A Living Chattel - 1 books and stories free download online pdf in Gujarati

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૧)

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ

ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા

ભાગ – ૧

ગ્રોહોલ્સકી લીઝાને ભેટ્યો અને તેની પાતળી અને નખ કાપવાને કારણે ગુલાબી થઇ ગયેલી આંગળીઓને એક પછી એક ચૂમવા લાગ્યો અને પછી તેને સસ્તા રેશમી કપડા પર સુવડાવી દીધી. લીઝાએ પોતાનો એક પગ બીજા પગ પર ચડાવી દીધો અને પોતાના હાથ પોતાના માથાની પાછળ ભેરવી અને સુતી.

ગ્રોહોલ્સકી તેની બાજુમાં મુકેલી ખુરશી પર બેઠો અને વાંકો વળ્યો. તે તેના આકર્ષણમાં સંપૂર્ણપણે રમમાણ થઇ ગયો હતો.

તે તેને ખૂબ સુંદર લાગી રહી હતી, તેનામાંથી જાણેકે આથમતા સૂર્યના કિરણો નીકળી રહ્યા હોય તેવું તેને લાગી રહ્યું હતું.

ખરેખર તો બારીની બહારથી આથમતા સૂર્યના સોનેરી અને આછા ગુલાબી રંગના કિરણો તેના પર પડી રહ્યા હતા.

સમગ્ર ઓરડામાં લીઝાની સાથે તેજસ્વી પ્રકાશ જે આંખને ખૂંચતો ન હતો તે ફેલાઈ ગયો હતો.

ગ્રોહોલ્સકી તેની પ્રશંસામાં ખોવાઈ ગયો હતો. લીઝા અત્યંત સુંદર હતી. અને સાચે જ તેનો નાનકડો ચહેરો તેની છીકણી આંખો અને સ્પષ્ટ તેમજ તીણું નાક, તેના સુંવાળા અને સુગંધિત કેશ કાળા અને વાંકડીયા હતા, તેનું નાનકડું શરીર આકર્ષણ પમાડતું હતું, સપ્રમાણ અને હલનચલન કરી રહ્યું હતું જાણેકે તેમાં કોઈ વીજળી ચાલી રહી હોય... જો કે મારી પસંદગીનું અહીં કોઈજ મહત્ત્વ ન હતું. ગ્રોહોલ્સકી જેને સ્ત્રીઓએ જ બગાડ્યો હતો અને તે તેના જીવનમાં હજારો વખત પ્રેમમાં પડ્યો હતો, તેણે તેની સુંદરતા જોઈ હતી. તેણે તેને પ્રેમ કર્યો હતો અને પ્રેમમાં આંધળા માણસને સુંદરતા તો ગમે ત્યાંથી મળી જ જતી હોય છે, બરોબરને?

“હું એમ કહેતો હતો કે,” તેણે સીધું જ એની આંખોમાં જોયું, “હું તારી સાથે ખાસ વાત કરવા આવ્યો છું, પ્રિયે. પ્રેમ ક્યારેય અસ્પષ્ટ કે અનિશ્ચિત ન હોઈ શકે... અનિશ્ચિત સંબંધો, તને ખબર છે ને? મેં ગઈકાલે જ કહ્યું હતું, લીઝા... આપણે આજે જ ગઈકાલે જે કોઇપણ પ્રશ્નો આપણી સમક્ષ ઉપસ્થિત થયા હતા તેના વિષે ચર્ચા કરીશું. ચાલ, આપણે ભેગા મળીને નક્કી કરીએ...”

“આપણે શું કરવું જોઈએ?”

લીઝાએ બગાસું ખાધું અને મોઢું મચકોડ્યું, તેણે પોતાના માથા પાછળથી હાથ બહાર કાઢ્યો.

“આપણે શું કરવું જોઈએ?” લીઝાએ ગ્રોહોલ્સકીનું વાક્ય દોહરાવતા કહ્યું પણ માંડ માંડ સંભળાય એ રીતે.

“હમમ... બરોબર છે, આપણે શું કરવું જોઈએ? ચલ, નક્કી કરીએ, તું તો અત્યંત બુદ્ધિશાળી છે... હું તને પ્રેમ કરું છું અને પ્રેમમાં રહેલો માણસ કોઈની સાથે કશું પણ વહેંચવાથી દૂર રહેતો હોય છે. તે તો અભિમાની વ્યક્તિ કરતા પણ વધુ અભિમાની હોય છે. મારા માટે એ કરવું બહુ અઘરું છે કે હું તને તારા પતિ સાથે વહેંચું. હું તો કલ્પનામાં જ્યારે પણ મને એવું દેખાય છે કે તે પણ તને પ્રેમ કરે છે, હું તેના ટુકડે ટુકડા કરી નાખતો હોઉં છું. તરતજ મને બીજો વિચાર આવે છે કે તું મને પ્રેમ કરે છે... સંપૂર્ણ સ્વતંત્રતા એ પ્રેમની સહુથી જરૂરી શરત હોય છે... શું તું સ્વતંત્ર છે? શું તને એવો વિચાર નથી આવતો કે એક પુરુષ તારા અંતરાત્મા પર સંપૂર્ણપણે કબજો જમાવીને બેસી ગયો છે? એક એવો પુરુષ જેને તું પ્રેમ નથી કરતી, જેને તું કદાચ, જેની બહુ શક્યતા પણ છે, નફરત કરે છે... આ બીજી હકીકત છે અને ત્રીજી હકીકત...ત્રીજી હકીકત કઈ? અરે હા, આપણે તેને છેતરી રહ્યા છીએ જે બિલકુલ સારી બાબત નથી. લીઝા, સત્ય હમેશાં આગળ રહેવું જોઈએ. ચાલ આપણે હવે જુઠ્ઠું બોલવાનું બંધ કરીએ!”

“ઠીક છે, તો પછી બોલને કે આપણે શું કરવું જોઈએ?”

“તું જ વિચારને! મને લાગે છે કે આમ કરવું જરૂરી છે, તેને આપણા સંબંધ વિષે જણાવી દેવું એ આપણી ફરજ બને છે અને પછી તેને તું છોડી દઈને તારી સ્વતંત્રતાનો અનુભવ કરવા લાગ. આપણે બંને આ કામ બને તેટલું જલ્દી પતાવી લઈએ એ જ સારું છે. મને લાગે છે કે આજે સાંજે જ આપણે આ કામ પતાવીએ. સમય આવી ગયો છે કે આ બધાનો અંત લાવીએ. મને ખબર છે, તને પણ ચોરની જેમ જીવવાનો કંટાળો આવતો હશે.

“કહી દઉં? કોને? વાન્યાને?”

“હા, કેમ?”

“એ શક્ય નથી, માઈકલ, મેં તને કાલે જ કહી દીધું હતું કે એ શક્ય નથી.”

“પણ કેમ?”

“એ દુઃખી થઇ જશે. એ મારી સાથે ઝઘડો કરશે, એવું વર્તન કરવા લાગશે જે કોઈને પણ નહીં ગમે... શું તને ખબર નથી એ કેવો છે? ભગવાન ન કરે એ એવું કશું કરે. એને કહેવાની કોઈજ જરૂર નથી. તું તારો વિચાર તારી પાસેજ રાખ!”

ગ્રોહોલ્સકીએ પોતાનો હાથ પોતાના કપાળ પર મૂક્યો અને નિસાસો નાખ્યો.

“હા!” એ બોલ્યો, “એ ખૂબ દુઃખી થશે. હું તેની ખુશી લુંટી રહ્યો છે. શું એ તને પ્રેમ કરે છે?”

“હા, એ મને પ્રેમ કરે છે, ખૂબ પ્રેમ કરે છે.”

“એક બીજી તકલીફ પણ છે. એને વાત કરવાની ક્યાંથી શરુ કરવી એની પણ ખબર પડતી નથી. તેનાથી છુપાવવું એ જ યોગ્ય છે, જો એને કહી દેવામાં આવશે તો એ મરી જશે... ખબર નહીં એને કેવી રીતે કહેવું જોઈએ, કેમ કહેવું જોઈએ?”

ગ્રોહોલ્સકી વિચારી રહ્યો હતો. તેના લાંબા અને પાતળા ચહેરામાં ગુસ્સો દેખાઈ રહ્યો હતો.

“આપણે કાયમ જેવા રહ્યા છીએ એવા જ રહીએ,” લીઝાએ કહ્યું. “એને જાતે જ આ બાબતની ખબર પડવા દઈએ, જો એને ખબર પડવાની જ હશે તો...”

“પણ તને ખબર છે? એમ થશે તો એ પાપ હશે, ઉપરાંત તું મારી છે અને તું મારી નથી અને અન્ય કોઈની છે એવું વિચારવાનો હક્ક બીજા કોઈને પણ નથી. તું ફક્ત મારી જ છે! હું તને મારાથી દૂર નહીં થવા દઉં... મને એના પર દયા આવે છે. ઉપરવાળો જ જાણે છે કે મને તેની કેટલી દયા આવે છે. એને જોઇને મને મારા હ્રદયમાં કશુંક ખૂંચતું હોય એવું લાગે છે! પણ... એનાથી કશું થવાનું નથી. તું તો એને પ્રેમ નથી કરતીને? તારા માટે યોગ્ય એ જ રહેશે કે તું એની સાથે ખરાબ વર્તન કરવા લાગે. હા, તારે એમ જ કરવું જોઈએ. ત્યાર પછી એ તને છોડી દેશે અને તું મારી પાસે આવી જઈશ. તું મારી પત્ની હોઈશ, એની નહીં. પછી તેને જે કરવું હોય તે ભલે કરતો. જો એ તેની તકલીફોમાંથી બહાર આવશે તો એમ કરનારો એ પહેલો વ્યક્તિ નહીં હોય અને અંતિમ પણ નહીં જ હોય... શું તું ભાગી શકીશ? મને જલ્દી કહે, શું તું ભાગી શકીશ?”

લીઝા ઉભી થઇ અને પ્રશ્નભરી નજરે ગ્રોહોલ્સકી સામે તેણે જોયું.

“ભાગી શકીશ? એટલે?”

“હા, મારા ખેતરે, ત્યારબાદ ક્રિમીયા જઈશું. આપણે તેને એક પત્ર દ્વારા બધુંજ જણાવી દઈશું. આપણે રાત્રે ભાગીશું. રાત્રે દોઢ વાગ્યે એક ટ્રેન છે. બરોબરને? આપણે આમ કરીશુંને?”

લીઝાના નાકના ફોયણા પહોળા થયા અને તે જરા ઓસંખાઈ.

“હા... એમ જ કરીશું,” એ બોલી અને રડવા લાગી.

તેના ગાલ લાલ થવા લાગ્યા, તેની આંખો મોટી થવા લાગી અને તેના નાનકડા ચહેરા પર આંસુ વહેવા લાગ્યા...

“આ શું છે?” ગ્રોહોલ્સકીએ ધ્રુજતા અવાજે બુમ પાડી. “લીઝા, શું થયું? અહીં આવ, તું શા માટે રડે છે? હે ભગવાન આ છોકરી, અહીં આવ, બોલ કેમ રડે છે? ડાર્લિંગ! મારી પરી!”

લીઝાએ પોતાના હાથ લંબાવ્યા અને તે ગ્રોહોલ્સકીને વળગી પડી. તેના ડૂસકાંનો અવાજ આવી રહ્યો હતો.

“મને તેની દયા આવે છે...” લીઝા ધીમા અવાજે બોલી. “ઓહ ભગવાન, મને તેની ખૂબ દયા આવે છે!”

“કોની દયા આવે છે?”

“વા...વાન્યા...”

“તો શું તને લાગે છે કે મને એની દયા નથી આવતી? પણ બીજું શું થઇ શકે? આપણે એને તકલીફ આપી રહ્યા છે... એ દુઃખી થશે, એ આપણને અપશબ્દો કહેશે... પણ શું એ આપણો વાંક છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ?”

આ છેલ્લા શબ્દો કહીને ગ્રોહોલ્સકી લીઝાથી દૂર થઈને એક આરામ ખુરશી પર બેસી ગયો જાણેકે કોઈએ તેને ડંખ માર્યો હોય. લીઝા એક ઝાટકે તેના ગળાથી દૂર થઇ અને તરતજ જમીન પર સુઈ ગઈ.

બંનેના ચહેરા લાલ થઇ ગયા, બંનેની આંખો ભીની હતી અને બંનેના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો.

એક લાંબો, પહોળા ખભા વાળો, ત્રીસ વર્ષનો પુરુષ જેણે સરકારી ક્લાર્કનો યુનિફોર્મ પહેર્યો હતો તે બેઠક ખંડમાં આવ્યો. તે અહીં આવ્યો તેનો ખ્યાલ ન આવત જો વરંડામાં તેના ખુરશી સાથે અથડાવાનો અવાજ આ પ્રેમીઓને ચેતવી ગયો ન હોત, બંને આસપાસ જોવા લાગ્યા. હા, આ જ પતિ હતો!

કદાચ તેઓ તેમની આસપાસ જે થયું તે સમજવામાં, જોવામાં મોડા પડ્યા હતા.

તેણે ગ્રોહોલ્સકીનો લીઝાની કમર પર મુકેલો હાથ જોઈ લીધો હતો અને તેણે લીઝાને ગ્રોહોલ્સકીના લાંબા ગળા ફરતે વીંટળાયેલી જોઈ હતો.

“તેણે આપણને જોઈ લીધા છે!” લીઝા અને ગ્રોહોલ્સકી બંનેને આ જ વિચાર એક સાથે આવ્યો, પરંતુ તેમને ખબર પડતી ન હતી કે તેઓ તેમના ઢીલા પડી ગયેલા હાથ અને શરમથી ભરાઈ ગયેલી આંખોનું શું કરે!

ગભરાયેલા પતિનો લાલ ચહેરો સફેદ થઇ ગયો.

પીડાદાયક, વિચિત્ર અને આત્માને હચમચાવી દે એવી શાંતિ ત્રણ મિનીટ સુધી પથરાયેલી રહી. ઓહ, એ ત્રણ મિનીટ! ગ્રોહોલ્સકીને આજે પણ એ ત્રણ મિનીટ યાદ છે.

આ શાંતિનો ભંગ સહુથી પહેલા પતિએ કર્યો. તે ગ્રોહોલ્સકી પાસે ગયો અને એક વિચિત્ર સ્મિત સાથે તેણે તેની તરફ પોતાનો હાથ લંબાવ્યો. ગ્રોહોલ્સકીએ પોતાના પરસેવે રેબઝેબ હાથને તેના હાથ સાથે મેળવ્યો પરંતુ તેને લાગ્યું કે જાણેકે તેણે મળેલી આ બે હથેળીઓમાં કોઈ જીવને દબાવી દીધો હોય.

“ગૂડ ઇવનિંગ,” એણે કહ્યું.

“કેમ છે?” પતિએ ધીમા, જાડા અને લગભગ ન સાંભળી શકાય એવા ઢીલા અવાજે કહ્યું અને તે ગ્રોહોલ્સકીની સામેની ખુરશીમાં બેઠો અને તેણે પોતાની પાછળની તરફ પોતાના શર્ટનો કોલર વાળ્યો.

ફરીથી એક પીડાદાયક શાંતિ પથરાઈ ગઈ... પરંતુ આ શાંતિ પહેલા જેવી એટલી બધી લાંબી ન હતી... પહેલું પગલું જે સહુથી મુશ્કેલ હતું તે ઉપાડી લેવામાં આવ્યું હતું.

==:: અપૂર્ણ :==

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED