કહેવા માં આવે જ્યાં વૃક્ષો ને ભગવાન સમજવામાં આવે છે માણસ પહેલાં રોટલી ગાય ને ખવડાવામાં આવે છે ઇન્ડિયા માં 29 સ્ટેટ્સ છે અને 22 ઓફિશિયલ ભાષા છે એમાં એક આપણી ગુજરાતી છે...


સુમેર : મમ્મી બસ બસ હવે મારે ઈચ્છા વધતી જાય છે મારે હાલ ને હાલ ઇન્ડિયા માં પહોંચવું છે.

માહિર : આયરા... હવે બસ કર સુમેર જાતે જ જોઈ લેશે ઇન્ડિયા કેવું છે ... મને એમ કહે તે ધ્રુવ અને પ્રીશા ને INFORM કર્યું..?

આયરા : હા કરી દીધું છે... ધ્રુવ આજે સાંજે ઘરે આવશે એ કામથી બહાર ગયો છે તો...

માહિર : OK

સુમેર : મારે બહુ TIME થી પ્રીશા ને મળવું હતું બહુ સાંભળ્યું છે એમના વિશે

માહિર : મળી લેજે તું એને

સુમેર : હા પકકા




કાર એરપોર્ટ પહોંચે છે... માહિર અને સુમેર બેગ ઉતારે છે... બધાં એરપોર્ટ ની અંદર જઈને એમના બોર્ડિંગ પાસ લે છે અને બેગ સ્કેનનિંગ કરાવે છે ત્યાં WAIT કરે છે.


સુમેર : મમ્મી કેટલી વાર હવે ?


આયરા : બસ બચ્ચા 10 મિનિટ માં એનાઉન્સમેન્ટ થઈ જશે.

સુમેર : OK NO PROBLEM





ત્યાં સ્પીકર માં એનાઉન્સમેન્ટ થાય છે : ઇન્ડિયા જવા માટે પ્લેન ગેટ નંબર 7 પર આવશે તો બધાં યાત્રીઓ ને ત્યાં આવવા વિનંતી

સુમેર : મોમ અનનોઉન્સ થઈ ગયું

માહિર : હા અમે સાંભળ્યું

આયરા : હા બચ્ચા ચાલો હવે...

સુમેર માહિર બેગ લઈને આયરા ની પાછળ પાછળ જાય છે.. ત્યાં લાઈન લાગી છે પ્લેન તરફ જવા માટે ત્રણેય જણા લાઈન માં લાગી જાય છે. બોડડિંગ પાસ સ્કેન કર્યા પછી એમને પ્લેન તરફ મોકલવામાં આવે છે

આયરા : જા બચ્ચા મારી સીટ પર બેસી જા વિન્ડો છે તો તને નીચેનું દેખાશે

સુમેર : હા ચોક્કસ THANKS MOM

આયરા : માહિર તારે કઈ જોઈએ ?

માહિર: હવે મારે તો શાંતિ જોઈએ તમે બન્ને ઇન્ડિયા ઇન્ડિયા કરીને મગજ ખાઈ ગયા સાચ્ચે

આયરા અને માહિર ચુપચાપ એકબીજા સામે જોઈ રહે છે અને હસવા લાગે છે

માહિર : હા હસો હસો.. હો

આયરા : હવે કોઈ ઓફીસ નું કામ નહીં કરવાનું તમે રજાઓ પર છો. (માહિર નું લેપટોપ લઈ ને )


માહિર : હા બાબા હવે નઈ કરું હું એટલે કેતો તો પ્રાઇવેટ જેટ લઈ જ લઈએ.. આ બધાં પ્લેન માં મને માજા નથી આવતી મારે મારુ પ્લેન અલગ જ જોઈએ

આયરા : પ્રાઇવેટ પ્લેન...?

માહિર : હા બધાં જોડે હોય.. બધા બિઝનેસ મેન જોડે હોય પ્લેન ધ્રુવ જોડે પણ છે લાસ્ટ યર દુબઇ માં મિટિંગ હતી તો એ લઈને આવેલો

સુમેર: ધ્રુવ અંકલ જોડે પ્રાઇવેટ પ્લેન છે .... WOW...

આયરા : હોય જ ને બેટા ઇન્ડિયા માં રહીને આઉટ ઓફ ઇન્ડિયા એમની કંપનીઓ ચાલે છે તો રોજ ફ્લાઈટ માં જવાનો એમને મેળ ના પડે એટલે જરૂર પડે...

માહિર : હું લેવાનું વિચારું છું

આયરા : હાલ ઇન્ડિયા જવા પર ધ્યાન આપીએ પ્લીઝ ..?

માહિર : OK બાબા


પ્લેન નું એન્જિન સ્ટાર્ટ થાય છે

પાયલોટ ( માઈકમાં બોલે છે ) : HELLO હવે આપણે ઇન્ડિયા તરફ જઈ રહ્યાં છીએ આપણા બધાંની યાત્રા સફળ થાય એવી શુભકામના


પ્લેન હવે ઉડવા લાગે છે

સુમેર એનું ટેબ્લેટ લઈને સોન્ગ સાંભળે છે..


આયરા અને માહિર ધીમે ધીમે વાતો કરે છે.

આયરા : માહિર યાદ છે તને આપણા મેરેજ નતા થયાં અને મિટિંગ માટે જતાં ત્યારે તું પ્લેન માં એરહોસ્ટેસ ને પણ લાઈન મારતો

માહિર : અરે એવું નહોતું હું ખાલી HYY .... HELLO કરતો તો...

અનંતા : હા એક વખતે નંબર પણ આપેલો ને તેતો પછી કોલ આવ્યો હતો એનો ?

માહિર : ના રે શું કોલ આવે યાર... કાઈ ના આવ્યું..


આયરા : એનામાં મગજ હશે એટલે ના કર્યો અમારા જેવા ગાંડા છેતરાઈ ગયાં.

માહિર : મતલબ મારા જોડે મેરેજ કરીને તે ભૂલ કરી એમ?

આયરા : હા જ તો.. ( હસે છે જોર જોરથી)

માહિર : ( આયરા નો હાથ પકડીને ) ભૂલ થઈ તો થઈ હવે કાઈ થઈ ના શકે LIFE TIME સાથે રહેવું પડશે હવે સજા છે આ તમારી..

આયરા : હા જરૂર થી

માહિર : તને ખબર છે મને ઇન્ડિયા હવે નથી ગમતું...

આયરા : કેમ?

માહિર: ઇન્ડિયા માં મેં મારા મમ્મી પપ્પા ને ગુમાવેલા... ઇન્ડિયા થી લંડન આવ્યો ત્યારે મારા ખીસામાં 500 ડોલર જ હતાં

આયરા : હા એ વાત કેમ ભૂલે છે કે એ 500 ડોલર માં થી 5000કરોડ ડોલર ના બીઝનેસ મેન બનવા માટેની પ્રેરણા પણ તને ભારત ના જ બિઝનેસ મેન ધીરુભાઈ અંબાણી માંથી જ મળી....

માહિર : હા એ પણ છે... ઇન્ડિયા માં જઈશ એટલે ખબર નહીં હું કોમા માં હતો એ TIME યાદ આવશે કે નહીં...

આયરા : માહિર હવે એ વાત ના કર પ્લીઝ

માહિર : હા મને પણ નથી પસંદ

આયરા : સુમેર ને એ વિશે કાઈ કહ્યું નથી અને કહેવું પણ નથી એ ડરી જશે....





જેમ જેમ સમય વીતે છે આયરા માહિર ના ખભા પર માથું મૂકીને સુઈ જાય છે વચ્ચે બ્રેકફાસ્ટ અને ડિનર આવે છે પ્લેન માં એ જમી ને પાછા સુઈ જ જાય છે .... .. અને આખરે એનાઉન્સમેન્ટ થાય છે



પાઇલોટ : હવે આપણે ઇન્ડિયા ની બોર્ડર માં પ્રવેશ કરવા જઈ રહ્યાં છીએ તમે વિન્ડો માંથી ઇન્ડીયા નો નજારો જોઈ શકો છો.

સુમેર વિન્ડો થી બહાર જોવે છે....


સુમેર : મમ્મી જો નીચે કેટલું મસ્ત લાગે છે..... WOW .... મોટા મોટા મેદાનો

આયરા : બચ્ચા એ મેદાન નથી ખેતર છે...

સુમેર : ...WOW... મસ્ત છે ઇન્ડિયા....

આયરા : બેટા નીચે ઉતર એના જોજે તારું ઇન્ડિયા કેવું છે

સુમેર : મારું ઇન્ડિયા ?

આયરા : હા બેટા... જો તારા પપ્પા ઇન્ડિયા ના , હું પણ ઇન્ડિયા ની તું જન્મયો લંડન માં પણ અમે બન્ને ઇન્ડિયા થી જોડાયેલા છીએ... અને આ અમારો દેશ જ નહિ અમારી માઁ છે ઇન્ડિયા માં. આપણી કોઈ ફેમિલી નથી પણ આ દેશ આપણું ઘર છે. એટલે અમારું ઘર એ જ તારું ઘર. એટલે તારો પણ દેશ થયો ને....



માહિર : 22 વર્ષ પછી ઇન્ડિયા જોવાની મજા જ અલગ છે....


પ્લેન અમદાવાદ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ માં ઉતરે છે...




ધીમે ધીમે બધા યાત્રીઓ નીચે ઉતરે છે... સુમેર ઉતરે છે ઇન્ડિયા માં પહેલો પગ મૂકીને જાણે એના શરીરમાં અલગ જ તાકાત આવી ગઈ છે... માહિર ઉતરે છે એને છેલ્લે આયરા ઉતરે છે અને ઉતરીને તરત જ એ જમીન ને હાથ લગાડીને પગે લાગે છે...


સુમેર : મમ્મી હાથ ખરાબ થશે તારા

આયરા : બેટા આ જમીન માઁ છે અને માઁ ને અડવા થી હાથ ખરાબ ના થાય 22 વર્ષ દૂર રહી છું બેટા.... હું આજ મળવા મળ્યું છે..

માહિર : આયરા નો હાથ પકડે છે અને ગળે લગાવે છે

સુમેર : મસ્ત છે ઇન્ડિયા પપ્પા અહીંયા વાતાવરણ મસ્ત છે પણ ગરમી....

આયરા : બેટા ગરમી માં રહેવાની આદત પાડી દે 1 મહિનો આમ જ નીકાળવાનો છે પણ પ્રોમિસ તને મજા આવશે...


અનંતા , સુમેર અને માહિર બહાર તરત આવે છે.




એરપોર્ટ ની બહાર એક માણસ સૂટ પહેરીને ઉભો છે... હાથ માં બોર્ડ છે જેમાં મિસ્ટર. માહિર લખ્યું છે.. માહિર એને જોઈ જાય છે અને ઓળખી જાય છે... 22 વર્ષ પહેલાં જ્યારે માહિર અને આયરા ઇન્ડિયા આવેલા હોય છે ત્યારે પણ એ જ હોય છે મેનેજર



માહિર : મિસ્ટર. રાહુલ કેમ છો?

રાહુલ : બસ એક દમ શાંતિ છે કેવી રહી જર્ની ....?

માહિર : એક દમ મસ્ત રહી

રાહુલ: આવા માં કોઈ પ્રોબ્લેમ ના થઇ ને?

માહિર : ના બિલકુલ નહિ. અને ચાલો તમને કોઈક થી મળાઉ...


રાહુલ : હા SURE'....

માહિર : આ છે સુમેર મારો છોકરો અને આ છે આયરા

રાહુલ : આયરા મેમે ને તો ઓળખું જ છું... HELLO SUMER

સુમેર : HELLO SIR...

રાહુલ : મને SIR કહેવાની જરૂર નથી બેટા મને UNCLE કહી શકે છે

સુમેર : OK SIR... SORRY SORRY.... UNCLE...


બધાં હસવા લાગે છે


રાહુલ : તમારી તમારી બેગ અહીંયા જ રાખો ડ્રાઇવર લઈને આવશે બીજી કાર માં તમારી માટે અલગ કાર મોકલી છે પ્રીશા મેડમ એ...


સુમેર : જલ્દી મારાથી WAIT નઈ થાય હવે

રાહુલ : હા WAIT હું પાર્કિંગમાંથી લઈને આવું

સુમેર : OK UNCLE....

રાહુલ પાર્કિંગ તરફ જાય છે અને કાર લઈને આવે છે કાર જોઈને માહિરની આંખો પહોળી થઇ જાય છે....

માહિર : રાહુલ આ એ જ કાર છે ને...?

રાહુલ : હા સર એ જ કાર છે જે વર્ષ પહેલા....

માહિર : આ કાર હજુ સુધી સાચવી છે....?

રાહુલ: ધ્રુવ સર ને કાર નો બહુ જ શોખ છે એમના જોડે બહુ મોટું કલેક્શન છે પણ આજ પણ ઓફીસ એ આ જ કાર લઈને જાય છે...

માહિર: આજ કારમાં મારો અકસિડેન્ટ... ( આયરાની આંખમાં જોઈને કહે છે )


સુમેર : અકસિડેન્ટ ??

માહિર : અરે બેટા કાઈ જ નહિ.. કાઈ નઈ

આયરા સમજી જાય છે
આયરા : અરે બેટા કાઈ નહિ ચાલ જલ્દી પ્રીશા WAIT કરતી હશે

કાર બજારમાંથી નીકળે છે માહિર અને અનંતા ને જુના દિવસો યાદ આવતા જાય છે સુમેર આ જોઈને ખુશ છે માહિર રસ્તામાં આવતી દરેક દુકાનો વિશે વાતો કરતો જાય છે કે આ જગ્યા પર અમે કૉલેજ ના દિવસોમાં બેસતાં... અહીંયા ફરતા... અને બહુ બધું... આખરે એ લોકો ઘરના ગેટ આગળ પહોંચે છે..

વિશાળ ગેટ ઓટોમેટિકલી ઓપન થાય છે... સામે નજર પડે તો મોટું વિશાળ ઘર હોય છે જેવું માહિરે ક્યારેય નથી જોયું... બહુ મોટું ગાર્ડન અને ઘર ની બહાર ગાડીઓનું કૉલેકશન સુમેર જોતો જ રહી જાય છે....


બધાં ગાડીમાંથી ઉતરે છે.. પ્રીશા ને નોકર ઇંફોર્મ કરે છે કે મહેમાન આવી ગયા.. પ્રીશા તરત બહાર આવે છે.....


પ્રીશા : આયરા..... (ગળે લાગે છે )

આયરા : બહુ જ સમય પછી મળી છે તુ..

પ્રીશા: હા યાર હવે બહુ જલ્દી જવા પણ નહીં દઉં

માહિર : અમને પણ મળો યારર... પ્રીશા...

પ્રીશા: જરૂર જરૂર માહિર WELLCOME..

માહિર : મિસિસ પ્રીશા બહુ બધા ચેન્જ થઈ ગયા છે...

પ્રીશા: અરે 22 વર્ષ માં ઘણું બધું ચેન્જ થઈ ગયું છે માહિર ના પેરેન્ટ્સ USA ગયા અને ઇન્ડિયા. માં હું અને ધ્રુવ બધું સંભાળીએ છીએ

માહિર : ક્યાં છે ધ્રુવ ? આઈ મીન મિસ્ટર ધ્રુવ ?

પ્રીશા : માહિર બસ કર યાર... ધ્રુવ ને તું ધ્રુવ કહી શકે છે એ બધાના માટે મિસ્ટર ધ્રુવ છે પોતાનો માટે ધ્રુવ જ છે યાર...

માહિર : હા બાબા SORRY ધ્રુવ બસ

પ્રીશા : YESS

સુમેર : અરે પપ્પા મને પણ મળાવો પ્રીશા આંન્ટી જોડે

માહિર : અરે હા.... પ્રીશા આ છે સુમેર મારો છોકરો અને તારો મોટો ફેન

પ્રીશા : HELLO SUMER

સુમેર : HELLO PRISHA AUNTY...

આયરા : લંડન માં પણ તારી BOOKS વાંચે છે એ ઓનલાઈન

સુમેર : હા મસ્ત લખો છો તમે હા... મને તમને મળવાનું સપનું પૂરું થઈ ગયું... તમે લખેલી THE ACCIDENT સ્ટોરી જેમાં તમે ધ્રુવ ને કેવી રીતે મળ્યા એ બહુ જ મસ્ત છે...

પ્રીશા : અરે એ તો બસ એમ જ લખેલી બેટા....

સુમેર : હા આન્ટી અને એમ જ લખેલી STORY થી તમને આખું ઇન્ડિયા સારા WRITER તરીકે ઓળખે છે ને...

પ્રીશા: અરે બસ બસ ચાલ હવે ઘરમાં તો આવ બેટા જમી લે ભૂખ લાગી હશે

સુમેર : અરે યાર....

પ્રીશા: શું થયું ??

સુમેર : મારે IPAD નું ચારજિંગ પતવા આવ્યું છે મારે ચાર્જ કરવું પડશે અને હું ભૂલી ગયો છું..... ચાર્જર

પ્રીશા : બેટા કાઈ નહીં ઉપર ના રૂમમાં જા ત્યાં લગાવેલું જ હશે ચાર્જર.

માહિર : હા... હજુ ઊંધો બેગ પેક કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ..

આયરા : બસ માહિર હવે અહીંયા ચાલુ ના કરતો પ્લીઝ...


પ્રીશા : જા સુમેર તું અંદર અને ચારજિંગ માં મૂકીને જલ્દી આવી જા નીચે ડીનર ટેબલ પર WAIT કરીએ તારો અમે..

સુમેર : OK AUNTY...

પ્રીશા : જા બેટા (સુમેર ના માથા પર હાથ મૂકીને )


સુમેર સીડીઓ ચડી ને ઉપર જાય છે બહુ બધા રૂમ છે એ વિચારમાં પડે છે કયા રૂમમાં જાઉં .... એ ધીમે ધીમે આગળ વધે છે અને એક રૂમમાં દાખલ થાય છે ત્યાં લાઈટ કરે છે... સામે મોટો બેડ દેખાય છે બેડ પર TADDY મુકેલા છે... રૂમમાં લેપટોપ.. I PAD અને મોટું TV છે સુમેર ને ચાર્જર દેખાય છે ચારજિંગ માં IPAD મુકેલો જ હોય છે અને એક છોકરીની બૂમ સંભળાય છે ચોર....... ચોર ...... ચોર........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED