સ્વાપર્ણ ભાગ 4 Urvashi Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વાપર્ણ ભાગ 4

નવ્યા કવર તરફ જોઈલેતી. ક્યારેક તો ખોલીને જોઈ લેવાનું મન થતું પણ તેણે આપેલું વચન અને તેના સંસ્કાર તેને રોકતા. ડૉ નિયતિને નવ્યા નુ વતૅન કંઈક વિચિત્ર લાગતું હતું. તે ખુબ ખોવાયેલી લાગતી. અને એ આ પાંચ દિવસ તો માંડ કાઢ્યા.વારેવારે તે બંને વિચારો માં ડુબેલી લાગતી. પણ નિયતિ ને પુછવું યોગ્ય ન લાગ્યું. હશે એને કહેવું હશે તો જાતે કહેશે. એ તો મનમાં કંઈક જુદું જ વિચારતી હતી.
આખરે પાંચ મો દિવસ આવી ગયો નવ્યાએ મમ્મી પપ્પા બંનેને બોલાવી સાથે બેસાડી ડૉ નિરવે આપેલા બંને કવરો તેમના હાથમાં આપ્યાં. અને ડૉ નિરવ ઉદ્ ગાટન કરવા આવ્યા હતા. અને તેમનુ પોતા પ્રત્યે નુ લાગણી સભર વતૅનની વાત કરી. ફંક્શન પુરુ થયા પછી મને સ્પેશિયલ બોલાવી અને આ બે કવર આપ્યાં જે પાંચ દિવસ પછી તમોને આપવા તેમ જણાવ્યું.
નિયતિ તો નવ્યા ની વાત સાભળી એકદમ વ્યથિત થઈ ગઈ. ભુલાઈ ગયેલો ભુતકાળ તેની સામે આવી ગયો. તેનુ શરીર ધૃજવા લાગ્યું. ડૉ મિહિરે તેને સંભાળી લીધી. નવ્યાને કહ્યું જો બેટા આ તારી મમ્મી ના ભુતકાળ ની વાત છે અમે તેના વિશે ક્યારેય જણાવા નથી દીધું પણ હવે તુ મોટી થઈ ગઈ છો તો તુ પણ બેસ અને આ પત્ર વાચુ છું તે સાભળ.
નિયતિ
હું તારો ગુનેગાર છું તને મોઢું દખાડવાની મારામાં હિંમત નહોતીએટલેજ નવ્યાને પાંચ દિવસ પછી પત્ર આપવાનું કહ્યું હતું. ડૉ મિહિર નો આભાર માનું તેટલો ઓછો છે. સંજોગો ની થપાટ થી ઘાયલ થયેલી નિયતિ ને સંભાળી લીધી. હવે હું મારી વાત જણાવું
અમેરિકા પહોંચી પહેલાં તો ત્યાની મેડિકલ કોલેજમાં એડમિશન લીધું અને કોલેજ થી થોડે દુર એક વિલા ભાડે રાખી લીધું એમાં પંદર દિવસ નિકળી ગયા બધું સેટ થઈ ગયા પછી બીજે દિવસે વહેલી સવારે હુ વોક કરવા નિકળ્યો મારી પાસે પસૅ કે કંઇ જ નહોતું હજી થોડું ચાલ્યો હતો ત્યાં તો એક કાર વાળાએ મને ઉડાવી દીધો. મને માથામાં વાગ્યું હતું આથી પંદર દિવસ સુધી હું કોમામાં હતો હૉસ્પિટલ વાળાને મારા વિશે કંઈ પણ માહિતી નોતી.ભાનમાં આવી ને સૌથી પહેલાં તને ફોન લગાડ્યો. પણ તે બંધ આવતો હતો. પછી મારા મમ્મી પપ્પા ને ફોન કર્યો ત્યારે ખબર પડી કે તેઓએ ખુબજ ખરાબ વતૅન કરી ઘરમાં થી કાઢી મુકી હતી તેઓનો પણ વાક નહોતો કારણ મારા કોઈ પણ સમાચાર નહોતાં તેથી ધુધવાયેલા હતા અને તું તેમને મળવા ગઈ. આથી મારા ઉપરનો બધો ગુસ્સો તારી ઉપર ઠાલવી દીધો. તેઓએ મારી ખુબ માફી માંગી. તારી માફી માંગવા તારા ઘરે ગયા હતા પણ તમે અમદાવાદ છોડીને બીજે જતા રહ્યાં હતાં. તું મારા બાળકની માં બનવાની છો તે સમાચાર પણ આપ્યાં. આવી હાલતમાં તુ ક્યાં હોઈશ તે વિચારી વિચારી ને હું ઘડી ઘડી બેભાન થઈ જતોમગજમાં વાગ્યુ હોવાથી ડૉક્ટરો એ બહુ વિચાર કરવાની ના પાડી હતી હૉસ્પિટલમાં થી રજા મળ્યા પછી હું પણ એક વાર અમદાવાદ આવી ગયો પણ તારા કોઈ જ સમાચાર ન મળ્યા.
આખરે થાકી હારીને બધું પ્રારબ્ધ પર છોડીને મારી માસ્ટર ડિગ્રી નુ પુરુ કરીને દિવસ રાત જોયા વગર લોકોની સેવા માં લાગી ગયો. કારણ મારી જીદંગી જ કમનશીબે મારા થી છિનવાઈ ગઈતી.હું તો ફક્ત જીવતો હતો જીદંગી તો ક્યારની યે પુરી થઈ ગઈતી.
હૉસ્પિટલ ના ઉદ્ગાટના ફંક્શનમાં આવ્યો અને નવ્યા ને જોતાં જ ખ્યાલ આવી ગયો કે આજ મારી લાડકી દિકરી છે. પછી હૉસ્પિટલ ના ડિન દ્વારા જાણવા મળ્યું કે તારા લગ્ન ડૉ મિહિર સાથે થઈ ગયા છે અને તમારો સંસાર ખુબ સરસ ચાલે છે.આથી તને મળીને તારા સુખી સંસાર ને ડહોળાવા નહોતો માંગતો. આથી જ નવ્યાને કવર પાંચ દિવસ પછી આપવા નુ કહ્યું હતું જેથી હુ અમેરિકા પહોંચી ગયો હોઉ.બીજા કવર માં મારી વસિયત છે. જેમાં મે મારી બધી માલમિલકત નવ્યાના નામની કરી ને સાઈન કરી દીધી છે
બસ રજા લઉ મારા માટે ની ગેરસમજણ દુર થાય.બસ પત્ર લખવાનો એજ હેતું હતો
એજ
નિરવ

પત્ર વાચતા મિહિર ની આખમા અને પત્ર સાભણતા હતાં નિયતિ અને નવ્યની આખમા આસું સુકાવાનુ નામ નહોતાં લેતા નિયતિ એતો આટલા સમય થી આસું નો બંધ બાધી રાખ્યો હતો તે ધોધ બનીને વહેવા લાગ્યા હતા.ડૉ મિહિરે મનમાં વિચાર્યું પ્રારબ્ધની ઝપટથી છુટા પડેલા બંને પ્રેમી પંખીડા ને અને એક પિતા ને તેની વ્હાલ સોઈ દિકરી સાથે મેળવી દઉ તો મારુ જીવન ધન્ય થઈ જાય.
નવ્યાની હૉસ્પિટલ ના ડિન પાસેથી ડૉ નિરવ નો ફોન નંબર લઈને ફોન લગાડ્યો ચાર પાંચ વાર ફોન લગાડ્યો પણ આખી રીગ પુરી થઈ જતી પણ કોઈ ઉપાડતુ નહોતું. તેણે પાછો ફોન લગાડ્યો ત્યાં સામથી જવાબ આવ્યો પ્લીઝ હમણાં ફોન ન કરતાં ડૉ નિરવને cover attack આવ્યો છે અને તેને હૉસ્પિટલાઈઝ કરવા પડે તેમ છે. ડૉ મિહિરે હૉસ્પિટલ નુ એડ્રેસ લઈને ફોન મુકી દીધો.અને વહેલા માં વહેલી ફ્લાઈટ ની ટિકિટ લઈને નિયતિ અને નવ્યાને લઈને અમેરિકા પહોંચી ગયા. હૉસ્પિટલ પહોંચી ને જોયું તો ડૉ નિરવની તબિયત ખુબ જ નાજુક હતી. ડૉ નિરવે આખ ખોલીને ત્રણેય સામે જોયું. પછી ડૉ મિહિર ના હાથમાં નિયતિ અને નવ્યા નો હાથ આપ્યો.અને સજળ નેત્રે ત્રણેય ની સામે જોતાં જોતાં આ દુનિયા માં થી વિદાય લઈ લીધી
સમાપ્ત