A Living Chattel - 9 books and stories free download online pdf in Gujarati

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૯)

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ

ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા

ભાગ - ૯

ઘણા બધા મહિનાઓ વીતી ગયા, વસંત આવી. વસંતની સાથે અજવાળા દિવસો પણ આવ્યા. જીવન હવે કંટાળાજનક કે નફરત કરવા લાયક ન રહ્યું, અને પૃથ્વી વધુને વધુ જોવાલાયક બની... સમુદ્રમાંથી હુંફાળો પવન ગામ તરફ આવવા લાવ્યો હતો... ધરતી તાજા ઘાસ સાથે તરોતાજા થઇ ગઈ હતી, વૃક્ષો પર નવા અને લીલા પાંદડા પણ આવી ગયા હતા. કુદરતને જાણેકે નવજીવન મળ્યું હતું અને તેણે જાણેકે નવો પોશાક પહેરી લીધો હતો.

કોઈને પણ એવો વિચાર આવે કે આ બધું જોઇને કોઇપણ માનવીમાં નવી આશા અને નવી ઈચ્છાનો જન્મ થશે અને તેનામાં કુદરત એક નવો ઉત્સાહ ભરી દેશે... પરંતુ માણસ માટે જીવનને નવી રીતે જીવવાનું કઠીન હોય છે.

ગ્રોહોલ્સકી હજી પણ એ જ વિલામાં રહી રહ્યો હતો. તેની આશાઓ અને ઈચ્છાઓ નાની અને નિરુત્સાહી હતી, અને તે બીજે કશે નહીં પરંતુ માત્ર અને માત્ર લીઝા પર જ કેન્દ્રિત હતી. પહેલાની જેમ જ તે તેના પરથી પોતાની આંખ હટાવી શકતો ન હતો, અને એને ટીકીટીકીને જોતો જ રહેતો હતો અને વિચારતો રહેતો કે હું કેટલો ખુશ છું! બિચારો દુઃખી માણસ ખરેખર એવું વિચારી રહ્યો હતો કે તે કેટલો બધો ખુશ છે. લીઝા અગાઉની જેમ જ વરંડામાં બેસી રહેતી અને સામેની વિલાને કે તેના વૃક્ષોની વચ્ચેથી દેખાતા સમુદ્રને કંટાળો આવે ત્યાં સુધી નીરખી રેહેતી... અગાઉની જેમ જ તે મોટાભાગનો દિવસ મૂંગી રહેતી અને કોઈક વખત રડતી અને વારંવાર ગ્રોહોલ્સકીને રાઈનો લેપ લગાડી આપતી. જો કે એક નવો વિચાર તેને સતત વ્યસ્ત રાખતો. એક કીડો જે તેની નસોમાં ફરતો રહેતો હતો અને આ કીડો દુઃખદાયક હતો... તે પોતાના દીકરા માટે ચિંતા કરતી હતી, તેની જૂની અને ખુશહાલ જીવનના ખાલીપાની ચિંતા કરતી. તેનો ભૂતકાળ ખાસ આનંદદાયક ન હતો, પરંતુ હાલના જીવન કરતા તો ઘણો આનંદ પમાડે તેવો જરૂર હતો. જ્યારે તે પોતાના પતિ સાથે રહેતી ત્યારે તે કોઈક વખત થિયેટરમાં જતી, મનોરંજન માટે ક્યાંક જતી, સગાં સંબંધીઓ કે મિત્રોને મળતી. પરંતુ અહીં ગ્રોહોલ્સકી સાથે ફક્ત શાંતિ હતી અને ખાલીપણું હતું... આ ઉપરાંત એ જે પુરુષ સાથે રહેતી હતી તેને પોતાની માંદગીની સતત ચિંતા રહેતી અને તેના નીરસ ચુંબનો, જાણેકે કોઈ દાદા કાયમ રડતા રડતા ખુશ થતા પોતાના પૌત્ર, પૌત્રીને ચુંબન કરતા હોય.

બધું અત્યંત કંટાળાજનક હતું! અહીં મિહે સર્ગેઈતચ પણ ન હતો જે તેની સાથે માઝુર્કાની તર્જ પર તેની સાથે નૃત્ય કરતો. અહીં સ્પીરીદોન નિકોલાઈતચ પણ ન હતો જે પ્રોવિન્શિયલ ન્યૂઝના એડિટરનો પુત્ર હતો. સ્પીરીદોન નિકોલાઈતચ, ખૂબ સુંદર ગાતો અને કવિતા પણ ખૂબ સરસ રીતે બોલતો. અહીં તેણે મહેમાનો માટે સવારના ભોજન માટે ટેબલ ગોઠવવું પડતું ન હતું. અહીં ગેરાસીમોવના પણ ન હતી, એ વૃદ્ધ નર્સ જે તેને વધારે પડતા જામ ખાવા બદલ સતત વઢતી રહેતી... અહીં તેનું કોઈજ ન હતું! અહીં તેની પાસે સતત સુતા રહેવા સિવાય અને હતાશા સાથે મૃત્યુ પામ્યા સિવાય અન્ય કોઈજ રસ્તો ન હતો. ગ્રોહોલ્સકીને એકાંતમાં આનંદ માણતો... પણ આ રીતે આનંદ માણવો ખોટું હતું. તેણે પોતાના અહંકાર પાછળ ખૂબ ખર્ચ કરી દીધો હતો. મે મહિનાની શરૂઆતમાં જ્યારે વાતાવરણમાં અખૂટ પ્રેમનો સંચાર થયો હોય છે અને એક અનોખો આનંદ અનુભવાય છે, ત્યારે ગ્રોહોલ્સકીએ બધું જ ગુમાવી દીધું; એ સ્ત્રી જેને તેણે પ્રેમ કર્યો અને...

એ વર્ષે બગરોવે પણ ક્રિમીયાની મુલાકાત લીધી. તે સામેની વિલામાં ન આવ્યો, પરંતુ તે મિશુત્કા સાથે એક શહેરથી બીજા શહેરમાં આમતેમ ભટક્યો. તેણે પોતાનો સમય ખાવામાં, પીવામાં, ઊંઘવામાં અને પત્તાં રમવામાં કાઢ્યો. તેણે પોતાનો તમામ આરામ માછલી પકડવામાં, શિકાર કરવામાં અને પેલી ફ્રેંચ મહિલાઓ સાથે પસાર કર્યો, એ વાત આપણી વચ્ચે જ રાખજો કે આ મહિલાઓએ તેને થોડોઘણો લુંટ્યો પણ હતો. એ પાતળો થઇ ગયો હતો, તેનું પહોળું અને ચમકતું સ્મિત ક્યાંક ખોવાઈ ગયું હતું અને તે એકદમ સાદા કપડાં પહેરવા લાગ્યો હતો. ઇવાન પેત્રોવીચ સમયાંતરે ગ્રોહોલ્સકીની વિલાની મુલાકાત લેતો હતો. તે લીઝા માટે જામ, મીઠાઈઓ, ફળ લાવતો અને તેના દુઃખને દૂર કરવાનો પ્રયાસ કરતો. ગ્રોહોલ્સકીને આ મુલાકાતોથી બિલકુલ વાંધો ન હતો, કારણકે આ મુલાકાતો ટૂંકી રહેતી અને વારંવારની ન રહેતી આ ઉપરાંત તે મિશુત્કાને પોતાની માતાને મળવા માટે લઇ લાવતો જે તેનો હક્ક હતો. બગરોવ આવતો, તેની ભેટ ખોલતો અને થોડીઘણી વાતો કરતો અને ચાલી જતી. અને તે ગ્રોહોલ્સકી સાથે વાત કરતો લીઝા સાથે નહીં. લીઝા સામે તેનું મૂંગું રહેવું ગ્રોહોલ્સકીને શાંતિ પમાડતું, પરંતુ તેને એક રશિયન કહેવત વિષે પણ જાણકારી હતી: “ભસતાં કુતરાથી ડરવું નહીં પરંતુ જે કુતરા શાંત હોય તેનાથી જરૂર ડરવું...” આમતો આ એક પિશાચી કહેવત હતી પરંતુ ઘણી વખત સાચી જિંદગીમાં એ જરૂર કામમાં આવતી.

એક દિવસ એ પોતાના બગીચામાં આંટા મારી રહ્યો હતો અને ગ્રોહોલ્સકીએ વાતચીત કરતા બે અવાજો સાંભળ્યા. એક અવાજ પુરુષનો હતો અને બીજો સ્ત્રીનો. એક બગરોવનો હતો અને બીજો લીઝાનો. ગ્રોહોલ્સકી તે સાંભળવા લાગ્યો અને ધ્યાનથી સાંભળવા લાગ્યો, તે અવાજ તરફ વળ્યો. તેના હાથ અને પગ ઠંડા પડી ગયા. તેના કપાળ પર ઠંડો પરસેવો જામવા લાગ્યો. તેણે લાઈલેકની ડાળીઓ પકડી લીધી જેથી તે નીચે ન પડી જાય. બધુંજ પતી ગયું હતું!

બગરોવનો હાથ લીઝાની કમર ફરતે લપેટાયો હતો અને તે કહી રહ્યો હતો:

“પ્રિયે! આપણે હવે શું કરવું જોઈએ? મને લાગે છે કે આ જ ભગવાનની મરજી છે... હું પાપી છું... મેં તને વેંચી નાખી. મને હેરોડના પૈસાએ આકર્ષિત કર્યો, અને મારું મગજ ખરાબ થઇ ગયું અને મેં એ નાણા સ્વીકારી લીધા, અને મને એ નાણામાંથી શું મળ્યું? ચિંતા અને તકલીફ સિવાય બીજું કશુંજ નહીં! બિલકુલ શાંતિ નહીં કે બિલકુલ આનંદ નહીં કે સમાજમાં કોઈ સ્થાન પણ નહીં... એક એવો વ્યક્તિ બની ગયો જે એક જ જગ્યાએ રોકાઈ ગયો છે અને એક ડગલું પણ આગળ વધવા નથી માંગતો... તને ખબર છે એન્ડ્રુશ્કા માર્કુઝીનને હેડ ક્લાર્ક બનાવવામાં આવ્યો છે? એન્ડ્રુશ્કા પેલો મૂર્ખ! અને હું અહીં જ સ્થિર થઇ ગયો છું... હે ભગવાન! મેં તને ગુમાવી દીધી, મેં મારી ખુશી ગુમાવી. હું પાપી છું, ધૂર્ત છું, તને શું લાગે છે કે ઈશ્વર મારી સાથે કેવો ન્યાય કરશે?”

“ચલ આપણે ક્યાંક જતા રહીએ વાન્યા,” લીઝાએ જવાબ આપ્યો. “હું દુઃખી છું... દુઃખથી મરી રહી છું.”

“ના આપણે ક્યાંય ન જઈ શકીએ, મેં પૈસા લીધા છે...”

“તો પરત આપી દેને?”

“હું આપી શકત તો મને ખૂબ ગમત, પણ, મેં એ બધા જ ખર્ચ કરી દીધા છે. આપણે સત્યનો સ્વીકાર કરવો જ રહ્યો, પ્રિયે. ભગવાન આપણને સજા આપી રહ્યો છે. મને મારી લાલસા માટે અને તને તારી અવગણનાને માટે. આપણે આ બધું સહન કરવું જ રહ્યું... હવે આપણે આવતા જન્મની જ રાહ જોવી રહી.”

મનમાં ધાર્મિક લાગણી સાથે બગરોવે આકાશ તરફ જોયું.

“પણ હું અહીં વધારે સમય રહી શકું એમ નથી. મારી હાલત ખૂબ ખરાબ છે.”

“જો તેના માટે કોઈજ મદદ કરી શકે તેમ નથી. મારી હાલત પણ ખૂબ ખરાબ છે. શું તને લાગે છે કે હું તારા વગર ખુશ છું? હું આખો દિવસ મોજશોખમાં રચ્યો પચ્યો રહું છું! જો હું નબળો ને નબળો પડી રહ્યો છું... તું મારી પત્ની છે, મારું ડાબું અંગ, એટલે તારે આ દુઃખ સહન કરીને જીવતું રહેવું પડશે. અને હું... વારંવાર અહીં આવીને તને મળતો રહીશ.”

અને લીઝા તરફ વાંકો વળીને બગરોવે ધીરેથી, પરંતુ ઘણે દૂર સુધી સંભળાય એ રીતે કહ્યું:

“લીઝાન્કા, હું રાત્રે આવીશ... ચિંતા ન કરતી... હું ફેડોશીયામાં જ રહું છું, બહુ નજીક છે અહીંથી. મારાથી શક્ય બનશે ત્યાંસુધી હું તારી નજીક રહીશ અને તેના માટે મારી પાસે રહેલી એક એક પાઈ ખર્ચ કરી નાખીશ. હે ભગવાન, આ કેવું જીવન છે! દુઃખી, માંદગીથી ભરપૂર. મારી છાતીમાં દુઃખાવો થાય છે, મારું પેટ પણ દુઃખે છે.

બગરોવે બોલવાનું બંધ કર્યું અને હવે બોલવાનો વારો લીઝાનો આવ્યો. હે ભગવાન આ કેવી ક્રૂર સ્ત્રી છે! તેણે રડતા રડતા, ફરિયાદ કરતા અને પોતાના પ્રેમીમાં રહેલા તમામ અવગુણો અને તેણે પોતાને આપેલા તમામ દુઃખોની ગણતરી કરવાનું શરુ કર્યું. ગ્રોહોલ્સકીએ આ બધું સાંભળ્યું અને તેને લાગ્યું કે તે વિલન છે, એક ગુનેગાર છે, એક ખૂની છે.

“તે મને ખૂબ દુઃખી કરે છે...” એમ કહીને લીઝાએ પોતાની વાત પૂરી કરી.

વિદાય લેતી વખતે લીઝાને ચુંબન કરીને બહાર નીકળીને બગીચાના દરવાજા પાસે બગરોવ ગ્રોહોલ્સકીની નજીક આવ્યો જે દરવાજા પાસે તેની રાહ જોઈ રહ્યો હતો.

“ઇવાન પેત્રોવીચ,” ગ્રોહોલ્સકીએ જાણે કે એ મરી રહ્યો હોય એવા અવાજમાં કહ્યું, “મેં બધું જ જોયું છે અને સાંભળ્યું છે... તે જે કર્યું એ યોગ્ય નથી પરંતુ હું એમાં તારો વાંક નહીં કાઢું... તું પણ એને પ્રેમ કરે છે, પરંતુ તારે એ સમજવું જોઈએ કે તે મારી છે. મારી! હું તેના વગર નહીં જીવી શકું. તને આટલી સીધીસાદી વાતની ખબર કેમ નથી પડતી? હું સમજી શકું છું કે તું એને પ્રેમ કરે છે અને તું ખૂબ દુઃખી છે, પણ શું તને પડનારા દુઃખ માટે ભૂતકાળમાં મેં તને પૈસા નથી આપ્યા? ભગવાનને ખાતર અહીંથી જતો રહે! ભગવાનને ખાતર અહીંથી જતો રહે! અહીંથી કાયમ માટે જતો રહે!

“મારે જતા રહેવા માટે કોઈજ જગ્યા બચી નથી,” બગરોવે ભારપૂર્વક કહ્યું.

“હમમ... તે તારી બધીજ સંપત્તિ ખર્ચ કરી દીધી... તું અત્યંત આવેગશીલ વ્યક્તિ છે. ઠીક છે, તું ત્ચેર્નીગોવ રાજ્યમાં આવેલા મારા એસ્ટેટમાં જતો રહે. હું તને એ સંપત્તિની ભેટ આપું છું. આમ તો એ નાનકડું એસ્ટેટ છે, પણ સરસ છે...મારા પર વિશ્વાસ રાખ, એ ખરેખર સરસ છે!

બગરોવનું પહોળું સ્મિત પરત થયું. અચાનક જ તેને લાગવા લાગ્યું કે તે સાતમાં આકાશમાં વિહરી રહ્યો છે.

==:: અપૂર્ણ ::==

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED