આત્મવિશ્વાસ Komal Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્મવિશ્વાસ

તમે કોઈ ને વર્ષો પછી મળ્યાં છો પરંતુ તમે એણે એના બાળપણથી જાણો છો કે બાળપણ માં કેવો માણસ હતો કે હતી. અને અત્યારે એ શું છે એ તમે નથી જાણતાં, તે છતાં પણ તમે ધારણાઓ બાંધી રાખો છો કે આ હજુ એવો હશે. આવા અનુમાન એનાં વિશે બાંધીને તમે એનાં જોડે એવીજ રીતે વર્તન કરો છો.તો તમે સાચા છો કે ખોટા એ પોતાની જાત ને કે પછી બીજા લોકો ને બતાવવા માટે તમે એ વ્યકિત જોડે જે વર્તન કરી રહ્યાં છો,એ યોગ્ય છે કે અયોગ્ય !

જેમ બાળક મોટું થાય છે, એમ એ સમજણું થાય છે. બીજી વસ્તુ છે કે અમુક લોકો ના શરીર નો વિકાસ બહુ જલદી થઈ જાય છે. પરંતુ બુદ્ધિ નો વિકાસ એટલો જલદી નથી થતો. થોડો સમય લાગે છે.શરીર થી જે બાળકો મોટાં જલદી થઈ જતા હોય છે એવા બાળકો છોકરો હોય કે પછી છોકરી એવા બાળકો ને મોટાં કહેવાય ને સમજદાર માણસો માનસિક ત્રાસ આપે છે. આવા મોટાં માણસો માટે બધુજ મજાક મસ્તી હોય છે. પણ એ લોકો એ વિચાર નથી કરતાં કે બાળકો નાં મન પર કંઈ અને કેટલી ખરાબ અસર થશે. એણે સમજાવવું અને એના ઉપર હસવું, એનો પરિહાસ કરવો એના અંતર છે.જ્યારે બાળકો ને તું જાડો કે જાડી છે, તું કાળો કે કાળી છે, તું પાતળો કે પાતળી છે. એવા ઘણી વસ્તુ પર એણે સતત લોકો બોલતાં રહેતા હોય છે.એનાથી બાળકો ના આત્મવિશ્વાસ પર અસર થાય છે. એટલે કે જ્યારે એ લોકો નવાં લોકો ને મળે છે, ત્યારે એ વાત નાં કરી શકે.પેલો મારાથી સુંદર છે, અને હું ? આવો સવાલ માં એ હંમેશાં ગૂંચવાયેલા રહે છે. આ ગૂંચવણ એમણે હંમેશાં કઈ નવું કરતાં અટકાવે છે.

આ ગુંચવણ (કૉમ્પ્લેક્સ) ની શરૂવાત હંમેશાં બાળપણ થી થતી હોય છે.જ્યારે આ બાળકો મોટાં થાય છે. ત્યારે પણ અમુક લોકો એમનાં મન અને મગજ માં આવી વસ્તુ ભરી દેતાં હોય છે.અને એ વ્યક્તિ નો માનસિક વિકાસ માં હંમેશાં એક ગુંચવણ છુપાયેલી હોય છે.અને આવા વ્યકિત નાં વ્યકતિત્વ માં તમને આત્મવિશ્વાસ ની ઊણપ દેખાશે.રંગ રૂપ, હાથ પગ,મોઢું, જીભ આંખ, કાન કોઈ પણ માં કંઈ ને કંઈ કમી હોય છે.અહીંયા સમજવાની વાત એ છે કે આપણાં બધામાં કોઈ સર્વગુણ સંપન્ન છે નહિ. દરેક માણસે દરેક ની કંઈ ને કંઈક ખોટ ને અપનાવી પડે છે.

બાળપણ માં જે અણબનાવ એક બાળક નાં જીવન માં બને છે, એણે સમય લાગે છે, સમજતાં કે ! શા માટે આવું છે ? બધું.પછી સમય રહેતાં એ શીખી તો જાય છે. પરંતુ સમય નું કામ સમય કરી જાય છે, અને ક્યાંક ને ક્યાંક એ પાછળ રહી જાય છે.

આત્મવિશ્વાસ ની ઊણપ લોકો ને આ બધી બાબત બહુજ સામાન્ય લાગે છે.પરંતુ હકીકત એ છે આ વસ્તુ સામાન્ય સહેજ પણ નથી. દરેક માણસ ને કંઈક ને કંઈક પ્રકારની ગુંચવણ હોય છે. અને અમુક લોકો એ ગુંચવણ વિશે કોઈ સાથે વાત નથી કરી શકતાં. અને અંદર ને અંદર માણસ માનસીક રીતે અશક્ત બનતો જાય છે.

અત્યારે રૂપિયા પૈસા અને રંગરૂપ ની ગુંચવણ આપણને સામાન્ય માણસમાં પણ જોવા મળે છે. આત્મવિશ્વાસ એ તો મૂળ છે તમારાં જીવનનું, જો એનીજ તમારાં માં ઊણપ હશે, તો જીવન માં કંઈ મેળવી શકાશે નહિ. મૂળ જો સ્થિર નથી તો ઝાડ તો નાનાં પવન આવતાં ની સાથે પડી જશે.બસ એવીજ રીતે માણસ નાં જીવનમાં કઈ નાની એનાથી અડચણ આવશે અને એ આ બધું સાંભળી નહિ શકે, અને જીતવાની કોશિશ કરતાં પહેલાં હાર માની લે છે. કારણકે એનામાં આત્મવિશ્વાસ છે જ નહિ કે હું આ કરી શકીશ. વ્યક્તિ નાં મન માં થી જ્યારે એ અવાજ એનાં કાન માં નહિં ગુંજે કે હું કરી લઈશ, જે થાય એ થાય હું તૈયાર છું, હંમેશાં પોતાનાં માટે મારા પોતાના લોકો માટે સમય , સંજોગ અને કોઈ પણ પરિસ્થિતિ જોડે લડવા માટે. આ અવાજ તમારો આત્મવિશ્વાસ છે.

માણસ નાં ઘડતર નું સૌથી મોટું મુળ છે, આ આત્મવિશ્વાસ !!


ક્યાંક ને ક્યાંક જાણતાં અજાણતાં બાળકો નાં મન માં આવતાં આત્મવિશ્વાસ ની ઊણપ એમનાં જીવન નાં વિકાસ માં અડચણ બની બેસે છે.તમારી સાથે લોકો સંકળાયેલાં છે, એ લોકો ને તમે એવાં જ અપનાવો.તમારા સહુલીયત નાં હિસાબે ક્યારે એનાં મન માં એ ભાવ નહિ ભરો કે એ કંઈ નથી તમારા સામે, અને તમે કઈક ખાસ છો. અને તમારા જેવું કોઈ નથી.

ક્યારે પણ કોઈનો આત્મવિશ્વાસ નહિ તોડો.પણ તમે એનામાં આત્મવિશ્વાસ ભરી જરૂર શકો છો.જ્યારે તમને લાગે આ વ્યકિત માં ઘણુબધું સારું છે, પણ એ વ્યક્તિ માં આત્મવિશ્વાસ નો અભાવ છે. અને જો તમે ખરેખર ખાસ માનો છો, તો આવા વ્યક્તિ નો અભાવ દૂર કરી ને, એ વ્યક્તિ માં આત્મવિશ્વાસ નો ભાવ ભરી દો.

જીવનમાં પોતે પણ પ્રોસ્તાહિત થતાં રહો અને બીજાને તમારા થકી પ્રોસ્તાહિત કરતાં રહો.ક્યારે કોઈને હતાશા નિરાશા માં ધકેલવાનું કામ નહિ કરતાં.કોઈને પ્રોસ્તાહિત કરવાં એના ખોટા વખાણ કરવાની જરૂર નથી. પરંતુ એનાં જોડે બધું વસ્તુ જાણી લઈને એણે શું અનુભવ થાય છે, એ આવો શું કામ છે? એના વિશે પૂરી માહિતી પ્રાપ્ત કરીને, તમે એણે ગુંચવણ માથું એણે બહાર લાવી શકો છો.

આત્મવિશ્વાસ ની ઊણપ હોય તો ક્યારે પણ કોઈ કામ માં ભલીવાર આવતો નથી. તમે જે પણ કરો એ ક્યારેય બેસ્ટ કરી નહિ શકો. કારણકે તમને પોતાની જાત પર વિશ્વાસ નથી.તો તમે કેટલી પણ મહેનત કરો કામ કરો, એનું પરિણામ તમારા ધાર્યા પ્રમાણે નહીં આવે.જીવન નાં હર એક ક્ષેત્રે પરીક્ષા માં પાસ થવા માટે પોતાનાં ઉપર વિશ્વાસ હોવો જરૂરી છે.

આત્મવિશ્વાસ તમારું વ્યક્તિત્વ બતાવે છે, તમે શું છો, કેટલામાં છો, પર્સનાલિટી તમારા મુળ માં છે,અને એ મુળ આત્મવિશ્વાસ છે. આત્મવિશ્વાસ થી તમારો ચહેરો નીરખી ઊઠે છે. આત્મવિશ્વાસ થી તમારી બોલવાની કળા પ્રકાશિત થાય છે. આત્મવિશ્વાસ નાં હોય તો તમે પોતાની જાત ને ક્યારે પણ દુનિયા સામે એકસપ્રેસ નહિ કરી શકો. આત્મવિશ્વાસ એવો જોશ છે કે જેનાથી તમે હંમેશાં પ્રફુલ્લીત અને ખુશ રહો છો.

જીવનમાં બધા પરિબળો નો મૂળ છે આત્મવિશ્વાસ જો એ હાલી જાય તો આપણું જીવન પણ હાલી જાય છે.


નોંઘ : તમને લાગે છે કે તમારા જીવનમાં મુંઝવણ છે, જે તમે કોઈને કહી નથી શકતાં, તો ભરોસાને પાત્ર વ્યક્તિ જોડે વાત કરો. શીખવું પડે કારણકે આપણે અહીંયા કોઈ સીધા બધું શીખી નથી આવ્યાં.

અહંકાર અને અહમ્ ને સાઈડ ઊપર મૂકીને તમે કઈ શીખી શકવાના. નહિ તો હંમેશા ભ્રમિત દુનિયામાં તમારા જીવનનું અસ્તિત્વ રોળાઈ જશે.