Bhagwanji books and stories free download online pdf in Gujarati

ભગવાનજી



“ભગવાનજી” ગુજરાત ની મેટ્રો સિટી અમદાવાદ ના એક સ્લમ વિસ્તાર ની દસ બાય દસ ના રૂમ મા રહેતા પરિવાર ની આપવીતી ની વાત છે....


ભગવાનજી નાનપણ થી જ અમદાવાદ મા રહેલા હતા. એક ટ્રેન ના ડબ્બા મા વગર ટિકિટે અમદાવાદ ના કાલુપુર સ્ટેશને પહોંચેલા એ પહેલા નું અમને કાંઈ પણ યાદ નહતુ અને હવે એ કાંઈ યાદ કરવા પણ ન હતા માંગતા. એમને મન અમદાવાદ જ એમનું દ્રારકા અને મથુરા હતું .


શરૂઆત મા સ્ટેશન ની ફૂટપાથ પર રહી ને નાની મોટી મજુરી કરીને પોતાનું પેટ ભરી લેતા . સાથે મજુરી કરતા કરતા મંજરી ની મંજૂરી મળતા એક માથી બે અને આજે ત્રણ થયા છે.


ભગવાનજીભાઈના ઘરે આજે દીકરાનો જન્મ થયો. ત્રણ વર્ષ પછી ઘરે પારણું બંધાણું. આ ખુશી એટલી મોટી છે કે, ઉછીના પૈસા લઈને લગતા-વળગતાને પેંડા વેંચ્યા. આમ તો નામ “ભગવાનજીભાઈ” પણ કિસ્મતની ઠોકરે ચડેલા નવજાત શિશુના પિતાએ જિંદગીમાં મહેનત કરવાની બધી હદ ઓળંગી નાખી હતી. નવ વર્ષના હતા ત્યારથી પૈસા કમાતા શીખ્યા અને ઘરની જવાબદારીનું પોટલું ઉપાડતા આવડી ગયું. તો હજુ આજે પણ ક્યારેક ભાગ્યને યાદ કરતા દોષ દઈ બેસે છે. કાચા મકાનમાં બહાર દેખાતી ઇંટો આબરૂને ઢાંકી નથી શકતી નથી એટલે તો પતિ-પત્ની સાથે છોકરાઓ એક રસોડા જેવા નાના મકાનમાં એડજસ્ટ કરીને રહેતા શીખી ગયા...


“વાહ કુદરત વાહ, ભગવાનજી તારા ઘરે દીકરાનો જન્મ થયો, તો હવે ખુશીના દિવસો આવ્યા એવું લાગે છે. જતી જિંદગીએ સુઘરી ગઈ” – પાડોશીએ ખુશીના શબ્દો અહીંથી શરૂ કર્યા.

“હા, મનસુખ હવે તો આ ભગવાનજીની સામે ભગવાન જોવે ને!!”

“હ્હ્હ, એટલે તો આજ મનસુખ્યો તારા ધરની ચા પીવા આવ્યો છે…”


“અરે!! ચા નહીં પેંડા ખવડાવું” – ભગવાનજીભાઈએ ખુશી વધુ આગળ વધારી ને સહુ ને પોતાના ગરીબ મહેલ મા આવકાર્યા ..


આજે મંજરી એ બધા ને ચા ની સાથે બિસ્કૂટ નો નાસ્તો પણ કરાવયો અને પેંડા પણ ખવડાવ્યા . ત્યાર પછી બધા મોડી રાતે આંનદ સાથે છૂટા પડયા અને પોત પોતાના આશિયાના મા મીઠી નીંદર મા પોઢી ગયા..


બીજા દિવસ ની સવાર રોજ કરતા થોડી વહેલી જ થઈ ગઈ હતી. મોડી રાત ના ઉજાગરા ના લીધે ભગવાનજી અને મંજરી હજુ સૂતા જ હતા ત્યાં જ બહાર ચાલી મા કંઈક હો હલ્લા થવા ની અવાજ થી ભગવાનજી ની ઊંઘ ની તંદ્રા તૂટી ને ત્યાં તો ખોલી ના દરવાજા પર કોઈક નો હાથ જોર જોર થી પછડાવાનો અવાજ સાથે બન્ને જણા ચમકી ને જાગી ગયા.


ભગવાનજી એ દરવાજો ખોલી ને જોયું તો સામે મનસુખ્યો હતો તે તૂટતા હાંફતા હફતા કહી રહ્યો હતો કે “ચાલી ને નાકે કેટલાક તોફાની લોકો એ સરકાર ના વિરોધ માં બસો ને સળગાવી અને પોલીસ ઉપર પથ્થર મારો ચલાવ્યો છે”


મંજરી અને ભગવાનજી બંને મનસુખ્યા ની વાત અડધી આંખે અને ખુલ્લા કાને સાંભળી પછી બંને જણે શાંતિ થી કહ્યું એમા આપણે શું તોફાન કરવાવાળા ને ચિંતા આપણે કયા તોફાન કયુ છે તે ચિંતા..

મનસુખ્યો બોલ્યો ભાભી એવું નથી પોલીસ હવે તોફાની ઓ ને શોધવા આપણી ચાલી મા ઘરે ઘરે ફરી રહી છે અને પુરુષો ને બહાર કાઢી કાઢી ને ફટકારી રહી છે.


આ સાંભળી ને મંજરી ની આંખો મા થોડો ડર દેખાયો “હવે શું થશે“ ભગવાનજી ને પૂછી રહી હતી કે ત્યાંજ પોલીસ નો કાફલો દરવાજે આવી ઊભો રહ્યો..

હવે શું થશે એ ડરે ત્રણે જણા ફફડી ઊઠ્યા વગર વાંકે માફી ની અરજ કરવા લાગ્યા , માફી સાંભળી ને પોલીસ ને પોતા ની શંકા પાકી થતી હોય તેમ લાગ્યું બે હવાલદાર ઘર મા ઘૂસ્યા

એકે મનસુખ ને બાવડે થી પકડીને રીતસર નો બહાર ખેંચી લાવ્યો બીજો ભગવાનજી તરફ આગળ વધ્યો ત્યાં મંજરી વચ્ચે પડી ને કહે “છોડી દો ભાઈસાહેબ એ નિર્દોષ છે..” પણ ત્યાં એની વાત કોન સાંભળવાનું હતું ..

ભગવાનજી એ પણ પોતાના બચાવ માટે હવાતિયા માર્યા પણ એટલી નાની જગ્યા મા કેટલીવાર બચી શકવાના હતા અંતે પોલીસ નું ટોળું ભગવાનજી ને ઉઠાવી ગયું .


મંજરી પોતાના નવજાત બાળક ને ખોડા મા નાંખી ને પોલીસ અફસરો આગળ ખોડો પાથરતી રહી પણ કોઈએ એની અરજી ના સાંભળી. એની આંખો સામે કાલ રાત સુધી ગરીબી મા પણ મોજ મા રહેતો પરિવાર આજે વિખેરાઇ રહ્યો હતો.

પોતાના છોકરા ને ત્યાં જ છોડી ને એ ભગવાનજી ને લઈ જતા પોલીસ કર્મચારી ના પગ મા પડી ગઈ પણ પોલીસ કોઇ પણ રીતે પોતાની ઉપર હુમલો કરનારા તોફાનીઓ ને પાઠ ભણાવવા માંગતી હતી. એટલે કોઇએ મંજરી ની આજીજી સાંભળી ને પણ ના સાંભળી કરી નાંખી અને ભગવાનજી અને બીજા બધા ને પોલીસવાન મા પૂરી ને લઇ ગઈ ......


મંજરી ફાટી આંખે એ જોઇ રહી હતી જાણે કે સર્વસ્વ લૂંટાઈ ગયું હોય ..

બાળક ના રુદન ના અવાજ થી જાણે ભાન મા આવી હોય તેમ અથડાતી પડતી પાછી ફરી, પાડોશી ના હાથ માથી છોકરા ને લઈ ઘર મા ચાલી ગઈ દરવાજો બંધ થયો ને જાણે આખી ચાલી મા તૂફાન (તોફાન) પછી ની શાંતિ છવાઈ ગઈ .


બીજા રસપ્રદ વિકલ્પો