દાપોલીનો દરિયા કિનારો (ભાગ 2) Darshini Vashi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દાપોલીનો દરિયા કિનારો (ભાગ 2)

"સમગ્ર ઘટનાને ફરી વખત નજર સામે જોઈ રહ્યો હોય એમ ભાવિક મારા પૂછેલા સવાલનો જવાબ આપી રહ્યો હતો. ભાવિક બોલ્યો, હું રાત્રે હોટલની બહાર નીકળ્યો હતો. વૉચમેન પાસેથી આપણે જે વાત સાંભળી હતી તેને લઈને હું ખૂબ જ ઉત્તેજિત થઈ રહ્યો હતો. બૅડ પર પડયા પડયા મને એક જ વિચાર આવતો હતો કે એવું તે શું છે આ દરિયાના કિનારે જે અમારાથી છુપાવવામાં આવી રહ્યું હતું. ક્યાં એવું તો નથી કે કંઈક આડા ધંધા ચાલી રહ્યા હોય અને અમને ડરાવીને દૂર કરવામાં આવ્યા હોય અથવા તો કોઈ બીજું કારણ. બસ, વિચારોના આ જ ઘોડાપૂર ની સાથે હું બેડ પરથી ઉઠીને બેસી ગયો. રૂમ નો દરવાજો ખોલીને બહાર જવાનું વિચાર્યું પરંતુ મારે આ બાબતની કોઈને જાણ કરવી નહતી અને કોઈની પિકનીક બગાડવી નહતી એટલે મેં જાતે જ આ વાતના મૂળ સુધી જવાનું નક્કી કર્યું રૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર હોવાનો ફાયદો લીધો એમાં પણ બારી પણ ઑપન થાય એવી હતી એટલે હું બારી ખોલીને નીકળી ગયો બહાર. અહીં કોઈ વૉચમેન કે અન્ય કોઈ સિક્યોરિટી હતી નહિં એટલે દરિયા તરફ આગળ નીકળી ગયો. આમ તો રસ્તામાં સ્ટ્રીટ લાઈટ હતી અને દરિયાકિનારે પણ અમુક અમુક અંતરે લાઈટો લગાડેલી હતી એટલે આગળ વધવાની હિંમત કરી. મોબાઈલ સાયલન્ટ પર મૂકી દીધો એટલે કોઈ અવાજ આવે નહિ.

હવે હું દરિયાના કિનારે આવી ગયો હતો. દૂર દુર સુુધી કોઇ દેેખાતું ન હતું. માત્ર શાંત અને નિર્મણ વાતાવરણ હતું. દરિયાના મોજાં નો અવાજ ભયની સાથે સુુુખદ
અનુુુભવ પણ કરાવતો હતો. ત્યાં મારું ધ્યાન ગયું કે થોડે લાંબે દરિયાની નજીક કોઈ બેસેલું છે કોણ અને કેટલાં જણ બેસેલા છે તે સ્પષ્ટ ખ્યાલ નહીં આવ્યો. હું ખૂબ ડરી ગયો હતો. પાછળ ફરીને ભાગવાની હિંમત પણ નહતી. હવે કરવું તો શું? હનુમાન ચાલીસા આવડતી હતી એટલે તેને જપવાનું ચાલુ કર્યું ખબર નહિ કોણ જાણે ક્યાંથી થોડી હિંમત આવી ગઈ અને શું હશે તે જોવા દસ ડગલાં આગળ વધ્યો. જોયું તો ત્યાં વર્ષા અને દિનેશ બેસેલા કોઈની સાથે બેસેલા હતાં. તેઓને જોઈને જાનમાં જાન આવી. મેં તેમને બૂમ મારી. મને જોઈને તેઓ અવાચક બની ગયાં. આ ટાઈમે હું ક્યાંથી અહીં એવા ભાવ તેમનાં ચહેરા પર આવ્યાં. પરંતુ તેઓ કંઈ બોલ્યા વિના મારી પાસે આવ્યાં. પરંતુ તેઓથી રહેવાયું નહીં અને મને પૂછી કાઢ્યું. અરે.. ભાવિક તું અહીં ક્યાંથી.. તું પણ શું કોઈ સ્પેશિયલ ફ્રેન્ડની સાથે અહીં આવ્યો હતો કે? અમે આમ મજાકના મૂડમાં આવી ગયાં. થોડું હસયાં ત્યાં મને યાદ આવ્યું કે અરે દિનેશ તમે બન્ને તો અહીં આવી ગયાં પણ તેને ત્યાં કેમ મૂકી આવ્યાં.

મારુ આ વાક્ય સાંભળીને દિનેશ અવાચક બની ગયો અને પછી હસવા લાગ્યો અને બોલ્યો અરે ભાઈલા તને પણ ગમે તે સમયે અને ગમે તે ઠેકાણે મજાક કરવાનું યાદ આવી જાય છે હો! મેં કહ્યું, દિનેશ હું કંઈ મજાક નથી કરી રહ્યો સાચું કહું છું. દિનેશ બોલ્યો, ભાવિક મને ખબર છે તને વર્ષા પહેલાં થી ગમે છે પરંતુ તેનો મતલબ એ નથી કે તું કંઈક પણ સ્ટોરી બનાવ્યા રાખે અને રહી વાત અમારી તો હું અને વર્ષા એમ બે જણ જ અહીં ક્યારથી બેસીને વાતો કરીએ છીએ અને અમારાં બન્ને જણ સિવાય બીજું કોઈ નથી. આ સાંભળીને હું ગભરાઈ ગયો અને વિચાર્યું કે અરે મેં તો મારી સગી આંખે ત્રણ જણ ને અહીં જોયેલાં હતા તો પછી આવું કેમ બને એમ વિચારીને મેં ફરી વખત તે જગ્યાએ નજર કરી જ્યાં તેઓ અગાઉ બેઠેલાં હતાં.

ત્યાં મને સફેદ વસ્ત્રમાં સજ્જ કોઈ આછી આકૃતિ ધીમે ધીમે ફરી રહી હોય એવું દેખાયું. હું તે સમયે કંઈ બોલવાની કે વિચારવાની ક્ષમતા ખોઈ બેઠો હતો. એટલો બધો ગભરાઈ ગયો હતો કે જાણે હમણાં જ એટેક્ આવી જશે. મારી આવી દશા જોઈને વર્ષા અને દિનેશ ગભરાયા અને તેઓએ પણ પાછળ વળીને જોયું તો તેમને પણ એવું જ દેખાયું જે મેં જોયું તેઓને પોતાની આંખ પર વિશ્વાસ ન થયો અમે કંઈક કરીએ એ પહેલાં તો તે આકૃતિ પાણીમાં વિલીન થઈ ગઈ. અને અમે એકી શ્વાસે અહીં સુધી દોડી આવ્યાં. ત્યાં તમે લોકો મળી ગયાં. અને અમે અહીં આવ્યાં. આટલુ કહીને ભાવિકે તેની વાત પુરી કરી.

વર્ષા, ભાવિક અને દિનેશને અમે સાંત્વના આપી રહ્યા હતાં ત્યાં કોઈએ અમારી રૂમનો દરવાજો ઠોક્યો. અમે રૂમમાં આટલાં બધાં જણ હોવા છતાં કોઈની દરવાજો ખોલવાની હિંમત નહતી. એટલે અમે બેઠાં રહ્યાં પરંતુ પાછો દરવાજો ઠોકવામાં આવ્યો અમે ગભરાયાં. ત્યાં અમારાં રૂમના ફોનની રિંગ વાગી ત્યારે અમને યાદ આવ્યું કે રૃમમાં ફોન પણ છે અમે ફોન ઉપાડ્યો સામે મેનેજર હતાં તેઓ એ કહ્યું કે દરવાજો ખોલો વૉચમેન ક્યારથી તમારો દરવાજો ઠોકે છે અમે દરવાજો ખોલ્યો. વૉચમેન રૂમમાં આવ્યો તેણે કહ્યું રાત્રે 3.30 થવા આવ્યા છે અને તમારાં રૂમમાંથી આટલો બધો અવાજ કેમ આવી રહ્યો છે અને બધી લાઈટો પણ ચાલુ છે હું અહી હોટલનો પહેરો ભરી રહ્યો હતો ત્યારે મને અવાજ આવ્યો એટલે હું અહી આવ્યો.

મેં તેમને કીધું અંકલ સાચું કહીએ તો અમે અત્યારે મોટી મુસીબતમાં છીએ. અમે ખૂબ ડરી ગયેલા છે અમને મદદ કરો. વૉચમેન અંકલને અમે સવિસ્તાર પૂર્વક બધી વાત કહી તેમણે કીધું ચિંતા નહિ કરો હવે તમે હોટલમાં સેફ છો એટલે નિરાંતે ઊંઘી જાવ આપણે કાલે શાંતિથી વાત કરીશું પણ અહીં કોઈને ક્યાં ઉંઘ આવવાની જ હતી. અમે બધાં સવાર સુધી એક જ રૂમ માં બેસી રહ્યા અને એકબીજાને જોતાં રહ્યા. હવે સવાર થઈ ગઈ હતી. બહાર લોકો ફરતાં દેખાવા માંડ્યા હતાં. અમારામાં પણ જાણે પ્રાણ આવી ગયાં હોય એમ અમે બધાં ઉભા થઇ ગયાં અને પોતપોતાની રૂમમાં ગોઠવાઈ ગયાં તેમજ આજે જ અહીંથી નીકળી જવાનું નક્કી પણ કરી લીધું અમે બધાં તૈયાર થઈને નાસ્તો કરીને ચેક આઉટ કરવા પહોંચી ગયાં. ચેક આઉટ ની પ્રોસેસ પતાવીને અમે બહાર વૉચમેન ને મળ્યાં અને તેમને કીધું કે અમે લોકો આજે જ અહીંથી નીકળી જઈએ છીએ. અમને હવે કહો કે ગઈકાલે રાત્રે જે અનુભવ થયો તે શું હતો. વૉચમેને અમને બાંકડા પર બેસાડ્યા અને કહ્યું કે જુઓ સર, તમને જે ગઈકાલે અનુભવ થયો હતો તેવો અનુભવ આજસુધીમાં ઘણાં ને થઈ ગયો છે. અને એટલે જ મેં તમને રાત્રે અહીં બેસવાની ના કહી હતી પરંતુ તમે વાતની ગંભીરતા સમજ્યા નહીં. અહીં રાતના સમયે જે કોઈ ફરતાં હોય તેની સાથે કોઈ આત્મા પણ ફરે છે જાણે તે તેની મિત્ર જ હોય. આજ સુધી તેની હકીકત કોઈ જાણી શક્યું નથી પરંતુ તેનો અનુભવ ઘણાં ને થયો છે. બસ, એટલું બોલીને તેઓ અટકી ગયાં. અમે બધાં એક કૅબમાં બેસી ગયાં અને પાછા મુંબઈ આવી ગયાં. આ વાતની પાંચ વર્ષ વીતી ગયાં છે છતાં હજી પણ તે અનુભવ કંપારી કરાવી જાય છે.