પ્રિત એક પડછાયાની - ૫૪ Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિત એક પડછાયાની - ૫૪

નયન ઝડપથી રસ્તો કાપવા મથી રહ્યો છે પણ જાણે રસ્તો પણ લાંબોને લાંબો થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. સિમોનીએ એક બે વાર નયનને પુછવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ સ્પષ્ટ બોલ્યો નહીં... ફક્ત એટલું બોલ્યો, "મોમ તને તો ખબર જ છે ને મને જે જોઈએ એ હું મેળવીને જ રહું છું...એ ભલે વસ્તુ હોય કે માણસ. એ કોઈ પણ ભોગે મેળવવું એ મારો સ્વભાવ છે...એ બાબતમાં હું બિલકુલ પપ્પાની કોપી છું."

સિમોની : " એટલે ?? તને શું જોઈએ છે હવે ?? રાશિ ?? એ તો તને મેં હું એનાં માતાપિતા સાથે વાત કરીશ કહ્યું તો છે...તો હવે શું છે ?? ",

" એ પણ રાજી હોવી જોઈએ ને ?? એ ના કહેતી ને એટલે મેં એને...."

સિમોની :" શું મેં એને...?? મતલબ ?? તું જે રીતે વાત કરતો હતો એ મુજબ તે એને ગાયબ તો નથી કરી ને ??"

" ના મોમ..."

" તો શું કર્યું છે તે ??"

નયન મૂક બનીને પોતાનાં નયનો નીચે છુપાવતો છતાંય એક નફ્ફટાઈથી સાથે ગાડી ચલાવવા લાગ્યો...સિમોની થોડું તો સમજી પણ સ્પષ્ટ વાત ન કરતાં એને પુરો અંદાજો ન આવ્યો...

એકપણ વાર ઉભી રાખ્યાં વિના એક ટુંકા રસ્તે જઈને નયન ગાડી લઈને સુવર્ણસંધ્યા નગરી પહોંચી ગયો....રાશિ ક્યાં હશે એ તો ખબર ન હોવાથી તે પ્રથમ તો એનાં ઘરે પહોંચ્યો. નયનની હકીકતથી અજાણ નિયતિ, વિરાજ અને શિશુએ તેને આવકાર્યો...

નિયતિ: "બેટા તું અહીં ?? રાશિની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો કે નહીં ?? અમે તો આજે જ ત્યાં આવવાનાં હતાં ભાઈની સાથે..."

સિમોની તો સાવ ચુપચાપ બનીને પોતાનાં દિલમાં મનોમન આવાં અધમી દીકરાને જન્મ આપવા બદલ પસ્તાવો કરવાં લાગી.

જાણે કંઈ ખબર જ ન હોય એમ નયન લુચ્ચાઈથી બોલ્યો, " બસ હવે થોડાં દિવસો. એની તબિયતમાં ધીમેધીમે સુધારો આવી રહ્યો છે..."

સિમોનીને મનમાં હાહાકાર મચી ગયો છે...પણ શું કરે એ જ એને સમજાઈ રહ્યું નથી. નયન મનમાં સમજી ગયો કે હજું સૌમ્યા અને રાશિ હજું અહીં તો પહોંચ્યાં નથી. તો કદાચ જેક્વેલિન ચાચીનાં ઘરે ??

ના પણ એ પોતે તો એને મળવા ત્યાં ખાસ આવેલાં હતાં..તો ક્યાં હશે રાશિ ?? મારે તો હજું એને મનભરી માણવી છે...ને મન ભરીને જીવવી છે.

ત્યાં જ એક નાનકડો છોકરો દોડતો દોડતો આવીને કહેવા લાગ્યો, " કાકા જલ્દી જલ્દી ચાલો... કંઈક થયું છે...સુવર્ણસંધ્યા નગરીમાં ચલો."

વિરાજ :" પણ શું થયું છે બેટા ??"

"એ તો મને પણ નથી ખબર...બસ બધાં ત્યાં ચાલો.."

બધાં ઝડપથી ત્યાં જવાં નીકળ્યાં ત્યારે જ છેલ્લે દરવાજો બંધ કરતાં અચાનક સાઈડમાં નિયતિની નજર એક ચિઠ્ઠી પર પડી...એણે સામાન્ય જીજ્ઞાસાવશ એ ચિઠ્ઠી ખોલીને એ ગભરાઈ. કંઈ પણ બોલ્યા વિના એ ચીઠ્ઠીને પોતાની સાથે રાખીને બધાંની સાથે નીકળી....

***************

અન્વય આગળ બોલે એ પહેલાં જ લીપી બોલી, " રાશિ શું કરશે હવે ?? " દીદાર હવેલીનો વચ્ચેનો ભાગ તો આપણે જોયો...તો હવે છેલ્લો રૂમમાં શું હશે ??"

અપુર્વ : " એ તો સમજાશે પણ આ કૌશલ હજું પણ જીવી રહ્યો હશે અત્યારે ?? આ નયન તો કદાચ..."

અન્વય : "બસ હવે આજે છેલ્લો દિવસ છે...આજે આપણે રાતનાં બાર વાગ્યા સુધીમાં આત્માને મુક્ત કરવી પડશે નહિતર....ખબર નહીં શું થશે આપણું બધાનું ??"

લીપી : "બસ...સમય બળવાન છે...એ જે ધારે છે વ્યક્તિ પાસે કરાવીને રહે છે‌."

અપુર્વ : "બસ કોઈ હવે આપણને ઈશ્વરની ભેટરૂપે મળી જાય અને આપણું કામ આસાન થઈ જાય...હવે ઝડપથી આગળ વધીએ...." ને અન્વયે ફરીથી વાંચવાની શરૂઆત કરી...

***************

રાશિ તો એવાં રૂમમાં આવી પહોંચી છે જ્યાં ફક્ત તલવાર ભાલા વગેરે યુદ્ધની સામગ્રી જ છે. મોટાં મોટાં શસ્ત્રો કદાચ આજે તે પહેલીવાર ઘણાં તો જોઈ જ રહી છે... તે થોડી ગભરાઈ પણ ખરી...પણ ખબર નહીં શું થયું એણે એક તલવાર ઉપાડી. કેમ પકડવી એ પણ એને કદાચ એને પુરી ખબર નથી છતાંય તે બહાર લઈ આવી ને હવેલીનાં મધ્યમાં એક જગ્યાએ ઉભી રહી. પોતાની એ ચુંદડીને એક જગ્યાએ મજબૂત રીતે બાંધીને એક જગ્યાએ પોતે લટકી ગઈને પોતાનાં છેલ્લાં શ્વાસો ગણવા લાગી...પણ હજું જાણે જીવ એનો ક્યાંક અટકી રહ્યો હોય એમ અસહ્ય પીડા છતાં એ તલવારથી પકડીને એનો વાર પોતાનાં પર કરવાનો પ્રયાસ કરવાં લાગી.....

****************

ઝડપથી વિરાજ, નિયતિ, નયન ,સિમોની , શિવાની બધાં હવેલી પાસે આવી પહોંચ્યા...ત્યાં નજીકમાં એક ટોળું ભેગું થયેલું છે... એમાં ઘણાં સ્ત્રી પુરૂષો છે...વિરાજ ત્યાં ઝડપથી પહોંચ્યો...પણ નયન હજું ક્યાંક છુપાતો ઉભેલો છે.તો વચ્ચે સૌમ્યાને લોકો ભાનમાં લાવવાં પ્રયાસ કરી રહ્યાં છે... બધાં જ ફટાફટ આવી પહોંચ્યા સૌમ્યાની પાસે‌. ઘણી જહેમત પછી સૌમ્યા ઉઠી..પણ એ બધાંને એક જ વાક્ય કહી રહી છે હવેલીમાં જાવ..

વિરાજ : " કેમ શું થયું છે ?? તારી તબિયત અચાનક ?? "

સૌમ્યા ફક્ત" રાશિ...રાશિ "કહીને એ લોકોને હવેલી તરફ જવા માટે ઈશારો કરવાં લાગી.

એકાએક ટોળામાંથી એક અવાજ સાંભળ્યો, " હું જાઉં છું રાશિ પાસે."

આ અવાજ સાંભળતાં જ સૌમ્યા ચમકી ને બોલી , " તું અહીં ?? નફ્ફટાઈની પણ હદ હોય !! વિરાજ કે બાકીનાં કોઈને સમજાયું નહીં...

વિરાજ :" નયનને કેમ આવું કહે છે ?? રાશિ તો હોસ્પિટલમાં છે તો હવેલીમાં કેમ ??"

કોઈ કંઈ કહે એ પહેલાં નયન ટોળાંને વિખેરતો હવેલી તરફ ભાગ્યો‌‌. સૌમ્યા હવે એક રણચંડી બની હોય એમ એની પાછળ એને રોકતી ભાગી...ને પાછળ બાકીનાં પણ ઝડપી ચાલવા લાગ્યાં.

પહેલીવાર અંદર જવાનો પ્રયાસ કરતાં પટકાયેલો નયન આજે દોટ મુકતો કોઈ પણ અડચણ વિના પહોંચ્યો. એ જ ઝડપે સૌમ્યા અને વિરાજ પણ અંદર પ્રવેશ્યાં.‌

અંદર પહોંચતાં જ અંદરનું દ્રશ્ય જોઈને નયનનાં પગ થંભી ગયાં....પાછળ આવેલાં વિરાજ અને સૌમ્યા પણ એમ જ આંખો પહોળી કરીને ઉભાં રહી ગયાં...

રાશિ એક જગ્યાએ લટકી રહી છે પોતાનાં જીવનનો અંત આણવા માટે...પણ ક્યાંક જીવ અટકેલો છે. હજું એનાં શ્વાસોશ્વાસ ચાલી રહ્યાં છે...

વિરાજે રાશિ...રાશિ..નામની બૂમ પાડીને એ તરફ દોટ મૂકીને રાશિને નીચે ઉતારી જમીન પર સુવાડી. પણ એની સ્થિતિ જોતાં સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે કે તેનાં છેલ્લા શ્વાસ ચાલી રહ્યાં છે !!

સૌમ્યા ચોધાર આંસુડે બોલી, "નહીં તને કંઈ નહીં થાય... તું બોલ શું છે તારી ઈચ્છા ??"

રાશિને નયન તરફ ઈશારો કરીને કહ્યું, " આ નયનનો અંત..!! શિવાયને કહેજો... હું ફક્ત એની જ છું..."

ને એ સાથે જ રાશિને પોતાનાં પ્રાણ ત્યાગી દીધાં.આ દશ્ય પાછળ આવેલાં નિયતિ, શિવાની અને સિમોનીએ પણ આ કરૂણા દશ્ય જોતાં સૌની આંખો ચોધાર આંસુડે રડી રહી છે...

સૌમ્યા :" વિરાજ આ નયનને ખતમ કરીને આપણી દીકરીની અંતિમ ઈચ્છા પૂર્ણ કર...એ ફક્ત એને જ લાયક છે."

સૌમ્યાએ રડતાં રડતાં બધાં સમક્ષ નયનનાં કરતૂતો જણાવ્યાં..ને રાશિનાં આ જીવન ટુકાવવાનું કારણ જણાવ્યું.
બહું શાંત અને સમજું એવો વિરાજે આજે પહેલીવાર બધાંએ આમ ગુસ્સાની સાથે જ પોકેપોકે રડતાં જોયો. રાશિ પાસે રહેલી તલવારને ઉઠાવીને નયન પાસે પહોંચ્યો ને એનાં પર વાર કરવા ગયો ત્યાં જ છુપાવીને રાખેલી બંદૂકને નયને સૌમ્યા સામે ધરી દીધી.

નિયતિ પોતાનાં હાથમાં રહેલા એ કાગળને બતાવતાં બોલી, " કદાચ પહેલાં આ કાગળ આપણને કોઈને મળ્યું હોત !!"

વિરાજ : "શું છે એમાં ??"

"આ સેવાને રાશિને આપેલી ખુલ્લી ધમકી..." ને રાશિને કાગળ જોરથી વાંચ્યો, " હું તને પ્રેમ કરું છું. મને આ તારી કમનીય કાયા જોઈએ છે....મને જે જોઈએ છે તે હું મેળવીને જ રહું છું કોઈ પણ ભોગે... તારાં આ દેહને તું હું તારાં મને કે કમને મેળવીને જ રહીશ !!

- નયન. "

આવો અશ્લીલ કરતાં પણ જાય એવો નીચે કક્ષાનો કાગળ નયને પોતે લખ્યો હોવાં છતાં શરમને નેવે મૂકતો બોલ્યો, " એને મેં કાગળ ફાડી નાખવાનું કહ્યું હતું છતાં એણે રાખી મુક્યો..."

બધાં તો આ કૌશલને એક કદમ વટાવે એવાં નયનને જોઈ જ રહ્યાં. સિમોની કંઈ પણ વિચાર્યા વિના વચ્ચે આવી ગઈ.પણ એક દૈત્ય બનેલાં નયને એણે પોતાની સગી માતાને પણ એક હાથથી હડસેલીને ધક્કો મારી દીધો...બહાર તો લોકોની ભીડ જામી છે પણ ભૂતકાળનાં લોકોનાં અનુભવને કારણે કોઈ હવેલીનાં કોઈ અંદર જવાં તૈયાર નથી.

વિરાજ અને નયન વચ્ચે ઘણી ઝપાઝપી થઈ. નિયતિએ વચ્ચે આવીને એને જોરથી તમાચો મારી દીધો..પણ જે પોતાની સગી માતાની સાથે આવો વ્યવહાર કરે એ સ્વાર્થ અને પ્રપંચ માટે બનાવેલી માતા નિયતિને શું માનવાનો ?? નિયતિને તો એણે પગથી ધક્કો મારી દીધો....તેણે એકબાજું સૌમ્યા સામે બંદૂક તાકતો શિવાની પાસે પહોંચીને બોલ્યો, " કંઈ પણ બોલ્યા વિના બધાં અહીંથી ચાલ્યાં જાવ નહીં તો અને પણ રાશિની જેમ જ શિવાનીને પણ....!!"

આ વાક્યે વિરાજને હચમચાવી દીધો...ને એણે સીધો જ નયન પર તલવારનો વાર કર્યો...પણ ત્યાં સુધીમાં એની બંદૂકમાંથી નીકળેલી બે સામટી ગોળી સૌમ્યાની છાતીમાંથી આરપાર નીકળી ગઈ...નયનને હાથમાં તલવાર આરપાર ઘુસી પણ હજુયે તે બંદૂકમાંથી ગોળી તાકવાની તૈયારી કરતો તે બહાર નીકળી ગયો....

લોકો તેને બહાર આ રીતે આવેલો જોઈને પકડવાની કોશિશ કરી પણ એને પોતાની બંદૂક સામે બતાવીને આકાશ તરફ ગોળી મારીને સૌને ડરાવતો ભાગી ગયો......!!


**************

સૌમ્યાને સહુ ઘેરી વળ્યાં છે એની સ્થિતિ બહું નાજુક છે. વિરાજ સૌમ્યાને લઈને થોડાં લોકો સાથે નજીકનાં સારવાર કેન્દ્રમાં પહોંચ્યો. જ્યારે રાશિની લાશ લઈ જવાની નિયતિ, સિંહોની અને બીજા લોકોએ કોશિષ કરી પણ જાણે એનું શબ એટલું ભારે થઈ ગયું કે કોઈ એને ઉંચકી જ ના શક્યું...આખરે શબ ત્યાં જ રાખવામાં આવ્યું. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર પણ કરવામાં આવી પણ એટલો સુધારો ન આવ્યો. તેણે રાશિને છેલ્લી વાર જોવાની ઈચ્છા બતાવી. સમય અને સંજોગોને પારખીને વિરાજ સૌમ્યાને ફરી હવેલી લઈ આવ્યો....ને છેલ્લે રાશિનું મુખ જોઈને સૌમ્યાએ પણ પોતાનો અંતિમ શ્વાસ રાશિ...રાશિ કરતાં છોડી દીધો....!!

આખરે ના છૂટકે તેમની અંતિમવિધિ અહીં હવેલીમાં જ કરવાનો નિર્ણય કર્યો. શિવાની તો રીતસરની ફફડી રહી છે. પરિવારનાં તો ઠીક પણ નગરજનોને પણ વર્ષો પહેલાં કૌશલ નામનાં રાજાએ વહેવડાવેલી લોહીની નદીઓ યાદ આવી ગઈ. સૌને નયન હકીકતની જાણ થતાં બધાંએ એ નયનને સદાય માટે મારી નાખવાનું નક્કી કર્યું.... અંતિમવિધિ માટે સૌમ્યાની લાશ તો દફન કરવામાં આવી પણ રાશિની લાશ કેટલાય પ્રયત્ન કરવાં છતાં એ ન બળતાં આખરે એને હવેલીના એ જ ભાગમાં ખાડો કરીને દાટી દેવામાં આવી.
ને ત્યારબાદ બધાં જ ત્યાંથી નીકળી ગયાં.

થોડાં દિવસો સુધી વિરાજ એ હવેલીમાં રોજ એ સવારે જાય એ એનો નિયમ બની ગયો છે.... ધીરેધીરે આજુબાજુ વાળા બધાં નગર ખાલી કરીને જવાં લાગ્યાં. બધાનું કહેવું છે કે અંદરની આત્માઓ અતૃપ્ત અને કોપાયમાન બનીને આ હવેલી અને બહાર ફરી રહી છે...લોકોને દિવસે અને રાત્રે ભયાનક અટહાસ્ય અને બિહામણાં અવાજો સંભળાઈ રહ્યાં છે....ને એક દિવસ વિરાજ હવેલીમાં ગયો ને પાછો જ ન ફર્યો .

શું થયું હશે વિરાજ સાથે ?? નયન હજું પણ જીવતો હશે ?? કૌશલની જિંદગી અત્યારે શું હશે ?? શિવાયને રાશિની ખબર પડતાં શું થશે ?? આરાધ્યા અત્યારે ક્યાં પહોંચી હશે ?? જાણવાં માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૫૫

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે