જીવન નો સંગાથ પ્રેમ - 11 Surbhi Anand Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન નો સંગાથ પ્રેમ - 11

જીવન નો સંગાથ પ્રેમ ભાગ : 11


જય શ્રી કૃષ્ણ મિત્રો,માફ કરી દેજો કે હું તમને આગળ નાં ભાગ જલ્દી બનાવી શકી નહીં વ્યક્તિ ગત કારણ નાં લીધે હું જલ્દી લખી નાં શકી પણ હવે હું જેમ બને એમ જલ્દી લખીશ…

તો મિત્રો આગળ ના ભાગ માં તમે જોયું કે રાહુલ એ નક્કી જ કર્યું હોય છે કે આજે હું સંજના નાં મોઢેથી બોલાઈને જ રહીશ કે તું મને પ્રેમ કરે છે કે નહીં …હવે આગળ…

સંજના મૂંઝવણ માં આવી જાય છે.. કે મારે શું કહેવું ?રાહુલ કહે છે.. કે તું જ્યાં સુધી એવું નઈ કે હું પણ તને પ્રેમ કરું છું ત્યાં સુધી વાત નાઈ કરું..ત્યાં સુધી હું રાહ જોઇશ તારી હા કહેવાની…પણ સંજના ને એ મંજુર નહોતું.. એને તો બસ રાહુલ સાથે વાત કરવા બહુ જ જોઈતું હતું.. આદત પડી ગઈ હોય છે..એને રાહુલ ની એટલે એ વાત નાં માની..રાહુલ પણ અડગ જ રહ્યો કે હું આજે આવું કરીશ જ….

સંજના આખરે થાકી જાય છે ..કે હવે મારે એને કેહવું જ પડશે એક અજીબ જ એહસાસ એને થઈ રહ્યો હોય છે.. કે મને શું થઈ રહ્યું છે..શુ હું સાચે જ રાહુલ ને પ્રેમ કરું છું…એના હૃદય નાં ધબકારા વધી જાય છે….ને પછી આખરે એ રાહુલ ને કહે છે…કે હા રાહુલ હું પણ તને પ્રેમ કરું છું…રાહુલ એને I love you કહે છે…રાહુલ પણ ફૂલ્યો સમાતો નહતો…કે મારી પણ girl friend બની ગઈ છે…બહુ જ ખુશ થતો હતો એ…પછી બંને ની love life ચાલુ થઈ ગઈ હતી ..બંને બહુ જ ખુશ હતાં..પણ બંને ની જિંદગી માં આવો સમય ક્યારેય આવ્યો નહતો…કે બંને માંથી કોઈ એ પણ આવી relationship માં આવ્યાં નહોતાં ને આજે તો કંઈક અલગ જ અહેસાસ થઈ રહ્યો હતો…બંને વિચારી રહ્યાં હોય છે કે આ શું થઈ રહ્યું છે…
રાહુલ સંજના ને I love you કહે છે ..ને સંજના ની તો જાણે હૃદય નાં ધબકારા ચુકી ગઈ હોય એવું લાગતું હતું…સંજના પણ I love you સાંભળીને અને બોલીને બહું જ શરમાઈ જતી હતી…સંજના ઘરે જઈને બહુ જ ખુશ થઈ જાય છે…બધાં પૂછે છે…ઘર માં કે તને શું થાય છે કેમ આટલી ખુશ છે…પણ સંજના વાત ને ટાળી દે છે કે…કઇ નહીં…બસ એમજ એતો આજનો દિવસ મારો બહુ જ સારો ગયો હતો…એટલે હું બહુ જ ખુશ છું…સંજના ને એની મમ્મી કહે છે કે ચલ હવે તું ચા નાસ્તો કરીલે અને ફ્રેશ થઈ જા..સંજના ફટાફટ ચા નાસ્તો કરીને ઉભી થઇ ગઇ ને…એ વખતે એ રાહુલ સાથે જ વાત કરતી હોય છે…સંજના રાહુલ ને કહે છે કે હું ફ્રેશ થઈને વાત કરું…રાહુલ કહે છે કે સારું….
સંજના ફ્રેશ થઈને રાહુલ સાથે વાત કરવા માંડે છે..બંને વાત કરવા લાગે છે…સંજના હવે પહેલાં જેવી નહોતી રહી કે ના રાહુલ રહ્યો હતો એવો…બંને પ્રેમ માં જો હતાં…
સંજના રાહુલ ને પૂછે છે…કે તને કોઈ બીજી છોકરી કેમ નાં મળી હું જ કેમ મળી…તને હું કેમની પસંદ આઈ ગઈ..સંજના કહે કે તે તો અજી મને જોઈ પણ નથી…સામે મળીને તો પણ તું મને પ્રેમ કરે છે.. ત્યારે રાહુલ કહે છે કે…મેં તને ફોટો માં જોઈને પસંદ નથી કરી…મેં તને તારો સ્વભાવ જોઈને પ્રેમ કર્યો છે…એવી તો ઘણી છોકરી છે પણ મને તારો સ્વભાવ બહુ જ ગમે છે…તું બહુ જ ગમે છે…ને તું હંમેશા મારી સાથે રહે એવા સપના જોઉં છું…ને એટલે જ તને કહ્યું કે હું તને પ્રેમ કરું છું.. પણ તું મને કેહવા નતી માંગતી…એટલા માટે મારે એવું કરવું પડ્યું…સંજના કહે છે…કે સારું …મને પણ તારો સ્વભાવ બહુ જ ગમે છે…સંજના એ રાહુલ નો ફોટો બહુ જોયો નથી હોતો…એમ જોવા જાય તો બંને એ એક બીજાને જોયા વગર જ પ્રેમ કર્યો હોય છે…કોઈ વિચારી પણ નથી શકતું કે બંને એ એક બીજા ને જોયા વગર પ્રેમ કયો હતો….એ બંને ને જાતે જ વિશ્વાસ નહોતો થઈ રહ્યો…ખબર નહીં કેમનો એક બીજા સાથે એટલો પ્રેમ થઈ ગયો….હવે સફર બંને નાં પ્રેમ ની ચાલું થઈ ગઈ હતી …બંને હવે એક બીજા સાથે પ્રેમ ની વાતો કરતા હતા…ઝગડો તો બંને વચ્ચે હતો જ નાઈ ..રાતે બંને જમીને પછી વાતો કરવા લાગ્યા.. રાહુલ સંજના ને કહે છે કે તને કેવી રીતે કહું કે…તું મને કેટલું ગમે છે…બસ તારા સિવાય હવે મને કોઈની સાથે વાત કરવાનું ગમતું જ નથી….સંજના કહે છે કે મને પણ નથી ગમતું બંને ને એક બીજાની આદત જો પડી ગઈ હતી…બંને પછી રાત્રે વાતો કરતાં કરતાં સુઈ જાય છે…એક બીજાને I love you કહીને…હવે બહુ જ સારો એહસાસ બંને ને થઈ રહ્યો હતો…નવા સંબંધ….પહેલો પ્રેમ…બધું જ પેહલી વાર થઈ રહ્યું હતું….હવે આગળ જોઈશું કે બંને નો પ્રેમ સંબંધ કેવો ચાલે છે…
જાણવા માટે વાંચતા રહો જીવન નો સંગાથ પ્રેમ …શું રાહુલ ને સંજના નો પ્રેમ સંબંધ આગળ વધશે કે અહીંયા જ અટકી જશે?બંને નો પ્રેમ આગળ વધશે?જાણવા માટે વાંચતા રહો….
તમારો ખૂબ આભાર મારી આ પ્રેમ કથા પસંદ કરવા માટે…બસ આવો જ તમે મને આગળ પણ સાથ આપતાં રહેજો..
જય શ્રી કૃષ્ણ…🙏