લેટર TO લવર વિલેજ-2099 - 3 Ashuman Sai Yogi Ravaldev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લેટર TO લવર વિલેજ-2099 - 3

મિત્રો આગળના ભાગમાં માહીની નગરીના સપના જોયા ...મજા આવી ને હવે શરુ કરીએ આગળ.....

કરોડો યુવા હૈયા ઝૂમી ઉઠ્યા,વૃદ્ધોને જુવાનીના દિવસો યાદ આવી ગયા.કદાચ જો આપણે આ યુગમાં જન્મ્યા હોત કે પછી આપના જમાનામાં કોઈ આવો માહી જન્મ્યો હોત ને આવો પોગ્રામ આવ્યો હોત તો.... તો ચોરી છુપીથી પ્રેમિકાને શાળા,હાઈસ્કુલ,કોલેજમાં ના મળવું પડતું.કે પછી ખેતરોના શેઢે શીંડા ના કરવા પડતા.પણ,હવે તેમની પાસે અફસોસ સિવાય કઈ હતું નહી,અને તે હવે જુવાનીના સપનાઓ પણ નહોતા જોઈ શકવાના.
હર કોઈના મોઢે માહીનીજ વાતો થતી હતી.બસ માહીને મળવાના,તેની એક ઝલક પામવાના,તેને ચાહવાના,તેને પામવાના,તેની સાથે એક વાત કરવાના,તેના વિશે વધુ જાણવાના,તેનાં મેસેજના,વેબ પર તેની નવી વાતો કે વિચારો કે પ્રમાણો અને ૧૧/૯/૨૦૯૯ના દિવસના સપના જોવા હરેક યુવાદિલ ને પ્રૌઢ દિલ લાગી ગયું.
વૃદ્ધો કે લેટર ટુ લવર વિલેજમાં ના જોડનાર દરેક માટે માહી તો એક સ્વપ્નું કે પછી દંતકથા(કિંવદંતી)જ બની રેહેશે,કેમકે માહીએ પોતાની તસ્વીર પણ ક્યાંય નહોતી મૂકી અને લેટર ટુ લવર વિલેજના સભ્યો સિવાય કોઈને તે મળવાનો કે પોતાનો ચેહરો પણ નહોતો દેખાડવાનો અને તેનાં ગૃપમાં રેહનાર વ્યક્તિએ ઓછામાં ઓછા પાંચ વર્ષ તો ફરજીયાત રહેવાનુંજ હતું.આથી માહી જીવતાજીવ ઈતિહાસ અને કલ્પનારૂપી દંતકથાનું એક અણ દેખ્યું પાત્રજ બની રહેવાનો હતો.
વિશ્વ આખાને અચંબામાં મૂકી દેનાર માહી વિશે હરેક જણ અંજાન હતા.ખુદ માહીના ઘરનાં લોકો પણ નહોતા વિચારી શક્યાં કે અમારી પાસે સામાન્ય માહી બનીને ફરે છે તે આજ માહી વિશ્વ અજાયબી બનનાર છે...!..
એક દિવસ તો માહીના ભાઈએ મજાકમાં માહીને કહી પણ દીધું કે” હે માહી તું તો લેટર ટુ લવર વિલેજ”વાળો માહી નથી ને?..
....ને માહીએ પણ જાણે અંજાન હોય તેમ સ્મિત કરીને જવાબ આપ્યો” મારું મગજ એટલું દોડતું હોત તો શું હું અહી તારી પાસે બેસીને ગપાટા મારતો?..
...........ને માહીએ શેર-એ-અંદાઝમાં જણાવી દીધું ...
..... હમ ના હોતે યહાઁ,અગર હોતે લેટર ટુ લવર વિલેજ કે માહી;
આસમાનપે ઘુમતે,હમ જો હોતે લેટર ટુ લવર વિલેજ કે માહી....
ફટાફટ માહી ત્યાંથી ફરવા જવાનું બહાનું બતાવી સાયબર કાફેમાં જતો રહ્યો.સાયબર કાફે ફૂલ હતું.માહીને ખ્યાલ આવી ગયો કે તેની માયાવી દુનિયાના મોહથી હજુ પણ,લોકો બહાર નથી આવી શક્યા અને આવવા માંગતા પણ નથી ને આવશે પણ નહી !..
એક ખુરશી ખાલી થતાં માહી ધીમે રહીને ત્યાં સરકી ગયો.છેલ્લી અને ખૂણા તરફ રહેલી ખુરશી કે તેના મોનીટરના ડિસ્પ્લેને કોઈ જોઈ શકે નહી તેમ વ્યવસ્થા હતી.કલાકના પચાસની જગ્યાએ સાયબર કાફેવાળા પણ ,જાણે કમાણી કરવાનો મોકો મળ્યો હોય તેમ ૧૨૦ ને ૧૩૦ જેટલો ભાવ કરીને ગ્રાહકોને લુંટતા હતા.લેટર ટુ લવે વિલેજના કારણે તેમની કમાણી પણ ,ધોમ ચાલતી થઇ ગઈ હતી.
કાફેવાળાને ક્યાં ખબર હતી કે જેની પાસેથી તેને કલાકના ૧૩૦ રૂપિયા લીદ્યા છે.તે વ્યક્તિના કારણે તો આટલો ભાવ વધારો પોતે કરી શક્યો છે ! ને જો કદાચ તેને ખબર હોત તો પોતે તે વ્યક્તિને કાફેમાં ફ્રીમાં કામ કરવા દેતો અને બહાર ....”લેટર ટુ લવર વિલેજના માહીને રૂબરૂ મળો ફક્ત રૂપિયા ૨૯૦ આપીને “....નું બોર્ડ લગાવી દેતો.અને તે બોર્ડના આધારે ગ્રાહકોને ફક્ત માહીની સૂરત દેખાડીનેજ લુંટી લેતો અને માહીના ગયા પછી પણ ,પોતાની કાફેને પ્રખ્યાત કરી શકતો.ને છાપાઓમાં પોતે પણ,જાહેરાત આપતો કે” ફક્ત ૨૯૦ રૂપિયા ભરીને માહીએ ઉપયોગ કરેલ કોમ્પ્યુટર પર કામ કરો...”કદાચ પોતાની કાફેનું નામ પણ,બદલી દેતો ને લખાવતો....”લેટર ટુ લવર વિલેજ માહી કાફે “
માહીએ પોતાની વેબ ખોલી એક લેટર લખ્યો...
વહાલાં મિત્રો
મને જાણીને આનંદ થયો કે તમે બધા મારા સપનાને સાકાર કરવા માટે મારી જાહેરાતનો સ્વીકાર કર્યો છે.હું તમારા બધાની વચ્ચેજ અંજાન બનીને રહું છું ને જાણતો રહું છું કે મારા વિચારોને કેટલો સાથ મળે છે.?..પણ,ખરેખર તમારામાંથી ઘણાબધા પાસેથી રૂબરૂ મારી જાહેરાતની વાતો ,તેનો જાદુ ને તમારા ચહેરાની ખુશી જોઈને ખ્યાલ આવી ગયો કે તમે બધા મારા સપના ને વિચારોથી ખુશ છો અને સાથ આપશો...
બસ તમારી ખુશીને મારા વીશે જાણવાની તમારી ઈંતેઝારી જોઈને મને વિચાર આવ્યો કે તમને બધાને સમુહમાં લેટર લખીને તમારા કરોડો દિલને ખુશ કરું...અને મારા સપનાને વિચાર વિશે થોડીક વિસ્તૃત વાત કરું.....
દિલણે હંમેશા દિલથી જોડાયેલો થાય છે ને જો કોઈના દિલનું જોડાણ કોઈના મન કે બુદ્ધિથી થયેલું હોય તો તેવા જોડાણને પ્રેમ ના કહેવાય પણ સમજૂતીજ કહેવાય અને તે સમજૂતી પણ ફક્ત ટાઇમપાસ માટેની અને મારે તમારી બધાની સાથે આ સમજૂતી ભર્યો સંબંધ નહીં પણ દિલથી દિલનો સંબંધ બાંધવો છે તો તમે બધા તે આશાએથીજ મારા ગ્રુપમાં જોડાજો.
પૃથ્વી પર અવતાર ધારણ કર્યા પછી માનવજાત હંમેશા સાચા પ્રેમની શોધમાં રહી છે પણ ખરેખર પ્રેમ ક્યારેય સાચો કે ખોટો નથી હોતો પ્રેમને સાચા ખોટાના મૂલથી ના આંકવો જોઈએ.પ્રેમને પ્રેમ સ્વરૂપેજ રહેવા દેશો તો જીવનમાં ક્યારેય પાનખર નહીં આવે.
સમી સાંજે એકવાર મારા મનમાં વિચાર આવ્યો કે કોઈના કોઈ વ્યક્તિ જીવનમાં પ્રખ્યાત બને છે.મારે પણ પ્રખ્યાત બનવું છે પણ મારે એવી રીતે જેમતેમ રીતે પ્રખ્યાત થવું નહોતું.મારે બહારની માયાવી કે પ્રપંચી દુનિયામાં પ્રખ્યાત થવું નહોતું.મારે તો ઘાયલ,વેદનાથી ભરેલા,સ્નેહ નીતરતા,કડવાશથી ભરેલાને મીઠા કરવા,કોઈકની લાગણીને સમજતા, કોઈને નફરત કરતા હોય તેવા લોકોને પ્રેમ કરતા,લોકોને સુખ-દુઃખમાં સાથ આપતા દિલોમાં વસી પ્રખ્યાત થવું હતું ને બસ આ મારું સપનું તમારા થકીજ પ્રખ્યાત થઈ શકે અને પૂરું થઈ શકે તેમ છે તો સાથ આપવા તમને બધાને દિલથી વિનંતી..
બસ એટલું યાદ રાખો કે “ હોશવાલોકો ખબર ક્યાં બેખૂદી ક્યા ચીજ હૈ ,ઇશ્ક કીજીએ ફિર સમજીએ જીંદગી ક્યા ચીજ હૈ “...
ખરેખર જિંદગી આપણે જીવતા નથી પણ જિંદગી આપણને જીવાડે છે તે આપણને દોરીને આપણે નહીં પણ તેની આપણને પહોંચાડવાની મંજિલે પરાણે ખેંચી જાય છે.આપણી મંઝીલ તો આપણે કદી નક્કીજ નથી કરી શકતા.કેમકે તેને શોધવામાં ને તેને પસંદ કરવામાંજ જીંદગી વહી જાય છે.અને આપણે પામ્યા વિના,... કિનારાને પાર કર્યા વિના,.... કિનારેજ આપણી સાંસોની મંઝિલ પુરી કરી દઈએ છીએ.તો હવે આપણી જિંદગીને આપણે મંઝિલે પહોંચાડવાની છે..
આપણા જીવનમાં એવું કોઈ ખુદાએ બનાવ્યું છે કે જે આપણા એટલે કે તમારા પોતાના માટેજ છે.માનવ આ જિંદગીમાં પ્રેમ આપવામાં પણ આળસ અને કંજૂસાઈ કરે છે.માત્ર જ્યારે સામેવાળી વ્યક્તિ કહે ત્યારેજ કેવળ પ્રેમની હા પાડે છે તે પણ,બાહ્ય મનથી પોતાના સાચા મનથી નહીં...અરે ! ભાઈ આ જિંદગી કેવળ પ્રેમની આપ-લે કરવા માટે તો ખુદાએ બક્ષી છે.તો આ પ્રેમનો પ્રવાહ જે માગે અને તેના પ્રેમમાં નિભાવવાની સચ્ચાઈ હોય તો તેની બાજુ પૂર્ણપણે વહાવી દેવો જોઈએ..જે માનવી પ્રેમમાં કંજુસાઈ કરે તે આ દુનિયા પર પૃથ્વીના ભાર સમાન છે.કેટલાય પ્રેમીઓ પોતાના પ્રેમીપાત્રને મનાવવા ઘણા બધા પત્રો કે કાવ્યો લખતાં હોય છે.હું પણ આમાંનો એક છું.બસ મારા ગ્રૂપમાં જોડાયા પછી તમારે તેનાજ પાઠ ભણવાના છે.હું પણ પ્રેમ કાવ્યો ને ગીતો લખું છું ને લખ્યા છે.હું મારા પ્રેમને કહું છું કે મને યાદ કરતા હોય તો તે યાદ કરવાનું ભૂલતા નહીં.અને મને હંમેશા તમારી આંખો સમક્ષ રાખજો પણ, મને યાદ કરવાની મહેનત જે તમે કરો છો તેની કિંમત તમારા આંસુઓએ ચૂકવવાની છે.કારણકે,મારા વીરહમાં તમે મને યાદ કરશો અને યાદ કરતાં કરતાં તમારી આંખોમાંથી અશ્રુઓની ધારા વહેશે.તે ધારાઓ તમારા પાંપણને અડશેને પાંપણો ભીંજાશે.હું તમને ચાહું છું તે જાણી તમે મને તમારી પાછળ ભટકતો કર્યો.આમ કરી તમે મને હેરાન કર્યો છે અને છેવટે તે હેરાનગતિની મારી સહનતાએ તમને વશ કરી લીધાં અને તમે મને ચાહવા લાગ્યા.હવે જો હું ચાહું તો તમને તડપાવી શકું છું.પણ, ના મારે એવું નથી કરવું કારણ કે,હું તમારી નજરોમાંજ હર હંમેશ રહેવા માગું છું.જો હું તમને હેરાન કરું તો હું તમારી નજરોમાં હલકટ થઈ પડુ.
બસ મારે તો તમે મારામાં પૂર્ણપણે છવાઈ જાવો એવી ખુદાને બંદગી છે.
તમારા પ્રેમમાં મેં પ્રેમપંથે પગરણ માંડ્યું છે.આ પંથે જતા આ દુનિયામાં બદનામી સિવાય કશું મળવાનું નથી.આથી આ પ્રેમપંથી જીવન મુશ્કેલી વાળું બન્યું છે.આ જીવનમાં એટલી બધી નિરાશતા આવી ગઈ છે કે નામ પૂરતો અને જીવવા ખાતર,,,લેવા ખાતર શ્વાસ લઉં છું.. શ્વાસ લેવા ખાતર લેતા હોવાથી જીવવા ખાતર જીવું છું.કારણ કે મૃત્યુ પછી તમને મારી હુંફ કોણ પૂરી પાડે?..માટે તમને મારો સહવાસ આપવા માટે જીવવા ખાતરજ જીવું છું.છતાં પણ દુનિયાના અપવાદોથી હવે આ હૃદયમાં કોઈપણ જાતની તમન્ના રહી નથી કે હવે રહેવાની નથી અને જ્યારે અભિલાષા કે સ્પૃહા વિનાના નિસ્પૃહી જીવનમાં કઈ રસજ ના રહ્યો હોય ત્યાં તો પછી આ જિંદગી કે માયાના નકામાં બંધનમાં રુચિ કેવી ?
બસ મને સતત આવા વિચારો આવ્યા કરતા અને મનમાં વિચારો આવ્યા કે મારા એકલાનીજ નહીં દરેક યુવાદિલની જીન્દગી મઘમઘતી થાય તે માટે પ્રેમીઓનું એક નગર વસાવવું પડે.! અને તમારો પ્રતિસાદ સારો મળતાંજ મારા સપના હકીકતમાં બદલાયા.બસ મારી આ પ્રેમભરી યાત્રાને તમે સદા સાથ આપી મારી જિંદગીને રોશનીથી ઝગમગતી કરવા વિનંતી.
તમારા દિલની કોઈપણ વાત તમે મને ફક્ત માહી દિલ-૯૯ ઉપર જણાવી શકો છો.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા જીવનમાં પણ કોઈ એવો સિતારો આવશે જે તમને છોડી ક્યારેય ખરી નહીં પડે ?
શું તમે ક્યારેય એવું સપનું જોયું છે કે તમારો પ્રેમ રિસાઇ કે રિઝે તોયે તમારી નજદીકજ હોય..?
શું તમે તમારું મનગમતું, મનપસંદ અને ક્યારેય ના વિચાર્યું હોય તેવું સપનું સાકાર કરવા માંગો છો ?
શું તમારા માટે પણ આ ફાની દુનિયામાં કોઈ એવું નથી કે જેને ખુદાએ તમારા માટે સર્જ્યું હોય ?
શું તમારી પાંપણ પાછળ છુપાયેલી તસવીરને ભરપૂર નીરખવા નથી ઇચ્છતા ?
શું તમે તેને શોધવા ને પામવા નથી માગતા જે તમને તમારા ખુદના કરતાં પણ અધિક ચાહે?
શું તમે વરસાદની પહેલી કે છેલ્લી હેલીમાં તમારી મનગમતી વ્યક્તિ સાથે મનભરી ને ભીંજાવા નથી માગતા ?
શું તમે એવા ફરીસ્તા કે પરીને મળવા નથી ઇચ્છતા જે તમને ખરાબ રસ્તેથી પાછા વાળી શકે ?
શું તમારી પ્રિય વ્યક્તિને તમે તમારી આંખોની કીકીમાં કેદ કરવા નથી ઇચ્છતા ?
શું તમારી પ્રિય વ્યક્તિનું પ્રથમ ચુંબન તમે આખું આયખું સાચવી રાખવા નથી માંગતા ?
શું તમેં પણ તમારી પ્રિય વ્યક્તિ સાથે મધુરજનીમાં સુશોભિત બેડ પર તેની બાહોમાં જકડાઈ રહેવા નથી ઇચ્છતા ?
શું તમે આમજ સહરાની જેમ તરસ્યા રહેશો કે પછી તેની યાદોમાં ને સપનાઓમાં રાતદિવસ આંખોમાંથી હિમાલયની જેમ બરફ જેવા આંસુ પિંગરાવતા રહેશો ?
શું તમારા એ હમસફરને દિવસમાં એકવાર જોવા કે ફોન ઉપર વાત કરવા નથી માંગતા?
શું તમે એવી વ્યક્તિને અપનાવવા નથી ઈચ્છતા જે તમારી રીસ ને મનાવી , ઝઘડાને સુલેહ કરી શકે, ગુસ્સાને પી શકે અને તમારા આવગુણો છતાં તમને છોડી ન શકે અને દિવસે ના વધે એટલો રાત્રે અને રાત્રે ન વધે એટલો દિવસે વધે એટલો બધો પ્રેમ કરી શકે?
શું તમારી એ વ્યક્તિ વિશે તમને એવું લાગે છે કે તે છે તો તમે છો ?
શું અબોલા છતાં તે વ્યક્તિના તમારી બાજુ હોઠ ખુલું ખુલું કરે, તેને ચાહવા , જાણવાને,પામવા નથી માંગતા?
કોણ એવું છે કે જે દિનરાત તમારા મન પર ફર્યા કરે છે અને જેના અભાવને તમે સહી નથી શકતા અને જેના વિના તમે જીવી નથી શકતા ?
શું તમે તન્હાઈમાં એવું નથી ઈચ્છતા કે તમારી ગમતી વ્યક્તિ તમારા માટે બાહો ફેલાવીને આવે અને તમે તેમાં જકડાઈ જાવો.?
શું તમને પાનખરમાંથી વસંતમાં લઇ જઇને ઋતુઓની શેર કરાવે તેવી વ્યક્તિ નથી જોઈતી ?
એવું કોણ છે જેની એકલતામાં આંસુ અને મિલનમાં અધર પર આપોઆપ સ્મિત આવી જાય છે ?
કુદરતી ઋતુઓ કે સંસારના વેર તમારા પ્રેમને નહીં બદલી શકે તેવી હામ કોનો ચહેરો જોઈ થાય છે ?
તમારા જીવનમાં અથ થી ઈતિ ને સાચા પ્રેમનો પ્રારંભને અંત કઈ પ્રિય વ્યક્તિ છે ?
એવું કોણ તમારી આંખોમાં રમે છે કે જેના તમે કંઈ ન હોવા છતાં મંગળસૂત્ર પહેરવાનું અને સેંથીમાં સિંદૂર પૂરવાનું મન થાય છે ?
એવું કોણ છે જે તમારી સાથે રિશ્તાથી ન જોડાય છતાં તેના બાળકની મા કે બાપ બનવાની તમોને ઝંખના રહ્યા કરે છે ?
એવું કોણ છે કે જે તમારી સામે રડે તો તમને એવો વિચાર આવે છે કે એની આંખોમાં મારા માટે આટલા બધા આશું ક્યાં છુપાઈને પડ્યા હશે ?
પૂનમના ચાંદને જોઈને કે શરદ પૂનમની શીતળ રાતે તમને કોની પહેલી યાદ સતાવે છે ?
એવું કોણ છે ? જેને તમે હજુયે યાદ કરો છો ? હજુયે પ્રેમ કરો છો ? દિલથી અને મનથી રોજ સપનામાં મળતા રહો છો...
( જોવો તમને મજા આવી હોય તો આવતા ભાગ માં માહી એવી લવ ટીપ્સ લઈને આવશે કે તમે ખુદ ખુશ થઇ જશો....આભાર.....આપના પ્રતિભાવ જરૂર આપજો....)
ashuman sai yogi raval dev
8469910389