આત્મહત્યા Komal Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 112

    ભાગવત રહસ્ય-૧૧૨   જીવનો જ્યાં જન્મ થયો-કે-માયા એને સ્પર્શ કર...

  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

શ્રેણી
શેયર કરો

આત્મહત્યા

🍁વાત કરીશ મર્યાદા ની!! મર્યાદા એટલે શું ?
શુદ્ધ ભાષા માં કહીએ તો લિમિટ માં રહેવું... એને જ કહેવાય મર્યાદા. નાં એવું નથી સામાજિક દૃષ્ટિ અે જો આપણે જોવા જઈએ તો મર્યાદા નો મતલબ બીજો થાય છે.
મર્યાદા એટલે તમે વિવાહિત છો, અને કોઈ બીજી વ્યક્તિ તરફ તમે આકર્ષાઓ છો અે પણ નાં કહી શકાય. કારણ કે આપણે સૌ સામાજિક પ્રાણી છીએ. કોઈ સારા અને ગમવા જેવું પાત્ર તમને ગમી જ જવાનું છે. કોઈ તમને ગમે ત્યાં સુધી કંઈ ખોટું પણ નથી. જેમ આપણને અમિતાભ બચ્ચન અને રેખા ગમે છે. એમનું રૂપ ગમે, કળા ગમે એવી જ રીતે આપણને આપણી વાસ્તવિક જીવન માં પણ કોઈ વ્યક્તિ ગમી શકે છે, પણ ગમી જાય ત્યાં સુધી ઠીક છે.એનામાં રહેલા ગુણ, દેખાવ, એનું વર્તન એની વાણીે, એનો અવાજ, છે કે એની આંખો ગમે છે. એટલે કે સામેવાળા વ્યક્તિ માં તમને કોઈ વસ્તુ સારી લાગે છે અને તમને અે વ્યક્તિ ગમવા લાગે છે.

🍁પુરુષ હોય કે સ્ત્રી ગમતું વ્યક્તિ ને મેળવવા ની ચાહ બંને રાખે છે અે ખોટું હોય નથી. મર્યાદા ત્યાં હણાય છે જ્યાં તમે અે નથી સમજતા કે જે વ્યક્તિ તમને ગમે છે, અે વ્યક્તિ જોડે તમારો સબંધ શું છે. ભાભી છે, દૂર ની બહેન છે, ભત્રીજી છે, ભાણેજ છે, સાળી છે, કોઈ પણ પ્રકાર નાં સબંધ હોઈ શકે.

🍁કોઈ તમને ગમી જાય એના પર આપણું વશ નાં ચાલે. પરંતુ જ્યારે તમને અે સમજાશે અે વ્યક્તિ શું છે કોણ છે મારા જીવન માં અે વ્યક્તિ નું કેટલું મહત્વ છે. મારા પોતાનાં પરિવાર માટે અે વ્યક્તિ કેટલું મહત્વ નું છે. અને મારે જીવન માં ક્યાં અને કેટલે અટકવું જોઈએ. આવા ખોટા વિચારો દરેક માણસ ને આવી શકે. જો તમને મર્યાદા નો મતલબ સમજાશે તો તમે ક્યારે એવી કોઈ ભૂલ નહીં કરો જેથી કરીને તમારે પાછળ થી પસતાવાનો વારો આવે.

🍁મર્યાદા શબ્દ દરેક સબંધ માં લાગુ પડે છે. જ્યારે તમે ભાષા ની મર્યાદા વટાવો છો. ત્યારે બનતાં સબંધ તૂટે છે. જેમ કે ઉદાહરણ છે કે પત્ની કોઈ કારણ થી રિસાઈ ને પોતાનાં પિયરે ગઈ છે. અને પત્ની અને પતિ બંને એકબીજા કે છે તમને જ ગરજ પડશે અને લેવા આવશો. હવે ઘણાં મહિના એમના અહંકાર માં વિતી જાય અને છેવટે પતિ ને થાય છે કે આ અહંકાર માં પરિવાર અને બાળકો પર ખરાબ અસર થાય છે, એટલે પતિ પત્ની ને ફોન કરે છે હું લેવા આવું છું. જવું તો ક્યારનું પત્ની ને પણ હોય છે. પરંતુ એનો અહંકાર એનેે રોકતો હોય છે. એટલે અે તો બધું ભૂલી જઇને સમાન લઈને તૈયાર બેસી જાય. પતિ આવે એટલે તરત જ નીકળી જાય છે. ગાડી માં બેસતાં જ પત્ની બોલે કે " જોયું ને પડીને ગરજ મારી" પછી તો પતિ ની જગ્યા અે પત્ની હોય તો પણ અે વાત પોતાના માન સન્માન પર લેશે. ત્યારે પતિ બેગ પાછી બહાર મૂકીને કહે કે અહીંયાં જ રહો તમે એટલે સમજવાનું અે છે કે, નાં બોલવાથી ઘણું બધું બચી શકે છે જીવનમાં. થોડો કન્ટ્રોલ થોડી મર્યાદા બોલવામાં પણ જરૂરી છે.

🍁આ વાત થઈ બોલવામાં મર્યાદા ની! પછી સબંધો માં પણ ઘણી મર્યાદા હોવી જ જોઈએ. જ્યારે કોઈ પુરુષ અને સ્ત્રી નું કોઈની જોડે અફેર ચાલે છે. ત્યારે સમાજ અને લોકો એક સ્ત્રી ને દોષ આપે છે કે એણે મર્યાદા માં રહેવું જોઈએ. પોતાના લોકો નું ઘર તોડે છે. શું એક સબંધ ફક્ત એક માણસ ની મરજી થી ચાલતો હોય છે? શું અે સબંધ માં એક પુરુષ ની કોઈ જ ભૂલ નથી હોતી? જ્યારે સ્ત્રી અને પુરુષ બંને પોતાનાં સબંધ ની મર્યાદા ભૂલી જાય અને આગળ વધે છે, અટકે ત્યારે જ જ્યારે બધાને ખબર પડી જાય છે. ત્યારે અે ગિલ્ટી ફીલ કરે છે. એક સ્ત્રી હોય કે પુરુષ જ્યારે અે ગિલ્ટી ફીલ કરે છે ત્યારે એમનો ગિલ્ટ એટલો મોટો થઈ જાય છે કે અે પોતાનાં લોકો જોડે આંખ નથી મેળવી શકતાં. માણસ માત્ર ભૂલ ને પાત્ર. કોઈ પણ આ દુનિયામાં સર્વગુણ સંપન્ન તો છે નહીં. અને આવી સ્થિતિ માં અમુક લોકો ને સમજાતું નથી શું કરે શું નાં કરે. અને આ મે શું કર્યું કોની સાથે કર્યું. અને આ વ્યક્તિ જોડે હું આવું કંઈ રીતે કરી શકું?

🍁જ્યારે માણસ મન થી તૂટી જાય છે. જ્યારે એની અંદર ની બધી ઈચ્છાઓ મરી જાય છે.અને આવી સ્થિતિ માં માણસ પોતાની સોચવા સમજવાની શક્તિ ભૂલી જાય છે. અને હવે શું કરવું, કઈ રીતે કરવું, એને કંઈ સમજણ નથી પડતી. એને અે નથી સમજાતું કે અે પોતાની મુંઝવણ લઈને જાય કોનાં પાસે. કોનેે બધી વાત કરે, અને કોણ એવું હોઈ શકે જે એને સાચું માર્ગદર્શન કરી શકે? આ બધી વસ્તુ નું મનોમંથન માણસ અંદર ને અંદર સતત સતત કર્યા કરતો હોય છે. અને પછી એનેે લાગે કે હવે પરિસ્થિતિ મારી પોતાની શક્તિ ની બહાર છે અને અે માણસ પોતાનાં કારણે બીજાને દુઃખી નથી જોવા માંગતો, અે સમજે છે કે મારા નાં હોવાથી મારાથી જોડાયેલાં લોકો ખુશ રહી શકે છે. પરંતુ આ પરમ સત્ય બિલકુલ જ નથી, આવી ધારણાઓ એના મનમાં આવે છે. જ્યારે સંજોગો અને પરિસ્થિતિ એનાં વશ માં નથી રહેતી. આવી સ્થિતિ માં એનાં મન માં નકારાત્મક વિચારો એની મગજ શક્તિ પર હાવી થઈ જાય છે. અને અે આત્મહત્યા કરવાનું છેલ્લું પગલું ભરે છે. અે આત્મહત્યા કરે છે, અે મરી જાય છે. અને એની સાથે જોડાયેલા લોકો માટે અે બધું ભારે પડી જતું હોય છે. આપણે લોકો વાતો કરીશું કે અેણે આત્મહત્યા કરી લીધી. અને પાછા એમ પણ કહીશું કે હા સારું કર્યું અે મરી ગઈ કે મરી ગયો. આપણે પણ અે સમજવું જોઈએ કે જે માણસ આત્મહત્યા કરે છે, એની મન:સ્થિતિ શું હશે? અે પોતાની કઈ સ્થિતિ થી ગુજરી રહ્યો હશે? જીવન જીવવું જરૂર કઠિન છે. પરંતુ મરવું શું સરળ છે? આવા લોકો ને નકારી ના શકાય. પરંતુ હા એ લોકો ને ડરપોક જરૂર કહી શકાય, અે લોકો પોતાની જાત માટે લડી નાં શક્યાં.

🍁તમે કોઈ પણ ભૂલ કરો છો જીવનમાં તો માની લો અે ભૂલ ને, સ્વીકાર કરો અને માફી માંગી લો, માફ કરવું નાં કરવું એનો નિર્ણય સામેવાળા પર છોડી દેવો જોઈએ." જીવન માં યાદ રાખો કે કોઈપણ ભૂલ એટલી મોટી નથી હોતી કે મનુષ્ય ને પોતાનો જીવ ત્યજવો પડે."

પરિસ્થિતિ ..

૧.કોઈ છોકરી નું અફેર પોતાનાં કોઈ સગાં માં કે એનાં જ જીજાજી જોડે અને અે પરણેલી હોય, પણ જે થવાનું હતું અે થઈ ગયું અને હવે જીવન માં આગળ વધવા માંગે છે. બહુ સરળ છે આવી પરિસ્થિતિ માં એનો જીવન સાથી શું કરવા માગે છે, અને તમે પોતે શું ચાહો છો. અગર એનો જીવન સાથી પણ માફ કરીને આગળ વધવા માંગે છે તો કોઈ વાંધો નથી. પરંતુ એનાં જીવન સાથી માટે સાથે રહેવું કઠિન છે. તો આવા સંબંધ કોઈ પણ હાલ માં છુપાવવા નાં જોઈએ અને છૂટાં છેડાં લઈ ને બને લોકો અે અલગ થઈ જવું જોઈએ. છૂટાં છેડાં કરવા માટેનું નું આ કારણ ખોટું નથી. પરંતુ આવી પરિસ્થિતિ માં જ્યારે લોકો શું કહેશે, કેમ છૂટું કર્યું. આવો વિચાર આવે છે, ત્યારે તમે ખોટું કરો છો. અને આવી સ્થિતિ માં બને માંથી એક નું મરવું અનિવાર્ય થઈ જાય એવું લાગવા લાગે છે. સબંધ થી છુટકારો મળે અે માટે. પરંતુ અગર કોઈ આવી ધારણાં બાંધે છે તો અે પણ ખોટું છે અને જ્યારે આવી કોઈ સ્થિતિ માં બન્ને માંથી કોઈ એક આત્મહત્યા કરે ત્યારે દોષ કોને આપી શકાય ? જીવન માં કોઈ પણ ભૂલ તમે કરશો અને એનો સ્વીકાર તમે કરી લેશો. તો સ્થિતિ ક્યારે આટલી કઠણ નહિ બને. મરવું અે તો કોઈ ઉપાય જ નથી. પોતાના માટે સ્ટેન્ડ પોતે જ લેવો પડતો હોય છે. પોતાનાં માટે શું સારું છે, અે આપણાથી વધારે કોઈ નાં જાણી શકે. અગર બધાનાં પોત પોતાનાં કારણો હોય છે, જે અે માણસ મરે છે એની સાથે જ જતાં રહેતાં હોય છે. જ્યારે માણસ પોતાનાં માટે લડી નથી શકતું. ભલે કોઈપણ વ્યક્તિ સબંધો તમારા ખિલાફ કેમ નાં હોય. પણ માણસે પોતાનાં માટે લડવું જોઈએ, નહિ કે આત્મહત્યા કરવી...
કોઈ તમારા સાથે હોય કે નાં હોય," પોતે પોતાનાં સાથે છે, કોઈ હોય કે પછી નાં હોય, એવો અભિગમ આપણને ક્યારે એટલો કમજોર નથી બનાવતો કે આપણે આપણો જીવ" લેવાની નોબત જાતે આવી જાય

૨.એક પુરુષ નું અફેર છે પોતાની સાળી જોડે અને અે પુરુષ ને બાળકો પણ છે. આવો પુરુષ શું કરશે. જ્યારે સાળી નાં લગન છે અે જ દિવસે અે પુરુષ આત્મહત્યા કરે છે. અહીંયા સમજવાનું અે છે અે પુરુષ માટે કોણ જરૂરી હતું પોતાની પત્ની અને બાળકો કે પછી પોતાની સાળી. જીવન માં તમે મોહ નાં બંધન માં કેટલાં વશ થઈ જાઓ છો. આ મોહ એક નશો છે. જે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જેવા સુવિચાર નું પ્રતીક હોય છે. જીવન માં તમારે મન થી મજબૂત બનવું પડશે કોઈપણ પરિસ્થિતિ માં હું લડી લઈશ. કોઈ નાં પ્રત્યે નો પ્રેમ અને લાગણી તમને મજબૂત બનાવે છે નહિ કે કમજોર બનાવે છે. માણસો એટલાં હદે કમજોર નીકળે છે કે ગમતું એમનાથી છૂટતું જ નથી. એનું કારણ છે તમારી ઇન્દ્રીયો તમારા વશમાં જ નથી. તમારી ઈન્દ્રીયો જો તમારા વશમાં હશે તો તમે સાચા અને ખોટા નો ફરક સારી રીતે સમજીને ક્યારે કંઈ ખોટું કામ નહિ કરો. અને એણે એમ લાગે છે મરવાથી બધું સારું થઈ જાય છે મરવું અે કોઈ પણ ખરાબ માંથી ખરાબ પરિસ્થિતિ નો જવાબ નથી. જીવનમાં છોડવું પડે છે, ગમતું ! અને મોહ નાં આ બંધન જે ત્યાગી નથી શકતાં અે આત્મહત્યા કરે છે. અને એની પાછળ એની પત્ની અને બાળકો નું શું થશે એનો તો વિચાર સુદધાં નથી કરતાં. જેના પર જીવન નો આધાર હતો અે જ માણસ જતો રહે ત્યારે એક જગ્યા અે સ્ત્રી હોય કે પછી પુરુષ બધી જવાબદારી એકલાં લેવી ખૂબસજ કઠિન બની જાય છે.

અહીંયા મારે અે કહેવું છે જીવનમાં ક્યારે કયો મોડ આવે આપણે નથી જાણતાં માટે સ્ત્રી હોય કે પુરુષ બને અે આત્મનિર્ભર રહેવું જોઈએ સાથે મળીને ઘર ચલવવું જોઇએ.

પરિસ્થિતિ ક્યારે બદલાઈ જાય કોઈ નથી જાણતું હોતું.

૩. આ પરિસ્થિતિ છે અસ્વીકાર !
જ્યારે કોઈ છોકરી ને કોઈ છોકરો અસ્વીકાર કરે સગાઈ થઈ ગઈ હોય પછી તોડી નાખે એવી જ રીતે કોઈ છોકરી કોઈ છોકરાને સગાઈ પછી તોડી નાખે. આવી પરસ્થિતિમાં અમુક લોકો છોકરો હોય કે પછી છોકરી અસ્વીકાર (Rejection) સહન નથી કરી શકતાં અને કંઈ પણ વિચાર્યા વગર આત્મહત્યા કરી લે છે. આ વસ્તુ છે attachment માણસ થી મોહ. લોકો અે નથી સમજતા કે જીવન માં આગળ વધવું જોઈએ ક્યારે કોઈ એક જગ્યા અે અટકેલાં કે લટકતાં નાં રહેવું જોઈએ. જેને જવું છે એણે બહુ પ્રેમ થી જવા દો. કોઈ પણ સબંધ બંધન નાં નામ થી તમે ક્યારે બાંધી ને નહિ રાખી શકો. પ્રેમ લાગણી ક્યારે દબાવ માં નથી કરી શકતું કોઈ. અે તો બસ થઈ જાય છે. અને જેણે તમે જવાદો છો, અે તમારો હશે તો પાછો તમારી પાસે જ આવશે. જો નસીબ માં હશે તો એના ચોક્કસ સમયે જરૂર મળી જશે. અગર તમે કોઈને સાચો પ્રેમ કરો છો, અને સામેવાળા ને તમે નથી ગમતા તો તમારે આગળ વધી જવું હિતાવહ છે. બધુંજ જીવન માં આપણને ગમે અે નાં મળે. માણસ કોઈ વસ્તુ નથી કે જેણે એની મરજી વગર તમે મેળવી શકો.
🔸🔹 જીવનમાં અસ્વીકાર ને સહન કરતાં શીખો. અને બીજું કે અસ્વીકાર ખાલી પ્રેમ માં નથી મળતો નોકરી ધંધા માં, દોસ્તો બનાવવામાં, અમીરી ગરીબી માં, તમારો અસ્વીકાર થશે.

અસ્વીકાર અને તિરસ્કાર વચ્ચે બહુજ પાતળી રેખા છે. જેને સમજવું અનિવાર્ય છે. અસ્વીકાર એટલે સીધે સીધું નાં પાડી દેવું.અને તિરસ્કાર એટલે અપનાવી લેવું મન ફાવે ત્યારે ઠુકરાવી દેવું અે તિરસ્કાર જ છે. આવા અમુક લોકો નાસમજ ને કારણે આત્મહત્યા કરે છે.

૪.ઘરેલુ કલેશ અને કંકાસ ઘરમાં અંદર અંદર સબંધો માં બનતું નાં હોય, ભાઈ ને ભાઈ જોડે બોલવાના સબંધ નાં હોય.કોઈ જમીન કે કોઈ પણ વસ્તુ દાગીના ઘણી બધી વસ્તુ ને લીધે પરિવાર માં થતાં કલેશ ને લીધે બાળકો ના કુમળા મન પર વિપરીત અસર પડે અને આત્મહત્યા કરે કે ઘર છોડી ને ભાગી જાય છે. પણ એમનું સમજી શકાય કે બાળક છે એટલી સમજણ નાં હોય તો અે આવી ભૂલ કરી નાખે છે.

પરંતુ ઘરેલુ કલેશ ને કારણે પતી કે પત્ની આત્મહત્યા કરે છે. સમજવાની વસ્તુ અે છે પ્રોબ્લેમ નો નિરાકરણ કરવાને બદલે લોકો શું વાતો કરશે. *સૌથી મોટો રોગ ક્યા કહેનગે લોગ* આ ડર શું કામ? કોઈને ખરેખર કોઇની પડી જ નથી હોતી ફક્ત પંચાત કરવા શિવાય. હવે એ જાતે સમજવું રહ્યું કે કોઈ પણ ભૂલ એટલી મોટી નથી હોતી કે આપણે જીવતા જીવ મરી જવું પડે.


૫. આ સ્થિતિ માં એવું છે નિર્દોષ પણ ક્યારેક કોઈના કડવા શબ્દો સહન નથી કરી શકતાં અને આત્મહત્યા કરે છે. કોઈ તમારા ચરિત્ર પર આંગળી કરે છે, કે પછી કોઈ નો પતિ કે પત્ની સામેવાળા નું પાત્ર ને કંઈક આવી કરીને બોલી જાય છે. જ્યારે તમે કોઈ નું ચરિત્ર શું છે કેવું છે, એના વિષય પર ચર્ચા કરો છો, આધી અધૂરી વાતો મળેલી ને ધ્યાન માં રાખીને અે માણસને જજ કરો છો, વાસ્વિક્તા શું છે અે જાણ્યા વગર કોઈના ચરિત્ર પર આંગળી ઉઠાવી એને માનસિક રીતે ત્રાસ આપવું ગુનો છે. અમુક લોકો જે કાયદા કાનૂન નથી જાણતાં અે બિચારા જ આત્મહત્યા કરે છે. મારી ઈજ્જત ઉછાળી સમજી ને. આવા સમયે તમારે મરવાનું નાં હોય. આ સમય છે લડવાનો ગીતા માં કૃષ્ણ ભગવાન અે કીધું છે કે *"જે માણસ પોતાનાં માટે નથી લડતો એનો સાથ ભગવાન પણ કઈ રીતે આપી શકે."*
માનસિક ત્રાસ આપવા વાળા લોકો ને તો જેલ માં પુરવા જોઈએ નહિ કે આપણે હારી ને આત્મહત્યા કરવી જોઈએ.

૬. દેવું ????
તમે વ્યાજે પૈસા લો છો, કે પછી સરકાર પાસે થી લોન લીધી હોય છે. તો તમારે થોડું કાયદા નું જ્ઞાન હોવું જરૂરી છે. જ્યારે માણસ દેવાદાર થઈ જાય ત્યારે તેને મરી જવાથી પ્રોબ્લેમ ખતમ થઇ જશે એમ લાગે છે. પણ જો આપણે જાતે જ એવા કોઈ કામ કર્યા હોય તો એનું પરિણામ પણ ભોગવવાની તેવડ હોવી જોઈએ. લોકો દેવું કરીને આત્મહત્યા કરી નાખે. મતલબ શું છે, મરવાનો મરવું અે કોઈ પણ પ્રકાર નો હલ બિલકુલ નથી.

સરકાર પાસે લૉન હશે તો તમારી જમીન વેચીને પૈસા લઈ લેશે. જે તમારા જીવતાં બનવાનું છે અે તમારા મર્યા પછી બનવાનું છે? બધી રીતે બધું જાણતું હોવા છતાં પોતાનો જીવ ત્યાગવો મૂર્ખામી છે.


આવા અસંખ્ય કારણો હોઈ શકે છે, આત્મહત્યા કરવાનાં.....

સમજવાનું અે છે, કોઈપણ પરિસ્થિતિમાં લડતાં શીખો. ખોટા છો તો સ્વીકાર કરી લેતાં શીખો. અને સાચા છો, તો જરૂરી નથી બધાને સફાઈ આપવી જેણે જે માનવું હોય અે માને,‌આપણને અને આપણાં ભગવાન ને ખબર છે, કે આપણે ખોટાં નથી અને ક્યારે પણ કોઈ નું કંઈ ખોટું નથી કર્યું તો, મોજમાં જીવતાં શીખો અને જો પરિસ્થિતિ એવી નિર્માણ થાય કે અર્જુન ની જેમ લડવું જ પડે તો પછી કોઈ કૃષ્ણ ને શોધી ને લડતાં પણ શીખો. ચહેરો છુપાવીને કે પછી આત્મહત્યા કરવાથી સમસ્યાઓ નો કોઈ જ હલ નીકળતો નથી.


⚜️⚜️⚜️ સાચું બોલતાં શીખો.
⚜️⚜️⚜️ કોઈ ભરોસા પાત્ર માણસ જોડે પોતાની વાત કરી શકાય છે.
જ્યારે પણ મન માં મરવાના વિચાર આવે છે, અંગત લોકો જોડે પોતાની પ્રોબ્લેમ શેર કરો. અને અમુક લોકો ની માનસિકતા હોય છે કે અે લોકો કહેતા હોય કે ફલાણી રોજ મરી જાઉં છું કહે છે કઈ નહિ કરે...હા કદાચ મજાક માં બોલતાં હોય તો ઠીક..

🔹🔹 તમારાં મન ની તમે જાણો જો તમને ખરેખર જીવન નાં કોઈ પણ વાર આત્મહત્યા કરવાનો વિચાર આવે તો, મગજ નાં ડોકટર પાસે જતાં રહેજો.શારીરિક બીમારી બહુ જલ્દી દુર થઇ જાય છે. પણ માનસિક બીમારી જતા થોડો સમય લાગે છે.

કોઈ પૂછે કે શું તમે પરફેક્ટ છો? તો જવાબ આપવો હા હું પરફેક્ટ છું. કારણ કે સૌથી પહેલાં માણસ નું મન અને મગજ થી સ્ટ્રોંગ હોવું જરૂરી છે.કોઈના જીભ નાં વર્ણો ક્યારે આપણાં હૃદય ને ભેદી જ નાં શકે.

⚜️આપણે ક્યારે અે નથી વિચારતા કે, માણસ કઈ પરિસ્થિતિ માં થી ગુજર્યો હશે. અને આખરે એણે આવો નિર્ણય કેમ લીધો. બસ પંચાત કરવાં માંડીએ છે. ક્યારેક પોતાને એની જગ્યાં અે મૂકીને જોજો કે એના પર શું વિતી હશે આખરે.

🔹🔹 અને અમુક લોકો એટલી નિમ્ન ક્ક્ષા અે ઉતરી જતાં હોય છે કે જેની કોઈ હદ જ નથી હોતી. મરેલા માણસ પર પણ કીચડ ઉછાળવાનું નથી ભૂલતાં. તારા ફલાણા કે ફલાણી અે આમ કે તેમ કરેલું. કોઈ પણ વ્યક્તિ અે કોઈપણ કારણ વશ આત્મહત્યા કરી હોય, કોઈ ને હક નથી બનતો મરેલાં વ્યક્તિ ની ઉપર કોઈ પણ ટિપ્પણી કરવાનો.

થોડી તો માણસાઈ રાખો. કે જે અહીંયા દુનિયામાં જ નથી એનાં વિશે ખરાબ બોલવું એ અયોગ્ય છે. કોઈપણ પ્રકરણ ની ટિપ્પણી કરવી શોભે નહી.

આત્મહત્યા માણસ ત્યારે કરે છે, જ્યારે એણે પોતાને પોતાની ભૂલ છે એની અનુભૂતિ થાય છે. અને અે પોતે પોતાની જાત ને સ્વીકારી નથી શકતો પોતાની ભૂલ સાથે. અને ડિપ્રેશન માં જતો રહે છે. અને એણે પણ ખબર હોય છે પોતે જે કરે છે અે ખોટું છે. તે છતાં અે આત્મહત્યા કરે છે.

ભગવાન એમની આત્માં ને મોક્ષ આપે.
અને આ ઉદાહરણ પરથી તમે સમજો કે તમારે જીવન માં ક્યાં અટકવાનું છે. અને કેવી રીતે જીવન જીવવાનું છે.
અસ્તુ.....


કોમલ મેહતા