Emporer of the world (જગતનો સમ્રાટ) ભાગ - 3 Jainish Dudhat JD દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Emporer of the world (જગતનો સમ્રાટ) ભાગ - 3

આગળના ભાગથી ચાલુ

આપણે ગયા ભાગમાં જોયું કે બીનીતભાઈને મેલેરિયા હોવાથી તેઓ હોસ્પિટલમાં દાખલ છે. એમને લોહીની જરૂર હોવાથી તેમના મિત્ર નિલેશભાઈ તેમને લોહી આપે છે. હવે આગળ,

બીનીતભાઈના મિત્ર નિલેશભાઈ દ્વારા અપાયેલ લોહીથી બીનીતભાઈનું સ્વાસ્થ્ય સુધરે તો છે પણ તેમણે તબિયત પ્રત્યે રાખેલ બેદરકારીને કારણે તેમના શરીરમાં અશક્તિ આવી ગઈ હોય છે. જેથી દવાઓનો અસર ખૂબ ધીમે થાય છે અને આ પરિસ્થિતીથી સામાન્ય થતા તેમને ચાર મહીના સુધીનો સમય લાગે છે. આ ચાર મહીના દરમિયાન રમીલાબેન તેમની ખૂબ સેવા કરે છે અને પરિવારના સભ્યો અવારનવાર ખબર અંતર પૂછવા આવતા હોવાથી રમીલાબેન ઉપર કામનો બોજ પણ વધતો જાય છે.

એક જ કિડની રહી હોવા છતા રમીલાબેન બીનીતભાઈની ખૂબ સેવા કરે છે અને બીજી બાજુ પરિવારના સભ્યો હવે બીનીતભાઈની કાનભંભેરણી શરૂ કરે છે. બીનીતભાઈ એક બાજુ બીમારીના લીધે પથારીવશ હોય છે અને ચાર ચાર મહીનાથી નોકરીએ ના ગયા હોવાથી આર્થિક તંગીથી પરેશાન હોય છે એટલે ધીમે ધીમે આ વાતોની અસર બીનીતભાઈ પર થતી દેખાવા લાગે છે. તેમનો વ્યવહાર રમીલાબેન પ્રત્યે ધીમે ધીમે બદલાય રહ્યો હોય એવું દેખાવા લાગે છે.

રમીલાબેન પણ આ વાતથી અજાણ રહ્યા નહી પણ કેહવાય છે કે "દીકરી ને ગાય દોરે ત્યાં જાય" એમ માની રમીલાબેન પણ પરિસ્થિતિ સાથે જીવન જીવતા શીખી જાય છે. સમય જતાં બીનીતભાઈની તબિયત સારી થઈ જાય છે અને તે પાછા કામે લાગી જાય છે પણ બંને પતિ પત્ની વચ્ચે હજી સામાન્ય કહી શકાય એવા સંબંધો હોતા નથી. એવામાં ઈશ્વરભાઈ તરફથી બીનીતભાઈને હવે ગૃહસ્થ જીવનને આગળ વધારવા માટે એટલે કે સંતાન પ્રાપ્તિ માટે આડકતરો ઈશારો મળે છે. બીનીતભાઈ અને રમીલાબેન વચ્ચે હજી એવા સુમેળભર્યા સંબંધો હતા જ નહીં કે તેઓ સંતાન માટે તૈયાર થઈ શકે.

પરંતુ જે રીતે ઈશ્વરભાઈ તરફથી બીનીતભાઈને ઈશારો મળે છે તેવી જ રીતે રમીલાબેનને તેમના સાસુ શાંતાબેન અને તેમના માતા તરફથી પણ ઈશારો મળતા, બીનીતભાઈ અને રમીલાબેન પર હવે દબાણ આવી જાય છે અને તેઓ આ વિશે વિચારવાનું ચાલુ કરીને થોડા સમયની માંગ કરે છે. બીજી બાજુ પરિવારના સભ્યોને જાણ થતાં તેઓ રમીલાબેન વિશે અફવાઓ ચગાવવાનું ચાલુ કરે છે કે રમીલાબેન એક જ કિડની પર જીવતા હોવાથી તેઓ બીનીતભાઈને સંતાનનું સુખ નહી આપી શકે અને ઈશ્વરભાઈ તથા શાંતાબેનને દાદા દાદી નહી બનાવી શકે.

આ પરિસ્થિતિમાં બીનીતભાઈનો વિશ્વાસ ઓછો થવા લાગે છે અને રમીલાબેન સાથેનો સંબંધ એક નાજુક મોડ પર આવી જાય છે. પરંતુ રમીલાબેન હજી પણ હાર માનવા તૈયાર થતા નથી, અને અંતે ઈશ્વર પરનો અતૂટ વિશ્વાસ રમીલાબેનને ફળે છે અને તેમને સારા દિવસો જાય છે. આ સમાચાર મળતા જ બીનીતભાઈ ખૂબ જ ખુશ થઈ જાય છે અને ખુશીના સમાચાર તેઓ ગામમાં ઈશ્વરભાઈ તથા શાંતાબેનને પહોંચાડે છે. રમીલાબેનની શ્રીમંત વિધિમાં પરિવારના ઘણા સભ્યોના મોં પડી ગયેલા હોય છે જેમણે અફવાઓ ફેલાવી હતી. શ્રીમંત વિધિ પછી શાંતાબેન સંતાનના જન્મ સુધી રમીલાબેન સાથે જ રહે છે. અને આખરે રમીલાબેનનો અતૂટ વિશ્વાસ અને ઈશ્વરના આશીર્વાદ સ્વરૂપે રમીલાબેન એક પુત્રને જન્મ આપે છે. (સમ્રાટનો જન્મ)

=========******========*******=========

(સમ્રાટનું જીવન)

આપણે આગળના પ્રકરણમાં જોયું કે આપણા સમ્રાટના માતા પિતાનું જીવન કેવું હોય છે અને તેઓ કેવા સંજોગોનો સામનો કરીને જીવનમાં આગળ વધે છે અને કઈ રીતે સમ્રાટનો જન્મ થાય છે. આ પ્રકરણમાં આપણે સમ્રાટ વિશે વધારે જાણીશું.

બીનીતભાઈ અને રમીલાબેનના ઘરે પારણું બંધાય છે અને તેમને એક સુંદર પુત્રની પ્રાપ્તિ થાય છે જેના ભાગ્યમાં વિશ્વ કલ્યાણ ખુદ નિયતીએ લખ્યું છે. બીનીતભાઈ અને રમીલાબેન પોતાના પુત્રની નામકરણ વિધી માટે પરિવારના સભ્યોને આમંત્રિત કરે છે. બીનીતભાઈના બહેન ભાર્ગવીબેન તેમના ભત્રીજાનું નામ જૈની રાખે છે. નાનપણથી જ ખૂબ જ શાંત પ્રકૃતિ ધરાવતો જૈનીષ માતા રમીલાબેનને પોતાના જીવથી વહાલો બની ગયો. જ્યારે બીનીતભાઈ માટે તેમના જીવનમાં નવા સુખ લઈને આવનાર જૈનીષના કારણે તેમના રમીલાબેન સાથેના સંબંધોમાં સુધારો થાય છે.

જૈનીષના જન્મ પહેલાં શહેરમાં એક ઘટના બને છે. જેમાં સામાન્ય તકરારથી વાત આગળ વધી બે જૂથ વચ્ચેનો ઝઘડો શહેરમાં કોમી હિંસાનું સ્વરૂપ લઈ ચૂક્યો હોય છે અને સરકાર તથા પ્રસાશને સ્થિતિને કાબુમાં રાખવા શહેરમાં કરફયુ લગાડેલ હોય છે. બસ આવી જ પરિસ્થિતિ વચ્ચે ભવિષ્યનો જગત સમ્રાટ એટલે કે બીનીતભાઈ અને રમીલાબેનનો લાડકવાયો જૈનીષ તેમના ઘરે જન્મ લે છે. જન્મના થોડા દિવસ બાદ જ અચાનક શહેરમાં પાછી શાંતિ સ્થપાય છે જે એક ચમત્કાર જ કહી શકાય. પરંતુ આ ચમત્કારનું સાચું કારણ તો કોઈ જાણી શકવાનું નથી ફક્ત નિયતી જ જાણતી હતી. ભવિષ્યમાં હજી એવી ઘણી ઘટનાઓ બનવાની હતી જે આવા જ ચમત્કારો સાથે બધા ને આશ્ચર્ય કરાવશે.

(વધુ આવતા અંકે)

=======*******========*******=========

મિત્રો અહી આપને જણાવીશ કે સામાન્ય જીવનમાં સમ્રાટને હું મારૂ પોતાનું નામ જ આપવા માંગુ છું. પણ જેમ પેહલા એપિસોડમાં વર્ણન કર્યું તેમ આ વાર્તાનો મારી પર્સનલ જીવન સાથે જોડાયેલી નથી. બસ ઘણા લેખકોને વાંચ્યા બાદ આ નિર્ણય લીધો છે.

આશા રાખું કે આપ સૌ સ્ટોરીનો આનંદ લો અને જ્યાં આપને ભુલ જણાય ત્યાં આપ અવશ્ય મારૂ ધ્યાન દોરશો.

આપનો,

JD the reading lover