લેટર TO લવર વિલેજ-2099 Ashuman Sai Yogi Ravaldev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

લેટર TO લવર વિલેજ-2099

આજે છ વર્ષ પછી તે બંને પોતાના ધંધાનો પ્રચાર કરી શક્યા હતા.આમ,તો શરૂઆતના પ્રથમ મહિનાથીજ તેમનો ધંધો ઉપાડ્યો હતો પણ,આજે છ વર્ષ પછી તો તેઓ પોતાના ગામમાં જ નહીં પણ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં પોતાના ધંધાની મર્યાદા વધારી બેઠા હતા.
હજુ પણ માહીને તે દિવસ યાદ છે.જે દિવસે તેને પ્રથમ લેટર લખ્યોતો.સંજોગો પણ કેવા હતા કે ગામમાં તે નવો નવો હતો.આમ,તો પોતાનુંજ ગામ હતું છતાં અજાણ હતો.કેમ કે, તે હંમેશા બહાર રહીનેજ ભણ્યો હતો.ગામમાં ભણેલા તો ઘણા હતા પણ,ગમે તે કારણોસર મહીને સાહિત્ય પર સારી એવી જમાવટ હતી.તે તો એમજ માનતો કે કુદરતની બક્ષિસ,પોતાની બુદ્ધિ કે વારસાગત રીતેજ તે આટલો હોશિયાર હતો.
કેતુલે આવીને માહીને લેટર લખી આપવા કહ્યું.માહીને ગમે તે પણ, તરતજ પોતાના મનમાં વિચાર આવી ગયો તે તેને કેતુલને કહી દીધો.અને કેતુલે માન્ય રાખી તેને લેટર લખી આપવા પૈસા આપવા માટે હા પાડી દીધી.માહીએ સૌપ્રથમવાર રૂપિયાથી લેટર લખી આપવાનું નક્કી કર્યું હોવાથી ફક્ત પંદર રૂપિયાજ લેવાના નક્કી કર્યા.માહીએ લેટર લખ્યો જેમાં રંગીન પેનોથી શણગાર પણ કર્યો.જેની નકલ માહીએ આજે પણ સાચવી રાખી છે.આમ, તો માહીએ ઘણા લેટર્સ લખ્યા હતા.પણ, રૂપિયાથી ક્યારેય નહોતો લખ્યો આથી હજુ સુધી એની નકલ સાચવી રાખી હતી.જેમ જેમ લેટરો લખવાના ઓર્ડરો વધતા ગયા તેમ તેમ માહીએ પણ પોતાના દિલના કલમ રૂપે રજૂ થયેલા શબ્દોના ભાવ વધારે રાખ્યા.માહીએ લખેલ પ્રથમ લેટર એટલે.......
........આઇ લવ યુ
માય ડિયર
પ્રીતિ.
હું આજે સવારના દર્પણ સામે ઉભો હતો.તારો વિચાર આવતાજ મેં તારું પ્રતિબિંબ એમાં જોયું અને તુ સ્મિત કરી રહી હતી.મને એવી અનુભૂતિ થઈ જાણે હમણાંજ તું મારી સાથે વાત કરવા લાગીશ અને થયું પણ એમજ જાણે તું કંઈક કહી રહી હતી.જ્યારે પ્રેમ જાગી ઊઠે છે ત્યારે હોઠોને બોલવાની જરૂર પડતી નથી.આંખો આંખોથીજ વાત કરતી હોય છે.તું મારી આંખો સામે જોજે,તને એમાં મારી લાગણી દેખાશે.મારી ચાહતના દર્શન થશે,મારા સુના હૃદયના ગોખમાં તારીજ સ્નેહનો દીવો જલતો દેખાશે.આજે આખોય દિવસ તુજ મારી કલ્પનામાં રાચતી હતી.જાણે,તું મારી નજીકજ છે.હું કાલ્પનિક નજરે તને જોઈ રહ્યો હતો.તું હતી એના કરતાં વધુ સુંદર થઈ ગઈ છે.કે કોઈ અપ્સરા સમી લાગી રહી છે.હરણીના નેત્ર જેવી આંખો.એજ આંખોમાં ચમકતો સુરજ એટલે "કેતુલ"....... તોફાની નદી જેવું યૌવન.....પૂનમના ચાંદ જેવી કસ કસતી કાયા...આટલું રૂપ હોવા છતાંય કેટલી નિર્દોષતા.....કેટલી સરળતા.....અને કેટલી નિખાલસતા.....હુંતો બસ તને અનિમેષ નજરે જોતો જ રહ્યો.
"નજરોથી દૂર તોયે હું નજર ચડી ગયો
આ શું થયું કે કોઈ નયનથી લડી ગયો
સર્જાયું પ્રેમ ઘેરું જીવન વાતવાતમાં....
મુજ ભાગ્ય પણ વિધાતા અનેરું ઘડી ગયો.
તું નહીં માને પણ,મારા દિલમાં જ્યારથી આશાની જ્યોત ઝળહળી ઉઠી છે,ત્યારથી હું તને મળવા બેચેન છું...આતુર છું.....
મેં સ્વપ્નમાં જોયું કે આકાશના આશિયાના ઉપર તારલાઓની મહેફિલ જામી છે.ને તું મારી સોડમાં લપાઈ છે.અને પ્રેમને હું ખેલ સમજતો નથી.સમજી વિચારીનેજ તમારી સાથે સ્નેહનો સંબંધ બાંધ્યો છે.ખોટા વિચારો કરીશ નહીં.જેમ ભગવાન જે રીતે હૃદયમાં વસે છે એજ રીતે પ્રેમ પણ હ્રદયમાં વસે છે.પરંતુ નિષ્ઠુરતા અને પ્રેમ ક્યારેય સાથે રહી શકતા નથી.એટલે જ્યા પ્રેમ નથી હોતો ત્યાં ભગવાન પણ રહેતો નથી.પ્રેમની ચાલતો બધાની અનોખી હોય છે.નિરાળી છે.એ પ્યાલી કદી ભરાતીજ નથી અને કદી ખાલી પણ થતી નથી.પ્રેમની સાચી તરસ મટતી નથી.કદી નિરાશા લાવવા દેતી નહીં.મેં તને મારા સાચા દિલથી ચાહી છે અને સાચા દિલથી પ્રેમ કર્યો છે.ને જયાં સાચો પ્રેમ હોય છે ત્યાં વ્યાપાર નથી હોતો.પ્રેમ એટલે સંતોષ,પ્રેમ એટલે તૃપ્તિ અને પ્રેમ એટલેજ પરમાત્મા.....
હવે પત્ર પૂરો કરતાં પહેલા તને એક વાત જણાવી દઉ.હવે મનમાં ક્યારેય દુઃખ લાવીશ નહીં.પ્રેમ ક્યારેય કોઈને દુઃખ પહોચાડતો નથી.હા,......પ્રેમને બદલે સ્વાર્થ હોય,વિશ્વાસ હોય,બનાવટ હોય.....તો એવો પ્રેમ અવશ્ય દુખ આપનારો હોય છે.પ્રેમ તો સાચા પ્રેમીઓ માટે એક વરદાન હોય છે.પ્રેમ તો અરસ પરસ સુગંધજ લૂંટાવતો હોય છે.એક એવી સુગંધ જેને કદી કેદ કરી શકાતી નથી.પ્રેમની સુગંધ પક્ષીની જેમ ચોમેર ઉડતીજ રહે છે.અને યાદ રાખજે હું પણ તને એવોજ નિર્મળ પ્રેમ આપીશ.હવે તો હું તારો થવા ઈચ્છું છું.અને રાત દિવસ તારાજ વિચારોમાં ખોવાયેલો રહ્યો છું.તુંજ મારું જીવન....જીવન....છે.અને તુંજ મારી મંઝિલ...!
tum bin jaoon kahan ki
દુનિયામેં આકે કુછના યકીન ચાહા સનમ
તુમ બીન.....
બસ હવે પત્ર પૂરો કરું છું....મારી યાદ રાખજે.....
આ દિલ તારું; છું જાન તારી
શ્વાસ પણ તારો છે,ધડકન પણ તારી છે
બંધ આંખે ધ્યાન ધરુ ભગવાનનું પણ,
મનમાં લગન તો તારીજ છે
ક્યાં જાનુ સજન હોતી હૈ ક્યા.....
ગમકી શાન,જલ ઊઠે સો દિયે
જબ લિયા તેરા નામ.......
પત્ર મળે એટલે તરતજ પત્ર લખજે.
i love you.
just for you
લવ યુ
હો સનમ બીત જાયે ના એ પલ.....
તારા સ્વપ્નોનો સાથી...
તારોજ પ્રેમ ચિંતક.....
તારોજ પ્રેમ.....
...કેતુલ.....
બસ પછી તો શરૂ થઈ ગઈ લેટર્સ સાથે હૈયાની ખોલવાની જિંદગી અને લોકોના દિલોને જોડવાની બંદગી.માહી ઘણો ખુશ થયો કે દુનિયામાં કોઈપણ ના વિચારી શકે તેવો ધંધો તેને શરૂ કર્યો છે.રૂપિયાથી લખી આપેલ સૌપ્રથમ તેવા એ લેટરને માહી પોતાના લકી એવા નવના આંકડા મુજબ નવ વખત વાંચી ગયો.કેતુલ આવીને લેટર લઈ ગયો.લેટર લઈને જતા કેતુલને માહીએ કીધું...જો આ લેટરથી તારી પ્રીતિ ખુશ ના થાય તો પૈસા પાછા અને જો ખુશ થાય તો તારે મને કંઈક ગિફ્ટ આપવી હોય તો આપી જજે....અને અન્ય લોકોને પણ મારા લેટર લખવાના ધંધા વિશે કહેજે........
....માહીએ પોતાના ધંધામાં સારી એવી ફાવટ મેળવી લીધી.માહી આ બધું લખીને કીધે તો જતો હતો.પણ,તેને લેટર લખવા તેને ધંધાનું નામ કહેતા સંકોચ થવા લાગ્યો.કારણ કે જ્યારે પ્રેમને વેપાર નથી કહેવાતો....તો, પછી તેની રજૂઆત કરવાના માધ્યમને ધંધો ક્યાંથી કહી શકાય...?
કેટલાયે સમયથી પોતાની લેટર લખવાની આવડતને ધંધો કહેતા માહીને સંકોચ થતો હતો.પોતાની આવડતને શું નામ આપવું તે તેને કંઈ ખબર નહોતી પડતી.પણ, તેને મનથી વિચાર કરી નાખ્યો હતો કે ગમે તે રીતે તે કંઈક ના કંઈક તો નામ આપશે જ ! પણ, તેને ધંધો હવે પછી ક્યારેય નહીં કહે.
ઘણા વિચારોના મંથન પછી એક નામ ગમ્યું.જે તેને બહુ વ્હાલું અને શોભતું લાગ્યું.ઘરની બહાર બોર્ડ લગાવી દીધું " લેટર TO માય લવ બર્ડ."
બસ પછી તો પૂછવુંજ છું.ત્યાંથી નીકળતી હરેક વ્યક્તિના મનમાં બોર્ડને જોઈને નવાઈભર્યો સવાલ થતો કે " આ વળી તે શાનું બોર્ડ છે ? અને તેનો અર્થ શું ? પણ, નીચે નાના અક્ષરે લખેલી લીટી વાંચી તેમના મનમાં ઉદ્ભવેલ સવાલનો જવાબ મળી જતો.નીચે લખ્યું હતું ..."આવો અને તમારા દિલની વાત ને શબ્દોથી મઢી લેટરમા ઉતારી જુદાજ અંદાજમાં પ્રેમ રજૂ કરો અને જો ના માને તો અડધી કિંમત પાછી..."
પહેલા પ્રપોઝના 19 રૂપિયા, પહેલા લેટરના 21 રૂપિયા, પ્રેમને મનાવવાના 29 રૂપિયા, રોમેન્ટિકના 31 રૂપિયા, દિલની હાલતના 39 રૂપિયા, વિરહના 41 રૂપિયા અને સંસ્મરણો તથા દિલગીરીના 49 રૂપિયા...
પછી તો માહીએ પોતાના લેટરોના ભાવ પણ ફિક્સ કરી દીધા.રોજ કોઈને કોઈ લેટર લખાવા આવતું.બસ આવેલ અતિથિને ઉપરોક્ત વિષયમાંથી કઈ બાબત પર લેટર લખાવવો છે તે જાણીને તેની પાસેથી પ્રેમની મુલાકાતો કે યાદોની થોડી વાતો જાણી લઈને તેને જવા દેતો.પછી સામેવાળાને ક્યારે જોઈએ છે તે જાણી લઈને તે સમયે પરફેક્ટ તેને દઈ દેતો.તેની સમય ફરજમાં મિનિટનો પણ ફેરના રહેતો.લખાવનાર કદાચ મિનિટ મોડો કે વહેલો પડે તો કહી દેતો હું ટાઈમ પ્રમાણે જીવું છું.આથી બીજી વખત મને આપેલ સમય ને દિવસ મુજબ આવી જવું નહિંતર ગમે તે કરશો તો પણ લેટર નહીં મળે.
માહિનો "લેટર TO લવ બર્ડ"નું પાટીયું જોતજોતામાં સારી કમાણીને કારણે રેડિયમ લાઇટોથી તથા અન્ય સુશોભનથી ઝળહળતું થઈ ગયું.
માહીનો ગામમાં એક નવો મિત્ર બન્યો જેનું નામ હતું સૌમ્ય. આ સૌમ્યને જોઈને માહીએ દોસ્તીના કેટલાય સપના જોયા.સૌમ્ય પણ માહિની દોસ્તી પર ફિદા થઇ ગયો અને તેની હર એક વાત માનતો થઈ ગયો.
પોતાની આવડતથી લેટર TO લવ બર્ડને આસમાનની ટોચ પર ઝળહળતી જોઈ માહીનું દિલ પીંગળી જતું.
ખળખળ કરતા નદીના નીર વહ્યે જતા હતા.થોડી પહાડો જેવી ને થોડી ખીણ જેવી લાગતી ડુંગરમાળા રોજ કરતાં શાંત ભાસતી હતી.જાણે ચારેબાજુ કુદરત સંગીત પીરસતું હોય તેવું લાગતું હતું.દૂર દૂર ખેતરોમાં ચણ ચણતા ચકલાઓનો કલબલાટ ખંજરીનો સૂર પુરાવી રહ્યા હતા.મંદ મંદ વાતા સમીરથી વાતાવરણમાં રોમાન્સભરી ટાઢક વર્તાતી હતી.આવા વાતાવરણમાં માહીનું દિલ ગાઈ રહ્યું હતું..."મીઠા મીઠા વાયરાનો દિલને લાગ્યો ઝોકો,વાદળ સાથે વહેતા મારા મનને તો કોઈ પૂછો.... બસ બીજું તો કોણ પૂછે પણ, માહીનું અંતરજ પૂછી બેઠ્યુ.શું માહી તારી સપનોની દુનિયામાં કોઈ રમે છે ? શું તારા અરમાનોમાં તારો ખુદનો પત્ર છે ? શું તારું કોઈ લવ બર્ડ તારી રાહ નહી જોતું હોય ? શું તારા દિલને કોઈ ભાયું નથી ? શું તને પણ એક પ્રેમભર્યો લેટર લખવાનું મન નથી થતું ?....
..... આ બધા સવાલોનો ઉકેલ માહીની "..હા...!"માં સમાઈ ગયો.પણ, બીજીજ પળે માહીને વિચાર આવ્યો..હા પણ, કોના માટે હા ? એ અંજાન પંખી કોણ છે? જે મારી નજરોથીજ નહીં ખ્વાબો ખયાલોથી પણ પોતાનો ચહેરો છુપાવીને ફરે છે.ગમે તે પણ માહીને એ અંજાન પંખી વિશે પત્ર લખવાની ઈચ્છા થઇ ગઈ અને વિચાર્યું જ્યારે તેની જિંદગીમાં કે ખ્વાબોમાં તે આવશે ત્યારે તેને અંજાનરૂપે લખેલ આ પત્ર જરૂર વંચાવીશ.
પ્રિય અંજાન પંછી...
આજે નદી કિનારે બેઠા બેઠા વિચાર આવ્યો કે હું બીજાની જિંદગીને લેટરોના ફુલોથી શણગારું છું પણ, મારી જિંદગીમાં એનો શણગાર પામનાર કોઈ છે કે નહીં ? મારા દિલની વાત સાંભળી શકે ને સમજી શકે તેવું બીજું દિલ ક્યાંય છે કે નથી ? બસ આવા કેટલાય સવાલોએ મારી દિશા બદલી નાખી અને આવો અંજાન પત્ર લખવા મજબૂર કરી નાખ્યો.ખબર નથી કે તું ક્યારે અનેક કેવા મોડ પર મને મળીશ..!..તારા વર્તન, રૂપ ,સ્વભાવ,ચાલ સર્વત્રથી અંજાન અરે એટલુંજ નહીં તારા નામથી પણ અંજાન હોવા છતાં આ પત્ર લખ્યો છે તેને તું તારી નયનરમ્ય આંખ્યુ અને કોમળ હોઠોથી ક્યારે મઢે તે જાણતો ના હોવા છતાં એક પાગલની માફક આ પત્ર લખવા બેસી ગયો.મારા માટે સર્વત્ર રીતે અંજાન હોવા છતાં પત્ર લખ્યો છે.ખરેખર આ પત્ર જ્યારે તારા હાથમાં હશે અને તારા હોઠોથી વંચાશે તે પળ મારા જીવનનીજ નહી... જન્મો-જનમની ખુશદાયક પળ હશે.એ વેળાએ મારી આંખ્યુ તારી આંખ્યુ સાથે તારામૈત્રક રચવા અધીરી બની હશે.મારા હોઠ તારા હોઠોને ચુમવા તરસીલા બન્યા હશે.મારા હાથ તારી કાયાને સમાવવા માટે ખુલ્લા થઈ ગયા હશે.મારું મન તારા વિચારોમાંજ ગૂંથાઈ ગયું હશે.મારા ચરણો તારી પગલી પર ડગ માંડવા વિહવળ બન્યા હશે.અને હું....!....હું.....તો સંપૂર્ણપણે ભાન ભૂલીને તારામાં ખોવાઈ ગયો હોઈશ......ને તું.....તું પણ, મારા જેવીજ હાલતમાં હોઈશ...
હે અંજાન પંછી આ બેતાબ દિલ જુએ છે તારી ધડકનની વાટ.....
એવું કેમ લાગે છે... કે આપણી જિંદગીમાં જ્યારે કોઈ ના પણ હોય છતાંય તેના અસ્તિત્વનો અહેસાસ થાય છે.! એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોઈ છે.... જે મારા માટે બન્યુ છે, જે મારો સાચો પ્રેમ છે... વારંવાર એ વિચાર મારા દિલમાં આવે છે.ક્યારેક એ હળવેથી બોલાવે છે તો, ક્યારેક સતાવે છે.પરંતુ હંમેશા તેનો એક આભાસ છોડી જાય છે.દુનિયાની નજરમાં પાગલ છું પરંતુ, હું માનું છું કે જે મારા માટેજ બન્યુ છે તેની સ્વયં મારા સાંઈબાબાએ પોતેજ પસંદગી કરી હશે.. તે મારા શરીરમાં હૃદય બનીને ધડકે છે..મારી આંખોમાં સ્વપ્ન સ્વરૂપે જીવે છે...મેં મારુ જીવન તેનેજ સમર્પિત કરી દીધું છે.પણ, એ મારાથી દુર.... અંજાન છે.મારું દિલ તેના હૈયાના દેશમાં વસે છે...
...તું મારાથી અંજાન હોવા છતાં તારા માટે મેં જોયેલા અરમાનોરૂપી શાયરી લખું છું
" દરેક શ્વાસમાં તમારી યાદ મૂકું છું
મારાથી પણ વધુ તમારા પર વિશ્વાસ મુકું છું
સાચવજો મારા આ વિશ્વાસને...
મારા શ્વાસને તમારા વિશ્વાસ પર મુકું છું.
આઇલવયુ અંજાન પંછી
એક હસીન પલકી જરૂરત હૈ હમે
બીતે હુએ કલકી જરૂરત હૈ હમે
સારા જમાના રૂઠ ગયા હૈ હમસે
કભી ના રૂઠે હમસે ઉસકી જરૂરત હૈ હમે
***
બુંદોસે મોતી માંગ લેગે
ચાંદસે ચાંદની માંગ લેગે
અગર તેરી મોહબત નશીબ હુઈ
તો, તેરે પ્યારકી ખાતીર
ખુદાસે એક ઓર જિંદગી માંગ લેગે
હે અંજાન પંછી.....
એકબાર યે ગુનાહ કરકે દેખેગે
હમભી દિલ લગાકે દેખેગે
સુના હે મોહબત જિંદગી તબાહ કરતી હૈ
હમભી આપકે મોહબ્બતકી ખાતીર
ખુદકો મીટાકે દેખેગે
બસ વધુ તો શું લખું.છેલ્લે તારી સાથે કેવું જીવવા માગું છું તે લખું છું....હું સાઈબાબાની સોગંધ ખાઈને કહું છું કે પર્વતો ધ્વંસ્ત થઈ જાય,નદીઓના નીર સુકાઈ જાય,ભર શિયાળાની ઠંડીમાં વિજળીઓ ત્રાટકે,બળબળતા ઉનાળામાં બરફ પડે,આકાશ અને પૃથ્વી એકમેકમાં ભળી જાય,જ્યાં સુધી મારો પ્રેમ તારા પ્રતિ અંશ સુધી નહીં તૂટે ત્યાં લગી હું તારાથી છૂટો પડીશ નહીં....
બસ બીજું કંઈ વધુ લખતો નથી.બસ મારો ખુદા આ પત્ર જલ્દી તારા હોઠઘથી વંચાવે અને તારા મોઢેથી આઇ લવ યુના શબ્દોરૂપી ફૂલ ખળે.....તે આશા સહ શ્વાસ ભરતો...તારાજ હૈયાની સમીપ રહેતો અને તારા નામનો શ્વાસરૂપી ઘુંટ ભરતો,તુજથી અંજાન....તારો થવા મથતો....
તારોજ...
માહી.
દિવસભર માહી અંજાન પંછી વિશે વિચારતો રહ્યો.પછી તેને અચાનક એક નવો વિચાર આવ્યો.આ વિચારે માહીને પોતાને અંજાન પંછી સાથે મળાવવાના સપનાને હકીકતમાં ફેરવવાની આશા જગાવી.બસ આ માટે માહીએ અખબારોમાં જાહેરાત છપાવી.આજ સુધી કદી કોઈએ સપનામાંએ વિચારી કે કલ્પી ન હોય તેવી અને છાપામાં પણ દુનિયાની કોઈ વ્યક્તિએ ના છપાવી હોય તેવી જાહેરાત છપાવી...


( જાહેરાતમાં એવું તે શું છે કે જે આખી દુનિયાને ઘેલું લગાડે છે....જાણવા માટે આવતો ભાગ જરૂર વાચો....અને હા લાઈક કોમેન્ટ કરવાનું જરાય ભૂલતા નહીં....!....
આપના પ્રતિભાવની રાહ જોતો....

આશુમન સાંઈ યોગી રાવળદેવ
whatsapp 8469910389
ashokbraval768@gmail.com