Ajnabi Humsafar - 2 books and stories free download online pdf in Gujarati

અજનબી હમસફર - ૨

બસ ની સીટ પર બેઠી બેઠી દિયા રાકેશ વિશે વિચારતી હતી કે કોઈ સંબંધ વગર પણ રાકેશ કેટલી કેર કરે છે. જ્યારે કોઈ સ્ત્રીનું સન્માન કરે છે અને તેના સન્માનની રક્ષા કરે છે ત્યારે તે વ્યક્તિ માટે સ્ત્રીના દિલમાં સન્માન જાગે છે.રાકેશ માટે પણ દિયાના દિલમાં માનની લાગણી ઊત્પન્ન થઈ .
તે પોતાના વિચારોમાં જ હતી ત્યાં કોઈએ તેને ધક્કો લગાવ્યો .બસમાં ખૂબ ભીડ હતી અને મુસાફરોની અવર જવરના લીધે દિયાની સીટ પાસે ઉભેલા વ્યક્તિનો દિયાને ધક્કો લાગ્યો આ રાકેશે જોયું એટલે તે તરત દૂર ઊભો હતો ત્યાંથી દિયાની સીટની અડોઅડ ઊભો રહી ગયો જેથી કરીને દિયાને કોઈ અજાણતા કે જાણી જોઇને ધક્કો ના લગાવે ..રાકેશ ને પોતાની પાસે ઊભેલો જોઈને દિયા ને રાહત થઈ અને તેના માટેનું માન વધારે વધી ગયું .થોડીવારમાં દિયાની બાજુ ની સીટ ખાલી થઈ એટલે દિયાએ રાકેશને ત્યાં બેસી જવા કહ્યું. ત્યારે રાકેશે તેને બારી વાળી સીટ પર બેસવા કહ્યું અને પોતે દિયા ની સીટ પર બેસી જશે એવું કહ્યું .તે પોતાની સીટ પર ખસી બાજુની સીટમાં બેસી ગઈ અને રાકેશ દિયાની સીટમાં બેસી ગયો
સીટ પર બેસ્યા પછી રાકેશ ને કંઈક રાહત થઈ ભરૂચ થી સુરત નો રોડ ઘણો જ લાંબો હતો કદાચ દોઢથી બે કલાક અનેેે એમાં પણ હાઇવે ઉપર ટ્રાફિક એટલે સુરત પહોંચતા વાર લાગે તેમ હતી અને આખા દિવસના કાને મુસાફરીથી ઉભા ઉભા થાકી જવાય તેવું હતું.
સીટ પર બેસ્યા પછી રાકેશ અને દિયાા વાતો કરવા લાગ્યા ..એકબીજાનું બેકગ્રાઉન્ડ ,એકબીજાની પસંદ- નાપસંદ ,જોબ માટેના પોતાના વિચારો અનેે ફેમિલી વિશે ઘણી વાતો કરી .જાણે બંને એકબીજાને વર્ષો થી ઓળખતા હોય.વાતો વાતોમાં અંકલેશ્વર આવી ગયું હવેેે સુરત વધારે દૂર ન હતું.
બારીમાંથી આવતા ઠંડા પવનને લીધે અને આખા દિવસના થાક અને રડવાના લીધે દિયાની આંખો ભારે થઈ ગઈ અનેે તેને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના રહી તેનું માથું રાકેશના ખભા પર રાખી સુઈ ગઈ જ્યારે રાકેશે જોયું કે દીયા પોતાના ખભા પર માથું રાખીને સૂઈ ગઈ છે ત્યારે રાકેશ દિયાના હાથમાંથી બેગ લઇ નીચે મૂકી દીધો અને પોતે પણ વ્યવસ્થિત બેસી ગયો. અચાનક ડ્રાઇવરે બ્રેક મારતા દિયાને ઝટકો લાગ્યો અને પડવાની તૈયારીમાં હતી ત્યાં રાકેશે તેને પોતાના બન્ને હાથોમાં પકડી લીધી અેટલે દિયા સફાળી જાગી ગઈ તેણે પોતાની જાતને રાકેશના હાથોમાં જોઈ ..
અચાનક થયેલા બનાવને લીધે દિયા અનેે રાકેશ બંને શરમાઈ ગયા. દિયાએ થેન્ક્સ કહીને વાતને નોર્મલ કરવાની કોશિશ કરી. કેટલી વાર સુધી બંને ચૂપ રહ્યા કોઈએ વાત ન કરી.
થોડીવાર પછી રાકેશ વાતની શરૂઆત કરતાં કહ્યું ,
"દિયા.. સવારે ભરૂચ વાળી બસ કેટલા વાગે ઉપડે છે અને ક્યાંથી ઉપડે છે"
દીયા એ કહ્યું " આઠ વાગ્યે સ્ટેશનથી ઉપડે છે . તારા મામા નું ઘર ક્યાં છે?"
રાકેશ એ કહ્યું," સચિન છે "
"અચ્છા,તો તારે વહેલુ નીકળવું પડશે કેમકે સચીન સ્ટેશનથી ઘણું દૂર છે"દિયા એ કહ્યું.
રાકેશ એ કહ્યું," એનો કોઈ ઈશ્યુ નથી મામા મને સ્ટેશન સુધી મુકી જશે"
" તો બરાબર " થોડીવાર પછી દિયાએ કહ્યું ,"રાકેશ.. થેન્ક્યુ જો આજે તું ના હોત તો ખબર નહીં મારું શું થાત."
"અરે યાર કેવી વાત કરે છે ..કંઈ ના થાય તારે થોડું નીડર બનવાની જરૂર છે ..કશું ના થાય, ખોટી ચિંતા કર્યા કરે"
આમ જ બંનેની વાતો ચાલ્યા કરી ત્યાં સુરત સ્ટેશન આવી ગયું. બંને બસમાંથી ઉતરી એક બીજા ને બાઈ કહ્યું અને સવારે મળીએ એમ કહી છુટા પડ્યા .સવારે બંન્નેને ભરૂચ જ જવાનું હોવાથી સાથે બસમાં જશે એવું નક્કી કરેલુ .
દિયાએ સ્ટેશનથી ઓટો રિક્ષા પકડી પોતાના ઘર તરફ રવાના થઈ.
ઘરે પહોંચતા જ બધાના સવાલ શરૂ થઈ ગયા.." કેમ મોડું થયું? રસ્તામાં કોઈ તકલીફ પડી? " "આવી જ રીતે નોકરી કરવાની હોય તો આપણે નોકરી નથી કરવી" અમને તારી ચિંતા થાય છે".બધાના એકસાથે બોલવાથી દિયા પરેશાન થઈ ગઈ. "શાંત થઇ જાઓ બધા ..હું ઠીક છું કંઈ પ્રોબ્લેમ નથી થયો અને ક્યારેક આવી રીતે મોડું થઈ જાય એમાં શું ? મારી સાથે મારા એક કલિગ પણ હતા એટલે કંઈ વાંધો ન આવ્યો, હવે હું જમી લઉં ?ખૂબ જ ભૂખ લાગી છે"
દિયાની મમ્મીએ કીધું ,"હા જલ્દી ચાલ ફટાફટ જમી લે અને પછી આરામ કર"
જમીને દિયા પોતાના બેડ પર સૂતી પણ આજે એને ઊંઘ આવતી ન હતી .ફક્ત અને ફક્ત રાકેશના જ વિચારો આવતા હતા જે રીતે રાકેશે તેની મદદ કરી હતી એનાથી એક અજીબ આકર્ષણ તેના તરફ થયું હતું .કાલે સવારે તેને ફરી મળવાનું છે એ વાતથી તે ખૂબ જ ખુશ હતી વિચારોમાં ને વિચારોમાં ક્યારે ઊંઘ આવી ગઈ એને ખબર જ ના રહી.
સવારે ઊઠીને દિયા ફટાફટ તૈયાર થઇ ગઈ દિયાએ રેડ ડ્રેસ પહેર્યો હતો. ગોરો ચહેરો, અણીયાળી આંખો અને હોઠ પરનુ તલ . ખરેખર તે ખૂબ જ સુંદર હતી પરંતુ રેડ કલર નો ડ્રેસ ને કાનમાં ઝુમખા તેની ખુબસુરતી માં ચાર ચાંદ લગાવતા હતા. કોઈ પણ તેને પહેલી નજરે જોઈને તેના પર મોહી જાય .
દિયા રેડી થઈ અને સ્ટેશન પહોંચી બસ સ્ટોપ પર જોયું તો રાકેશ ત્યાં જ ઊભો હતો અને બસની રાહ જોતો હતો એને દિયા ને આવતા જોઈ અને બસ જોતો જ રહી ગયો ખરેખર દિયા કોઈ આસમાનની પરી લાગતી હતી ત્યાં દિયા તેની પાસે આવી અને હાઈ કહ્યું. ત્યારે રાકેશ હોશમાં આવ્યો અને સામે હાઈ કહ્યું.
બંને ઉભા ઉભા બસની રાહ જોતા હતા અને ઔપચારિક વાતો કરતા હતા .વાતો કરતા કરતા રાકેશ દિયાને ચોરી છુપીથી જોઈ લેતો હતો. દિયાના કાનના ઝૂમખા તેને પાગલ બનાવી રહ્યા હતા . રાકેશે અત્યાર સુધી ઘણી છોકરીઓ સાથે ફ્રેન્ડશીપ કરી હતી પણ ક્યારેય કોઈની સાથે એ આકર્ષણ નહોતું અનુભવ્યું જે તેને દિયાને જોઇને થયું હતું. તેને પોતાને સમજાતું ન હતું કે તેની સાથે શું થઇ રહ્યું છે એ પોતાના વિચારોમાં જ હતો ત્યાં બસ આવી ગઈ .
દિયા એ કહ્યું," ચલ રાકેશ બસ આવી ગઈ" અને બંને બસમાં ચઢ્યા.
સદ્ નસીબે આજે બસ ખાલી હતી રાકેશ અને દિયા બંને સાથે ની સીટ પર ગોઠવાયા .હજુ એમને દોઢ-બે કલાક સાથે રહેવાનો હતો એ વિચારીને જ દિયા ખુશ હતી કેમકે પછી રાકેશ જંબુસર જતો રહેવાનો હતો એટલે ફરી ક્યારેય મળવાનું ના પણ થાય.


શું દિયા અને રાકેશ ની સ્ટોરી અહીં જ અટકી જશે કે આગળ વધશે? આ એમની છેલ્લી મુલાકાત હશે?
જોઇએ આગળના ભાગમાં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED