Emporer of the world (જગતનો સમ્રાટ) - 4 Jainish Dudhat JD દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Emporer of the world (જગતનો સમ્રાટ) - 4

આપણે આગળના ભાગમાં જોયું કે બીનીતભાઈ અને રમીલાબેનના ઘરે એક પુત્રનો જન્મ થાય છે. જેનું નામ જૈનીષ રાખવામાં આવે છે. જૈનીષના જન્મ સમયે શહેરમાં ઉદભવેલ અશાંતિનો માહોલ એકાએક શાંત થઈ જાય છે, જેને લોકો એક ચમત્કાર થયો હોય એવું માને છે. હવે જોઈએ આગળ,


જૈનીષના જન્મ બાદ બીનીતભાઈ અને રમીલાબેનના જીવનમાં ઘણું પરિવર્તન આવે છે. એક બાજુ પ્રથમ વખત માતા પિતા બનવાનો સુખદ અનુભવ હોય છે અને બીજી બાજુ બંનેના લાડકવાયા જૈનીષને કારણે તેમના સબંધમાં આવેલ કડવાશ દૂર થાય છે. ધીરે ધીરે બંને પતિ પત્ની એકબીજાને સમજતા થઈ ગયા અને પોતાના વહાલસોયા રાજકુમારનું લાલન પાલન કરવા લાગ્યા. જૈનીષના આગમનથી એક બાજુ બીનીતભાઈ અને રમીલાબેન ખુશખુશાલ હતા અને તેઓ પોતાના પુત્રના બાળપણને ખૂબ સારી રીતે માણતા હતા. જૈનીષનું આગમન પિતા બીનીતભાઈ માટે એક ખુશખબર લઈને આવે છે. તેમને નોકરીમાં બઢતી અને પગાર વધારો મળે છે.


બીનીતભાઈ અને રમીલાબેનના બાળપણ અને લગ્ન પછીના કપરા સમય બાદ હવે જૈનીષના આગમનથી તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના દિવસો દેખાય રહ્યા હોય છે. બંને પતિ પત્ની તેમના વહાલસોયા રાજકુમારને લઈ મંદિરે ભગવાનના દર્શન કરવા માટે જાય છે. મંદિરમાં જૈનીષ માટે તેઓ વિશેષ પુજા કરાવે છે અને પૂજારી દ્વારા પોતાના દિકરાને સારા સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્યના આશીર્વાદ મળતા બીનીતભાઈ અને રમીલાબેન ખૂબ ખુશ થઈ જાય છે. મંદિરના પૂજારી બીનીતભાઈ અને રમીલાબેનને તેમના પુત્રને તેમના કુળદેવી અને કુળદેવતાના આશીર્વાદ લેવાનું પણ જણાવે છે. આ વાત ધ્યાને આવતા બીનીતભાઈ અને રમીલાબેન તેમના રાજકુમાર જૈનીષને લઈ પોતાના ગામ પોતાના કુળદેવી અને કુળદેવતાના આશીર્વાદ દેવડાવવા જવાની તૈયારી કરે છે.


ગામમાં ઈશ્વરભાઈ અને શાંતાબેનને જ્યારે સમાચાર મળે છે કે બીનીતભાઈ અને રમીલાબેન તેમના પૌત્ર જૈનીષને લઈને આવે છે તો તેમની ખુશીઓનું તો ઠેકાણું જ નથી હોતું. આખરે બીનીતભાઈ અને રમીલાબેન ગામ પહોંચી જાય છે. ઘરે પગ મૂકતાંની સાથે જ દાદા ઈશ્વરભાઈ તેમના પૌત્રને તેડી લે છે અને વહાલ કરવા લાગે છે. આપડો નાનકડો સમ્રાટ બિચારો દાદાના પ્રેમ અને પપ્પીઓથી જ નહાય લે છે. માંડ માંડ દાદા ઈશ્વરભાઈનો વારો પૂરો થયો ત્યાં બીજો વારો તૈયાર હતો દાદી શાંતાબેનનો. તેઓ પણ પોતાના પૌત્રને ઈશ્વરભાઈની જેમ જ વહાલ કરે છે. નાનકડો સમ્રાટ આજુ બાજુના બદલાયેલ વાતાવરણને ખૂબ સારી રીતે માણી રહ્યો હોય છે. અંતે ઈશ્વરભાઈ અને શાંતાબેન જૈનીષને શુભ આશિષ આપે છે તથા પોતાના પુત્ર બીનીતભાઈ અને પુત્રવધુ રમીલાબેનને પણ સદાય સુખી થવાના આશીર્વાદ આપે છે.


બે દિવસ આરામથી રહ્યા બાદ બીનીતભાઈ તેમના પિતા ઈશ્વરભાઈને કુળદેવી અને કુળદેવતાના આશીર્વાદ માટે જૈનીષને લઈ જવાનું કહે છે. એટલે ઈશ્વરભાઈ બધાની સાથે ત્યાં જવાનું નક્કી કરે છે. ઈશ્વરભાઈનો આખો પરિવાર તેમના ગામથી નીકળીને પરિવારના કુળદેવી અને કુળદેવતાના દર્શન કરવા અને નાનકડા સમ્રાટ જૈનીષને આશીર્વાદ અપાવવા માટે જાય છે. કુળદેવીના મંદિરે ઈશ્વરભાઈ દ્વારા એક પૂજાનું આયોજન રાખેલ હોય છે. આ પૂજામાં બીનીતભાઈ પત્ની રમીલાબેન અને નાનકડા જૈનીષને લઈને બેસે છે.


પૂજાની વિધિ પૂર્ણ થયા બાદ જૈનીષને મુખ્ય પૂજારી સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ આયુષ્યના આશીર્વાદ આપે છે. સાથે સાથે કુળદેવતા ભગવાન શિવના પ્રિય એવા રુદ્રાક્ષની માળા પેહરાવે છે. મુખ્ય પૂજારી બીનીતભાઈ અને રમીલાબેનને પણ શુભ આશિષ આપી પૂજા વિધિ પૂર્ણ કરે છે. નાનકડો જૈનીષ બધું જોઈને આજે તો મજા જ કરતો હતો. આજે રમવા માટે તેને રમકડાં રૂપે રુદ્રાક્ષની માળા જો મળી ગઈ હતી. હવે તો તેને બીજા રમકડાંની જરૂર જ નથી પડતી. આ વર્તન જોઈને ઈશ્વરભાઈ તથા બીનીતભાઈને થોડી શંકા જરૂર પડે છે પણ બાળ સહજ પ્રવૃત્તિ સમજી તેઓ બહુ ધ્યાન આપતા નથી.


પણ હકીકતમાં તો નાનકડા જૈનીષએ ભવિષ્યનો પોતાનો માર્ગ અત્યારથી જ પસંદ કરી લીધો હોય એવી રીતે તે રુદ્રાક્ષની માળા સાથે જોડાય જાય છે. કદાચ નિયતિએ પેહલાથી જ જૈનીષ માટે આવનાર ભવિષ્યનો માર્ગ નિશ્ચિત કરી રાખ્યો હતો. જ્યારે ભવિષ્યમાં સંસારના મોહ માયાના બંધનો જૈનીષને અંદર સુધી હચમચાવી મુકશે ત્યારે બધુ ભુલી નવા લક્ષ્યનો ચુનાવ કરવામાં આ માળા એક મહત્વનો ભાગ ભજવવાની હતી. સમય પોતાની ગતિએ આગળ વધતો ગયો તેમ તેમ જૈનીષ બાળપણના દિવસો માણતો માણતો મોટો થતો ગયો.


બીનીતભાઈ પણ નોકરીમાં બઢતી મળતા કામમાં વ્યસ્ત થઈ ગયા. બીજી બાજુ રમીલાબેન પણ તેમના જીવનમાં બીનીતભાઈ અને પોતાના વહાલસોયા અને લાડકા જૈનીષની દેખ રેખમાં સમય આપતા ગયા. બંને પતિ પત્ની પોતાના દિવસના કાર્યો પુરા કરીને તરત બાકીનો સમય નાના જૈનીષ સાથે રમવામાં પસાર કરતા. આ તેમનો નિત્ય ક્રમ હતો. બીનીતભાઈ આખા દિવસના કામના થાકેલા જ્યારે પોતાના લાડકા સાથે રમતા ત્યારે તેમનો થાક તરત જ ઉતરી જતો. અને પોતાના પિતાનું સાનિધ્ય મળતા તરત જ જૈનીષ ખીલી ઉઠતો અને માતા પિતા સાથે રમતો રમતો ક્યારે સુઈ જતો તે પણ તેને ધ્યાન ના રેતુ. બસ આમ જ દિવસો વિતતા જાય છે અને બીનીતભાઈ રમીલાબેનનો લાડકો ધીમે ધીમે મોટો થતો જાય છે.


(વધુ આવતા અંકે)

************######**********#########


તમામ વાંચકોનો ખુબ ખુબ આભાર, આટલો સારો પ્રતિસાદ આપવા માટે. આ મારી પ્રથમ નવલકથા છે એટલે સ્વાભાવિક છે કે ઘણી ભુલો પણ થતી હશે. તો આપને વિનંતી છે કે આપ મારૂ ધ્યાન દોરશો જેથી હું એને સુધારી શકું.

once again lots and lots of thanks to readers.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏