Preet ek padchaya ni - 56 books and stories free download online pdf in Gujarati

પ્રિત એક પડછાયાની - ૫૬

અપુર્વ : "ભાઈ હવે તો મને લાગે છે કે આપણે બહું નજીક આવી ગયાં છીએ. પણ આપણે કેટલી આત્માઓને મુક્તિ અપાવશુ એ જ સમજાતું નથી. આ નયન અને કૌશલે તો મોતનો બિછાનો હાથમાં લીધું હોય એમ લાગે છે.પણ શું હજું સુધી બંને જીવિત હશે ??"

અન્વય : "હા પણ કોની આત્મા હજું બીજાનાં શરીરમાં પ્રવેશીને પોતાની મુક્તિ માટે આજીજી કરી રહે છે ??"

લીપી એક શાંત બનીને કોઈ જ હાવભાવ વિના બોલી," હજું આગળ તો વધો...નયન નામનો દાનવ એમ જ રાશિને યાદ રાખીને થોડો બેસી રહેશે ?? એની જિંદગી અત્યારે કયા મુકામ પર છે એ તો જોવું પડશે ને ??"

અન્વય :" હા આ હજું સુધીની વાત તો કદાચ થોડાં સમય પહેલાંની છે... અત્યારે શું કોણ જીવિત હશે ?? હજું પણ ઉકેલ્યા પાનાં આ પુસ્તકમાં દેખાઈ રહ્યાં છે... ચર્ચા ટાળીને આગળ વધીએ... કદાચ અણીએ ન ચૂકી જવાય !!"

ને ફરીથી અન્વયે પુસ્તક આગળ વાંચવાનું શરૂ કર્યું....

****************

નયન આજે હોસ્પિટલમાં વહેલો આવી ગયો છે. જેક્વેલિનની નાઈટ ડ્યુટી હતી એટલે બંને તેટલી સવારે વહેલાં નીકળવાની ઉતાવળમાં છે. પણ નયનને વહેલી સવારે આવેલો જોઈને એણે ધીરજ રાખી. એને કંઈ શંકા લાગી.

તેણે જોયું કે ગઈકાલે રાત્રે તત્કાલીન દાખલ થયેલી એક સુંદર યુવાન છોકરીને સામાન્ય વોર્ડમાંથી રૂમ નંબર સોળમાં શિફ્ટ કરવામાં આવી. તેનાં પરિવારજનો એકદમ સામાન્ય લાગી રહ્યાં છે...

જેક્વેલિન કંઈ પણ બોલ્યા વિના ધીમેથી એનાં એક સગાં પાસે ગઈ અને તેને આ રૂમમાં લાવવાનું કારણ પૂછ્યું. તેનાં સગાએ કહ્યું, " અમે તો બહું ગરીબ માણસો છીએ પણ આ તમારાં સાહેબ બહું ભલા માણસ છે‌. એમણે કહ્યું, અમારી દીકરીની સ્થિતિ વધારે ગંભીર છે. જો એને સામાન્ય વાતાવરણમાં અને બહાર બધાં દર્દીઓની સાથે રાખીએ તો એની તફલીક વધી શકે છે...આથી અમને એટલાં જ પૈસામાં આ નવાં ઓરડામાં રાખવાનું કહ્યું... ખરેખર એમનાં જેવાં ભગવાનય નહીં...."એમ કહીને સગાં ચાલવા લાગ્યાં.

જેક્વેલિનને અંદાજો આવી ગયો...ડૉ.કેવલ એક મહિના માટે ટૂર પર ગયેલા છે‌ આખી હોસ્પિટલ એમનાં હાથમાં છે. વળી એ કોઈ દર્દીનો એક રૂપિયો પણ ઓછો નથી કરતો અને આજે આટલો દયાભાવ ?? તેણે આજે બે ડ્યુટી કરવાનું વિચાર્યું...

એ પોતાની બેગ પાછી મૂકી આવી ત્યાં નયન એને મળ્યો રસ્તામાં.એને કહ્યું, " તમારી ડ્યુટી પતી ગઈ છે. તમારાં ચહેરા પર સ્પષ્ટ થાક દેખાય છે. વળી આટલી ઉંમરે પણ આટલું કામ કરો છો એ બહું મોટી વાત છે. તમારે વધારે રોકાવાની જરૂર નથી. તમે શાંતિથી ઘરે જાવ."

જેક્વેલિન બહાનું બતાવતાં બોલી," બેટા મારે થોડું પછી બહાર જવાનું છે તો અત્યારે વધારે રોકાઉ તો મારો પગાર ઓછો ન થાય એટલે... જરાં"

નયન :" તમે જરાય ચિંતા ન કરો.તમારે જેટલી જરૂર હોય એ કહેજો. તમારે પગારની જરાય ચિંતા કરવાની જરૂર નથી."

જેક્વેલિનનાં હાથમાંથી બાજી જતી રહી. એણે ઘરે જવું પડ્યું. ને નયને એની સવારનો નોકરીનો સમય કરી દીધો થોડાં દિવસો માટે શિયાળાનો ટુંકા દિવસમાં જવાનું મોડું ન થાય એવું બહાનું કરીને...

ને ફરી એક પરિવારની દીકરીને લપેટમાં લીધી...ને એ ગરીબ, અભણ પરિવારજનોને ભોળવીને પોતાની વાસનાઓ સંતોષવા લાગ્યો...બસ એક ઘેનનું ઇન્જેક્શનને એ બનાવતો એને પોતાની હવસનો શિકાર.... આવું પંદર દિવસ ચાલ્યું પણ એક દિવસ શું થયું કે એનાં સગાંવહાલાં કોઈને જાણ કર્યાં વિના રાત્રે જ એ દીકરીને લઇને ચાલ્યાં ગયાં...

આ વાતની ભણક જેક્વેલિનની ઓળખીતી સુનિતાને આવી ગઈ હતી. એણે જેક્વેલિને જણાવ્યા મુજબ સંપૂર્ણ માહિતી રાખી હતી અને એનો શક સાચો પડ્યો.....!!

બસ પછી તો આવું અવારનવાર થવાં લાગ્યું...પણ એ રૂમમાં કંઈક છે એવું ત્યાંનાં કામ કરનાર લોકો વાતો કરવા લાગ્યાં...લોકો રહસ્યમય રીતે પોતાનાં દર્દીને લઈને ગાયબ થઈ જાય છે...ને આવું કંઈ પણ ઘટનાં બાદ નયન થોડાં સમય માટે વિદેશ જતો રહે છે....!!

***************

એક દિવસ આજે નયન સવારથી હોસ્પિટલમાં હોય છે. બધું જ કામ પત્યા છતાં એ રોકાય છે‌. જેક્વેલિન જવાની તૈયારીમાં છે પણ એને કંઈ ઠીક ન લાગ્યું. તેણે બધે જોયું કે કોઈ એવી છોકરી કે સ્ત્રી ન દેખાઈ દર્દી તરીકે જેનાં માટે નયન કંઈ વિચારી રહ્યો હોય...એટલે તે નિશ્ચિત બનીને કંઈ કામ હશે એમ વિચારીને નીકળવા માટે પોતાનાં રૂમમાં પોતાની બેગ લેવા આવી. ત્યાં જ તેને એક નવી આવેલી સિસ્ટર મળી પિયા મળી..કોણ જાણે એ ગભરાયેલી લાગી એને. જેક્વેલિન પોતાની ઉંમર મુજબ તેનાંથી નાનાં બધાં સહકર્મચારીઓને દીકરી કે દીકરા તરીકે જ સંબોધતી.

જેક્વેલિન : "શુ થયું દીકરી ?? કંઈ તફલીક છે ??"

પિયા : " હું હજું નવી છું...મને આવ્યે થોડાં જ દિવસો થયાં છે. અને આજે મને રાતની ડ્યુટી માટે અચાનક કહેવામાં આવ્યુ છે બપોરે...મને રાત્રે થોડી બીક લાગે છે વળી બીજાં સ્ટાફમાં આજે છોકરાઓ જ છે. મને ચિંતા થાય છે. અને આ નયન સરે કહ્યું છે કે કોઈને કોઈ વાર તો પહેલીવાર રહેવું જ પડશે ને ?? રાત્રે રહેશો તો ઈમરજન્સી આવે તો કેવી રીતે સારવાર આપવી એ ખબર પડેલી દિવસે તો બધાં હોય એટલે સચવાઈ જાય."

જેક્વેલિન : "તને નયન સરે કહ્યું તો તે ના ના પાડી ??"

" મેં વિચાર્યું ના પાડવાનું પણ મને ડર છે કે એ કદાચ મને નોકરીની ના પાડી દે તો...અને મારાં ઘરની સ્થિતિ બહું ખરાબ છે અત્યારે એટલે મને નોકરી છોડવાનું નહીં પોષાય. આથી મેં એમને ના પાડી દીધી..."

જેક્વેલિન બધું પામી ગઈ. તેને નયનો ઈરાદો સમજી ગઈ. કારણ પિયા બહું સુંદર દેખાય છે. તેનો ચહેરો એટલો નાદાન અને મોહક છે કે કોઈને પણ એનાં પરથી નજર હટાવવાનું મન ન થાય....તેને ખબર છે કે નયનને કંઈ પણ ખબર પડશે તો એ એની વાત માનશે તો નહીં જ અને એને તો કંઈ પણ સંજોગોમાં અહીં રહેવા દેશે નહીં. સુનિતાની પણ સવારની ડ્યુટી હોવાથી એ તો ઘરે જતી રહી છે બપોરે. આથી એણે મનમાં એક યોજના બનાવી દીધી...ને એ કોઈની જાણ બહાર રાત્રે ત્યાં જ રોકાઈ ગઈ.

રાતનો સમય થયો. નાઈટનો સ્ટાફ આવી ગયો.નયન આમ તે સામાન્ય રીતે સાડા આઠ વાગ્યે પેશન્ટોને જોઈને હોસ્પિટલમાંથી નીકળી જાય પણ આજે તે પોતાની કેબિનમાં જ બેસી રહ્યો. જમવાનું પણ બહારથી મંગાવીને જમી લીધું. એક સ્ટાફ દ્વારા પિયાને કહેવડાવ્યું કે તેમને રાત્રે રૂમ નંબર સોળમાં રોકાવું હોય તો રોકાય. બાકીનો સ્ટાફમાં પુરૂષો હોવાથી એની સલામતી સચવાય. એનું કામ પતાવીને એ ત્યાં જતાં રહે.

આ સાંભળીને પિતાને થોડી શાંતિ થઈ. પણ છુપાઈને સાંભળી રહેલી જેક્વેલિનનું હૈયું એક ધબકાર ચૂકી ગયું. એણે મનમાં નક્કી કરી દીધું કે આજે આ નયનનાં બદ ઈરાદાને કોઈ પણ સંજોગોમાં પાર નહીં પડવાં દે...ગમે તે થાય...

**************

નિયતિ અને શિવાની હવે સાવ એકલાં પડી ગયાં. તેને અફસોસ રહી ગયો કે તે એકલી હોવાને કારણે પોતાનાં ભાઈની અંતિમ વિધિ પણ ન કરી ન શકી અને એ ભારેખમ બનેલી લાશને એમ જ મૂકીને આવી જવું પડ્યું...દિવસે દિવસે હવેલીની સાથે જ એ નગરની ઉજ્જડતા વધી ગઈ. નગર તો ખાલી થઈ ગયું પણ આજુબાજુનાં નગરો પણ ભયથી ધ્રુજવા લાગ્યાં. કોઈ ત્યાં જવાની હિંમત પણ કરી દેતું તો ફરી પાછું નથી પરંતુ...આ બધું સામાન્ય બની ગયું છે.

હવે શિવાનીનું જીવન સારૂં બને એ માટે નિયતિએ બંને એટલું જલ્દી કોઈ સારો છોકરો શોધીને લગ્ન કરાવવાનું નક્કી કરી દે છે‌.જેથી ફરી કોઈ અનહોની ન બને અને શિવાનીની જિંદગી ખતરામાં મુકાઈ જાય...

અને આખરે જ થોડાં દિવસોમાં એક સારો છોકરો મળી જતાં
નિયતિએ શિવાનીનાં એક પરમ નામનાં છોકરાં સાથે લગ્ન કરાવી દીધાં...!! ને એ ચિંતામુક્ત બની ગઈ....પણ કદાચ એ તોફાન પહેલાંની શાંતિ છે કે ખરેખર પોતાનાં જીવનમાં હવે ખરેખર નિરાંતનો શ્વાસ લઈ શકે એની તો એને પણ નથી ખબર...!!

***************

પિયા ફટાફટ દર્દીઓનું કામ પતાવીને રૂમ નંબર સોળ તરફ આવવાં નીકળી. નવી આવેલી પિયાને કંઈ જ ખબર નથી. એ આવી ત્યારે રૂમ તો ખુલ્લો જ હોય છે‌. તે એકદમ સહજતાથી રૂમ ખોલે છે. તેનું પર્સને એક સાઈડમાં મૂકે છે...સામાન્ય પરિવારમાંથી આવતી પિયાને આ મોટાં રૂમમાં થોડું અજુગતું લાગે છે પણ છતાં હવે કોઈ બીજું કોઈ ન હોવાથી એને મનમાં થોડી શાંતિ થાય છે. લગભગ અગિયાર વાગ્યાનો સમય થયો. હોસ્પિટલમાં લગભગ રાતની નીરવતા છવાઈ ગઈ. દર્દીઓ અને તેનાં સગાંઓ પણ સુઈ ગયેલાં દેખાય છે.

પિયા પણ ત્યાં રૂમમાં રહેલાં આધુનિક પલંગમાં સુવા માટે તૈયારી કરવા લાગી. એ પહેલાં એ બહાર એ કર્મચારીને કહી આવી કે રાત્રે કોઈ પણ દર્દી માટે જરૂર હોય તો મને જગાડજો..‌.આખાં દિવસની કામગીરી બાદ નાઈટડ્યુટી કરવાની હોવાથી પિયા થાકીપાકી પાંચ જ મિનિટમાં સુઈ ગઈ.

લગભગ કલાકેક થયો છે ત્યાં રૂમનો દરવાજો કોઈએ ખખડાવ્યો.. થોડીવાર તો એ જાગી નહીં. પણ પછી વધારે અવાજ થતાં તે જાગી ગઈ. અને ઝડપથી તે દરવાજો ખોલવા ઉભી થઈ. તેને થયું કે કદાચ કોઈ દર્દી માટે કામ હશે. ને એણે દરવાજો ખોલ્યો. તો સામે નયન ઉભો છે. પિયાને તો જાણ પણ નથી કે ડૉ.નયન રાત્રે અહીં હોસ્પિટલમાં છે. એ એકદમ ગભરાઈ ગઈ.

હજું સુધી માનવાચક સંબોધન કરનાર નયન ધીમેથી બોલ્યો, " ગભરાઈશ નહીં. સુઈ ગઈ હતી ??"

પિયાને નાઈટડ્યુટી દરમિયાન રાત્રે જાગવાનું હોય એ તો ખબર હોવાથી એને સાચું કે ખોટું શું કહેવું એ અસમંજસમાં મુકાઈ ગઈ એટલે એ ધીમેથી બોલી, " હા જરાં ઝોકું આવી ગયું. "

નયન હસીને બોલ્યો, " અરે કંઈ વાંધો નહીં. હું અંદર આવી શકું ??"

આ વાક્ય સાંભળીને પિયા જાણે ઉંઘમાંથી ઉઠી હોયને તેને સાંભળવામાં ભૂલ થઈ હોય એમ બોલી,"શું કહો છો સર ?? "

નયન : " હું અંદર આવી શકું ??"

પિયા અટવાઈ. આ હોસ્પિટલના માલિક અને વળી અહીંનાં મુખ્ય ડૉક્ટર...એ ધારે તો પાંચ જ મિનિટમાં એને નોકરીમાંથી ના કહી શકે. એ ગભરાતાં ફક્ત એટલું બોલી, " હા.." ને નયન એકઝાટકે રૂમમાં પ્રવેશી ગયો ને ધીમેથી રૂમનો દરવાજો અંદરથી બંધ કર્યો. રૂમમાં રાતનો સમય હોવાથી ટ્યુબલાઈટ બંધ છે માત્ર એક ડીમલાઈટનો પ્રકાશ આખાં રૂમમાં રેલાઈ રહ્યો છે.....

પિયાના ધબકારા વધવા લાગ્યાં. તેનાં હાથ ધ્રુજી રહ્યાં છે. તેનાં મોંઢામાં શબ્દો જાણે અટકી ગયાં છે. નયને રૂમમાં એક નજર મારી દીધી. તેને હમણાં થોડાં સમયથી બંધ રહેલાં રૂમમાં એક ખૂણાનો ભાગ છે જ્યાં નાની જગ્યામાં થોડો વધારાનો સામાન મુકેલો દેખાયો. એ નિશ્ચિત બની ગયો...ને ચહેરાં પર સ્મિત ફરકાવતા કહ્યું, " કેમ મારાંથી ગભરાય છે. અહીં બેસને આ પલંગ પર... બધાં જ દર્દીઓ બરાબર છે. અત્યારે હું એક ડૉક્ટર તરીકે અહીં નથી આવ્યો. તું જરાય ગભરાઈશ નહીં."

નયન તો ત્યાં પલંગ પર બેઠો છે પણ પિયા ત્યાં જ બાજુમાં ઉભી રહીને બોલી, "હા બોલોને સર ?? શું કામ છે ??"

પિયા કંઈ પણ બોલે એ પહેલાં જ નયને પિયાનો હાથ પકડ્યો ને એને એકઝાટકે પોતાની નજીક ખેંચી લીધી.ને પિયા કંઈ પણ બોલે પહેલાં જ એનાં મોંઢા પર પોતાનો હાથ રાખી દીધો... પિયાનાં ધબકારા વધી ગયાં. તે પરસેવે રેબઝેબ થવાં લાગી...જાણે હમણાં જ એનો આ પવિત્ર સુંદર દેહ હમણાં જ કોઈ ભમરાનાં હાથમાં આવીને ચુસાઈ જશે એવું તેને સ્પષ્ટ વર્તાવા લાગ્યું. તેણે એનું નાજુક શરીર અને હાથ છોડાવવા બહું કોશિશ કરી પણ એ નયનનાં મજબૂત હાથોમાં એક વધારે મજબુતાઈથી જકડાઈ ગઈ અને નયને તેને પકડીને એ પલંગમાં ઢાળી દીધી....!!

શું નયન આજે પોતાની મેલી મુરાદ પૂરી કરી શકશે ?? પિયા પોતાનાં એ ચારિત્ર્યને કલંક લાગતાં બચાવી શકશે ?? જેક્વેલિન નયનનો ઈરાદો નિષ્ફળ કરવાનું નક્કી કરીને પોતે હવે ક્યાં ગાયબ થઈ ગઈ ?? જેક્વેલિનનો ઈરાદો બદલાઈ તો નહીં ગયો હોય ને ?? જાણવાં માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૫૭

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED