Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર..... પેજ - ૫૯

સંબંધો નાં સમીકરણો માં અંજલિ અટવાતી હતી, હંમેશા ની જેમ આ વખતે પણ તેને પતી વિશાલ તરફ થી દુઃખ પહોંચ્યું હતું...આ વખત ની દુઃખ ની પરાકાષ્ઠા પહેલા કરતા ઘણી અધિક હતી, અને પ્રયાગ ને પણ દુઃખ થયું હતું.
અનુરાગ સર બન્ને ને શાંત કરેેછે, અનેે પોતાના અનુુુભવ ના આધારે શીખામણ આપેેછે અને બન્ને જણાા ને તેમના રૂમ માં મોકલે છે.

******( હવે આગળ-પેજ-૫૯) *******

અંજલિ તથા પ્રયાગ બન્ને પોતાના રૂમમાં જઈ ને ફ્રેશ થઈ ગયા, ઉદાસ ચહેરા અને રડેલી આંખોમાં કોઈ અણધારી ઉપાધી કે અચાનક આવી પડેલું દુઃખ સ્પસ્ટ નજર આવી જતું હતું.
અંજુ એ ફ્રેશ થઈ ને મિરર માં નજર કરીને પોતાનાં ચહેરા તરફ જોયું...કહેછે ને કે આયનો ક્યારેય જુઠુ નથી બોલતો...જે હોય તેજ બતાવી દેછે...પરંતુ સત્ય તો એ છે કે આયનો ફક્ત ચહેરો અને તેના ભાવ બતાવે છે,પરંતુ મન માં ચાલતાં તોફાનો,દુઃખતું મન અને મન ની પીડા ને નથી બતાવતો, એવી જ રીતે મનમાં ઉભરાતા ખુશી ઓ કે ઉમંગ ને પણ નથી ઓળખી શકાતું..એતો માણસે પોતાને જ એકલા એજ સહન કરવાનું અથવા માણવાનું હોય છે.
અંજલિ એ ઉદાસી ને ખંખેરીને ચહેરા પર નવાં ખુશીઓ નાં આવરણને ઓઢી લીધું અને કોઈને પણ થોડીકવાર પહેલા જ જે ઘટનાં ઘટીત થઈ હતી તે ખબર નાં પડે તેવી રીતે તેનાં રૂમ માં થી નીચે ડ્રોઈંગરૂમમાં આવી અને સોફા પર બેઠી.
અનુરાગ સર તથા શ્લોક પણ ત્યારે ત્યાં જ બેઠા હતા. અનુરાગ સરે અંજુ ની સામે જોયું અને અંજુ ના ચહેરા ને વાંચી લીધો...ઓહહહ સો સૉરી અંજુ...તારા ચહેરા પર ભલે તે ખુશી નું આવરણ ચઢાવી લીધું છે પરંતુ અંદર થી તો તુ બહુજ દુઃખી છું...કાશ મારી વાત ના એ ઈશારા ને સમજી ગઈ હોત...તો કદાચ વિશાલ ને તુ ફોન ના કરતી અને આટલું દુઃખ નાં પહોંચ્યું હોત તને....મન માં જ વાત કરી અને પછી અનુરાગ સર બોલ્યા...આવો અંજુ...બેસો...
જી...સર...કહેતી અંજલિ હસતા ચહેરે...સોફા પર બેઠી. એ દુઃખી મન માં ચહેરા પર હાસ્ય લાવવું કેટલું દુઃખ દાયી હોય છે...એ તો એવા જ વ્યક્તિ જાણી શકે...જેનું મન ઉદાસ હોય અને ચહેરો હસતો રાખવો પડે...
પ્રયાગ પણ મન ની ઉદાસી ને બાથરુમ માં ન્હાવા જાય છે ત્યારે જ ન્હાતા ન્હાતા જ પોતાનાં મન માં થી ધોઈ નાંખે છે. એક દિવસ પછીથી પોતે યુવાની ના ઉંબરે આવીને ઉભો છે તે પ્રતીત કરાવતો તથા તેના જીવન ને એક નવો જ આયામ આપવા માટે નિમિત બનવાનો પ્રસંગ ઉજવવાનો છે અને તે પણ તેની મન પસંદ અને મન થી જેને ખુબ પ્રેમ કરી રહ્યો હતો તથા જે વ્યક્તિ તેના હાસ્યને અને રુદન ને તથા તેનાં મન ને અને તેના આંખ નાં ઈશારા ઓ ને પણ વગર બોલે સમજી શકતી હતી અને ખુબ પ્રેમ કરતી હતી, તેવી અદીતી સાથે લગ્ન જીવનમાં જોડાવા માટે નાં જરુરી એવા પ્રથમ ચરણ માં શુકન નું શ્રીફળ તથા સવા રૂપિયો આપવાનો નાનો પણ મહત્વ નો પ્રસંગ હતો. પ્રયાગ બધી ઉદાસ વાતો ને મન અને મગજ બંન્ને માંથી કાઢી ને જ આવ્યો હતો, આ એક ગુણ તેનાં મા અંજલિ થી થોડો અલગ જ હતો, પ્રયાગ સુખ હોય કે દુઃખ તેને બહુજ લાંબા સમય સુધી પકડી ને બેસી ન્હોતો રહેતો...ભવિષ્ય ને ધ્યાનમાં રાખી અને આજ માં જીવતો હતો.
અનુરાગ સર તથા શ્લોક બન્ને સાથે બોલ્યા...અરે જરા કોઈ અદિતી ને ફોન કરો...તે લોકો પણ આવી રહ્યા છે ને ???
જી સર...કહેતાં જ પ્રયાગે પોતાનો મોબાઈલ કાઢ્યો અને અદિતી ને ફોન લગાવ્યો....
હાય..અદિ...વોટ્સ ગોઈંગ ઓન ?? ઈસ ધેર ઓલ ઓ.કે ?? તમે આવી રહ્યા છો ને ??
ઓહહહ..યસ પ્રયાગ...ઓલ ઈસ વેલ...બસ મમ્મી રેડી થઈ રહી છે..પાંચેક મીનીટ માં જ આવી રહ્યા છીએ...
ઓ.કે ગુડ...આવો કહીને પ્રયાગે ફોન પુરો કર્યો.
થોડી વાર માં જ અદિતી બધા ને લઈને આવી ગઈ..આચાર્ય સાહેબ તથા તેમની પત્ની બન્ને જણાં તો અનુરાગ સર નું ઘર તથા તેમનાં ગેસ્ટહાઉસ ને જોઈને ચકિતજ થઈ ગયા હતા.
અંજલિ,પ્રયાગ,અદિતી, તથા તેનાં પેરેન્ટ્સ અને સાથે અનુરાગ સર, શ્લોક અને સ્વરા બધા ની ડીસો એક જ ડાઈનીંગ ટેબલ પર ગોઠવેલી હતી..બધાયે સાથે બેસીને જ ડીનર લીધું...અને ત્યાર બાદ બધા જ સાથેજ બહાર ગાર્ડન માં રાખેલા સોફા પર બેઠા...અને ઠંડી ની સીઝનમાં ગરમાગરમ કૉફી નો આનંદ માણે છે તથા મોડા સુધી વાતો કરતા રહ્યાં.
હવે એક દિવસ રહીને જ અંજલિ નાં દિકરા પ્રયાગ અને આચાર્ય સાહેબ ની દિકરી અદિતી ના સંબંધ નક્કી થયા હતા તેને સામાજીક નામ મળે તે માટે એક શુકન આપવાનું હતું.
એક દિવસ તો આમ જ પસાર થઈ ગયો...
આજે પ્રયાગ તથા અદિતી ને એક નાની પરંતુ મહત્વ ની ધાર્મિક વિધિ અનુસંધાને એક બીજા થી એક બીજા ની સાથે...જીવન સાથી તરીકે જોડાવાનું હતું તે માટેના પહેલા ચરણ ને પુરું કરવાનું હતું.
અનુરાગ હાઉસ ના વિશાળ ગાર્ડન માં આજે નાનું ફંક્શન રાખ્યું હતું. પ્રયાગ તથા અદિતી નાં નજીકના ફ્રેન્ડસ ને આજે ઈનવાઈટ કર્યા હતાં, બ્યુટીશીયન અદિતી, સ્વરા તથા અંજલિ ને તૈયાર કરવા માટે આવ્યા હતા, જેમણે આજે ઘર ના ત્રણેય સ્ત્રી પાત્રોને તૈયાર કર્યા.
પ્રયાગ, તથા તેનાં ફ્રેન્ડસ એક રૂમમાં પોતાની જાતે જ રેડી થયા જેમાં પ્રયાગે મરૂન તથા ગોલ્ડન કલર ના કુર્તા પાયજામો પહેર્યા હતા જે તેણે અદિતી નાં કપડાં ના કલર સાથે મેચ કરી ને લીધા હતાં.
અનુરાગ સર તથા શ્લોક અને આચાર્ય સાહેબે પણ પ્રસંગ ને અનુરૂપ કુર્તા પાયજામો પહેર્યા હતા. જ્યારે સ્વરા અને અંજલિ તથા અદિતી ના મમ્મી દરેકે ઈન્ડીયા થી મંગાવેલા અને અંજલિ ની પસંદગી ના કપડા પહેર્યાં હતાં.
ઘર માં કામ કરતા દરેક માણસો એ આજે નવા કપડાં જ પહેર્યા હતા.
ઘર ના દરેક સભ્યો ના ચહેરા પર આજે ખુશી વર્તાઈ રહી હતી. અદિતી પણ આજે બહુજ ખુશ હતી સાથે તેનાં પેરેન્ટ્સ પણ ખુબ જ ખુશ હતા, તેમના મન માં તો આજે અંજલિ માટે જે માન હતું તે અનેકો અનેક ઘણું વધી ગયું હતું.
એક સામાન્ય વ્યક્તિ અને તે પણ તેમની કંપની મા જ નોકરી કરતી હોય તેની દિકરી ને પોતાનાં પુત્ર સાથે સંબંધ કરવા દેવા માટે હા પાડવી...સંમતિ આપવી...અને તે પણ ફક્ત કહેવા પુરતું નહીં પણ સાચા મન થી તેને સ્વીકારી ને દિલ થી ખુશી આપવી અને પોતે પણ ખુશ હોવું બહુ મોટી વાત કહેવાય અને તે પણ આજ ના જમાના માં....જ્યારે લોકો પૈસા સિવાયનું બીજું કશુંજ નથી વિચારતા...ત્યારે અંજલિ એ એક અનોખું અને સકારાત્મક ઉદાહરણ આ સમય માં તથા આવનારા અનેક વર્ષો માટે પુરું પાડ્યું હતું.
મુહુર્ત નો સમય થવા આવ્યો હતો, અનુરાગ સર ની સૂચના મુજબ પ્રસંગ ને અનુરૂપ બે બ્રાહ્મણ પંડિત બહાર અદિતી તથા પ્રયાગ ની બાજુમાં બેસી ને મંત્રોચ્ચાર કરી રહ્યા હતા, જ્યારે એક પંડિત અંદર ઘર મંદિર માં ભગવાન પાસે બેસીને પુજા અને મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. ઘર નું વાતાવરણ એકદમ પવિત્ર જણાતું હતું.
અંજલિ નાં ચહેરા પર ખુબ ખુશી છલકાતી હતી, પોતાનો એક નો એક દિકરો અને તેનો પણ પહેલો જ પ્રસંગ હતો...એટલે ખુશી તો છુપી છુપાય નહીં એટલી બધી થતી હતી આજે અંજલિ ને...અને સાથે સાથે પોતાનાં આદર્શ,ગુરુ, અને જીવનમાં અને સમાજમાં આજે જે માનભર્યું સ્થાન અંજલિ ને જેમના કારણે મળ્યું હતું તે વ્યક્તિ એટલેકે તેના અનુરાગ સરે જે રીતે જવાબદારી લઈને આ પ્રસંગ પોતાનાં જ ઘર માં ઉજવવા માટે ઉત્સાહ પુર્વક તેને સાથ અને સહકાર આપ્યો હતો તેનાં લીધે તેનાં મન માં અનુરાગ સર માટે જે સ્થાન હતું, તેમાં બહુજ જબરજસ્ત ઉંચાઈ આવી ગઈ હતી.
અને તેમાં પણ અનુરાગ સર નાં દિકરા શ્લોક અને પુત્રવધુ સ્વરા એ પણ અંજલિ તથા પ્રયાગ ને પોતાનાં જ ઘર ના સભ્યો માની ને જે રીતે તેમને રાખી રહ્યા હતા તથા અદિતી ને પણ જે માન આપતા હતા તે ખરેખર એક સજ્જન અને તે પણ અનુરાગ સર જેવા કોઈ અસામાન્ય વ્યક્તિ નાં વંશજો જ કરી શકે...પોતાનાં જ સ્વજનો જ્યારે ખરા સમયે સાથ છોડીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં વ્યસ્ત અને મસ્ત થઈ ગયા હોય ત્યારે અનુરાગ સર જેવા અસામાન્ય વ્યક્તિ જ આવા કાર્યો કરી શકે અને આવા નિર્ણય લઈ શકે.
સાથે સાથે અંજલિ તેનાં ચહેરા પર દર્શાવતી ન્હોતી પરંતુ મન નાં એક ખુણામાં તે વિશાલ નાં વર્તન થી નારાજ હતી, તેનાં મનમાં વિશાલ માટે લાગણી બદલાઈ રહી હતી...જે તે પોતે મન થી ન્હોતી ઈચ્છતી.
બ્રાહ્મણો એ વિધી ના શ્લોક નુ ગાન શરૂ કર્યું...અને ગાર્ડન માં બે અલગ ખુરશીઓ ગોઠવવામાં આવી હતી તેમાં એક માં પ્રયાગ ને તથા એક માં અદિતી ને બેસાડવામાં આવ્યા.
અંજલિ એ સ્વરા ને આગળ કરી..અને કહ્યું... સ્વરા જાવ બેટા...તમે આપણાં તરફ થી શુકન લઈ ને જાવ...
સ્વરા એ પોતાનાં જમણાં હાથ માં અદિતી માટે નાં કપડાં, શુકન નો સવા રૂપિયો જે સ્પેશિયલ સોના નો અંજુ એ ઈન્ડીયા થી મંગાવેલ હતા...તેને લાલ કલર ની ચુંદડી માં મુકેલ તથા ચાંદી ની થાળી માં બધુંજ સુંદર રીતે ગોઠવેલું જેના પર કંકુ ચોખા પધરાવેલા હતા તે લઈને અદિતી નાં હાથમાં આપ્યું, અને સાથે અદિતી નાં મમ્મી માટે ની સાડી તથા આચાર્ય સાહેબ માટે શૂટ પણ આપ્યાં.
સ્વરા તો પોતાના હાથે આ શુભ કાર્ય થયું અને પોતાને અંજલિ આન્ટી હાજર હોવાં છતાં જે મહત્વ મળ્યું તેનાં થી ખુશ ખુશાલ થઈ ગઈ અને એટલે જ સ્વરા નાં મન માં અંજલિ આન્ટી નું સ્થાન સ્પર્શી ના શકાય તેટલું ઉચ્ચ થઈ ગયું.
અદિતી નાં મમ્મી એ પણ પોતે, તેમના ઘર નાં થનારા જમાઈ પ્રયાગ ને શુકન માં આપવા માટે લઇને આવ્યા હતા તે શ્રી ફળ, શૂટ, ચાંદી ની કંકાવટી માં રાખેલા કંકુ તથા અક્ષત, અંજલિ, તથા સ્વરા માટે લાવેલા તે સાડી અને પ્રયાગ ના પપ્પા વિશાલ માટે શૂટ એક વિશેષ શણગારેલી ડીસ માં ગોઠવીને લાવ્યા અને પ્રયાગ ના હાથ નો સ્પર્શ કરાવી અને અંજલિ ને આપવા માટે અંજલિ તરફ આગળ વધ્યા...ત્યારે ત્યાં ફરીથી અંજલિ એ તે શુકન ને સ્વીકારી ને સ્વરા ના હાથ માં આપી દીધું.
થોડીકવાર માં જ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત વિધિ થી પ્રયાગ તથા અદિતી ને કુમકુમ તથા અક્ષત થી વધાવવા માં આવ્યા અને પંડિતો એ પ્રયાગ તથા અદિતી ના સંબંધ ને સામાજીક તથા ધાર્મિક રીતે જન્મો જન્મ નાં બંધનમાં બંધાવવા માટે અનુમોદન આપ્યું.
અંજલિ ખુશ હતી....અતિ ખુશ...પ્રયાગ પણ ખુશ હતો અને અદિતી પણ ખુશ હતી....હવે ત્રણેય જણાં એક જ પરિવાર નાં સભ્યો બની ગયા હતા.
પ્રયાગ તથા અદિતી સાથે જ અંજલિ ને પગે લાગ્યાં...ત્યારે પ્રયાગ તથા અદિતી તેની વ્હાલી મમ્મી અંજલિ ને ભેટી ને ઊભા રહ્યાં..
મમ્મી....કહીને પ્રયાગે અંજુ ના માથે હાથ ફેરવ્યો...
અંજલિ ની આંખો માં થી હર્ષના આંસુ વહી ગયા...અદિતી પણ તેની સાસુ અંજલિ ને વ્હાલ થી ભેટી ને ઉભી રહી ગઈ.
અંજુ એ બંન્ને ને આશીર્વાદ આપ્યા...તથા બંન્ને ને શુકન માં ભેટ આપી..અદિતી ને તેનાં બન્ને હાથ માં ડાયમંડ નાં બેંગલ્સ પહેરાવ્યા તથા પ્રયાગ ને આશીર્વાદ આપી ને કહ્યું..બેટા...તને આજ થી અદિતી ને સોંપી...તેને ખુબજ પ્રેમ આપજે, હર હંમેશા તેનું સ્વમાન જળવાય તેનું ધ્યાન રાખજે, તેને આજીવન ખુશીઓ આપજે, તેની દરેક નાનાં માં નાની વાત ને સમજજે તથા તેને ક્યારેય નારાજ ના કરતો અને સૌથી અગત્યની વાત....અદિતી હવે થી આપણાં ઘર ની સભ્ય છે...તથા આપણાં ઘર ની લક્ષ્મી છે...તેની આંખોમાં ક્યારેય તારા કારણે આંસુ નાં આવે તેનું ધ્યાન રાખજે બેટા.
જી મારા વ્હાલા મમ્મી...તમારો દિકરો છું...એટલે આ બધુંજ તો તમે મને વારસામાં જ આપી દીધું છે...કહીને પ્રયાગ હસવા લાગ્યો.
અંજલિ ને પગે લાગ્યાં પછી પ્રયાગ તથા અદિતી એ.....અનુરાગ સર ને પગે લાગીને તેમનાં આશીર્વાદ લીધા...પ્રયાગ તેની આદત મુજબ અનુરાગ સર ને પગે લાગી ને તેમને ભેટી ને ઊભો રહ્યો...અને ફરીથી પ્રયાગ ને તેજ સાતા નો અનુભવ થયો..એક અદ્ભુત અને અદમ્ય શાંતિ નો અહેસાસ થયો પ્રયાગ ને..અદિતી પગે લાગી ને બાજુ પર ઊભી હતી...
અનુરાગ સરે પ્રયાગ નાં માથે હાથ ફેરવ્યો...હર્ષભેર તેની પીઠ ઠપઠપાવી...દિકરો મોટો થઈ ગયો છે હવે તો...બેટા...બસ મહાન બનજો..અને ઘરમાં આવી રહેલા લક્ષ્મીજી નાં ખુશી નું કારણ બનજે, તેને હંમેશા હંમેશા ખુશ રાખજે...ભગવાન તમને બન્ને ને અપાર ખુશીઓ આપે..
અનુરાગ સરે પણ આશીર્વાદ ની સાથે સાથે બન્ને ને ડાયમંડ ની રીંગ ભેટ આપી.
પ્રયાગ આમ તો કોઈ ની ભેટ લેતો ન્હોતો...એટલે તેણે તરતજ તેની મમ્મી અંજલિ ની સામે જોયું...અંજલિ નો ઈશારો પ્રયાગ સમજી ગયો કે આ ભેટ ને તેણે લેવી જ પડશે...તેથી અનુરાગ સર ની ભેટ ને તેમના આશીર્વાદ ગણી ને સ્વીકારી લીધી.
પ્રયાગ અને અદિતી એ ત્યાર બાદ અનુક્રમે આચાર્ય સાહેબ, અદિતી ના મમ્મી, શ્લોક તથા સ્વરા ને પગે લાગ્યા અને તેમનાં આશીર્વાદ લીધાં.
અદિતી નાં મમ્મી-પપ્પા એ પણ પ્રયાગ તથા અદિતી ને આશીર્વાદ ની સાથે ભેટ આપી.
આજના શુભ દિવસે અનુરાગ હાઉસ એક અતિ મહત્વના પ્રસંગે અંજલિ તથા પ્રયાગ અને અદિતી ના જીવનમાં અજાણતાં જ સાક્ષી બન્યું હતું...
પ્રયાગ તથા અદિતી તેમના ફ્રેન્ડસ ને મળ્યા તથા આ સમગ્ર પ્રસંગ દરમ્યાન ફોટો તથા મૂવી ઉતારી ને પ્રસંગ ની યાદગીરી રહે તેના માટે ફોટો ગ્રાફર તેનું કામ કરે જતો હતો.
ખુબ ઓછા મહેમાનો ની હાજરીમાં આ શુભ પ્રસંગ ને ખુબ આનંદ અને ઉત્સાહ થી ઘર તથા પરિવાર ના દરેક સભ્યો એ ઉજવ્યો..તથા રાત્રે ડિનર પછી પ્રસંગ પુરો થયો.
બીજે દિવસે સાંજે અંજલિ તથા અનુરાગ સર ઈન્ડીયા પરત જવાનાં હતાં. પ્રયાગ ને કાલે તેની મમ્મી અંજલિ ઈન્ડીયા જશે તેનું દુઃખ હતું. જ્યારે અંજલિ ને આમ પ્રયાગ તથા અદિતી ને મુકી ને ઈન્ડીયા પાછા જવાનું દુઃખ હતું.
હું આવતી કાલે ઈન્ડીયા પરત જવાનો છું...એટલે આજે રાત્રે આપણે બધાજ સાથે કૉફી માટે બહાર ગાર્ડન માં મળીશું...અનુરાગ સર નું ફરમાન આવી ગયું.
પ્રયાગ તથા અદિતી પણ અંજુ ની સાથે તેનાં રૂમ માં ગયા તથા અંજલિ ને તેની બેગ પેક કરાવી.
રાત્રે ઘર નાં દરેક સભ્યો ગાર્ડન માં હાજર હતા...બધાયે સાથે બેસી ખુબ મોડા સુધી વાતો કરી, કૉફી નો આનંદ માણ્યો તથા અનુરાગ સરે સાથે રહીને બધાંને આ દિવસ તથા સાંજ આનંદ દાયક રહ્યા તેનો આભાર માન્યો અને બધા ને અંતાક્ષરી રમાડીને...દિવસ તથા પ્રસંગ ને યાદગાર બનાવ્યો. અનુરાગ સરે તેમનાં જ્ઞાન રૂપી વાતો થી તેમના દિકરા શ્લોક, પુત્રવધુ સ્વરા...પ્રયાગ,અદિતી તથા અંજલિ ને ઉદાહરણો સંભળાવીને જીવનમાં ઉતારવા જેવી વાતો કરી...અને સૌ છુટા પડ્યા...
બીજે દિવસે સાંજે અંજલિ તથા અનુરાગ ને જવાનું હતું...એટલે અનુરાગ હાઉસ માં તૈયારીઓ અને ધમધમાટ ચાલી રહ્યા હતા. તેના પપ્પા અનુરાગ સર સાથે સમય વિતાવી શકે તેથી શ્લોક આજે ઓફીસમાં નહોતો ગયો, અંજલિ એ સ્વરા ને ફરી થી ઈન્ડીયા જતા પહેલા થોડીક ભેટ આપી...સ્વરા એ તે ભેટ નો સ્વીકાર કર્યો અને અંજલિ ને પગે લાગી...
અંજલિ ના મુખ માંથી અનાયાસે જ આશીર્વાદ અપાઈ ગયા...સ્વરા બેટા...આવતા વર્ષે બે માંથી ત્રણ થઈને ઈન્ડીયા આવજો...અને મારા ઘરે મંદિર માં અંબે માં ને પગે લાગી જજો.
જી આન્ટીજી...થેન્કસ..આપનાં આશીર્વાદ ફળશે તો ચોક્કસ આવતા વર્ષે અમે ઈન્ડીયા આવીશું...કહીને સ્વરા અંજલિ ને ભેટી.
અંજલિ તથા અનુરાગ ને એરપોર્ટ જવા નીકળવા નો સમય થવા આવ્યો હતો. પ્રયાગ તેની મમ્મી અંજલિ ને પગે લાગ્યો...મમ્મી બસ...આટલા ઓછા દિવસો જ તમે રહ્યા...ફરીથી ટાઈમ મળે એટલે આવજો...અને પપ્પા સાથે બહુ સંઘર્ષ માં ના ઉતરશો કહીને ભેટ્યો.
અદિતી એ પણ તેની સાસુ તથા તેનાં આદર્શ અંજલિ ને પગે લાગી અને આશીર્વાદ લીધાં...સામે અંજુ એ પણ અદિતી ને સદા ખુશ રહે નાં આશીર્વાદ આપ્યા.
આચાર્ય સાહેબને અંજલિ એ કહ્યુ...આપ અદિતી અને પ્રયાગ ની સાથે થોડા દિવસો રહેજો તથા શક્ય હોય એટલું યુ.એસ. ફરજો.
સમય થયો હતો...અનુરાગ સર તથા અંજલિ ને પરત જવાનું હતું..શ્લોક ની મોટી વેન માં બધા જ સભ્યો સાથે જ એરપોર્ટ ગયા...તથા બીજી કાર માં લગેજ રાખવા માટે લીધી જેને ડ્રાઈવર ચલાવી રહ્યો હતો.
સાથે વિતાવેલા દરેક પળના સ્મરણો ની વાતો કરતા કરતાં બધા એરપોર્ટ પર ક્યારે પહોંચી ગયા તે પણ ખબર નાં રહી.
અંજલિ નાં ચહેરા પર પ્રયાગ ના સંબંધ અદિતી સાથે ગોઠવાયા અને જે દિવસો તેના દિકરા પ્રયાગ સાથે વિતાવ્યા હતા તેની ખુશી હતી..
બધાયે પરિવાર નાં સભ્યો એ સાથે ફોટો પડાવ્યા...તથા અનુરાગ અને અંજલિ ની અમેરિકાની યાત્રા પૂર્ણ થઈ. બધાજ વારાફરતી ઝડપ થી અનુરાગ સર તથા અંજલિ ને પગે લાગ્યાં...તથા અનુરાગ સર અને અંજલિ ને એરપોર્ટ પર ડ્રોપ કરી ને પરત ઘરે જવા નીકળ્યા...ત્યારે રસ્તામાં પ્રયાગ ની આંખો માં તેની મમ્મી અંજલિ ને મુકી ને આવ્યા તેનું દુઃખ હતું.
અંજલિ નાં ચહેરા પર પણ પ્રયાગ થી દુર થવાનું દુઃખ હતું.
અંજલિ તથા અનુરાગ બન્ને તેમની ઈમિગ્રેશન ની વિધી પૂરી કરીને અમેરિકા ના એરપોર્ટ નાં પ્રીમિયર લાઉન્જ માં બેઠા...તથા તેમની ફ્લાઇટ ની રાહ જોઈ રહ્યા છે.
અંજલિ ને ફરીથી તે ઘટના યાદ આવી ગઈ જ્યારે અનુરાગ સરે અંજુને બિમાર હતી ત્યારે કહ્યું હતું કે અંજુ તારે આ વાત જાણવાનો આ યોગ્ય સમય પણ નથી અને સ્થળ પણ નથી...અને તે બન્ને યોગ્ય હશે ત્યારે હું જ તને જણાવીશ...
અંજલિ હજુ ભૂલી ન્હોતી તે ઘટના ને..અને ખરેખર તો અનુરાગ સર ને તે ઘટના અંગે પુછવા ના યોગ્ય સમય ની રાહ જ જોઈ રહી હતી.
અંજલિ એ અનુઅસર ની સામે જોયું...સર આપને વાંધો ના હોય તો મને તે દિવસ ની અધૂરી વાત જણાવશો ??
અનુરાગ સર ને ઘરે થી નીકળ્યા ત્યારે જ અંજલિ આજે આ વાત કરશે તથા તે વાત નાં મુળમાં જવા પ્રયત્ન કરશે જ તેનો અંદાજ હતો જ...અનુરાગ સર પણ માનસિક રીતે થોડાક તૈયાર જ હતાં કે જે વાત જે ઘટનાં ને આજે આટલા વર્ષો સુધી મન નાં એક ખુણામાં સંઘરી ને રાખી મૂકી છે તેને હવે ઉજાગર થાય તો પણ અંજલિ ને દુખ નાં પહોંચે અથવા તો ઓછુ દુઃખ પહોંચે તે રીતે જણાવવી.
અંજલિ ના સવાલ ના જવાબ માં અનુરાગ સરે પોતાને યાદ નથી તેમ દેખાડવા માટે અંજલિ ને સવાલ કર્યો...કઈ વાત નું પુછે છે અંજુ ?
સર....હવે અંહિ આપ અને હું બે જણા જ છીએ...અને જે બીજા લોકો છે તે કોઈ આપણાં પરિચિત નથી અને એટલે જ તે બીજા લોકોને આપણાં માં અને આપણી વાત માં કોઈ રસ નહીં હોય...માટે આપ મને જણાવો...તે અધુરી રહી ગયેલી ઘટનાં તથા મારા મનમાં જે સવાલ ઊદભવેલા હતા...તેનો યોગ્ય નહીં પરંતુ સાચો જ જવાબ...
અનુરાગ સરે પણ મન મનાવી લીધું કે આજે અંજુને જવાબ આપી અને પોતે મનમાં રહેલા તે બોઝ ને હલકો કરે...
અંજુ....તુ જાણી ને શું કરીશ ?? જીવનના ઘણાં એવા સત્યો અને પ્રસંગો બનતા હોય છે જેને યાદ નાં જ કરવા જોઈએ. કારણકે તે સત્ય ને જાણીને તથા તે વિસરાઈ ગયેલી ઘટનાં ઓને ફરીથી યાદ કરવા માં આપણને દુઃખ જ પ્રાપ્ત થાય છે.
સર...પરંતુ તે વાત, તે ઘટનાં મારા જીવન ને લગતી હતી તેથી મારે તેને જાણવી જોઈએ...અને તે જાણવું મારી જીદ નથી, પરંતુ મારો અધિકાર તો ચોકક્સ છે ને ??
અંજુ...કદાચ તુ સાચી છુ.. કે તારો અધિકાર છે.. તેને જાણવું તે..
પરંતુ શુ દરેક અધિકાર મેળવીને માણસ સુખી જ થાય છે ??
જે વાત અને જે ઘટનાં તમને દુઃખ પહોંચાડે અથવા પહોંચાડી શકે તેવી હોય તેને આટલા વર્ષો વીતી ગયાં પછી થી જાણવી જ શું કામ જોઈએ ??
અંજલિ સ્હેજ વાર મૌન રહી...પછી ફરી થી બોલી...પરંતુ સર...આપે મને પ્રોમિસ આપ્યું હતું કે તમે મને જણાવશો.
હા...અંજુ...મને યાદ છે કે મેં તને વચન આપ્યું હતું...અને તારી મરજી હશે તો હું મારા વચન ને નિભાવવા માટે તૈયાર પણ છું...પરંતુ નક્કી તારે કરવાનું છે...કે શું તું સત્ય જાણવા માંગે છે કે તથ્ય જાણવા માગે છે ? કારણકે સત્ય અને તથ્ય ક્યારેક અલગઅલગ હોય છે...સત્ય ને ઉજાગર થવામાં ઘણીવાર ડર હોય છે...દરેક વ્યક્તિ સત્ય ને સમજી નથી શકતા ..અને ત્યારે સત્ય કરતા તથ્ય ને જાણવું જોઈએ.
અંજલિ પણ હવે અનુરાગ સર ને આજે ખુબજ શાંતિ થી સાંભળી ને સમજવા માંગતી હતી...
જી સર...પરંતુ આપનાં અનુભવો ના આધારે પહેલા તો મારા મન નાં થોડાક સવાલો છે તેનાં જવાબો આપશો ???
જી..ચોક્કસ અંજુ...પુછો...હું તને મારી સમજ પ્રમાણે નાં સાચા જવાબો આપવા માટે પ્રયત્ન કરીશ. અનુરાગ સર ધીમે ધીમે અંજુને સત્ય સમજાવવા તથા જણાવવા માટે મન થી તૈયાર થઈ રહ્યાં હતા...અથવા અંજુ પોતાના પ્રશ્નો ના જવાબો જાણીને અનુરાગ સર ને મુખ્ય વાત પર લાવવા કોશીશ કરી રહી હતી.
અંજુ ના મન માં તેના પતી વિશાલ ને લઈને થોડા પ્રશ્નો હતા...
અંજલિ ના મન માં એક સવાલ ઘુમરાયા કરે છે..એટલે અનુરાગ સર ને સવાલ કર્યો..
સર..મને એ વાત નથી સમજાતી કે જે વ્યક્તિ મારા પતી છે, જેમની સાથે હું મારા જીવન ની છેલ્લી ક્ષણ સુધી જોડાયેલી રહેવાની છું..તે વ્યક્તિ હજુયે મને સમજી નથી શક્યા તેનું શું કારણ ?
અને હું એવું માનું છુ કે આપને ત્યાં તો મેં ફક્ત જીવનનો થોડોક સમય નોકરી જ કરી છે..તેમ છતાં આપ મને વધારે સારી રીતે સમજો છો..અને કદાચ હું પણ આપને સારી રીતે સમજું છું તેનું કારણ શું ?
અંજુ...કદાચ હું સમજું છું ત્યાં સુધી જો તમારે કોઈ વ્યક્તિ ને સમજવુ હોય તો તેને દરેક સ્થિતિ માં સમજવા પ્રયત્ન કરશો જ, પરંતુ જો તમારે કોઈને નથી જ સમજવું તો તમે ગમેતેમ કરો પરંતુ બીજી વ્યક્તિ ને નહીં જ સમજી શકો..એટલે શક્ય છે કે વિશાલ તને સમજવા માંગતો ના હોય...અથવા સમજી ના શક્યો હોય..
અને રહી વાત મારી તો હું હંમેશા મારી નજીકના દરેક વ્યક્તિ ને સમજવાનો પ્રયત્ન કરતો હોઉં છું...અને કદાચ એટલેજ આપણે એકબીજાને સમજી શકીયે એ છીએ.
સર..પરંતુ વિશાલે પણ કેમ મને સમજવા પ્રયત્ન નહીં કર્યો હોય ?
અંજલિ સવાલો એવી ચતુરાઈ પુર્વક કરતી હતી કે અનુરાગ સર ને જવાબ આપવામાં બહુ સમજીને જવાબ આપવો પડે.
અંજુ...એતો તેનો સ્વભાવ કદાચ પહેલેથી એવો જ હશે ..
સર કદાચ કે ચોકક્સ ??? શું આપ કોઈ એક ચોકક્સ કારણ કહી શકો કે વિશાલ મને કેમ નથી સમજી શક્યાં ??
અંજુ,એક સવાલ કરું ??? શુ અંજુ પણ વિશાલ ને સમજી શકી છે ?
સર... .કદાચ હું વિશાલ ને જાણી નથી શકી...તેને સમજી તો શકી છું. અને કોઈને જાણવું તે અલગ અને સમજવું તે પણ અલગ હોઈ શકે.
યસ...અંજુ...રાઈટ છુ તું...કોઈને જાણવું અને સમજવું અલગઅલગ હોઈ જ શકે છે.
અંજલિ નાં મન માં એક પ્રશ્ન સર્જાય છે...શુ સર મને સત્ય જણાવશે કે નહીં ? અને તે જે કંઈ કહેશે તેનો હું સરળતા થી સ્વીકાર કરી શકીશ?
પોતે જ પોતાની જાત સાથે વાત કરે છે અંજુ...પછી ફરીથી મનમાં સવાલ કરે છે, નક્કી સર મારે તેમની પાસે થી જાણવું છે તેનાં થી વધારે જાણે છે..પરંતુ કોઈ રહસ્યમય કારણ હશે કે જેથી મને આજ સુધી કશું જણાવ્યું નથી..
અંજુ...ફરી થી સવાલ કરે છે...સર...મારા પતી વિશાલ નો વ્યવહાર મારા માટે કેમ આવો રહેછે ? આપ મને સત્ય જણાવશો ?
અંજલિ નો એક જ સવાલ એટલો ધારદાર હતો કે...અનુરાગ સર ને પણ જવાબ કેવી રીતે આપવો તે વિચારવું પડે તેમ હતું...એવું નહોતું કે તે જવાબ નહોતા જાણતા અથવા નહોતાં આપવા માંગતા પરંતુ અંજલિ ને સત્ય કહે તો તે સત્યને સમજી શકશે કે કેમ ?
અને સમજશે તો કેવું સમજશે ???
સત્ય ને પણ સમજવાની અલગઅલગ રીતો હોય છે..કોઈ સત્ય ને મજબૂરી માં અથવા ભુલ માં લીધેલા નિર્ણયો સમજી શકે અને કોઈ સત્ય ને જાણી ને કરેલાં અપરાધ ની જેમ સમજે...તો બંન્ને વાત માં સત્ય તો એમ જ રહે છે, પરંતુ તે જાણી ને તેમાં થી મેળવેલા પરિણામો ચોકક્સ અલગઅલગ જ હોય..અને તે અનુરાગ સર જેવા કાબેલ અને હોંશિયાર વ્યક્તિ ને ખબર જ હોય ને.
અંજલિ નાં ચહેરા પર ના બદલાતા હાવભાવ નુ નિરીક્ષણ કર્યા પછીથી અનુરાગ સરે અંજુને જવાબ આપ્યો...
અંજુ.....હું જે કહું છું તે ધ્યાન થી સાંભળ....ફરી થી તને પુછું છું કે શુ તારે ખરેખર જાણવું છે જે તું જાણવા ઈચ્છે છે ???
તુ જાણે છે કે હું હંમેશા સત્ય બોલવા અને કોઈ પુછે તો મને ખબર હોય તેના જવાબ સાચા જ આપવા ટેવાયેલો છુ...અને દરેક સાચા જવાબો સારા જ હોય તેવું જરૂરી નથી જ હોતું...એટલે એ તારા સવાલ નાં સાચા જવાબ ને સાંભળી ને તને તે જાણી ને પસ્તાવો તો નહી થાય ને ? જ્યાં સુધી જવાબ સાંભળ્યો ના હોય અથવાતો સત્ય જાણ્યું નાં હોય ત્યાં સુધી મનમાં કુતુહલતા થાય...પરંતુ એક વખત તે વાત જે તારે જાણવી છે તેને શબ્દો રૂપી વાચા મળી જશે અને મારા અંતરમાં વર્ષો થી જેને મે સાચવી રાખી છે તે હું તને કહું પછી...તુ તેને સ્વીકારી શકીશ ??? હજુ પણ તારી પાસે સમય છે, મેં અગાઉ પણ તને કહ્યું હતું કે..ઘણી વાત ને જાણી ને જો જીવન ની ખુશીઓ વિખેરાઈ જાય તેમ હોય તો તેવી વાતો ને ફરી ફરીને યાદ ના કરવી જોઈએ....અને કદાચ એવું ના બને કે વર્ષો નાં શાંત પાણી માં તુ અનાયાસે જ એટલો મોટો પથ્થર નાંખી દે કે તેમાં ઉદભવી ને સર્જાઈ શકનારા વમળો માં તું પોતે જ અટવાઈ જાય અને દુઃખ સિવાય તને કશું જ નાં પ્રાપ્ત થાય..માટે હજુ એક વખત વિચારી જો....
અંજલિ વિચારો માં અટવાઈ ગઈ...સર કહે છે તે વાત તો સાચી જ છે...પરંતુ....
અંજલિ તુ વિચાર કર....હું આપણાં બંન્ને માટે કૉફી અને કુકીઝ લઈને આવ્યો...અનુરાગ સર ...નાં શબ્દો અંજુ ના કાન માં ગુંજતા હતા....ત્યારે અનુરાગ સર લોન્જમાં કોફી ના કાઉન્ટર પર કૉફી ઓર્ડર કરી રહ્યા હતા.

********** ક્રમશ:)******