રણ J S દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રણ

કેસરિયા બાલમાં, પધારો મ્હારે દેશ રે ।

ચારે તરફ ફેલાયેલા આ અફાટ રણ માં કૈંક રહસ્યો, કેટલીયે સાંસ્કૃતિક ધરોહરો દટાયેલી પડી છે. આ રણ અહીંના રાજા રાજવાડુઓ ની દોમ દોમ સાહ્યબી અને વિલોપન ની સાક્ષી રહ્યું છે.

આ શાનદાર રેતી ની ટેકરીઓ ની તળે દબાયેલો પડ્યો છે એક ઇતિહાસ જે સાંજ પડતાની સાથે જાગી ઉઠે છે માંગનીયાર ના લોકગીતો માં, રાજાઓ ના મહેલો ના ઝરૂખાઓ માં અને માટી ના ચૂલામાંથી ઊડતી રાખ પર શેકાતી બાટી ની સુવાસ માં.

આટલું બોલીને 64 વર્ષના લાખાસિંગ ગાઈડ થોડીવાર પૂરતા અટક્યા અને એક નજર આખાય પર્યટકો ના સમૂહ પર ફેરવી રહ્યા હતા. ત્યાંજ સમૂહ માંથી એક ખંજરી જેવો મીઠો રણકાર સમો સવાલ સરી પડ્યો, "કાકા તમે અહીંના સ્થાનિક નિવાસી છો? કે પછી આજુ બાજુ ના વિસ્તારમાં રહો છો? રણકાર ની દિશા પકડીને ને તરતજ સવાલનું સરનામું મળી ગયું. જવાબ રૂપે લાખાસિંગે કહ્યું હા આ આખું રાજસ્થાન મારી કર્મભૂમિ રહી છે. પણ હું મૂળ તો ઉત્તર-પૂર્વી માધ્ય-પ્રદેશ નો મૂળ વતની છું. ખંજરી ફરીથી રણકી તમે કેટલા વખતથી ગાઈડ તરીકે કામ કરો છો? આ રાજસ્થાન, અહીંના રણ અને એના ઇતિહાસ વિશે ની તમારી જાણકારી બીજા ગાઈડ કરતા બેહતર લાગે છે.

જવાબ આપતા પેહલા લાખાસિંગ થોડી વાર અટક્યા, પછી સવાલ પૂછનાર શિલ્પ ને પિતા-તુલ્ય વાત્સલ્યથી તાકી રહ્યા અને એમને પહેરેલા ડગલાં ના ખિસ્સામાંથી એક સરકારી ઓળખપત્ર કાઢી ને બતાવ્યું. એમાં લખ્યું હતું "લાખાસિંગ વજેસિંગ ભારાણી - વર્તમાન ભોમિયો - ભૂતપૂર્વ દશ્યું સમ્રાટ". પર્યટકોની આખી ટોળકીમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. પછી થોડી વાર રહીને બધાને કળ વળી એટલે પેહલા ધીમો પછીથી મૉટે થી ગણગણાટ શરુ થઇ ગયો. બધા એક બીજાની સામે જોઈએ ને માન્યામાં ના આવે અને સાધારણ સંજોગોમા વ્યક્તિ કેહવા કે કેમ તેવી વ્યક્તિ એમનો ગાઈડ બની ને છેલ્લા 2 કલાક થી એમની સાથે રહ્યો છે. જે લોકો ને સમજ ના પડી એમની આંખો માં પ્રશ્ન હતો કે આ વળી કેવું 'દશ્યું સમ્રાટ' એટલે શું? બીજા જાણકાર પર્યટકોએ દબાતા આવજે એમને સમજાવ્યા કે ભૂતપૂર્વ દસ્યુ સમ્રાટ એટલે 'પેહલાના વખત ના ડાકુઓ ના સરદાર'. આ જાણીને એમની આખો પણ આશ્ચર્ય અને મહદ અંશે ડરથી પહોળી થઇ ગયી.

જે યુગલો નવા પરણેલા હતા, એમને પોતપોતાની પત્નીઓ નો હાથ પકડી લીધો અને જે લોકો બાળ બચ્ચા સાથે આવેલા એમને પોતાના છોકરાઓ ને તેડી લીધા।

આખી ટોળી ની આંખોમાં એકજ પ્રશ્ન વાંચીને લાખાસિંગે બને એટલી નમ્રતાથી જણાવ્યું કે તમારે કોઈને મારાથી ડરવાની કોઈજ ઝરૂર નથી. હું એક ઝમાના માં ડાકુ હતો અત્યારે નથી. મારી પાછલી જિંદગી મિટાવી ને મે કાયદેસર શરણાગતિ સ્વીકારી પુરા બાર વર્ષ જેલ માં ગુજાર્યા છે અને પછી એક નખશીખ દુધે ધોઈને સમાજ માં પાછો ફર્યો અને છેલ્લા એક દાયકાથી ગાઈડ તરીકે પર્યટકો ની સેવા કરું છું.

ટોળીમાં થોડી રાહતની લાગણી છવાઈ અને પછી કોઈએ હિમ્મત કરીને પ્રશ્ન કર્યો કે તમારે કાયદાની શરણાગતિ મઝબૂરીમાં કે સ્વેચ્છાએ સ્વીકારી પડી?

લખાસિંગ ફિક્કું હસી ને જણાવ્યું કે આજથી 25-30 વર્ષ પેહલા હું રાજસ્થાન અને માધ્ય-પ્રદેશ ના ચંબલ વિસ્તારમાં એક ખુબજ નિર્દય ડાકુ તરીકે કુખ્યાત હતો. બંને રાજ્યો માં મારા નામની ધાક હતી. દુનિયા, સમાજ અને કાયદો અમને ભલે ડાકુ તરીકે ઓળખે પણ અમે પોતાને એક બાગી / બળવાખોર તરીકે જ માનતા।.

કંઈક કેટલાય જમીનદારોને લુંટ્યા હશે, કેટલીયે જાન ઉથલાવી કાઢી હશે, અને ના જાણે કેટ-કેટલાયે નાના રજવાડુંઓ નો તો અમે વંશવેલો ખતમ કરી નાખ્યો હશે. અમે પોલીસ પર પણ ક્યારેક ગોળીઓ વરસાવી હશે.

એવી જ એક લૂંટ કરવા માટે ની ખેપ દરમિયાન અમે જેસલમેર ની નજીક ચંદન ગામેં ત્યાંના નગરશેઠ ના કુંવર ના લગ્ન માં લૂંટવાના ઈરાદા થી હું અને મારા બીજા આઠ-દસ સાથીદારો સાથે ચંદન ગામ પર હુમલો કરવા નીકળ્યા હતા.

ગામ પહૉચતાં પેહલા ભાગોળના શિવ મંદિર ના કુવા પાસે થી પસાર થતા એક ધડામ કરતો અવાઝ સાંભળ્યો। કુવા પાસે જઈને જોયું તો એમાં એક ચાંદની રાત્રી જેવી સૌંદર્ય સમી એક નારી ડૂબવાની અણી પર હતી. એક ક્ષણ નો પણ વિલંબ કાર્ય વગર ઘોડા પરથી હું સીધો કુવામાં કૂદ્યો અને એ છોકરી ને દોરડા વાટે બચાવી ને બહાર કાઢી। એ સાથે જ એ છોકરીએ રડતા રડતા આપવીતી જણાવી કે એ નગર ના એક ગરીબ પરિવારનું કુળ છે, નામ છે કલ્પી।.

કલ્પી એ ગામમાં રહેતા એક જુવાન મેરસિંગ તોમાર સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ મેરસિંગ અને કલ્પી ખુબજ આનંદ થી દિવસો પસાર કરતા હતા. મેરસિંગે થોડા મહિના પહેલાજ પોલીસ માં નવી સાવી નોકરી ચાલુ કરી હતી અને એણે આગળ રડતા રડતા જણાવ્યું કે થોડા દિવસો પેહલા મેરસિંગ લાખાસિંગ નો પીછો કરવા છેક ચંબલ સુધી લાંબો થયો હતો પણ ચંબલ થી મેરસિંગ ને બદલે એનું સવ પાછું આવ્યું। સવ જોઈને કલ્પી કેટલાય કલાકો મૂર્છિત રહી અને ભાનમાં આવતા એણે જાણ્યું કે એને મેરસિંગ તો નથી રહ્યા પણ મેરસીંગ ની નિશાની એના ઉદરમાં શ્વસી રહી છે.

આ અફાટ રણ ની જેમ કલ્પીને પોતાની અને પોતાના થનાર સંતાન ની જિંદગી પણ અફાટ લાગી, ક્યારેય ના ખૂટે એવી અનંત યાતના ભરી ભાસી અને એને યાતના માંથી મુક્તિ મેળવવા કૂવો વહાલો કરવાનું નક્કી કર્યું।

લાખાસિંગ થોડીવાર અટકીને પર્યટકોની ટોળી સામે જોઈએ ને પ્રશ્ચાતાપ થી શરમિંદો થઇ રહ્યો હતો. વાત આગળ વધારતા કહ્યું કે એ ઘડી ને આજનો દી મેં હથિયાર ને હાથ નથી લગાડ્યો। કલ્પીને અને એના થનાર સંતાન ને માત્ર નવું જીવન આપવાના પવિત્ર કાર્ય માટે એને કલ્પી ને પોતાની ઓળખ આપી કે એ પોતેજ લાખાસિંગ છે અને મેરસિંગ પર થનાર ગોળીબાર માટે પોતેજ જવાબદાર છે. પણ મેરસિંગ નું કુળ આગળ વધારવા માટે આ લાખો કલ્પીને અને એના થનાર સંતાનને અપનાવશે અને એ સંતાન ને ક્યારેય ઓછું ના આવે એવી તાકીદે પોતાનું કોઈજ સંતાન ભવિષ્ય માં નહિ થવા દે. લાખાએ કલ્પી સામે હાથ જોડી ને પોતાને પ્રાયશ્ચિત કરવાનો મોકો માંગ્યો અને કલ્પી એ પણ પોતાના થનાર સંતાનને ધ્યાનમાં રાખી આ સંબંધ સ્વીકારી લીધો। બીજી ઘડીએ બંને એ બાજુ ના શિવમંદિર માં પવિત્ર બંધન માં જોડાયા અને ત્રીજી ઘડીએ લાખાએ કલાપીના કેહવા મુજબ પોતાની જાતને કાયદાને શરણે ધરી દીધી।

લાખાસિંગ જ્યારે જેલમાં સજા કાપી રહ્યો હતો એ દરમિયાન કલ્પીએ કલ્પી ના શકાય એ હદે સુંદર પુત્રીને જન્મ આપ્યો અને એનું નામ રાખું કલ્પીતા પુરા બાર વર્ષે લાખાસિંગ પોતાની કાયદેસર ની સજા કાપીને પાછો ફર્યો। કલ્પીતા ત્યારે અગિયાર વર્ષ ની હતી અને અત્યારે એકવીસ વર્ષની સોહમણી યુવતી બની ગઈ છે અને લાખાસિંગ નું તો આંખનું રતન અને નામનું રટણ બની ગઈ છે.

પર્યટકો એ લાખાસિંગ ની આ પ્રાયશ્ચિત ની ભાવના બાદલ તાળીઓથી વધાવી ને રણ ના આ મહાન રહશ્ય થી વાકેફ બની તૃપ્તિ નો ઓડકાર ખાતા વિદાય લીધી।

સાંજ થવાને હતી ને રણના ક્ષિતિજ પર સૂર્ય પણ જાણે આ ગાથા સાંભળવા માટે આથમતા અટકી ગયો હતો... થોડા થોડા અંતરાલે થોડી થોડી રેતી ની ડમરીઓ ઊડતી હતી જાણે લાખાસિંગને મનમાં પ્રાયશ્ચિતની ટીસ ઉડાડતી હોય એમ.