અજનબી હમસફર - ૯ Dipika Kakadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

અજનબી હમસફર - ૯

"હવે અંદર જઈએ "

બંને બંગલાની અંદર પ્રવેશ કર્યો .તે ધનજીભાઈનું ઘર હતું .ધનજીભાઈ અને શારદાબા જાણે તેમની જ રાહ જોતા હોય તેમ ઉમળકાથી તેનું સ્વાગત કર્યું. નોકરે પાણી આપ્યું.

દિયા હજુ આશ્ચર્યમાં હતી તે રાકેશ સામે જોઈ રહી

રાકેશ કંઈ બોલે તે પહેલાં ધનજીભાઈ એ કહ્યું,
"બેટા રાકેશનો બે દિવસ પહેલા મારા પર ફોન આવેલો કે તુ રહેવા માટે મકાન શોધે છે .તો મે શારદાને વાત કરી.અમે આમ પણ આવડા મોટા મકાન માં એકલા રહિએ છીએ .અમારી સાથે કોઈ રહેશે તો અમને પણ સથવારો મળે. ખાસ કરીને મારી શારદાને.. એટલે અમે બંનેએ મળીને એ નિર્ણય કર્યો કે ઉપરના માળ પર બે ત્રણ બેડરૂમ છે તે કોઈ ને રહેવા માટે આપી દઈએ. તું જોઈ લે જો તને ધ્યાનમાં આવે તો તુ અહી રહી શકે છે અને હા ..જમવાનું પણ અમારી સાથે . અમારો મહારાજ પણ ખુબ જ સરસ રસોઈ બનાવે છે તને ચોક્કસ ભાવશે પણ જો તને અમારુ ઘર અને અમે યોગ્ય લાગીએ તો જ. જો તારે એકલા રહી શકાય તેવું કોઈ મકાન શોધવું હોય તો એ પણ મળી જશે અને એ પણ જોઈ રાખ્યું છે .હું અને રાકેશ કાલે સાંજે જ જોઈ આવ્યા."

દિયા પ્રશ્નસુચક નજરે રાકેશ તરફ જોઈ રહી. તેની કેટલા દિવસની ચિંતા રાકેશે એક ક્ષણમાં જ હળવી કરી દીધી . પોતાના માટે કેટલું બધું વિચારીને મદદ કરી.તે રાકેશ તરફ અહોભાવ થી જોઈ રહી.

તેણે કહ્યું, " તમારો ખુબ ખુબ આભાર . ખરેખર મારે આ રીતે જ મકાન રાખવુ હતુ જ્યાં કોઈ સાથે રહેતું હોય. તમે મારી ચિંતા ગાયબ કરી દીધી. મને એક નાની રૂમ મળી જશે તો પણ ચાલશે એટલે મારે ઉપર જોવા જવાની પણ જરૂર નથી. બસ હું સાંજે મારા પપ્પા સાથે વાત કરીને તમને જણાવી દઈશ.

ધનજીભાઈ અને શારદાબહેન પણ આ સાંભળીને ખુબ જ ખુશ થઇ ગયા . બધા ઘણી વાર બેઠા અને ઘણી બધી વાતો કરી.આખરે દિયા અને રાકેશ ત્યાંથી રજા લઈને નીકળ્યા.

ધનજી દાદાના ઘરની બહાર નીકળી રાકેશ દિયાને પૂછ્યું," હવે અત્યારે સુરત જવાનું છે? "

"તો બીજે ક્યાં જવાનું ?

"હું પણ સુરત મામાના ઘરે જાવ છું. તને વાંધો ના હોય તો તું મારી સાથે આવી શકે છે "

"તારી સાથે મતલબ શેમાં? બસમાં ને?"

"ના બસ નહીં કારમાં "

"કારમાં? પણ તારી પાસે તો કાર ક્યાં છે ?"

"એ બધા સવાલ પછી પૂછજે એ પહેલા એ કે તુ આવીશ કે નઈ ?"

કમાલનો છે આ છોકરો .. કેટલુ વટથી પુછે છે.દિયા મનમાં બોલી.થોડી વાર વિચાર કર્યા પછી કહ્યું હા આવું છું .

બંને તળાવ પાસે પહોંચ્યા ત્યાં દૂર રાકેશની મર્સિડીઝ પડી હતી. રાકેશે ડ્રાઈવર ની બાજુ ની સીટ નો દરવાજો ખોલી ત્યાં બેસવા ઈશારો કર્યો દિયા ફાટી આંખે જોઈ રહી અને કારમાં બેસી ગઈ . રાકેશ ડ્રાઈવર સીટ પર ગોઠવાયો. દિયાના મનમાં ઘણા પ્રશ્નો હતા. રાકેશે કાર સ્ટાર્ટ કરી થોડા સમયમાં શહેરના રસ્તાઓ ચીરતી કાર હાઇવે પર પહોંચી .

રાકેશ દિયા સામે જોયું તો તેની આંખોમાં ઘણા સવાલ હતા રાકેશ એ કહ્યું ,
"દિયા આ મારી જ કાર છે હજુ હમણાં જ લીધી ."

" હા એ તો દેખાય છે કે હજુ નવી છે નંબર પ્લેટ નથી આવ્યા પણ રાકેશ આ તો ખૂબ જ મોંઘી આવે ,આટલી બધી મોંઘી કાર ...?દિયા આગળ પૂછી ના શકી

"પપ્પા એ લઇ આપી છે મને આ નોકરી મળે તેની ખુશીમાં"

દિયાએ આગળ કઈ ના પૂછ્યું પરંતુ તેને અંદાજ આવી ગયો હતો કે રાકેશ કોઈ સાધારણ પરિવારમાંથી નથી આવતો કદાચ એ મોટા બિઝનેસમેન નો પુત્ર હશે.નહી તો રાકેશ પાંચ વર્ષના પગારથી પણ આવી કાર ના લઈ શકે .પણ તેને તે વાતથી કોઈ ફરક પડતો ન હતો . જે રીતે રાકેશ રહેતો હતો તેના વર્તન એક સામાન્ય માણસ જેવુ હતુ જેમાં કોઈ અભિમાન ન હતુ.

રાકેશને ડર હતો કે દિયા ગુસ્સો કરશે પણ હકીકતમાં દિયા રાકેશની સાદગી અને સરળતાથી તેના તરફ વધારે આકર્ષાઇ.

"અરે દિયા સીટ બેલ્ટ બાંધી દે"

રાકેશની વાતથી દિયાના વિચારો ની તંદ્રા તૂટી.

હા કહી તે સીટબેલ્ટ બાંધવા લાગી. તેણે ઘણી ટ્રાય કરી પરંતુ બેલ્ટ ફીટ થતો ના હતો.

આ જોઈ રાકેશ તેને મદદ કરવા માટે દિયા તરફ ઝૂક્યો પણ તે ડ્રાઇવિંગ કરતો હોવાથી તેનું ધ્યાન રસ્તા પર હતુ. જેવો તે દિયા તરફ ઝૂક્યો દિયાએ ઉંચુ જોયું અને રાકેશનો ચહેરો દિયા ના હોઠ સાથે અથડાયો. અજાણતા જ દિયાના હોઠ રાકેશના ગાલ ને સ્પર્શી ગયા .

(મિત્રો આ મારો પ્રથમ અનુભવ છે લખવાનો...આશા રાખું છું તમને પસંદ આવશે.આપના પ્રતીભાવ આવકાર્ય છે.)
-દિપીકા પટેલ