sambandho ni aarpar - 60 books and stories free download online pdf in Gujarati

સંબંધો ની આરપાર.... પેજ - ૬૦

અંજુ તેના દિકરા નો સંબંધ નક્કી કરીને ખુશ હતી. પ્રયાગ સાથે વિતાવેલી દરેક પળનુ અંજુ સ્મરણ કરવા ઈચ્છતી હતી,પરંતુ મન માં અનુરાગ સર પાસે થી તેના પોતાના જીવન ને લગતી કોઈ ઘટનાં જાણવા અને સમજવા ની ઇચ્છા થી અંજુ અમેરિકા ના એરપોર્ટ ના પ્રીમીયમ લાઉન્જ માં બેસી ને અનુરાગ સર ને સવાલો કરી રહી છે.
અનુરાગ સર અંજલિ ને તે સવાલો નાં પૂછવા માટે સમજાવી રહ્યા છે.

******* હવે આગળ- પેજ -૬૦*******

અંજલિ ની આંખો માં ઉદાસી છવાયેલી છે, સાચું શું હતું??
અને તે જાણવું કે નહીં ?? અને એવુ તો શું કારણ ઘટિત થયું હશે કે અનુરાગ સરે આટલા વર્ષો સુધી તેને તેમની છાતી માં ધરોબીને રાખ્યું હશે ?? અનુરાગ સર પર તો મને સંપૂર્ણ વિશ્વાસ છે, કે તે મારું તો નહીં પરંતુ કોઈનું પણ ક્યારેય અહિત નાં જ કરે, અને કોઈનું અહિત થવા પણ નાં દે...તો પછી...???
અંજલિ વિચારો કરી રહી હતી...કે શું કરવું ?? અને શુ કહેવું ?? હે...ભગવાન તમે જ કોઈ રસ્તો બતાવો...એક સત્ય જાણવું કે નાં જાણવું ?? શું સર મને જે કાંઈ જણાવશે તે ને હું સ્વીકારી શકીશ ? જે કાંઈ જાણીશ તેના પછીથી આજે જે અંજલિ છે તે અંજલિ તેની તે જ રહી શકશે ખરી ? શુ મારાં માં કોઈ પરિવર્તન આવી જશે તો ? અને તે બદલાયેલી અંજલિ આજ કરતા વધારે પરિપક્વ બનશે કે આજ કરતા વધારે દુઃખી થશે ??
એ જે કાંઈ થાય મારે હવે એ સત્ય ને જાણવું તો જોઈએ જે મારું પોતાનું છે અને હું જ નથી જાણતી, સત્ય થી મ્હોં શુ કામ છુપાવવુ જોઈએ? એતો વેદો માં પણ કહ્યું છે કે સત્ય થી ભાગવું નહીં.
અંજુ મનોમન વિચારો કરી રહી હતી...કે શુ કરવું ?
અંતે નક્કી કર્યું કે સત્ય જે પણ હોય જેવું પણ હોય તેને અનુરાગ સર પાસે થી જાણવું અને આખી વાત સાંભળ્યા અને સમજ્યા પછી આજે જે અંજલિ છે તે અંજલિ એવી અને એવી જ રહેશે.
અંજલિ થોડી નર્વસ હતી, સર શું કહેશે ?
તે જાણતાં હતા છતાં કેમ મારા થી છુપાવીને રાખ્યું હતું ??
અનુરાગ સર કૉફી,કુકીઝ વિગેરે લઈને આવી ગયા...લો અંજુ..કૉફી ને ન્યાય આપો....અને હાં....આપણી ફ્લાઇટ એકાદ કલાક ડીલે છે,માટે આપણે થોડી વાર હજુ અંહિ જ બેસવું પડશે કહીને અનુરાગ સર અંજલિ ની સામે ગોઠવાયેલા સોફા પર બેઠાં.
ઓહહહ...એવુ છે સર...એની વેઝ, સારૂ ને મને આપની પાસે થી શીખવાનું અને જાણવાનું મળશે, કહીને અંજલિ એ કોફી ના મગ તરફ જોયું અને મનમાં બોલી...હજુ પણ સર એવી જ કૉફી બનાવે છે જેવી તે પહેલાં બનાવતાં હતા.
અરે અંજુ...હવે આ ઉમ્મરે પણ તારે શુ શીખવાનું બાકી છે મારી પાસે થી ??
સર...હવે જ મને આપની પાસે થી શીખવાની સાચી અને વધારે જરુર છે, કેવી રીતે સત્ય ને જાણ્યા પછી પણ આપની જેમ તેને પચાવી શકાય...અને કેવી રીતે મન પર થી તે બોઝ ને દુર રાખી શકાય અને ચહેરા પર થી દુઃખ નાં ભાવ ને કેવી રીતે દુર રાખી શકાય ?
ઓહહહ...મતલબ કે હજુયે મેડમ ના મગજમાં તેજ વિચારો ઘુમરાયા કરે છે...પણ મન શુ કહેછે, અંજુ ???
સર...મન અને મગજ ના દ્વન્ધ યુધ્ધ ના અંતે નક્કી કર્યું છે કે, હું એ વાત જાણીશ જ અને સાથે સાથે એ પણ નક્કી કર્યું છે કે, વાત ને જાણ્યા પછી ની અંજુ પણ પહેલા જેવી જ રહેશે..તેનાં વાણી,વિચારો અને વર્તનમાં રતિભાર નો પણ ફરક નહીં આવવા દઉ,હા દુઃખ થાય તેમ હશે તો પણ તે પળો ક્ષણીક હશે, અને આપ સાથે છો એટલે હિંમત વધારે થાયછે કે આપ સારી રીતે મારા મન ને નકારાત્મક વિચારો માંથી પાછુ વાળવામા મદદ કરશોજ. અને છેલ્લે આપે મને જે હજુ સુધી નથી શીખવ્યું તે...કે સુખ અને દુઃખ ની સ્થિતિ માં મારી જાત ને સ્થિર કેવી રીતે રાખવી ?? તે પણ આજે આપની પાસે થી સીખી લઇશ.
ઓહહહ...અંજુ...ઠીક છે...કહે તારે શુ જાણવું છે ?? હું ઈમાનદારી થી મને જેટલું અને જે ખબર છે તે તને કહીશ...કશાય નું દુઃખ ના કરતી...કારણ તે સમય વર્ષો પહેલા પસાર થઈ ગયો છે અને ભૂતકાળ બની ગયો છે, અને તારા ભૂતકાળમાં બનેલી કોઈ ઘટનાં ને લીધે તારા વર્તમાન અને ભવિષ્ય ને હાની થાય એવું ના કરતી.
જી સર...મન થી તો એવુ જ વિચાર્યું છે, અંજુ સ્વસ્થ રહી ને જવાબ આપતી હતી.
સર...વિશાલ નો વ્યવહાર મારી સથે કેમ આવો છે ?? અંજલિ એ ફરી થી સવાલ કર્યો...હવે તેનાં મન અને મસ્તિષ્ક માં બીજુ કશુ સુઝતું નહોતું.
અનુરાગ સર...પણ સમજી ગયા હતા કે આજે અંજુ મારી ખરી કસોટી કરવાની છે,પરંતુ મારે પણ તેને દુઃખ નાં પહોંચે અને સાચા જવાબ આપી શકું તેનું ધ્યાન રાખવું પડશે...અનુરાગ સરે જવાબ આપ્યો..
અંજુ...શુ વિશાલ નો આવો સ્વભાવ પહેલેથી જ છે ? કે લગ્ન ના થોડાક સમય પછીથી તેનાં માં બદલાવ આવ્યો હતો ?
અંજલિ સ્હેજ ભૂતકાળ માં ગઈ અને વિચારી જોયું...એ દિવસો જ્યારે વિશાલ સાથે તેનાં લગ્ન નક્કી થયાં હતાં. આમ તો અંજલિ ને પોતાને આટલા પૈસા વાળા ઘરમાં પોતાનો સંબંધ બંધાય તે પસંદ નહોતું, કારણ જો એ પરિવાર ના લોકો ને પોતાના પૈસા નું ગુમાન હોય તો કયારેક તે બાબત તેનાં અને વિશાલ ની વચ્ચે મન દુઃખ અને ઘર્ષણ ઉભુ કરી શકે...જે કદાચ કાયમી પણ બની જાય, એટલે પોતે પહેલેથી વિશાલ ના ઘર સાથે પોતાનો સંબંધ બંધાય તેમાં રાજી પણ ન્હોતી અને બહુ ઉત્સાહી પણ ન્હોતી. અંજુ ને એકદમ યાદ આવ્યું કે આ સંબંધ કરવા માટે તો મને સરે પોતે જ આગ્રહ કર્યો હતો...અને તે પણ મારા મમ્મી પપ્પા એ તેમને રૂબરૂ મળી અને સમજાવ્યું હતું..તે પછી જ તેમણે મને આગ્રહ કર્યો હતો....પરંતુ તે નવા નવા સબંધ થયા હતા, તે દિવસોમાં પણ વિશાલ નો વ્યવહાર, તેનું બોલવાનું, પ્રેમ ભરી વાતો ..બધુ તો મેં તેની પાસે થી ખાસ સાંભળ્યું જ નહોતું....એટલે કે તે સમયે પણ વિશાલ ભલે આટલો રુક્ષ ન્હોતો,પરંતુ મારા માટેનો પ્રેમ અને લાગણી મેં વિશાલ પાસે થી બહુ સારી રીતે અનુભવી જ ન્હોતી...પરંતુ તે જુની વાત ને આજ સાથે શું લેવા દેવા હશે ??
અંજુ એ વિચાર કર્યો અને પછી જવાબ આપ્યો...સર..આમ તો શરુઆત ના થોડાક સમય પછીથી જ મને અનુભૂતિ થઈ હતી કે વિશાલ ને મારા માટે જે પ્રેમ અને લાગણી હોવી જોઈએ તે ઓછી છે..પરંતુ હું એવુ માનતી અને સમજતી હતી કે અમે બંન્ને જણાં પોતાના કેરિયર ને ઉજ્વળ બનાવવામાં વ્યસ્ત છીએ એટલે કદાચ મને એવુ લાગતુ હશે....પરંતુ તે વાત ને અને વિશાલ ના અત્યાર નાં વર્તન ને શું લાગે વળગે ?
અનુરાગ સર ના ચહેરા પર ના ભાવ બદલાયા નહીં...પરંતુ કપાળ પર ની રેખા ઓ થોડીક તંગ થઈ.....પછી જવાબ આપ્યો....અંજુ...સાંભળજે...અને સાંભળી ને તારી જાત ને પણ સંભાળજે...
અનુરાગ સર ની વાત સાંભળી ને અંજલિ નાં ચહેરા પર અચાનક ચિંતા ના ભાવ છવાઇ ગયા...હે ભગવાન..સર શું જવાબ આપશે ??

અનુરાગ સર ભુતકાળ ને વાગોળતાં વાગોળતા અંજલિ ના સવાલ નો જવાબ આપી રહ્યા હતા...અંજુ...આ વાત એ સમય ની છે, જ્યારે તારા લગ્ન થયા ન્હોતા...જો તને યાદ હોય તો તારા અને વિશાલ ના સંબંધ ની વાત ચાલી રહી હતી, અને તુ કોઈ કારણોસર તે સંબંધ માં આગળ વધવાની ના કહેતી હતી.. અને ત્યારે તારા પેરેન્ટ્સ આપણી ઓફીસમાં આવ્યા હતા...સ્પેશિયલ મને એવુ કહેવા કે હું તને તે સંબંધ માં હા કહેવા સમજાવું...
હા..હા...સર એતો કેવી રીતે ભૂલાય ??? આપ તો નિમિત છો મારા અને વિશાલ ના આ લગ્ન જીવન માટે...જો તે દિવસે આપે મને સમજાવ્યું નાં હોત તો કદાચ હું વિશાલ ની સાથે લગ્ન કરવા સંમત નાં થઈ હોત.
હમમમ...અંજુ...બસ તે દિવસે મેં તને અને તારા પેરેન્ટ્સ ને એક વચન આપ્યું હતું કે હું અંજલિ ને દુઃખી નહીં થવા દઉ...
હા..સર મને આપની તે પ્રોમિસ યાદ છે, અને હજુ આજે પણ આપ તે પ્રોમિસ ને નીભાવી રહ્યા છો.
અંજુ...તે દિવસ પછી જ મને એકવખત એવું મન થયું કે મેં વિશાલ ને તો મેં જોયો પણ નથી, તે કેવો હશે ? તેનો સ્વભાવ કેવો હશે ? વિગેરે જાણવાનું મને મન થયું...કારણ મને, મે તને અને તારા પેરેન્ટ્સ ને આપેલા મારા તે વચન ની મને ચિંતા હતી...એટલે તારા હા કહ્યા પછી થી એક દિવસ વિશાલ ને મળવા બોલાવ્યો હતો...
ઓહહ....શુ વાત કરો છો સર ?? એવુ શુ કારણ હતું ??
કહેતી અંજુ એકદમ સફાળી થઈ ગઈ અને અનુરાગ સર ને વધારે ધ્યાન થી સાંભળવા લાગી.
અંજુ...બસ એમજ મારે વિશાલ ને મળીને તેને સમજવો હતો કે જે વ્યક્તિ ની સાથે જોડાવા માટે મેં તને આગ્રહ કર્યો હતો તે વ્યક્તિ ખરેખર કેવી છે ?? કોણ છે ? એવી સામાન્ય જાણકારી મેળવવા માટે જ વિશાલ ને મેં બોલાવ્યો હતો..
આપણી ઓફીસમાં કે બહાર, સર ??
હમમ...આપણી ઓફિસમાં બોલાવું તો તને ખબર પડ્યા વિના રહે નહીં...એટલે બહાર ક્લબ માં બોલાવ્યો હતો.
ઓહહહ...તો શું વિશાલ આવ્યા હતા ?? અંજુ હવે ધીમે ધીમે અધીરી થવા લાગી હતી...કશું જાણવા માટે.
હા....અંજુ...વિશાલ આવ્યો હતો...અને તેની સાથે વાતચીત કરતા કરતા મને ખબર પડી કે તેણે પોતાનું ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન લંડનમાં થી કર્યું હતું. તેનાં જીવન નો અમૂક સમય તેણે લંડન માં જ વીતાવ્યો હતો.
જી સર...એ સાચુ છે, મને પણ ખ્યાલ છે, કે તેણે પોતાનું ભણવાનું લંડન માં કર્યું હતું, અને હજુ આજે પણ તેનાં ફ્રેન્ડસ આપણાં ઈન્ડીયા કરતા લંડન માં વધારે છે.
હા...અંજુ...પરંતુ...અટકી ગયા...આગળ બોલીને અનુરાગ સર.
પરંતુ શું સર...??? અંજુ ને મન માં હવે વહેમ ગયો..કે સર જે વાત કહેછે તે હવે શરૂ થઈ રહી છે...એટલે તેનું મન ઉચ્ચાટ કરવા લાગ્યું.
અંજુ...બસ તે દિવસે તેની લંડન માં પસાર કરેલા તે સમય ની વાતો પર થી મને તેની વાત માં સ્હેજ ચિંતા કરવા જેવું લાગ્યું..મને તેની વાતો પર થી વ્હેમ પડ્યો...એટલે મે પછી વિશાલ ની સામે એવા સવાલો શરૂ કર્યા કે તેને ગમેતેમ કરી ને મારી વાત નો સાચો જવાબ આપવો જ પડે...
ઓહહહ...તો શું આપને આપનો જવાબ મળ્યો હતો સર..?
અંજુ હવે આગળ જાણવા અધીરી થઈ ગઈ હતી.
અંજુ...તે વખતે વિશાલ તરફ થી તો મને સાચો જવાબ નહોતો મળી શક્યો, પરંતુ મને તેનાં વ્યવહારમાં, તેની વાતો માં એક શંકા ઉભી થઈ ગઈ હતી. એટલે મેં તને આપેલું વચન તે મારી જવાબદારી હતી...તે યાદ કરીને મારી રીતે મેં લંડન ના તેનાં કોલેજ ફ્રેન્ડસ તથા બીજા ગૃપ માં તપાસ કરાવી...પરંતુ જ્યારે પાકા સમાચાર જાણ્યા ત્યારે તારા અને વિશાલ નાં લગ્ન થઈ ગયા હતા. તે દિવસે મને જે જાણવા મળ્યું તેનાં થી મારા પગ નીચે થી ધરતી ખસી ગઈ હતી.. મને તે જાણીને ખુબજ દુઃખ થયું, હું પોતે તે સમયે તારા અને વિશાલ ના લગ્ન જીવનમાં નિમિત બન્યો હતો તે વાત થી જ મારી જાત ને ખુબ લજ્જીત મહેસુસ કરતો હતો. શુ કરવું જોઈએ અને શુ નાં કરવું જોઈએ તેમાં જ ગુંચવાયેલો રહેતો હતો. પરંતુ અંતે વિશાલ ને બોલાવી ને ફરીથી તેને વાત કરી અને સમજાવવું તેમ નક્કી કર્યું.
એક દિવસ ફરીથી વિશાલ ને મળવા માટે કલ્બ પર બોલાવ્યો, અને ત્યારે વિશાલ એકદમ ચિંતાતૂર હતો. તેનાં ફોન પર એક સ્ત્રી ના ફોન તે સમયે મારી હાજરીમાં જ આવી રહ્યા હતા. વિશાલ તેને વારે ઘડીએ થોડો દુર જઈને વાત કરીને પાછો આવતો હતો. પરંતુ હજુ સુધી તેણે મને કે મેં તેને તે બાબતે કોઈ વાત કરી ન્હોતી..કે જે ના માટે મેં તેને બોલાવ્યો હતો.
સર...પરંતુ એવી તો શું ઘટનાં ઘટીત થઈ હતી ?? અને આપને લંડન માં વિશાલે પસાર કરેલા સમય દરમ્યાન એવુ તો શું જાણવા મળ્યું હતું કે જેના લીધે આપને દુઃખ થયું હતું ?? અંજુ ની આંખો માં પણ હવે ચિંતા નાં વાદળો સ્પસ્ટ તરવા લાગ્યા હતા...આખરે વાત તો તેનાં જીવન ને જ સ્પર્શતી હતી..
અનુરાગ સરે...અંજુ ના ચહેરા નાં બદલાતા ભાવ ને વાંચી લીધો...અંજુ...મને માફ કરજે પરંતુ....તે સમયે બધુ જાણ્યા પછીથી મેં વિશાલ ને બહુજ સમજાવ્યો હતો...
સર....પરંતુ વાત શું હતી ??? શુ બન્યું હતું લંડન માં ?? કે જે મારા જીવનમાં આજ દિન સુધી અસર કરી રહ્યું છે ?? પ્લીઝ આપ જણાવો ને...મને.
અનુરાગ સરે...અંજુ નો જવાબ જવાબદારી થી આપ્યો...અને જવાબ આપતા આપતાં પોતાની નજર ને ઝુકાવી દીધી...નત મસ્તકે અને મન માં દુઃખ,ગ્લાની ના ભાવ હતા...ત્યારે અને આંખોમાં કદાચ તેમના થી કોઈ ખોટું થઈ ગયું હોય, અથવા અજાણતાં જ તેમાં નિમિત બની જવાયું હતું...તેનુ દુઃખ અને શરમ હતા....ઝુકેલી નજરે અને મન માં અતી ભાર સાથે અનુરાગ સરે અંજુ ને જવાબ આપ્યો..મને માફ કરજે....અંજુ....
પરંતુ તુ વિશાલ ની પહેલી પત્ની નથી....!!
અંજલિ ને પોતાના કાન પર વિશ્વાસ ના થયો...કદાચ સર કશુ અલગ કહી રહ્યા હતા...પરંતુ મારું ધ્યાન ભટકી ગયું લાગે છે...
અંજુ એ ફરી થી અનુરાગ સર ને કહ્યું....સર...શું કહ્યું ????
અંજુ નો અવાજ સ્હેજ ઉંચો...અને તીવ્ર થયો.
હા...અંજુ...તે બરાબર જ સાંભળ્યું છે....વિશાલ ના લગ્ન પહેલા લંડન માં તેની સાથે ભણતી કોઈ લ્યુસિયા નામની અંગ્રેજ સાથે થયા હતા, જે તેણે તેનાં પોતાનાં પેરેન્ટ્સ,તારા પેરેન્ટ્સ અને ખુદ તારા થી પણ છુપાવ્યુ હતું.
પરંતુ મને પણ આ વાત ની ખબર તારા લગ્ન વિશાલ સાથે થઈ ગયા હતા તે પછી થી પડી હતી, અને તે પણ ખુદ વિશાલે જ કહ્યું હતું.
અંજુ ની આંખો એકદમ પહોળી થઈ ગઈ...શુ કરવું ??
શુ કહેવું ??
કોને કહેવું ???
કોને દોષ આપવો ???
અંજુ ના ગળા માં ડુસકું અટકીને રહી ગયું.
સર..સરર..સરર......કહેતા કહેતા અંજલિ ના ગાલ પર આંસુઓ છલકાઇ ને વહી ગયા. એરપોર્ટ પર નાં તે લાઉન્જ નો એક ખૂણો આજે અશાંતિ અનુભવી રહ્યો હતો. અંજુ ના જીવનમાં ઘટેલી એક ઘટનાં પર થી આજે વર્ષો પછી અને પહેલીવાર જ પડદો ઉચકાયો હતો, જે અસહ્ય વેદના, દુઃખ, પીડા, તકલીફો લઈને આવ્યો હતો. પોતાની જાત ને અસહાય મહેસુસ કરી રહી હતી અંજુ, તેનાં મનમાં શૂન્યતા વ્યાપક બની રહી હતી.
જીવનમાં તેનાં પોતાનાં એ જ તેની સાથે છળ કર્યું છે તેવા ભાવ મન માં સતત ઘુમરાયા કરતા હતાં. અંજુ ને આજુબાજુ માં બીજા લોકો પણ સાથે બેઠેલા છે તે યાદ આવ્યું એટલે પર્સ માંથી એક રૂમાલ કાઢ્યો અને વોશરૂમ તરફ જવા માટે ઉભી થઈ...સર...હું આવુ છું કહીને લાઉન્જ ના વોશરૂમ માં ગઈ.
અનુરાગ સર ને પણ અંજુ ની આંખો માં થી વહી રહેલા આંસુઓ નુ દુઃખ થઈ રહ્યું હતું, પરંતુ તે પોતે પણ લાચાર હતા. અંજુ ની જીદ હતી કે તેને ભૂતકાળમાં ડોકીયું કરીને સત્ય જાણવું જ છે. અનુરાગ સરે પોતે તો તેને ઘણું સમજાવ્યું હતું કે જે સમય વીતી ગયો છે, જે વાત હવે ફક્ત અને ફક્ત ભુતકાળ બની ગયો છે, અને આજે અંજુ પોતે તેનાં પરિવાર મા ખુશહાલ જીવન જીવી રહી છે તો પછી બીન જરૂરી જુની વાતો અને યાદો ને વાગોળી ને શું પ્રાપ્ત થવાનું હતું ?? પરંતુ અંજુ માની ન્હોતી..બસ.
થોડીકવાર માં જ અંજલિ પોતાનાં ચહેરાને વોસ કરીને પરત આવે છે. આજનો આ દિવસ,આ ઘડી અને આ વાત અંજલિ ના દિલ અને દિમાગ પર શું અસર કરશે તે તો આવવા વાળો સમય જ કહી શકે, પરંતુ એક વાત નક્કી હતી કે અંજલિ ને અત્યારે અપાર દુઃખ થયુ હતું. જેના પર વિશ્વાસ કર્યો અને પોતાની જાત ને જેને સોંપી દીધી...આજ દિન સુધી ક્યારેય કોઈને પણ પોતાના મન માં પ્રવેશ સુધ્ધાં આપ્યો ન્હોતો...કોલેજ કાળમાં પણ ઘણાય યુવાનો તેની આગળ પાછળ ફરતા હતા...પરંતુ ક્યારેય પોતાના માં બાપ ની આજ્ઞા અને મરજી વિરુદ્ધ કોઈ ને પણ મન માં......હે ભગવાન કોનો વિશ્વાસ કરવો અને કોનો નહીં ?? અંજુ પાછી આવી અને ફરીથી અનુરાગ સર બેઠા હતા તેમની બાજુ માં મુકેલા સોફા પર બેઠી.ત્યારે અનુરાગ સર ફરી થી તેમના અને અંજલિ માટે થોડા બીસ્કીટ અને કૉફી ના એક એક મગ લઈને આવ્યા હતા.
અંજુ જાણતી હતી કે હજુ પણ વાત અધૂરી જ હતી. અંજુ એ ફરીથી અનુરાગ સર ને પુછ્યુ...સર જરા આખી વાત સમજાવો ને ? આપને ક્યારે અને કેવી રીતે આ વાત ખબર પડી હતી ?
અંજુ...તુ સ્વસ્થ તો છે ને ??
હા...સર...બિલકુલ સ્વસ્થ છું...આના થી ખરાબ સુ બની શકવાનું હતું મારા જીવનમાં...???
અનુરાગ સરે મન માં જ જવાબ આપ્યો..અંજુ...શુ જણાવું તને ?? હજુ આનાથી પણ બીજી મોટી બાબત તો તુ જાણતી પણ નથી.
અંજુ...તારા વિશાલ ની સાથે લગ્ન થયા તેનાં થોડા દિવસો એટલે કે આસરે એકાદ મહીના પછી ની વાત છે. હું ઓફીસ થી ઘર તરફ જઈ રહ્યો હતો. એટલા માં જ મારા મોબાઈલ પર વિશાલ નો ફોન આવ્યો જેના અવાજમાં ગભરાતાં ગભરાતાં ફોન કર્યો હોય તેમ લાગતું હતું.
અંજલિ બરાબર ધ્યાન થી સાંભળી રહી હતી.
મી.વિશાલ તમે કેમ આટલા અસ્વસ્થ છો ? કોઈ ચિંતા નું કારણ ??
જી..જી...નાં..નાં..સર બસ એતો એમજ...એક ફ્રેન્ડ નો ફોન હતો એતો...એટલે બસ...એમ જ...
મી.વિશાલ હું ઈચ્છું છું કે તમે મને જે કોઈ વાત છે તે સંપૂર્ણ અને સાચી કહો...નહીંતર હું હાલ જ અંહી અંજુ ને બોલાવી રહ્યો છું.
મી.વિશાલ...તમને ખબર નથી પડતી તમે કેટલો મોટો ગુનો કરી ચુક્યા છો, કાયદા ની રીતે તો તમે ગુનો કર્યો જ છે, પરંતુ એક સાવ ભોળી છોકરીને તમે અન્યાય કર્યો છે, તેની ભાવનાઓ સાથે રમત રમી છે તમે, કેટલું મોટુ છળ કર્યું છે તમે ? જે સ્ત્રી તેનાં માં બાપ નુ ઘર તમારા ભરોસે છોડીને પોતાના બાકી રહેલા સમગ્ર જીવન ને આપનાં પ્રેમ અને સહકાર થી તમારી જીવન સંગીની બની ને તમારા ઘર ને શોભાવવા અને પોતાનો પત્ની ધર્મ નિભાવવા તમારી સાથે લગ્ન કરી ને આપનાં ઘરે આપનાં ભરોસે આવીછે તેને તમે આ ભેટ આપો છો ?? અરે તમે તમારા પોતાનાં માતા પિતા ને પણ છેતર્યા ?? શું તમે સુખી થશો ? તમે પોતે ખુશ રહી શકશો ? કે તમારા પરિવાર જનોને પણ શુ તમે ખુશીઓ આપી શકશો ?
સર...સર...મને માફ કરો...મારે આ ગુનો ન્હોતો કરવો પરંતુ અજાણતાં જ હું એક પાપ એક ગુનો કરી બેઠો છું. મારી કોઈજ મનષા ન્હોતી કે હું આવુ કરું...પરંતુ અજાણતાં જ એમાં ફસાઇ ગયો છું.
વિશાલ તે સમયે ખુબ રડ્યો અને મને આજીજી કરી...સર મને બચાવો આપ જ મને આ તકલીફ માંથી બહાર કાઢી શકો તેમ છો....મને તેની વાત કરવાની રીત અને તેની આંખોમાંથી નીકળી રહેલા આંસુઓ કરતા ,આ વાત જો તારા સુધી પહોંચે તો તારી આંખો માંથી નીકળી શકે તે આંસુઓ ની વધારે ફીકર થતી હતી. તારા પેરેન્ટ્સ ને કેટલું દુઃખ થશે અને તેનાં પોતાનાં પેરેન્ટ્સ નો પણ ક્યાં કોઈ દોષ હતો તે પણ દુઃખી થશે તેમ લાગ્યું....એટલે મે તેને સાંભળી ને શક્ય હોય એટલી મદદ કરવાનું નક્કી કર્યું.
મી.વિશાલ.. મને તમે કહો કે વાત શું બની હતી ? અને હાલ શુ ચાલી રહ્યું છે ?? જુઓ આ બાબતમાં હું એટલા માટે ઈન્વોલ્વ થઈ રહ્યો છું કારણકે તમે અંજલિ ના પતિ છો અને હું પણ અજાણતા જ અંજલિ ના તમારી સાથે ના લગ્ન માટે નિમિત બન્યો હતો, માટે હવે મારા થી કશુંજ છુપાવસો નહીં, નહીંતર તેનું પરિણામ સારું નહીં જ આવે અને તમને અને તમારા લગ્નજીવન ને કોઈ બચાવી નહીં શકે.
સર....હું આપને બધું જ સાચું જ કહીશ...વચન આપુ છું.
ઓકે મી.વિશાલ.. આપ કહો.. હું આપને શક્ય તેટલી મદદ કરવા પ્રયત્ન કરીશ.
થેન્કસ સર...વિશાલ ના અવાજમાં તે સમયે ગુનો કર્યા નો ભાવ હતો.
સર...હું મારા પેરેન્ટ્સ નો એક જ દિકરો છું, મારાં ગ્રેજ્યુએશન માટે હું લંડન ભણવા માટે ગયો હતો. માં બાપ નુ એક નું એક સંતાન છુ અને પૈસા પણ પપ્પા પાસે પૂરતા હતા...એટલે લંડન ની સારા માં સારી કોલેજ માં એડમીશન લીધું. ભણતા ભણતા કોલેજમાં એક અંગ્રેજ યુવતી લ્યુસિયા સાથે મિત્રતા થઈ...ધીરે ધીરે મિત્રતા...પ્રેમમાં પરિણમી અને અમે રોજે મળવા લાગ્યા..એકબીજાને ખુબ ચાહતાં હતાં...એટલે વધારે નજીક આવતા ગયા..હું તો આમ પણ મારા રૂમ માં એકલો જ રહેતો હતો...અને લ્યુસિયા પણ તેનાં રૂમ માં એકલી જ રહેતી હતી. ધીમેધીમે તે સંબંધ અમારા એકબીજા ના રૂમ સુધી પહોંચી ગયો.. અને અંતે અમે બંન્ને યુવાન હતા...યુવાની ના નશા માં ચુર અમે બન્ને અમારા રુમ માં શારીરિક છૂટછાટ પણ લેવા માંડી હતી...અને ધીમે ધીમે તે વધી ગયું હતું. અંતે કાયદાની રીતે પણ સાથે રહી શકાય અને બન્ને પ્રેમ પણ કરતાં હતાં એટલે એક દિવસ અમે બન્ને જણા એ લગ્ન કરવા સંમત થઈ ગયા...મારા કે લ્યુસિયા ના ઘરે આ બાબતે જાણ ન્હોતી એટલે બે મિત્રો ની સાક્ષી એ મે લંડનમાં લ્યુસિયા સાથે લગ્ન કરી લીધા...અને પછી અમે બન્ને સાથેજ રહેવા લાગ્યા..
અંજુ નાં કાન સાંભળી રહ્યા હતા...પણ આંખો બંધ હતી...કદાચ મનમાં કોઈ પીડા ઉઠી હતી તેને ઠંડી પાડવા પ્રયત્ન કરી રહી હતી.
અંહિ ઘરે થી પપ્પા અને મમ્મી મને સતત ઘરે એક વખત આવી જા..અને અમારી જ્ઞાતિની છોકરી સાથે જ લગ્ન કરી લઉ તેનાં માટે સતત સમજાવી રહ્યા હતા. પરંતુ માં બાપ આગળ જીભ કેમેય કરીને ઉપડતી નહોતી...કે મે ઓલ રેડી એક અંગ્રેજી છોકરી સાથે લગ્ન કરી લીધા છે...એટલે ત્યાં લ્યુસિયા ને એવુ સમજાવીને ઈન્ડીયા આવ્યો કે હું થોડાક દિવસોમાં મમ્મી પપ્પા ને મળીને તથા આપણા લગ્ન વિશે જણાવી ને તને ફોન કરીશ તો તુ ઈન્ડીયા આવતી રહેજે.
હું ઈન્ડીયા આવ્યો...પરંતુ પપ્પા મમ્મી નો સતત આગ્રહ હતો કે હું અંહિ રહું તથા તેમણે જોઈ ને રાખેલી છોકરીઓ માંથી એક ને પરણી જઉ. રોજે મન થાય કે આજે તો મમ્મી ને કહી જ દઈશ પરંતુ તેને જોતાં જ મુખ માં થી શબ્દો નહોતા નીકળી શકતાં.
અંતે એવું વિચાર્યું કે...એમ પણ લ્યુસિયા તો લંડન માં છે...અને મારે હવે ફરીથી લંડન જવુ જ નથી.. તો મમ્મી એ જોયેલી છોકરીઓ જોવાનું ચાલુ કર્યું...અને એવા માં જ અંજલિ ને એક દિવસ જોઈ...ઘરે બધા ને અંજલિ ગમી ગઈ હતી..એટલે મને અંજલિ સાથે લગ્ન કરવા માટે ફોર્સ કરવામાં આવ્યો..અને આમ જોવા જઈએ તો મને પણ અંજલિ ગમતી જ હતી...એટલે મેં અંજલિ સાથે લગ્ન કરવાનું હા ક્હયું..અને થોડા દિવસો પછી અંજલિ ના ઘરે થી પણ હા આવી ગઈ અને પછી મારા અને અંજલિ ના લગ્ન થયા.
ઓહહહહ....એટલે મી.વિશાલ તમને એવુ હશે કે એક પત્ની લંડન માં અને એક ઈન્ડીયા માં એમ જ ને ??
વિશાલ નો અવાજ પ્રાયશ્ચિત કરતો હોય તેવો હતો...તે સમયે...નાં સર એવું બિલકુલ નહોતું...મેં એવું વિચાર્યું હતું કે હું લ્યુસિયા ને એવોઈડ કરીશ અને લંડન નહીં જઉ એટલે થોડા સમય માં લ્યુસિયા મને ભુલી જશે અને કોઈ બીજા સાથે પરણી જશે.
એટલે મી.વિશાલ તમે લ્યુસિયા ને ડીવોસ આપ્યા વિના જ અંજલિ સાથે લગ્ન કર્યા...અને પાછા હજુ કાયદેસર બન્ને સ્ત્રી સાથે લગ્નમાં જોડાયેલા છો...અને એમજ રહેવાનું વિચારો છો ?? તમને ખબર છે આ કેટલો મોટો ગુનો બને છે ?? તમને કોઈ વકીલ પણ નહીં છોડાઈ શકે.
સર...મને મારી ભૂલ ની ગંભીરતા સમજાઇ છે. મારે લ્યુસિયા થી ડીવોસ લેવા છે...મેં તેને લંડન ફોન પણ કર્યોહતો...પરંતુ...
પરંતુ શું ?? મી.વિશાલ ??
સર...લ્યુસિયા હવે ડીવોસ લેવા ના પૈસા માંગે છે...અને તે પણ બહુ મોટી રકમ..
અચ્છા એટલે હમણાં ફોન પર...તમે ડરતા ડરતા વાત કરતા હતા.?
હા..સર...પણ સર...આપ મને મદદ કરો ને સર પ્લીઝ...સર..
મી.વિશાલ એક તો તમે ખોટુ કર્યુ છે...ઉપર થી તે ગુના માટે મને અજાણતાં જ ભાગીદાર બનાવી દીધો છે...અને હજુ પણ તમે મારા થી મદદ ની અપેક્ષા રાખો છો ??
સર...કહેતા વિશાલ ની આંખો ભરાઈ આવી...સર...તમેજ એવા વ્યક્તિ છો જે મને આ મુસીબત માંથી બહાર કાઢી શકો છો...સર પ્લીઝ..હેલ્પ મી...
અંજલિ ની આંખો માં આંસુ સુકાઈ ગયા હતા...
સર પછી ??? તમે વિશાલ ને મદદ કરી ને ??
હા...અંજુ...કોઈ પણ વ્યક્તિ ચાહે કોઈ મારો દુશ્મન પણ જો મારી પાસે મદદ માંગવા આવે તો તેને શક્ય તે મદદ કરવી તે મારો સિધ્ધાંત છે ને...
હમમમ...ખ્યાલ છે ને એતો મને સર...પણ પછી ??? પછી શુ થયું?
અંજુ...બસ પછી લંડનમાં એક લોયર હાયર કર્યા..અને ..બસ તે સ્ત્રી ને જોઈતી હતી તે રકમ માં સેટલમેન્ટ કરાવ્યું...તે સમયે પણ ઘણી મોટી રકમ ની ડીમાન્ડ હતી...તેની..
સર...એક વાત કહેશો ?? શું તે પૈસા વિશાલે આપ્યા હતા ??
ફરી વિશાલ ની વાત અને શબ્દો...અનુરાગ સર ના કાન માં અથડાયા..
સર..આપ બહુ જ સારા છો...આપનો ખુબ ખુબ આભાર કે મને લોયર કરાવી આપ્યા...પરંતુ સર...મારી આટલી મદદ કરી છે તો થોડીક વધારે મદદ...પ્લીઝ..
હું સમજી ને પણ ના સમજ બનવા નો પ્રયત્ન કરતો હતો...મી.વિશાલ વધારે મદદ મીન્સ હું સમજ્યો નહીં.
સર..જુઓ..આમ તો મારે પૈસા ની કોઈ તકલીફ નથી..પરંતુ હજુ હું બીઝનેસ માં હવે જોડાયો છુ..અને પપ્પા પાસે આટલી માટી એમાઉન્ટ માંગીશ તો તે સવાલો કરશે...અને મારી પાસે જવાબ આપવા માટે હાલ હિંમત નથી...
હમમ...મી.વિશાલ તો મારા થી શુ અપેક્ષા છે આપને ???
સર...જો આ રકમ હાલ...આપ મને આપી શકો તો...હું વચન આપુ છું આપને કે હું છ મહીના માં આપના પૈસા...પરત આપી દઈશ..
ઓ.કે.મી.વિશાલ તમે અંજુ ના હસબન્ડ છો એટલે આપના પર હુ ભરોસો કરી શકું છુ..અને બસ...એ થોડાક દિવસો ના કાયદેસર ના કામ પછી...લ્યુસિયા સાથે સેટલમેન્ટ થયેલું...
અંજલિ ખુબ દુખી હતી...અજાણતાં જ અનુરાગસર ને પણ તેણે દુઃખ પહોંચાડ્યું હતું.
અંજલિ ની નજર અનુરાગ સર ની આંખો તરફ પડી...આજે પહેલીવાર તેનાં અનુરાગ સર આટલા દુઃખી હતા...અપરાધભાવ તેમનાં મન ને કોરી ખાતો હતો.
અંજલિ ને ફરી થી તે પૈસા વાળી વાત યાદ આવી...
સર...એક વાત કહેશો ??
જી અંજુ...આજે નક્કી કર્યું છે કે તારા દરેક સવાલ ના જવાબો આપવા...કહે શું હતુ ??
સર...તે રકમ કેટલી હતી અને પછીથી વિશાલે આપને તે રકમ...સમયસર પરત કરી દીધી હતી ને ???
અંજુ...રકમ તો તે સમયે સવા લાખ પાઉન્ડ જેટલી જ હતી...
ઓહહ..સર....મીન્સ તે પણ તે સમયમાં આસરે...સીતેર લાખ ઉપર તો કહેવાય જ..
હમમ...મે બી જે હશે તે અંજુ...પરંતુ..
અંજલિ સ્હેજ ચિંતિત થઈ...સર ...પરંતુ શું ??
બસ...અંજુ વિશાલ ના વચન મુજબ મારે છ મહિના ની રાહ જોવાની હતી...લગભગ એકાદ વર્ષ સુધી વિશાલ નો તે બાબતે ફરી થી ફોન ના આવ્યો..પછીથી એક દિવસે મેં વિશાલ ને તે યાદ કરાવવા ફોન કર્યો હતો...પરંતુ..વિશાલ નો જવાબ બરાબર ન્હોતો મળ્યો..
શુ કહ્યું હતું સર ?? વિશાલે ...
ફરગેટ ઈટ...નાઉ અંજુ....
ના..સર પ્લીઝ કહો..શુ જવાબ હતો તેનો ?
બસ ખાસ નહી...અંજુ...વિશાલ નું કહેવું હતું કે...મારી વાઈફ અંજલિ એટલે કે તે નોકરી દરમ્યાન અનુરાગ ગ્રુપ ના કરોડો રૂપિયા બચાવી આપ્યા છે...એટલે હવે મારે તે રકમ જે વિશાલ ને આપી હતી તે ભૂલી જવાનુ છે..અને બસ...તુ તો જાણેછે મારો સ્વભાવ...તે રકમ ને મારા અંગત ખર્ચ ખાતે લખાવી ને ઓફીસ નુ એકાઉન્ટ નીલ...
અંજલિ નાં મન માં આ વાત સાંભળી ને વિશાલ પર જબરજસ્ત ગુસ્સો આવ્યો...કેવા સ્વાર્થી અને નગુણા માણસ સાથે હું જીવન જીવી રહી છૂ, સમજી શકું છુ કે વિદેશ મા હતો...એકલો હતો..ભૂલ થઈ ગઈ હશે...પરંતુ સર...ના પૈસા ?? જે માણસે તને જેલમાં જતા બચાવ્યો...તારી સમાજ માં ઈજ્જત બચાવી લીધી...તારું લગ્નજીવન બચાવી લીધું...તેની સાથે પણ દગો ??? વિશાલ તમારા લોહીમાં જ દગો છે કે શું ??? કોઈ નો ડર પણ નથી ??? મેં તો નોકરીમાં મારી ફરજ બજાવી હતી....ઓહહહ...ભગવાન...કહીને અંજલિ એ પોતાનો ચહેરો રૂમાલ થી ઢાંકી દીધો....તેને શરમ આવી રહી હતી અનુરાગ સર ને તેનો ચહેરો કેવી રીતે બતાવી શકે ?? જેમની પોતે આટલી બધી ઇજ્જત કરે છે...તેમને પણ વિશાલે....અંજુ રડતી હતી...
અને સર..વિશાલે તે રકમ આપને પરત નાં કરી તેમ છતા આપ તેને હંમેશા તેનાં બીઝનેસ માં હેલ્પ કરતા હતાં...??
અંજુ...હું તો તારી નિષ્ઠા ને ધ્યાનમાં રાખીને મારા થી શક્ય હોય તે મદદ કરતો રહ્યો હતો.
અનુરાગ સર ભુતકાળ માં થી વર્તમાન માં આવી રહ્યા હતા....અંજુ ઠીક છે...ચાલ જરા ફ્રેશ થઈ જા...ચલો...આઈ થીંક આપણું ચેક ઈન સ્ટાર્ટ થવાની તૈયારી છે.
અંજલિ એ સામે લાગેલા મોનીટર પર જોયું તો તેમની ફ્લાઇટ નુ ચેક ઈન શરુ થયું હતું..પોતે ફટાફાટ ફ્રેશ થઇ જાય છે. અનુરાગ સર પણ ફ્રેશ થઈ ગયા...અને બન્ને જણા ચેક ઈન કરાવી અને એર ઇન્ડિયા નાં બીઝનેસ ક્લાસ માં પોતની સીટ પર બેઠા...અને ફ્લાઈટ ના ટેક ઓફ થવાની રાહ જોતાં હતા...
ફરીથી અંજુ ને કશું યાદ આવ્યું...એટલે અનુરાગ સર ને પુછ્યુ..
સર...એક વાત કહેશો ???
જી અંજુ......બોલ જેટલું ખબર હશે એટલું ચોકક્સ કહીશ..
અંજલિ ના અવાજમાં ઉદાસીનતા હતી..
ફ્લાઈટ રન વે પર દોડી રહ્યું હતું....
સર ...શું વિશાલ અને તે સ્ત્રી....લ્યુસિયા નાં શારીરિક સંબંધો થી તેમને કોઈ સંતાન.....????
અંજલિ નાં ચહેરા પર પોતે ગુનેગાર હોય તેવી શરમ હતી...મન મા વિશાલ પ્રત્યે નફરત વધતી જતી હતી...અને સ્ત્રી હતી અંતે તો ...એટલે સ્ત્રી સહજ ભાવે જ અનુરાગસર ને સવાલ કરી દીધો..
અનુરાગ સરે સહજતાથી જવાબ આપ્યો..
અંજુ.....વિશાલ અને સંતાન..એતો શક્યજ નહોતું ને...!!
અનુરાગસર થી અજાણતાં જ બોલાઈ ગયું.......
જવાબ સાંભળીને અંજલિ નાં હોંશ ઉડી ગયા...
ફ્લાઈટ ટેક ઓફ થઈ ગઈ હતી.....વિમાન ના એન્જીન ના ઘરરરરરરરરરરર નાં અવાજમાં અંજલિ નાં મન માં ઊઠેલો ચિત્કાર નો અવાજ તેનાં મનમાં જ સમાઈ જાય છે.

***** ક્રમશ:) *****





બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED