સ્વાપર્ણ ભાગ 3 Urvashi Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વાપર્ણ ભાગ 3

ભાગ ૩
નિયતિ એ ડૉ મિહિર નો પ્રસ્તાવ સ્વીકારી લીધો. કારણ નિયતિ સાવ એકલી હતી. સમયાંતરે મમ્મી તથા પપ્પા બંને મૃત્યુ પામ્યા હતા. આથી તેને સહારાની જરૂર હતી અને નવ્યાને પિતા ના પ્રેમ ની હુફ મળે.
નિયતિ ને ડૉ ની ડિગ્રી મળી ગઈ હતી . ડૉ મિહિર અને ડૉ નિયતિ એ પોતાની જ એક નાનકડી હોસ્પિટલ ખોલી અને તેમાં જ સેવા આપવા લાગ્યા. નવ્યા પણ ધીમે ધીમે મોટી થવા લાગી. ડૉ મિહિર નવ્યાને ખુબ જ પ્રેમ કરતાં તેની નાનામાં નાની જરૂરિયાત પુરી કરતાં. ત્રણેય જણા પોતાના જીવનમાં ખૂબ જ સુખી હતા.
નવ્યા ભણવામાં ખુબ જ હોશિયાર હતી. તે પણ તેના મમ્મી પપ્પાની જેમ જોતજોતાંમાં ડૉ નવ્યા બની ગઈ.અને દેખાવ માં તો અદલોઅદલ તેની મમ્મી જેવી હતી.
તેણે પોતાની પ્રેકટીશ મમ્મી પપ્પાની હૉસ્પિટલ ની જગ્યાએ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હૉસ્પિટલમાં શરૂ કરી.
ડૉ નવ્યા જે હૉસ્પિટલમાં પ્રેકટીશ કરતી હતી ત્યાં એક નવી ઈમારત બનતી હતી જેમાં કિડનીના પેસંટોને બધી જાતની સારવાર મળે. તે નેફરોલોજીસ્ટ મા પ્રેકટીસ કરતી હોવાથી ખુબ ખુશ હતી.અને જ્યારથી તેને ખબર પડી હતી કે હૉસ્પિટલનુ ઉદ્ગાટન કરવા અમેરિકા ના સુપ્રસિદ્ધ નેફરોલોજીસ્ટ ડૉ નિરવ આવવાના હતા.
હૉસ્પિટલ ના ઉદૃગાટનનો દિવસ આખરે આવી જ ગયો નવ્યા ના મમ્મી પપ્પા ને પણ આમંત્રણ હતું. પણ તેની હૉસ્પિટલમાં એક કોમ્પલીકેટેડ કેસ આવ્યો હોવાથી નિકળી શકે તેમ ન હતા.નવ્યા ડૉ નિરવ ને મળવા ખુબ જ આતુર હતી. ડૉ નિરવનુ ફુલહારથી સ્વાગત કરવાનું નવ્યા ના ભાગે આવ્યું.
ડૉ નિરવે આવી ને પહેલા હૉસ્પિટલ નુ ઉદૃગાટન કરી ને પછી સ્ટેજ તરફ ગયા તેમને માનથી સ્ટેજ ઉપર અતિથિ વિશેષ ની સીટ પર બેસાડવામાં આવ્યા. હૉસ્પિટલ ના ડિને હૉસ્પિટલ વિશે માહિતી આપતુ ભાષણ આપ્યું અને ડૉ નિરવ વિશે માહિતી આપી. અને ડૉ નવ્યાને ડૉ નિરવનુ હારતોરા થી સ્વાગત કરવાનું કહ્યું. ડૉ નવ્યા જેવી હારતોરા લઈને સ્ટેજ ઉપર આવી કે ડૉ નિરવ નો તો જાણે સ્વાસ જ થંભી ગયો. જાણે સામે થી નિયતિ હાર પહેરાવવા આવતી હોય તેવું લાગ્યુ. તે એકીટશે નવ્યાને નિહાળતા હતા. નવ્યા પહેલાં તો નમીને ડૉકટર ને પગે લાગી અને પછી હાર પહેરાવી પુષ્પ ગુચ્છ થી ડૉક્ટર નુ સ્વાગત કર્યુ. ડૉ નિરવે તેના માથા પર હાથ રાખી ને આશીર્વાદ આપ્યા અને કહ્યું બેટા ફંક્શન પુરુ થાય પછી તુ મને મળજે આમ કહેતા ડૉક્ટર ની આંખો માં આસું આવી ગયા. નવ્યાના ધ્યાનમાં આવ્યુ પણ તે ચુપચાપ સ્ટેજ પરથી ઉતરી ગઈ.
ફંકશન દરમિયાન ડૉક્ટરે હૉસ્પિટલ ના ડિન પાસેથી નવ્યા ની માહિતી મેળવી લીધી અને જાણી લીધું કે નવ્યા એમની જ દિકરી છે. તેમણે જલ્દી જલ્દી એક પત્ર લખ્યો અને એક કવર માં રાખી દીધો અને બીજા કવર માં થોડા ડોક્યુમેન્ટ પોતાની સાઈન કરી ને રાખ્યા.
ફંક્શન પુરુ થયુ પછી નવ્યા ડૉક્ટર ને મળવા આવી. ડૉક્ટરે તેનાં હાથમાં બે કવર દીધા અને કહ્યું કે બેટા મને વચન આપ આજથી બરાબર પાંચ માં દિવસે આ બંને કવર તારી મમ્મીને દેજે ત્યાં સુધી આપણે મળ્યા હતા તેવો અણસાર સુધ્ધાં આવવા નહીં દેતી. આમ કહેતા ડૉક્ટર ની આંખમાં આસું આવી ગયા.નવ્યા તો અચરજસહ આ બધું જોયા કરતી હતી. આવડા મોટા ડૉક્ટર ને પુછવું પણ ઠીક ન લાગે. તેણે હા પાડી ને બંને કવર લઈ લીધા. ડૉક્ટરે નવ્યાને કહ્યું કે બેટા તને વાધો ન હોય તો મને એક હગ દઈશ તને જોઈને મને મારી દિકરી ની ખૂબ આવે છે. નવ્યા દોડી ને ડૉક્ટર ના ગળે વળગી ગઈ ડૉક્ટરે પણ તેને ખુબ વહાલ કર્યું. ડૉક્ટર ની આંખો માં થી આસું સુકાવાનુ નામ નહોતા લેતા.
નવ્યા ઘેર પહોંચી પણ તેનુ મન તો સતત પેલા બે કવરની આજુબાજુ જ આંટા મારતુ હતુ
તમને પણ જાણવું છેને કે તે કવર માં શું લખેલું છે તો વાચજો ભાગ ૪.

............... .............. .............