અજનબી હમસફર - ૮ Dipika Kakadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

અજનબી હમસફર - ૮

દિયા સવારે વહેલા ઉઠી અને ફટાફટ ટિફિન તૈયાર કર્યું, રેડી થઈ બસ સ્ટોપ પહોંચી અને ભરૂચની બસ પકડી. સવારનો ઠંડો પવન અને હાઈવે ની હરીયાળી આંખોને ઠંડક આપતી હતી મન થતું હતું કે એ હરિયાળીને આખોમાં હંમેશ માટે કેદ કરી લે. લગભગ ૨ કલાક પછી તે ભરુચ પહોંચી અને ફરી તે આમોદ ની બસમાં બેઠી. થોડી વાર થઈ હશે ત્યાં તેના ફોનમાં મેસેજ ટોન સંભળાઈ.સ્ક્રીન પર જોયું તો રાકેશ નો મેસેજ હતો.તરત જ તેના ચહેરા પર સ્માઇલ આવી ગઈ તેણે મેસેજ વાંચ્યો,


"ગુડ મોર્નિંગ દિયા,હેવ અ લવલી ડે."


દિયાએ પણ રીપ્લાયમા વિશ કર્યું અને પછી શરૂ થયો બંનેનો વાતોનો દોર .મેસેજમાં વાત કરતા કરતા આમોદ ક્યારે આવી ગયું ખબર જ ન રહી. દિયા બસમાંથી ઉતરી ફટાફટ કચેરી જવા નીકળી. તે ઓફિસ ટાઈમ પર પહોંચી ગઈ હતી


તેણે જોયું તો હજુ ઘણા બધા કર્મચારીઓ ઓફિસે આવ્યા હતા ના હતા. તે પોતાની ટેબલ પર બેસી કોમલ આવે તેની રાહ જોવા લાગી ત્યાં કોમલ આવી. દિયાએ તેને ગુડ મોર્નિંગ વિશ કર્યું, કોમલે પણ સામે વિશ કર્યું અને બંને પોતાના કામમાં બિઝી થઈ ગઈ ત્યાં અચાનક દિયાને કઈ યાદ આવ્યું અને બોલી,


" કોમલ હું મીઠાઈ લાવી છું બધાને વેચવાની છે તો આપી દવ?"


કોમલ કહે," થોડી વાર થોભી જા હજુ સર પણ નથી આવ્યા અને સ્ટાફ પણ ઘણા ખરા નથી આવ્યા. બધા આવી જાય એટલે પહેલા સરને અને પછી ઓફિસમાં બધા ને વેચી દેજે. હા, તુ મને આપી શકે છે , હું સ્પેશિયલ છું."


" એ તો આપીશ જ" એમ કહી દિયાએ બોક્સમાંથી મીઠાઈ કોમલના મોઢામાં મૂકી.


આ બાજુ રાકેશ ઓફિસ પહોંચી કામમાં બીઝી થઈ ગયો ત્યાં તેના ફોનમાં રીંગ આવી જોયું તો ધનજીભાઈ નો ફોન હતો રાકેશે ફોન ઉપાડ્યો


"કેમ છો દાદા"


"બસ મજામાં બેટા તુ કેમ છે ?અને દિયા કેમ છે?


"હું પણ મજામાં ને દિયા તો ત્યાં જ છે, હું જંબુસર છું"

"બરાબર આ તો સવારે મનસુખભાઈ મળેલા તો એણે કહ્યું કે જંબુસર તાલુકામાં નોકરી કરતા કોઈ રાકેશ વાઘેલા એ એનું મકાન રાખ્યું છે.એટલે મને પાક્કું થઈ ગયું કે તે જ રાખ્યું હશે.


" હા કાકા મેં જ રાખ્યું છે. મને એનું મકાન ખૂબ જ ગમ્યું એટલે મેં તરત જ રાખી લીધું."


" આ મનસુખભાઈ નો સ્વભાવ ખૂબ સારો છે અને એનું ઘર પણ સારૂ છે સારૂ થયું કે તે રાખી લીધું. જાણીને ખુશી થઇ. હવે તું ઘરે ક્યારે આવે છે?"


" બસ ત્યાં આવીશ એટલે ચોક્કસ આવીશ "


" એકલા નથી આવવાનું દીકરા, દિયા ને પણ સાથે લઈને આવવાની છે "


" હા અમે બંને આવીશું , અરે દાદા ! એક વાત યાદ આવી ગઈ દિયા ને પણ રહેવા માટે મકાન રાખવું છે તો વ્યવસ્થિત કોઈનું ઘર હોય અને તમારા ધ્યાનમાં હોય તો કેજો ને .. છોકરી છે અને આમોદ તેના માટે નવું અને અજાણ્યુ છે એટલે થોડું જોવું પડે . કોઈ વ્યવસ્થિત ઘર હોય તો જણાવજો ને દાદા."


" સારુ દીકરા હું ધ્યાન રાખીશ અને તને ફોન કરીશ ."


" થેંક્યું દાદા"


" સારું બેટા રાખું હવે "


આ બાજુ દિયા પણ મામલતદારની ઓફિસમાં સાહેબને મીઠાઈ આપવા ગઈ અને ત્યારબાદ ઓફિસમાં બધાને મીઠાઈ વહેંચી અને પોતાના કામમાં પરોવાઇ ગઇ .લંચ ટાઈમે કોમલ અને બીજા સ્ટાફ સાથે લંચ કર્યું અને ખૂબ હસી મજાક કરી. પોતાને ઓફિસમાં આવા સારા મિત્રો મળી ગયા એ વાતથી દિયા ખુશ હતી.


દિયા ટાઈપીંગમાં અને કમ્પ્યુટરમાં સારી હતી એટલે તેને લગતા કંઈ પણ કામ હોય તે ફટાફટ કરી નાખતી. તેના સહ કાર્યકરોને પણ તેમાં મદદ કરતી. બે-ત્રણ દિવસમાં તો તે બધાની સાથે હળીમળી ગઈ હતી . તેના કામથી ખુશ થઈને મામલતદાર સાહેબે પણ તેને વહેલા કામ પતી જાય તો વહેલા ઘરે જવાની છૂટ પણ આપેલી . તે જાણતા હતા કે તે ઘણી દૂરથી આવે છે અને તેના કામમાં ઝડપી અને કુશળ પણ છે આથી તેમણે વિચારીને જ તે નિર્ણય લીધો હતો.આના કારણે દિયા પણ વહેલા કામ પતાવી ને વહેલા ઘરે પહોંચતી. કમલેશભાઈએ પણ દિયાને આમોદમા મકાનની વ્યવસ્થા કરવા માટે પુછ્યું તો દિયા એ કહ્યું કે રાકેશ ફ્રી થશે ત્યારે એ બંને જોઈ આવશે.


આમોદમાં નોકરીના ચાર દિવસ જતા રહ્યા હતા. ક્યારેક લંચ ટાઈમે તો ક્યારેક સાંજે રાકેશ સાથે વાત થતી. તે રાકેશ ને મળવા માંગતી હતી . તે ખરેખર તેને મિસ કરી રહી હતી. ત્યાં જ ફોનમાં રાકેશ નો મેસેજ આવ્યો," સાંજે વહેલા ફ્રી થઈશ ? આજે શનિવાર છે તો હું વહેલો નીકળી જઈશ જો તારે મેળ આવે તેમ હોય તો આપણે તારા માટે મકાન જોવા જઈએ ?."


મેસેજ વાંચી દિયા ખૂબ જ ખુશ થઈ ગઈ અને હા નો રિપ્લાય કરી ફટાફટ કામ કરવા લાગી જેથી સાંજે વેલા ફ્રી થઈ અને રાકેશને મળી શકાય. રોજના સમય કરતા દિયા લગભગ એક કલાક પહેલા પોતાનું કામ પતાવી દીધું અને સરની રજા લઈને નીકળી ગઈ.


આજે શનિવાર હોવાથી તેણે બ્લુ જીન્સ ઉપર વ્હાઈટ ટોપ પહેરેલુ .કાનમાં ફન્કી ઈયરીન્ગ તેની સુંદરતામાં વધારો કરતા હતા. રાકેશે કહ્યા મુજબ તે તળાવ પાસે પહોંચી તો રાકેશ ત્યાં તેની પહેલેથી જ રાહ જોતો હતો તેણે પણ આજે વ્હાઇટ ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલું હતું .

અનાયાસે જ બંનેને મેચીન્ગ થઈ ગયું હતું . રાકેશ ખરેખર આકર્ષક લાગી રહ્યો હતો. બંને એકબીજાને અપલક નજરે જોઈ રહ્યા ત્યાં અચાનક પાસેથી નીકળેલા વાહનના હોનૅના અવાજે બંનેનુ ધ્યાન ભંગ કર્યુ. પોતાની જાતને સંભાળી રાકેશે કહ્યું,

" તારા માટે મેં એક ઘર જોઈ રાખ્યું છે."


અરે વાહ તે તો જોઈ ભી લીધું? થેંક્યું યાર‌ આટલી મદદ કરવા માટે.


"યાર અને થેંક્યું ને જુના વેર છે એટલે બંને સાથે સારા ના લાગે" રાકેશે બનાવટી ગુસ્સો બતાવતા કહ્યું.


" સોરી" દિયા એ કાન પકડી રાકેશ ને કહ્યું


રાકેશ તેના માસુમ ચહેરા ને જોઈ રહ્યો
હવે મકાન જોવા જઈએ? દિયાએ પુછ્યુ


"હા ચાલ નજીકમાં જ છે " રાકેશે કહ્યું


બંને ચાલતા ચાલતા એક બંગલા સામે ઉભા રહી ગયા.


દિયાએ આશ્ચર્ય સાથે રાકેશ ને પૂછ્યું," આ છે ?પણ અહીં તો?


રાકેશે સ્માઇલ સાથે માથું હલાવીને કહ્યું," હા આ જ છે"



( બંગલો જોઈને દિયાને કેમ આશ્ચર્ય થયું? ત્યાં શું હતું? રાકેશ દિયાને ક્યાં લઈ આવ્યો છે?જોઈએ આગળ ના ભાગમાં..)