vatan ni vate - 1 books and stories free download online pdf in Gujarati

વતનની વાટે - ૧

હિજરત શબ્દથી લગભગ તો આપણે બધા જ પરિચિત છીએ. જ્યારે ભારત અને પાકિસ્તાન એમ બે અલગ દેશોનું નિર્માણ થયું ત્યારે કરોડો લોકોએ કરેલી હિજરત ના કેટલાંક ભયાવહ દ્રશ્યોની કલ્પના માત્રથી હૃદય હચમચી જાય છે. ત્યારે હિજરત એ લોકોની મજબૂરી હતી. પરંતુ આજે તો શોખ, એશ-આરામ, સમૃદ્ધિ વગેરે ને પામવા માટે લોકો વતન છોડીને બીજે ક્યાંક જાય છે. હજુયે કેટલાક મજબુર લોકો રોજી રોટી કમાવવા માટે પણ હિજરત કરે છે અને આ એક કડવું સત્ય છે. વિચારો કે આપણે પણ પોતાનું ઘર છોડીને બીજે ક્યાંક હંમેશા રહેવાનું થાય તો....! ભગવાન કરે એવું ક્યારેય ન થાય અને જે લોકો પોતાના ઘરથી દૂર છે એ પણ જલ્દી એના વતન પાછા ફરે.
અહીં હું આવી જ એક રોમાંચક ઘટના વર્ણવું છું જે પરદેશથી વતન પાછા ફરતાં એક પરિવાર ની છે. ખુબ જ જુના કાળની આ કલ્પના સાહસ અને શૌર્યથી ભરપૂર છે. પરદેશ માં રોજી રોટી કમાવા ગયેલો પરિવાર ત્યાં આવેલી કુદરતી આફત થી બચવા વતનની વાટ પકડે છે. પરિવહન માટે કોઈ સાધન નહોતું અને રસ્તામાં કોઈ બળદગાડું કે ઘોડાગાડી મળી જશે એવી આશા સાથે બધા પગપાળા જ ચાલવા લાગ્યા. પરિવાર નો દરેક મોટો સભ્ય પોતાની સાથે રોજનો, જરૂરી, થોડો થોડો સામાન લઈને એક સાથે દક્ષિણ દિશામાં ચાલવાનું શરૂ કરે છે. ઉનાળાની શરૂઆત હતી એટલે વહેલા સવારે જ ચાલવાનું શરૂ કર્યું. જૂના જમાનામાં પરદેશ એટલે આજના અમરેલી માટે અમદાવાદ. ધીમે-ધીમે આરામથી ચાલે તોય ત્રણ ચાર દિવસમા આરામથી વતન પહોંચી જવાય. વતન જવાનો રસ્તો જંગલો માંથી પસાર થતો , ખુલ્લા મેદાનોમાં થી પસાર થતો કેટલાક રમણીય સ્થળ પાસે થી પણ જતો. વિવિધ કુદરતી રચના ઓ સૌથી નાના પુત્ર ને અચંબામાં મૂકી દેતી, એના વિશે જે ખબર ના પડે એ એના માતાપિતાને પૂછતો. આખા રસ્તે ચાલતા ચાલતા એની મોટી બેન સાથે અને ઘરડી દાદી સાથે મજાક મશ્કરી કર્યા કરતો. પાંચેય જણા થોડું ચાલ્યા પછી સાથે લીધેલું શિરામણ કરવા બેઠા. તેઓ જ્યાં બેઠા હતા ત્યાં બાજુમાં જ એક સુંદર મજાનું મોટું તળાવ હતું, નગરથી દૂર આવેલું એ તળાવ આસપાસ મોટા મોટા અને લીલાછમ વૃક્ષો વડે ઘેરાયેલું હતું. એક ઘટાદાર વડના ઝાડના છાયા નીચે બધાએ ખાધું પછી બંને ભાઈ બહેન પાણી ભરવા માટે તળાવ પર ગયા. બંનેએ પાણી ભર્યું અને પાછા વળતાં હતા ત્યાં જ તળાવમાં રહેલા સુંદર કમળના ફૂલ જોઈને છોકરો તે લેવા તળાવ માં ઉતર્યો, ફૂલ ચૂંટીને પાછા આવતા એ કાદવ માં ફસાઈ ગયો. ખૂબ પ્રયત્નો કરવા છતાં પણ એ નીકળી ના શક્યો. એને જોઈને એની બહેન તેને બચાવવા ત્યાં ગઈ અને એ પણ કાદવમાં ફસાઈ ગઈ. બીજી બાજુ ત્યાં ઝાડ નીચે એના માતાપિતા એની રાહ જોતા હતા. ઘણો સમય પાછા ના આવ્યા તો તેના પિતાજી એને લેવા સામા ગયા, તેણે જઈને જોયું તો બંને ભાઈબહેન જોર જોર થી રડી રહ્યા હતા. કાદવ માં તેનો પુત્ર અંદર ધસાઈ ગયો હતો અને એની બેનીએ એકહાથે ભાઈનો હાથ પકડ્યો હતો અને બીજા હાથે બાજુમાં રહેલા નાના ઝાડ ની ડાળખી. એ ડાળખી પણ ધીમે ધીમે ભાંગી રહી હતી અને બંને ખુબજ દયનીય હાલતમાં ફસાયેલા હતા. તેના પિતા એ આબધું જોયું અને તરત જ બાજુમાં રહેલા મજબૂત વેલાં પકડીને તળાવ માં કૂદ્યા. તેણે મોટી દીકરીનો હાથ જાલીનેં ખેંચીને પાછળ પીઠ પર બેસાડી દીધી અને તેને ગળે હાથ વિટાળી ને બેસી રહેવા કહ્યું. પછી દિકરા ને કાદવ માંથી બહાર ખેંચ્યો અને પોતાના હાથ માં તેડીને બંને ને બહાર કાઢયાં. ત્રણેયના શરીર કાદવ માં ખરડાય ગયા હતા. તેઓ બહાર નીકળ્યાં તો ત્યાં તે છોકરાઓની માં અને દાદી પણ આવી ગયા હતા. પછી ત્રણેયે તે તળાવમાં જ સ્નાન કર્યું. ત્યાંથી આગળ ચાલીને બધા રસ્તા પર ગયા અને કોઈ વાહનની આવવાની રાહ જોતા ઊભા રહ્યા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED