બનારસ J S દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બનારસ

ये है बनारस, सब रसो का रस। ये है बनारस।

પેડલ રીક્ષા ચાલક વિઠ્ઠલ એની મસ્તી માં ઉપર ની પંક્તિ લલકારતો પેડલ રીક્ષા હાંકે જતો હતો. પેડલ ચાલુ રાખી ગાવામાં બ્રેક મારી ચાલકે પાછળ બેઠેલા એક વયોવૃદ્ધ પેસેન્જર ને પૂછ્યું 'સાબ આપ યહાઁ બનારસ મે પેહલી બાર આયે હો ક્યાં?' પાછળ બેઠેલા વૃદ્ધે બજાર, રોડ અને રસ્તામાં આવતા નાના-મોટા મંદિરો પસાર થતા જોતા ભારે વદને જવાબ આપ્યો 'નહિ, મે આજ દૂસરી બાર યહ આયા હું. પેહલી બાર કુછ પંદ્રહ સાલ પહેલે આના હુઆ થા.' અને ફરી પાછા વૃદ્ધ વિચારો માં મગ્ન થઇ ગયા. પણ રીક્ષા ચાલકે એની ઈંકવાયિરી ચાલુ રાખી 'ઓહો પંદ્રહ સાલ ! પંદ્રહ સાલ મેં તો યહ સબ કુછ બદલ ગયા હૈ. ઉસ વક્ત તો મે સિર્ફ દસ સાલ કે રહા હોઉંગા. જબ આપ યહ પેહલી બાર આયે થે તો ક્યાં ક્યાં દેખા થા?' વૃદ્ધ તંદ્રા તોડી ફરી પાંછા રીક્ષા માં આવી ગયા અને જવાબ આપ્યો 'થોડી બહોત જગાહ દેખી થી જૈસે કાશી વિશ્વનાથ કા મંદિર, ગંગા ઘાટ કી આરતી વગેરા'. જવાબ આપતા આપતા વૃધે જોયું કે આ રીક્ષા ચાલક થોડો વાચાળ ઝરૂર છે પણ એની પુછપરછ માં એક પ્રકાર ની શાલીનતા અને ઉંમરસહજ ચંચળતા છે. વિઠ્ઠલે ફરી પ્રશ્ન ફેંક્યો 'તો સાબ આપ કહાઁ સે આ રહે હો?' જવાબ માં વૃદ્ધે કહ્યું 'ભાઈ મેં મુંબઈ કા રેહને વાલા હું ઔર મુંબઈ સે આ રહા હું.'

નૌતમરાય ઝવેરી મુંબઈ ના મોટા માથાઓ માના એક ગણાતા હતા. ઝવેરી બજાર માં એમના નામ નો ડંકો વાગતો હતો. રાજમહેલથી પણ ચડિયાતા એમના બંગલામાંથી જયારે નૌતમરાય એમની સી-ક્લાસ મર્સીડીઝ માં દુકાન 'પારસ' જવા નીકળે ત્યારે રાજા ભોજ એમનાથી થોડાક જ ઉતારતા લાગે. નાના મોટા ઝવેરીઓએ પોતપોતાની દુકાનમાંથી બહાર દોડી આવીને એમનું માનથી અભિવાદન કરે. આખું ઝવેરી બજાર જાણતું હતું કે આજથી ચાલીસ વર્ષ પેહલાના નૌતમયાએ પુષકળ સંઘર્ષ કરીને આજે નૌતમરાય બની ગયા હતા. એમનો ઉદાર અને ધાર્મિક સ્વભાવ, એમની દૂરંદેશી અને પારખી નજર માટે આખીય બજાર ને માત્ર એમની સામે નહિ એમની પાછળ પણ ખુબજ માંન હતું. એમના સંસાર માં એમની પત્ની શાંતાગૌરી અને અગિયાર વર્ષનો એક માત્ર દીકરો મોક્ષ હતો. શાંતાગૌરી પણ એમના નામની માફક એકદમ શાંત અને ધાર્મિક સ્વભાવના હતા. બંને પતિ-પત્ની માટે મોક્ષ એમની આંખનું સૌથી કિંમતી ઝવેરાત હતો. મોક્ષ પણ એવો રુપકડો કે કોઈ જોતુંજ રહી જાય.

હજી તો સવાર ના સાત વાગવા માં હતા એટલે બનારસ સ્ટેશન થી જતા મુખ્ય માર્ગ પર વધારે વાહનો ની ચહલ પહલ નહોતી. અવરજવર કરતા લોકો માં મુખ્યત્વે મંદિરોમાં દર્શને જનારા અને ગંગાઘાટ પર ડૂબકી લગાવનારા લોકો હતા. થોડા થોડા અંતરાલે ચા ની કીટલી અને નાસ્તા ની રેકડીઓ પર ભીડ જોવા મળતી હતી. વિઠ્ઠલ ને ચા ની કીટલી જોઈ ને ચા પીવા ની ઈચ્છા થઇ આવી. તેને વૃદ્ધને પૂછ્યું, 'સાબ આપકો દેરી ના હો રહી હો તો થોડી દેર રુક કે થોડા ચાય પાણી હો જાયે?'. વૃદ્ધને પણ ચા પીવાનું મન થઇ આવ્યું, એટલે એમને હકારમાં માથું ધુણાવી ને સમંતિ આપી.

ચા પિતા પિતા રીક્ષા ના પેડલ ભલે થોભ્યા હતા પણ વિઠ્ઠલની પૂછપરછ ની ગાડી તો હાજી ચાલુજ હતી 'સાહેબ, આપ મુંબઈ મેં ક્યાં કામ કરતે હો? આપકે ચેહરે કા તેજ દેખકર તો લગતા હૈ આપ ઝરૂર કોઈ રઈસ ખાનદાન કે બુઝુર્ગ હો! ઔર આપ યહ કિતને દિન તક રેહને વાલે હો? ' વડીલ ને આ છોકરડામાં ધીરે ધીરે રસ પાડવા માંડ્યો હતો. એટલે એમણે પોતાની ઓળખ આપી ને પછી ચેહરા પર ગંભીર મુદ્રા આવીને બેસી ગયી જ્યારે એમણે જણાવ્યું કે હું કાયમ માટે બનારસ માં રહેવા આવી ગયો છું. વડીલ બોલ્યા 'હમારે ગુજરાતી મે એક કહાવત હૈ, સુરત નું જમણ અને બનારસ નું મરણ. જ્યારે મારી પત્નીનો સાથ મારી સાથે હતો ત્યારે મારી જિંદગી સુરત ના જમણ જેવી હતી અને જ્યારે હવે એ નથી રહી ત્યારે હું બનારસ નું મરણ અને શરણ શોધવા નીકળી પડ્યો છું.'

નૌતમરાય બોલતા બોલતા અતીતના ખોળે પહુંચી ગયા. પંદર વર્ષ પેહલા જ્યારે એ અને શાંતાગૌરી બનારસ આવ્યા હતા, ત્યારે કાશી-વિશ્વનાથ ના મંદિર ના પગથિયે બેઠા બેઠા પોતાના ખાલી ખોળા ની ચિંતા કરતા હતા, ત્યારે મંદિરના પ્રાગણં માં ચાલી રહેલ મહંતની કથા ના કેટલાક વાક્યો એમના કાને પડ્યા હતા. મહંત આ મંદિરનું વિશેષ મહત્વ સમજાવતા હતા કે એક વાર ભગવાન શંકરે ખાવા-પીવા ની તુલના પણ મોહમાયા સાથે કરી હતી. ત્યારે પાર્વતીજીના ગુસ્સાના પ્રકોપ થી આ સ્થાને ભયંકર દુકાળ પડ્યો હતો. આ દુકાળથી બચવા લોકો એ દિવસો સુધી માઁ પાર્વતી અને ભગવાન શંકર ની પ્રાર્થના કરી હતી અને એમના દુઃખો દૂર કરવા માઁ પાર્વતી એ કાશી માં માઁ અન્નપૂર્ણા નો અવતાર લઇ આ ધરતીના લોકો માટે સદેવ માટે ખાન-પાન પ્રદાન કરવાનો નિશ્ચય કર્યો. ભગવાન શંકરે માં અન્નપૂર્ણા એ પાસે એક નિશ્ચય માંગ્યો કે જ્યા સુધી આ ધારા ધામ પર મનુષ્ય જીવિત છે આપ અન્નપૂર્ણા બની એમનું ઉદરપોષણ કરશો અને જ્યારે મનુષ્યનું શરીર સમાપ્ત થઇ જશે ત્યારે હું એ મનુષ્યને તારક મંત્ર આપી ને એને મોક્ષ પ્રદાન કરીશ.

આ કથાનક સાંભળીને બંને પતિ-પત્ની ને મનમાં નિશ્ચય થયો કે જ્યારે શરીર ત્યાગવાનો સમય પાકે ત્યારે આજ જગ્યાએ મોક્ષ લેવો. પણ અત્યારે તો એમની વિપદા કંઈક જુદી અને ખુબજ મોટી હતી. લગ્ન ના બાર બાર વર્ષ પતવા છતાંય એમના ખોળાનો ખૂંદનાર હાજી મળ્યો નહતો।. અને આખરે ચાર વર્ષ પછી વિશ્વ ના નાથે એમની સામે જોયું અને શાંતાગૌરી ની કુખે પુત્રનો જન્મ થયો. બંને એ કાશી-વિશ્વનાથ નો મહિમા જાળવીને એ પુત્રનું નામ મોક્ષ પાડ્યું.

મોક્ષ અગિયાર વર્ષનો થયો ત્યારથીજ એકદમ ધીર ગંભીર અને કોઈ પ્રાચીન ઋષિ ની માફક ધાર્મિક તેજ વાળો હતો. પણ આ વિશ્વના નાથને પણ આવા ઋષિઓની ઝરૂર પડતી હોય છે એટલે એમને એક ટૂંકી માંદગી બાદ નાથના દરબાર માં અવવાનું તેડું મોકલી પાછો બોલાઈ લીધો. શાંતાગૌરી થી આ આઘાત સહન ના થતા એ પણ મોક્ષની પાછળ પાછળ ચાલી નીકળ્યા. આમ ઉપર છાપરી વીઝળી પડવાથી નૌતમરાય ને સંસાર માંથી રસ ઉઠી ગયો અને એમને બધો કારોબાર વેચી અલગ અલગ માનવ સેવી સંસ્થાઓ, સ્કૂલો અને ખાસ તો અનાથ આશ્રમો માં દાન કરી ને પોતાની પત્ની અને પુત્ર સાથે પોતાને પણ મોક્ષ મળે એ માટે કાયમ માટે બનારસ ના શરણે આવી પહોંચ્યા હતા.

વિઠ્ઠલ ના નવા સવાલથી વડીલ નું ધ્યાન પાછું ફર્યું. 'સાબ તો અબ આપ કાશી-વિશ્વનાથ મંદિર મે હી રહોગે હંમેશ કે લિયે?' જવાબ માં વડીલે 'હા' એટલુંજ કહી શક્યા. ચા પીને પાછા રિક્ષામાં સવાર થઇ મંદિર ના ગેસ્ટહાઉસ જતા રસ્તા માં ગંગા ઘાટ પાસે થી પસાર થતાજ વડીલે કીધું,'ભૈયા જરા યહાઁ થોડે દેર રૂક્ના.. મે સુબહ કે સ્નાન કી ડૂબકી લાગેકે આતા હુ'.

નૌતમરાય ભગવાન શંકર અને હર હર ગંગે નું સ્મરણ કરતા કરતા ગંગા માં ની ડૂબકી લગાવા પાણીની અંદર નીચા નમ્યા, ત્યાં પાણીની અંદર એમને એમની પત્ની અને પુત્ર મોક્ષ દેખાયા. એમને લાગવા માંડ્યું કી એ લોકો એમની જ રાહ જોઈ રહ્યા હોય અને કેહી રહ્યા હોય કે હવે આપણને બધાને મોક્ષ મળશે... અને નૌતમરાય પાંછા પાણીની ઉપર જ ના દેખાયા.

દૂર ઘાટ પર બેઠેલા સાધુઓ ગંગાજી નો મહિમા ગાતા એમની વાણી સંભળાતી 'હો ગંગાજી કા મહિમા અપાર જાણના હો સંસાર જાણના' અને દૂર દૂર મંદિર માં ઝાલર અને આરતી ની ધ્વનિ ગુંજી ઉઠી.