vatan ni vate - 2 books and stories free download online pdf in Gujarati

વતનની વાટે - ર

આખોય પરિવાર તળાવ પાસે બનેલા અણબનાવ ના વિચારો થી ડઘાયને સ્તબ્ધ બનીને રસ્તા પાસે કોઈ વાહનની વાટ જોતો ઊભો હતો. એવામાં એક ઊંટ ગાડી વાળો ત્યાંથી પસાર થાય છે. ચહેરા પર માંડ માંડ હાસ્ય આવતું હોય અને જેના પર સંકટ ના વાદળો તૂટી પડ્યા હોય એવી એકદમ નિરાશ મુખમુદ્રા વાળા અને પહાડી ચાલકને દૂરથી જોઈને ઊભો રાખવાની હિંમત નોહતી થતી પરંતુ દેખાવમાં રાજસ્થાની લાગતા એ ભાઈને ઊભા રાખ્યા સિવાય બીજો કોઈ ઉપાય પણ ન હતો. દાદીમાના એ વિનમ્ર છોકરાએ એને માંડીને વાત કરી તો એ ભાઈએ તેના પરિવાર ને પાછળ ગાડીમાં બેસાડ્યાં. વાડ વિનાની એકદમ ખુલ્લી એ ગાડીમાં ઊંટ માટે થોડોક ચારો હતો, નીચે બે રબ્બરના પૈડાં હતા જે દુબળા પાતળાં ઊંટ થી ખેચાય રહી હતી. ભાઈ બહેન ગાડીની એકદમ વચ્ચે બેઠા હતા તેના માતાપિતા તેની આગળ અને દાદીમા તેની પાછળ ના છેડે બેઠા હતા. કાચા રસ્તા પર ચાલતી ઊંટ ગાડીમાં થોભવા માટે કઇ જ નોહતું. તેથી બધા એકબીજાં ના હાથ પકડીને બેઠા હતા. ઊંટ ગાડી વાળા ભાઈ ને નજીકના મેદાની પ્રદેશમાં જવાનું હતું. તેને ઉતાવળ હતી એટલે એ થોડુક ઝડપથી ગાડું હંકારતો હતો. ઉતાવળમાં એને એનું પણ ભાન ન રહ્યું કે તેના ગાડામાં બધા બેઠા છે. એ તો ખાડાં ટેકરા વાળા કાચા રસ્તા માં પૂર જોશથી ગાડું ચલાવવા લાગ્યો. ગાડાની ઝડપના કારણે દાદીમાનો હાથ સરકી જાય છે અને તે નીચે પડી જાય છે. બધા પાછળથી ગાડુ ઊભું રાખવા માટે બુમો પાડે છે ત્યારે તો માંડ માંડ ગાડુ થંભે છે. થોડી વાર માં તો ગાડુ દાદીથી ઘણુંય અંતર કાપી લે છે. બધા ગાડા માંથી નીચે ઉત્તરે છે. પણ ગાડાવાળા ને ઉતાવળ હોવાથી એનો મૂળ સ્વભાવ પ્રકટ કરે છે અને ગાડુ હંકારી મૂકે છે. બધા દાદીમાં પાસે જાય છે તેને ઊભા કરે છે. જુએ, તો એના હાથ અને પગ માં થોડી ઘણી ઘસાવાની ઇજા થાય છે. તે હવે ચાલવા માટે સમર્થ નથી. બપોર થવા આવી છે. સૂરજદાદા ધીમે ધીમે તાપ વધારી રહ્યા છે. એક સુમસામ રસ્તા પર બધા કાળા તડકા માં શેકાઈ રહ્યા છે. વધુ ગરમીને કારણે દાદીને અસહ્ય પીડાં થાય છે. આગળ ચાલવું છે પણ કાળની આ કસોટી બધાને ઠેર ઠેર રોકી રાખે છે. અંતે કેમેય કરીને તે ડોશીમાં ઉભા થાય છે. તેનો દિકરો તેને ટેકો આપે છે અને બધા ધીમે ધીમે ચાલવા લાગે છે. બળબળતા તાપમાં અને જાણે સળગતા હોય એટલા ગરમ રસ્તા ઉપર બધા ધીમે ધીમે ઘણુ બધુ અંતર કાપીને એક ગામના પાદરે આવી પહોંચે છે. પાદરમાં એક વિશાળ પીપળાનું ઝાડ છે, બાજુમાં હમુમાન દાદા ની નાની એવી દેરડી છે. એક ઓટલો અને તેની નજીક એક પશુઓને પાણી પાવા માટેનો હવાડો. તે હવાડામાં પાણી લાવવા માટે તેની જ બાજુમાં એક વાવ અને તેને અડકીને જ થાળું બનાવેલું જેમાં કોહથી પાણી ઠલવાતું અને એ સીધું જ હવાડામાં જાતું. તે ડોશીમાં અને તેના પૌત્ર - પૌત્રી ત્યાં ઓટલા ઉપર આરામ કરવા માટે બેસે છે, તેની વહુ અને દિકરો પાણી ભરવા માટે વાવ નજીક જાય છે. પાણી ભરીને પરત ફર્યા બાદ બધા ત્યાં ઝાડના છાંયામાં બપોરનું ભોજન લે છે અને પછી આડે પડખે ઘડીક ઊંઘી જાય છે. આરામ કર્યા પછી બધા જવા માટે સાબદા થાય છે. વતન પહોંચવા માટે નો રસ્તો હજી તો પોણો થઈ ગયો હતો. પણ હજી કોઇ સારુ મુસાફરી માટેનું સાધન મળ્યું ન હતું. બધા ખુબ જ થાકી ગયા હતા. નાના બાળકો તો ચાલીને જવાની ના પાડતા હતાં. પરંતુ ચાલીને જવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો કેમ કે રાત પડે એ પહેલા બધાયે ગામમાં પહોંચી જવું પડે તેમ હતું કેમ કે તેના ગામ જતા રસ્તામા આવતુ જંગલ રાત્રી દરમિયાન ખુબ જ ભયાનક થઈ જતું હતું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED