LETTER TO LOVER VILLAGE - 2099 - 9 books and stories free download online pdf in Gujarati

લેટર TO લવર વિલેજ-2099 - 9

ઇતિહાસના પાના પર આ દિવસ સુંદર દિવસ તરીકે અંકિત થઈ જવાનો હતો.ક્યારેય આટલી રાત સુધી કોઈ એક વ્યક્તિને જોવા માટે આટલી બધી પબ્લિક જાગી હોય એવું પહેલીવાર બન્યું હતું.કોઈ એક વ્યક્તિને જોવા,સાંભળવા પણ, આટલી ...! ..પહેલીવાર આટલી પબ્લિક પાગલ બની હતી.
સમયનું ચક્ર ઘડિયાળના કાંટા બની ફરે જતું હતું.ચેનલોની સ્ક્રીન પર પહેલીવાર એક સરખો ટાઈમ દર્શાવાતો હતો.કેમ કે, તે આજે પોતાના નહીં પણ માહીના સમય પ્રમાણે ચાલતી હતી.આજ પછી કાયમ માટે આજ સમય તેઓ જાળવી રાખવાના હતા.તેવો માહી સાથે કરાર કરીને ઘણા ખુશ હતા.
ખરેખર કોઈકે સાચું કહ્યું છે કે..
દુનિયા ઝૂકતી હૈ પર ઝુકાને વાલા ચાહિએ.
.....ને માહીની બાબતમાં આ વાક્ય થોડા અંશે નહીં પણ 99% સાચું પડે.માહી તેના માટે ઉદાહરણ બની ગયો હતો.આજે સતત પાંચ દિવસથી દુનિયાને પોતાની પાછળ માહીએ ગેલી કરી દીધી હતી.દુનિયાનો હર ઇન્સાન તેને જોવા તેના વિશે જાણવા ઉત્સુક હતો.દુનિયા આખી તેની કલ્પના આગળજ ઝૂકી ગઈ હતી.એવી કોઈ વાત તેની નહોતી જેણે કોઈ ખોટી કહી શકે ને,એવી કોઈ કલ્પના પણ નહોતી કે જેમણે કોઇ પૂરી ના કરી શકે..! ઉપરથી માહી કરતા તો દુનિયાના લોકો એ કલ્પનાને સાચી પાડવા ઉતાવળા થયા હતા.
માહીએ પ્રાચીન-અર્વાચીન યુગનો સમન્વય કરી દીધો હતો.ઇન્ટર ને ટપાલ,વફા ને બેવફા,પ્રેમ અને નફરત,મહેલ-બંગલા ને નગરી,વિશ્વાસ ને પૈસા,કલા ને કસબી,જવાની ને ઘડપણ,દેશ-દેશ ને દુનિયા વચ્ચે એકતા.આમ,કેટલીયે બાબતોએ માહીએ દુનિયાને પોતાની બનાવી દીધી હતી.
કલાકોનો સમય મિનિટોમાં થઈને હવે સેકન્ડો પર આવી ગયો હતો.12:59:09 કલાકનો સમય હતો....
સેકન્ડે સેકન્ડે માહીના અત્યાર સુધી ઈમેલ કે અન્ય કોઈ માહિતી મળી હતી તેને બ્રેકિંગ ન્યુઝમાં top storyમાં ચેનલો પર બતાવાઈ રહી હતી.
★દુનિયાને પોતાની કલ્પનામાં ડુબાડી દેનાર અદભુત વ્યક્તિ...
★બાળકોથી માંડી વૃદ્ધો સુધીમાં દરેક પર ત્રણ દિવસમાંજ પોતાની કલ્પનાની નગરીનો જાદુ છવાઈ દેનાર માહી...
★અંજાન બની ત્રણ દિવસથી પોતાના સપનામાં લોકોને પાગલ કરનાર માહીને મળો આજ રાત્રે 12:59:59 સેકન્ડે..
★ટપાલથી માંડી ઇમેઇલ-ઇન્ટરનેટ સુધીના સંદેશા વ્યવહારને અઢળક કમાણી કરી આપનાર અને પોતાની પાછળ પાગલ કરી દેનાર માહી કોણ છે ?
★કોણ,ક્યાંનો ને કેવો છે માહી ? સાચું નામ માહિજ છે કે ?...
વગેરે લાઈનો ટીવી સ્ક્રીન પર ઘડી ઘડી આવે જતી હતી.
બસ સેકન્ડો બાદ નિહાળો તમારા સૌના દિલોના અંજાન હીરોને !
કરાર થયેલી ચેનલો પર 12:59:49 નો ટાઈમ આવ્યો ને દર્શકોની આંખો ખુશ થઈ ગઈ....
12:59:49...આવો મળો અનોખા વ્યક્તિને...
12:59:50...અંજાન માહી છતાં સૌનો જાણીતો..
12:59:51...દુનિયાને ગાંડી કરનાર માહી..
12:59:52...મીડિયાનો રોકસ્ટાર...માહી...
12:59:53...મીડિયાને અબજો કમાવી આપનાર.
12:59:54...નવી દુનિયા લેટર ટુ લવર વિલેજ..
12:59:55...દિલ થામીને બેસો.બસ ચાર સેકન્ડજ
12:59:56...દિલોનું શહેર-કલ્પનાનું ધામ..માહીનગર
12:59:57...બેજ સેકન્ડ પછી જુઓ દિલના દેવને.
12:59:58...વેલકમ ટુ માહીનગર.....

દુનિયા જાણે થંભી ગઈ.મીડિયા જાણે પાગલ થઈ ગયું.કિશોરો,બાળકો પોતાના હીરોને જોવા ટગર-ટગર ટીવી સ્ક્રિન જોવા લાગ્યા...યુવાનો ને યુવતીઓ અનિમેષ થઈ ગયા.
વૃદ્ધો નવા પ્રાણ ફૂંકનાર ને પોતાની યુવાનીના દિવસોને તાજા કરનાર માહીને નીરખવા અધીરા થઈ ગયા.
નેતાઓ પોતાની વાત ઠુકરાવનારને જોઈ...લેવા તૈયાર થઈ ગયા..

ગુજરાત આખું ઘેલું થઇ ગયું....
ટીવી આગળ ચપોચપ બેસી ગયું....
સેકન્ડમાં તો દિલ ઘાયલ થઈ ગયું....
બસ સૌનું દિલ માહીમાં વસી ગયું....

છેવટે એ સેકન્ડ પણ આવી ગઈ....
12:59:59 ....ઓપન ધ ગેટ.....
.......માહી ...નગર...
પાંચ ફૂટ ૬ ઇંચ,ત્રિકોણોકાર જેવો લંબગોળ ચહેરો,બહુ વ્હાઈટ કે શ્યામ પણ ના કહી શકાય તેવો ઘઉંવર્ણો વાન,મસલ્સ વિનાનું સિંગલ અડ્ડી લાગતું શરીર,પગમાં જોધપુરી મોજડી,હાથમાં મોટું બ્રેસલેટ,બ્રેસલેટ પર મહાદેવનું પ્રતીક,ગુલાબી શેરવાનીમાં રજવાડી વ્યક્તિત્વ ધરાવતો હોય તેવો પોશાક,રાજાઓ ને દેવો જેમ બંને હાથની કોણીના અંદરના ભાગમાં દુપટ્ટો નાખતા હતા તેમ,દુપટ્ટો નાખેલો....મોટી મોટી મોતી જેવી ઝગારા મારતી આંખો....આંખોને વધુ શોભાવતી મોટી મોટી પાંપણો...આંખોને વધુ આકર્ષક-ચાર્મી બનાવવા આંખોમાં આંજેલો સુરમો...થોડું અણિયાળુ લાંબુ નાક...આઇબ્રો પતલી ને કાળી ભમ્મર વળાંકવાળી,...નાના-નાના ગુલાબી હોઠ... ઉપસેલા નહીં પણ, થોડા દબાયેલા સપ્રમાણ લાગતા ગાલ...જમણા કાનની બુટ્ટી પર હીરા વાળો સોનાનો નંગ ધારણ કરેલો....બહુ આકર્ષક લાગતો ચહેરો....નજર હટાવવાનું મન ના થાય તેવી ચહેરા પરની નાજુકતા....માસુમતા....નાનો ચહેરો ને રૂપાળો વાન,મૂછ કે દાઢી વિનાનું મુખ સાચી ઉંમર છુપાવી દેતા હતા....માંડ 16 કે 17 નો કિશોર લાગે તેવું મુખ...સાચી ઉંમર તો 19ની પણ ચહેરો છુપાવી દેતી હતી ઉંમર...ઉભા ઓળેલા બહુ કાળા નહીં ને વધુ પડતા brown નહીં તેવા ઘાટ્ટા વાળ...ક્યાંક-ક્યાંક લાલ રંગનો ઓછાયો...માપની કાનની બાજુમાં રાખેલ કલમ...હજારો કલ્પનાના ચહેરા ખોટા પાડે તેવો ચહેરો હતો...કોઈને આશુમનનો તો કોઈને અર્જુન રામપાલ,બોબી દેઓલ,શ્રેયસ તલપડે,રિતેશ દેશમુખ કે ઉત્કર્ષ શર્મા જેવો લાગવા માંડ્યો..કરોડો દિલોનો રાજા...દુનિયા આખી જોતીજ રહી.
દુનિયા પણ કલ્પનામાં ખોવાઈ ગઈ કે.. શું આવડો...
....છોકરા,કિશોર,યુવાન,પ્રૌઢ અને વૃદ્ધ સૌને મોહી જાય..ગમી જાય તેવી કલ્પના કરી શકે ? શું કલ્પના તેને એકલાએજ કરી હશે ? ..તેવા પ્રશ્નોમાં દુનિયા ક્યાંય ખોવાઈ ગઈ...
સૈકડો કેમેરા તેના ચહેરાને બધી બાજુથી તથા પુરા શરીરને ટીવીના નાના-ટચૂકડા પડદા પર બતાવે જતા હતા.
ફોર્મ ભરનારા સૌ કોઈએ તો કિકિયારીઓ અને સીટીઓથી દુનિયાને જગાડી દીધી હતી.
બાળકો યુવાન બનવાના સપના જોવા લાગ્યાતા.
ગુજરાતનું નાગરિકત્વ ના ધરાવનાર પસ્તાવા લાગ્યાતા.
યુવાનો જવા માટે થનગનાટ થઈ રહ્યા હતા.
પ્રૌઢ મોકો મળશે કે નહીં મળે તેની અવઢવમાં પડયા હતા.
વૃદ્ધો યુવાનીના દિવસો યાદ કરી મનોમન ખુશ થતા હતા તો વળી, પાછા મોકો નહીં મળવાના વિચારે પસ્તાતા હતા.
નેતાઓ નાની ઉંમરનો છતાં પોતાની વાત કરાવી
એટલે દાઝતા હતા.
મીડિયાવાળા કમાઈ લેવાના અને પ્રસિદ્ધિ પામી લેવાના સપના જોવા લાગ્યા હતા.
....એક અવાજ કરાર થયેલી ચેનલ પર એકસાથે આવ્યો...આઇ લવ યુ માય ઓલ ફ્રેન્ડ્સ...
તે અવાજ માહીનો હતો... કલ્પનાની નગરીના રાજાનો હતો.લેટર ટુ લવર વિલેજના બાદશાહનો હતો.સૌના દિલ પર રાજ કરનારનો હતો.રાતોરાત સેલિબ્રિટી - રોકસ્ટાર બની જનાર માહી...હા માહીનો હતો..એજ માહી જેની ઝલક જોવા આખી દુનિયા સૌપ્રથમવાર આટલીવાર સુધી ટીવી સામે જોઈ રહી હતી.
ફરિશ્તા સમો માહી ખુદજ હાલ તો કલ્પના જેવો લાગતો હતો.
"દુનિયા ઝૂકતી હૈ ઝૂકાનેવાલા ચાહિએ" તે વાક્ય આજે માહીએ 100% સાચું પડ્યું હતું.
પહેરવેશ પરથી લાગતું હતું કે માહીને આછા રંગ બહુ પસંદ હશે.
આજ આખી દુનિયા માહી માટે "ચીફ ગૅસ્ટ"હતી તો, સામે છેડે તે પણ, દુનિયા આખીના દિલનો "ગેસ્ટ ઓફ ઓનર" બની ગયો હતો.
ફરી પડદા પર માહીનો અવાજ આવ્યો..
મે તુમકો એક શેર સુનાકર અપની નગરીમેં આનેકા અનુરોધ કરતા હું...
ભૂલ શકતે હૈ એક પલ સાંસ લેના
જી શકતે હૈ દિલકી ધડકન કે બિના
પર યે ગુસ્તાખી માહી નહીં કર શકતે
કી હમ જીયે ઔર જિંદગી કટે આપકે બીના..
દુનિયા તાલીઓથી ગુંજી ઉઠી.
સૌ એક નજરે ટગર ટગર જોઈ રહ્યા હતા.માહીએ દિલથી સૌનો આભાર માન્યો.
મારી કલ્પનાની નગરીને સાકાર કરવા માટે તમે બધાએ સાથ આપ્યો તે બદલ વેરી વેરી મચ થેન્કયુ..
મેં આ કલ્પનાની નગરી વિશે આખી દુનિયાને જાણ કરી પણ,મારા ખુદના વિશે કઈ જાણ ના કરી તે બદલ માફી માગું છું.પણ, મેં મારા પરિવારથી પણ અને મારા અંગત મિત્રોથી પણ અરે થોડેક અંશે મારી ખુદની જાતથી પણ આ વાત છુપાવી છે...
તમને થશે કે મને આ નગરી બનાવવાનો-વસાવવાનો ખયાલ ક્યાંથી આવ્યો ?..તો મેં "બેન્ડ બાજા બારાત"ફિલ્મ જોઈ અને વિચાર આવ્યો કે શા માટે પ્રેમીઓનું પણ,એક નગર ના હોય !(?) જયાં રહીને પ્રેમીઓ પોતાની ખુશખુશાલભરી જિંદગી વિતાવી શકે.ને બસ પછીના મારા વિચારો અને કલ્પનાની કિતાબ તો તમારી સામે બે દિવસ પહેલાથીજ ખોલી દીધી છે.મને ખબર છે તમે બધા મારા વિશે જાણવા બહુ આતુર હતા તે હું જાણું છું.
શું અવાજની મીઠાશતા હતી.બોલીનો ખણખણાટ કરતો પતલો રણકો,ચહેરાના હાવભાવ,લોકોને જકડી રાખતી વાણીની વિનમ્રતા અને એટલીજ પ્રિય વાતો....
હાથ ઊંચો કરે ત્યારે થંબ રિંગ્સ ઝગારા મારતી હતી,આઇબ્રોના છેડે પહેરેલ પિયર્સિંગમાં રહેલ નીલમ ચળકતો હતો.
હું દુનિયાથી એટલા માટે છુપાઈ રહ્યો ..કે મારા લવ નગરના દિલોને મારે સરપ્રાઇઝ આપવી હતી.તથા મીડિયાથી દૂર રહીને મારે પ્રથમ તમારા હરેકના દિલ પર છાઈ જવું હતું.મારી જિંદગીને તમારી જિંદગી સાથે ડાયરેક્ટ જીવવી હતી.તમારા સપનામાં વિવિધ રૂપે વસવું હતું.ખરેખર હું મારી કલ્પનાનો આટલો જોરદાર પ્રતિસાદ જોઈ હું ખુદજ કલ્પના સમજવા લાગ્યો છું.
માહી ભાવુક બની ગયો હતો.દુનિયાની લાગણી જોઈ રડમસ થઇ ગયો હતો.ખુદ પણ વિચારતો નહોતો તેટલો લાગણીશીલ થઈ ગયો હતો.આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયા.લાગણીનો ડૂમો ભરાઈ આવ્યો.પળ બે પળ નીરવતા પ્રસરી ગઈ.શૂન્યાવકાશ છાઈ ગયો.સામે છેડે દુનિયા પણ ભાવુક બની ગઈ.લાખોની આંખો ભીની થઈ ગઈ.દુનિયામાં એક સાથે પહેલીવાર આટલા બધાના રડવાનો રેકોર્ડ પણ નોંધાઈ ગયો.
મિત્રો મેં મારા નગરમાં જોડાવનાર સિવાય કોઈને શકલ ના બતાવવાનું કહ્યું હતું.પણ,તમારા સૌનો પ્રતિસાદ ને લાગણી જોઈને મારા એક વિચારમાં ફેર કરીને ઓનલાઇન ટીવી દ્વારા તમને મળવાનું નક્કી કરી નાખ્યું.અને બસ ચેનલો સાથે કરાર કરી લીધા.
હું ૫૯ મિનિટ સુધી તમારી સામે રહીશ.પછી આપણી લવર નગરીના કાર્યમાં વ્યસ્ત થઈ જઈશ.હું તમારા સૌની લાગણી જોઈ એક મારી આગવી વેબ સાઇટ,ફેસબુક ને ઇમેલ બનાવીશ જેમાં મારી સંપૂર્ણ વિગતો તથા માહીનગરની 25% માહિતી રોજેરોજ તમને જણાવીશ.મારો પોતાનો બ્લોગ પણ બનાવીશ.જેમાં તમે તમારા વિચારો જણાવજો.હું વધુમાં વધુ નવ દિવસની અંદર દરેકના બ્લોગના પ્રત્યુત્તર આપીશ.બસ છેલ્લે મને બહુ ગમેલ કાવ્ય કહું છું..જેમાં મેં થોડા મારા શબ્દો ઉમેર્યા છે માટે સોરી...અને હા,તમે લાઈવ પણ અત્યારની સુવિધા છે તે પ્રમાણે મને ઘરે બેઠા બેઠા પણ સામે છેડે મોબાઈલમાં ફક્ત માહી લખશો તો, તરત ડાયરેક્ટ મારી સાથે વાત કરવા કનેક્ટ થઇ શકશો અને જે પૂછવું હોય તે પુછી શકશો..
"અધૂરી રહી ગઈ છે"
જે વાત અધૂરી રહી ગઈ છે..
કોઈની વાતો દિલ પર અસર કરી ગઇ છે
સ્વપ્નમાં આવી મુજને એ પરી મળી ગઈ છે
નથી લાગતો હવે એકાંતનો ભાર અમને
એકલા રહેવાની મને આદત પડી ગઈ છે
આખો ભૂતકાળ ક્યાં યાદ છે મને
આ ઘડી બે ઘડી ખૂબજ ગમી ગઈ છે
અવસર પર રડયાં ત્યારે...
પ્રીત શું છે ? એ વાત સમજાઈ ગઈ છે
સફરમાં મળો જો કોક દી "મિત્રો"
કરજો એ વાત જે અધૂરી રહી ગઈ છે
પ્રેમની ભાષા નથી સમજાતી
એટલે તો આશુ "માહી" પ્રેમમાં પડે છે
બસ,હવે તો દિલના જોડાણથી પરોક્ષ મળીશું.તે પહેલા મેં ડ્રો દ્વારા સિલેક્ટ કરેલ "નવ" નામ કહું.જેમની સાથે હું પ્રથમ મુલાકાત કરવાનો છું.અને મારા પાર્ટનર તરીકે તેમાંથી બની પસંદગી કરવાનો છું.અત્યારે સાચા નામ કહીશ પછી, કાલે સવારે તેમને ગ્રુપના નામ આપીશ.પ્રથમ 29 દિવસ માટે 29 વ્યક્તિજ પસંદ કરવાની હતી.પણ, હવે મેં તાત્કાલિક વિચારીને 99 વ્યક્તિ લેવાનું નક્કી કર્યું છે.ત્યારબાદ એક સાથે 999 વ્યક્તિ લેવામાં આવશે.લવ નગરમાં જોડાવા માટે કુલ 99999 ફોર્મ આવ્યા હતા.જેમાંથી મેં પૂરતી ચકાસણી કરીને પ્રથમ ત્રણ માસ માટે 9000જ સિલેક્ટ કર્યા છે.બાકીના ને હું ખાતરી આપું છું કે...નવ માસની અંદર દરેકને લવનગરમાં જોઈન્ટ કરી લઈશ.કોઈનું દિલ દુભાય તો સોરી...
જે નવ જણા મેં સિલેક્ટ કર્યા છે.તેઓ દરેકની સાથે હું નવ-નવ દિવસ રહીશ.બસ મારા 9000 મિત્રોને "વેલકમ ટુ માય નહીં પણ અવર લવ નગર" અને બાકીનાને ત્યારબાદના તબક્કા માટે એડવાન્સમાં વેલકમ ટુ અવર લવ નગર..."
દરેક પસંદ થયેલ વ્યક્તિના ઘરે આગમન લેટર તો મોડો પહોચશે.મેં અગાઉથી મોકલી દીધા છે માટે બે દિવસમાં આવી જશે.છતાં આજ સવારે 9 વાગે ઓનલાઈન ચેનલ પર તેમની માહિતી મુકવામાં આવશે.
બસ છેલ્લે એજ કે આપણા નગરનું મારું એકનુંજ નહીં...પણ,આપ સૌનું જે સપનું છે તે સાકાર થાય,બદીઓ દૂર રહે,ખોટા તરંગો કે અડચણો દૂર રહે,પ્રમાણો પ્રમાણેજ લવ નગરનું વાતાવરણ આપ સૌ થકી હર્યું ભર્યું રહે.એજ આશા..સ્પૃહા સહ આઈ લવ યુ... જય ભારત વર્ષ...જય લવ નગર...જય હો દિલોકી ધડકન...
બસ છેલ્લે સિલેકટ થયેલ 9 નામ જણાવું....
◆ ફૈઝલ - સુલતાનપુર (હાલ કાશ્મીર)
◆રોહન - દેવગઢ
◆મયુરી - માંડવી
◆આશિક - ગાંધીનગર
◆પિનાકીન - પ્રેમનગર
◆શાહિદ - દેવપુરા
◆અદિતિ - આંબલીયાસણ
◆ધીરુજી - મહેસાણા અને
◆આલાપ - અમદાવાદ
બસ,આ નવ જણાએ સવારના સાત વાગ્યા સુધી ઓમ સર્કલ આવી જવું.જ્યાં ત્રણ માહીદિલ ગાડી તમને લેવા આવશે.ઘરેથી ફક્ત પહેરેલ કપડેજ આવવાનું છે....ને હા,મેં પ્રથમ 9000 માં દરેક જિલ્લાને ન્યાય મળે તેવી રીતે વ્યક્તિઓ પસંદ કરી છે.
"ગુડ નાઈટ ઓલ ફ્રેન્ડસ... આઇ લવ યુ"
હવે ટીવી પર આ સમયે મળીશ..@ 03:59:59 ...ત્યાં સુધી જય અંબે...ઓમ નમઃ શિવાય...
લોકો ખુશીથી નાચવા લાગ્યા.ટીવી સ્ક્રીન પર માહિતી બંધ થઈ કે તરત ઉજાણી જેવું વાતાવરણ થઇ ગયું.ઠેરઠેર ફટાકડા ફૂટવા લાગ્યા.લોકોએ આનંદની કીકીયારીયો પાડી.
સર્વત્ર માહીનો જયજયકાર થઈ ગયો.માહીની કાલ્પનિક દુનિયા ભૂલીને લોકો વાસ્તવિક દુનિયામાં પણ માહીને જોવા લાગ્યા.
માહીની સિલેકટ થયેલ નવ વ્યક્તિ પણ ખુશ થઈ ગઈ.મીડિયા હવે તેમની પાછળ ફરવા લાગ્યું અને તેમની પ્રોફાઇલ-ડેટા ચેનલો પર ફરતી થઈ.નવે-નવ જણની રજે-રજ માહિતી દુનિયા સામે આવતી ગઈ...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED