અજનબી હમસફર - ૧ Dipika Kakadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજનબી હમસફર - ૧

"તમારૂ પોસ્ટિંગ તમને કાલે મળી જશે " આ સાંભળી દિયા ની હાલત રડવા જેવી થઇ ગઇ .મનમાં કલેક્ટર ઉપર બો ગુસ્સો આવ્યો. 6 વાગ્યા ની પોસ્ટિંગ માટે રાહ જોતી કલેકટર ઓફીસ ની બહાર રાહ જોતી હતી .એને પોસ્ટિંગ ની ઉતાવળ ના હતી પણ એને ઘરે જવાની ઉતાવળ હતી.એના મન માં ગુસ્સો તો આવ્યો પણ એના કરતાં વધારે એને ઘરે જવાની ચિંતા થવા લાગી. કઇ રીતે હુ ઘરે પહોચીસ. "સાલા એ અહિયાં જ 8 વગાડી દીધાં ને પાછું કેટલા અહંકારથી પોસ્ટિંગ આપવાની ના પાડી ને કહી દીધું કે કાલે આવજો." મન માં બે ચાર ખરાબ શબ્દો ઓફિસર માટે બોલી દીધા ને ફટાફટ ઓફીસ ની બહાર નીકળી ગઈ.
દિયાની સરકારી નોકરી ભરૂચનીી કલેકટર કચેરીમાં લાગેલી પણ કમ્પ્યુટર સર્ટિફિકેટનાં અભાવ ને લીધે એને પોસ્ટિંગ હજુ મળ્યયુ ન હતુ.કલેકટર ઓફિસની બહાર લોબીમાં ઝડપથી ચાલતી દિયા અચાનક એક પરિચિત ચહેરો જુએ છે જેની નજર પણ દિયા સામે હોય છે, દિયા ને જોઈને એ એની પાસે આવે છે, ' અરે દિયા તું અત્યારે ક્યાંથી ?' એ રાકેશ હતો જેને એ પ્રથમ દિવસે મળી હતી.બધાનું પોસ્ટિંગ થયું ત્યારે અમુક લોકોનું પોસ્ટિંગ કંઈક ડોક્યુમેન્ટેશન ને લીધે બાકી હતું જેમાં દિયા અને રાકેશ પણ હતા. એનું પોસ્ટીંગ ના થયું હોવાથી એ લોકો એકબીજા સાથે ચર્ચા કરતા હતા એમાં જ થઈ હતી દિયા અને રાકેશ ની પ્રથમ મુલાકાત .રાકેશ ને કંઈક એજ્યુકેશનલ
સર્ટીફીકેટ માં પ્રોબ્લેમ હતો અને દિયા નેે કમ્પ્યુટર સર્ટિફિકેટમાં. દિયા નો પ્રોબ્લેમ જાણીને રાકેશે તેને એના ફ્રેન્ડ નો નંબર પણ આપેલો જે કમ્પ્યુટર સર્ટિફિકેટ ઇસ્યુ કરતો હતો બસ આ જ બાબતે બંન્નેનો પરિચય થયેલો.
રાકેશનું પોસ્ટિંગ તો થોડા દિવસ પહેલા જંબુસર થઇ ગયું હતું આથી તેનેે આ સમયે જોઈ દિયા નવાઈ પામી અને તેણે પણ પૂછ્યું કે 'તુ અહીંયા?' જવાબમાં રાકેશ એ કહ્યું કે 'મારે કલેકટર કચેરીએ કંઈક ડોક્યુમેન્ટ આપવાના હતા પણ તું કેમ અહીંયા? અત્યારના સમયમાં ? જવાબમાં દિયા એ નિસાસો નાખતા કહ્યું ,"મનેેેે પોસ્ટિંગ માટે રાખેલી પરંતુુુ પોસ્ટિંગ ન આપ્યું " રાકેશ એ પૂછ્યું " પણ કેમ?" જવાબમાં દિયા એ કહ્યું ખબર નહી એ તો કલેક્ટર છે તમે એની સામે સવાલ ના કરી શકો છેલ્લા પંદર દિવસથી મારું સર્ટિફિકેટ મેં જમા કરાવી દીધુ છે છતાં પણ પોસ્ટિંગ નથી આપ્યું અને આજે તો હદ થઈ ગઈ.હુ છ વાગ્યા ની રાહ જોઉં છું કેટલી રાહ જોવડાવી અને પછી ના પાડી દીધી બોલતા બોલતા દિયા ની આંખમાં આસુ આવી ગયા ,રાકેશે તેનેે સમજાવી ,એમાં શું થઈ ગયું કાલે આપી દેશે એમાં રડે છે શું કામ ? દિયા એ કહ્યું કે હજુુુ મારે સુરત જવાનું છે અને અત્યારે તો મને પણ નથી ખબર કે સુરત માટે કોઈ બસ મળશે કે નહીં આટલા મોડા સમયે આ કલેક્ટર કચેરી માંથી નીકળવું પણ ડર લાગે એવું છે અને ત્યાં જઈને બસ ના મળે તો હું શું કરીશ એ વિચાર પણ ડરાવી મૂકે એવો છે એમ કહી દિયા રડવા લાગી . થોડીવાર પછી શાંત થઇ પોતાની જાતને સંભાળતા રાકેશને કહ્યું તારે પણ જંબુસર જવું હશે ને તો ચાલને તું પણ મારી સાથે બસ સ્ટેન્ડ સુધી.. મને પણ કંપની રહેશે .રાકેશ એ કહ્યું હા ચલ મારે પણ જવું જ છે એક કામ કરું હું તારી સાથે સુરત આવું અને તને મૂકી જાવ દિયા રાકેશ ની વાત સાંભળી થોડીવાર આશ્ચર્ય પામી એ વ્યક્તિ જેને ફક્ત બે જ વાર મળી છે જેની સાથે કોઈ સંબંધ નથી જેને પાંચ મિનિટ પહેલા એની તકલીફની જાણ થઈ અને એને સુરત મૂકવા આવવાની વાત કરે છે ત્યાં દિયા નો ફોન વાગે છે સ્ક્રીન પર જુએ છે તો એની મમ્મી નો હોય છે દિયા ફોન રિસિવ કરીને વાત કરે છે જે રાકેશ સાંભળી શકતો હોય છે "હા મમ્મી હું આવી જઈશ તું ચિંતા ન કર બસ સ્ટેન્ડ પહોંચવા આવી હમણાં બસ આવે એટલે આવી જાવ "એમ કહી ફોન મૂકે છે એ સાથે જ રાકેશ બોલે છે ચલ સુરત મૂકી જાવ મતલબ કે હું તારી સાથે બસમાં સુરત આવું .ના હું જતી રહીશ હમણાં બસ આવી જશે દિયાએ રાકેશને કહ્યું પણ મનથી ઈચ્છતી હતી કે એ એની સાથે આવે કારણ કે એ ખૂબ જ ડરી ગઈ હતી પરંતુ રાકેશને ના એટલા માટે પાડી કે જો તે તેની સાથે સુરત આવશે તો કાલે તેની નોકરી પર કઈ રીતે જશે કેમકે સુરત થી જંબુસર ઘણું દૂર હતું એટલે અપડાઉન પણ પોસિબલ ન હતું જો એ અપડાઉન કરે તો નોકરી પર મોડો પહોંચે અને બીજી વાત રાકેશ તો ઉત્તર ગુજરાતી હતો સુરતમાં આવે તો પણ રાત ક્યાં રોકાય ? પણ રાકેશે તેની કંઈ પણ વાત ન માની અને કહ્યું ,"સુરત મારા મામા રહે છે હું એમના ઘરે ચાલ્યો જઈશ સવારે ત્યાંથી જંબુસર જતો રહીશ અને રહી વાત નોકરી પર પહોંચવાની ત્યાં તો હું બે કલાક મોડો જાવ તો પણ ચાલે ..તું બેસ બસની રાહ જો ,હું હમણાં આવ્યો" દિયા એ કહ્યુ ,"હા " અને એ રાકેશ ના જતો જોઈ રહી મનમાં થયું કે ક્યાં ગયો હશે. ત્યાં થોડી વારમા રાકેશ પાણીની બોટલ લઇને આવ્યો અને દિયા ને આપ્યું અને કહ્યું લે પીલે. દિયા એક શ્વાસ માં ઘણું પાણી પી ગઈ ખરેખર એને તરસ લાગી હતી પણ ચિંતામાં ને ચિંતામાં એને પાણી પીવાનું પણ યાદ નહોતું આવ્યું ને જાણે રાકેશ ને ખબર પડી ગઈ હોય એ રીતે એ પાણી લઈ આવ્યો થોડીવારમાં બસ આવી રાકેશ ફટાફટ બસમાં ચડી ગયો અને જોયું તો એક સીટ ખાલી હતી એમાં બેસી ગયો પાછળથી દિયા આવી , રાકેશે જોઈ એટલે તરત એને પોતાની સીટ પર બેસવાનું કહી પોતે ઉભો થઇ ગયો. દિયા એ સીટ પર બેસી ગઈ અને રાકેશ વિશે વિચારવા લાગી.


મિત્રો આ મારી પ્રથમ વાર્તા છે મને વાર્તા લખવાનો કોઈ અનુભવ નથી આથી આમાં ઘણી બધી ભૂલો હશે તે બદલ માફી માગું છું .વાર્તા વાંચ્યા બાદ આપના પ્રતિભાવ જરૂર આપશો .