લક્ષ્ય Komal Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લક્ષ્ય

ગોલ.

ગોલ એટલે શું ?

એનો જવાબ છે, આપણે ક્યાંક પહોંચવાનું છે. અને આપણો પ્લાન છે હા એટલાં સમય સુધી હું મારું લક્ષ્ય મેળવી લઈશ. ગોલ એટલે લક્ષ્ય.

લક્ષ્ય ની પ્રાપ્તિ તમને ક્યારે થશે ? જ્યારે તમે મહેનત કરશો.પણ કેટલી મહેનત? આવા સવાલ તો આપણને આવતાં હોય છે.

લક્ષ્ય હંમેશાં અર્જુન ની જેમ માછલી ની આંખ પર હોવું જોઈએ. અમુક લોકો આ વાત ને થોડી અલગ રીતે સમજે છે. એમનાં અવરોધ માં આવતાં પથ્થરો ને જવાબ આપવામાં સમય બગડે છે. તમને શું લાગે છે લક્ષ્ય ની પ્રાપ્તિ એમજ નથી થતી.


લક્ષ્ય જેટલું મોટું હશે , એટલાં અવરોધ માં આવતાં પથ્થર પણ મોટાં મળશે. હવે તમે આ પથ્થરો નો ઉપયોગ પોતાનાં લક્ષ્ય સુધી પહોંચવાનાં પગથિયાં તરીકે પણ કરી શકો, પણ તમારા માં એટલી આવડત હોવી જોઈએ કે ક્યાં માણસ જોડે કઈ રીતે ડીલ કરવું જોઈએ.

લક્ષ્ય માં અવરોધ તો આવવાંના છે, જેમ અર્જુન ને માત્ર માછલી ની આંખ દેખાય છે. બસ એવી રીતે તમને તમારું લક્ષ્ય તમારા નજર ની સામે દેખાવું જોઈએ. તમારાં લક્ષ્ય પરથી તમારું ધ્યાન ભટકવું નાં જોઈએ.કે તમને કોઈ માનસિક ત્રાસ આવી જાય.જીવન માં હાર અને જીત તો થવાની છે. હાર પછી હતાશ થવું અને એનું વળગણ લઈને બેસી રહેવું, મહેનત નાં કરવી અને નસીબ અને બીજા ફલાણા ઢીંકણા લોકો ને દોષ આપવો.તો આને કહેવાય કે તમે તમારા લક્ષ્ય ની પ્રાપ્તિ પહેલાં ભટકી પડ્યાં.

લક્ષ્ય ની પ્રાપ્તિ માટે માણસ એ તનતોડ મહેનત કરવી પડે છે. પોતાનાં Comfort zone ની બહાર જઈને મહેનત કરવી પડે છે.

હવે અમુક લોકો નું કેવું હોય કે ફલાણો તો એમબીએ કરે છે તો બેટા તું પણ એમજ કર, ગાડરિયો પ્રવાહ વહેતો શરૂ થઈ જાય છે. તમે તમારા બાળક પર પોતાની મરજી શા માટે થોપો છો. હવે એ એટલો સમજદાર છે કે એના જીવનનો નિર્ણય લઈ શકે , મારે જીવન માં શું જોઈએ છે, મારે ક્યાં આગળ વધવું છે, કઈ દિશામાં વધવું છે.

સૌથી પહેલાં વસ્તુ એ છે લક્ષ્ય ક્યારેય દબાવ માં પૂરું નાં થઈ શકે. જેણે લક્ષ્ય પૂરું કરવાનું છે, એ પોતાનાં મન થી જાણવું અને સમજવું જરૂરી છે, મારે જીવન માં ક્યાં જવું છે, મારા માટે શું બરાબર છે, હું પોતે કેટલી હદ સુધી મહેનત કરી શકીશ અને જે લક્ષ્ય હું હાથમાં લેવા માંગુ છું, હા બસ આ જ તો મને જીવન થી જોઈતું હતું. જ્યાં સુધી તમારી મનોબળ બધી રીતે સક્ષમ નહિ હોય કઈ કરી છૂટવા માટે ત્યાં સુધી તમે ક્યાંય પહોંચી નહિ શકો.

લક્ષ્ય ની પ્રાપ્તિ માટે મુખ્યત્વે તમારાં નાના માં નાના કામ માં સંપૂર્ણતા હોવી ખુબજ જરૂરી છે. તમે જે પણ કામ કરો છો, એમાં સિલી મિસ્ટેક ની પણ ગુંજાઈશ બચાવી નાં જોઈએ. જેટલું તમારાં કામ અને જીવન માં સંપૂર્ણતા હશે એટલું તમને કોઈ વસ્તુ અઘરી નહિ લાગે.

સંપૂર્ણતા હોવી જરૂરી છે કામમાં ! લક્ષ્ય ને પ્રાપ્તિ માટે તમારાં માં ક્યારેય પણ કોઈ પણ પ્રકાર નો અહંકાર ઉદ્દભવ નાં થવો જોઈએ કે હાં હું કઈક છું!!! આ અહંકાર તમારા જીવન માં તમને તમારા લક્ષ્ય થી ઘણો દૂર લઈ જશે અને તમે એ વાત ને સમજી પણ નહિ શકો.

જ્યારે તમારા મન માં હું કૈંક છું, એવી ભાવના જન્મ લે છે ને ત્યારે તમને એવું અનુભવ થવા લાગે છે. મે તો મારા લક્ષ્ય ની પ્રાપ્તિ કરી લીધી છે. અને પછી તમે તમારા લક્ષ્ય થી ફરી એકવાર ભટકી જાઓ છો, અને તમારું ગમતું પરિણામ નાં આવતાં પાછા તમે ઉદાસ થઈ જાવો છો.

અને બે થી ચાર નિરાશા નો અનુભવ કર્યા પછી, તમને એવું પ્રતીત થવાં માંડે છે કે હવે મારાથી નહિ થાય. આટલી વાર અસફળતા નો સ્વાદ ચાખ્યા પછી. હિમંત તૂટી જાય છે. અને જ્યારે તમે મન થી ભાંગી ગયા તો તમને ભગવાન પણ સફળતાનો સ્વાદ ચાખવી નહિ શકે.સફળતા નો સ્વાદ ચાખવા માટે જીવન માં નિષ્ફળતાનો અનુભવ કરવો પડતો હોય છે. અને એ નિષ્ફળતાનાં સમય માં જો તમે હારી ગયા તો સફળતાનો સ્વાદ એટલો મીઠો નહિ લાગે.

નિષ્ફળતા થી તમે હતાશા અનુભવવા લાગે છો, પણ સમજો અને અનુભવ કરો કે ક્યાં શું ચૂક રહી ગઈ મારાથી, ક્યાં મારે શું કરવાની જરૂર હતી જે મે નાં કર્યું તો આવું બન્યું. નિષ્ફળતા થી તમે બધાં પ્રકાર ના અનુભવ કરાવે છે. અને આ સમય જેને તમે તમારા જીવનનો સૌથી ખરાબ સમય સમજો છો, પરંતુ સત્ય એ છે કે આ સમય તમને જીવન જીવવાની રીતનાં બધાં દાવ પેચ શીખવે છે. અને પછી પાછા જયારે તમે બધી હિંમત ભેગી કરીને નવેસરથી એકડો ઘુંટો છો, અને સફળ થાવો છો. ત્યારે અમુક ને જ એ વસ્તુ સમજાય છે કે " જે થાય છે એ સારા માટે થાય છે."

જીવનમાં જો તમારે કોઈ નાનું નુકશાન થયું હોય તો માનજો કે કઈક મોટું થવાનું હતું, પણ નસીબ કે નાનું નુકશાન થયું છે. ભગવાન જે પણ કરે છે, એ ક્યારેય ખોટું હોઈ નાં શકે. એમાં આપણું કઈ હિત છૂપાયેલું છે. એ સમય જતાં આપણને સમજાશે.નિષ્ફળતા થી ક્યારે ડરી નાં જવું જોઈએ. અને સફળતાથી ક્યારે ચગી નાં જવું જોઈએ. કારણ કે પવન ની દિશા બદલાતા વાર નહિ લાગે અને આપણી પતંગ ક્યાંથી કોણ કાપી નાખશે એ સમજવું મુશ્કેલ થઈ જશે
લક્ષ્ય ની પ્રાપ્તિ એ આપણી સફળતા તરફ આપણું પહેલું પગથિયું છે.🙏🏻