અજનબી હમસફર - ૭ Dipika Kakadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

અજનબી હમસફર - ૭

ફોન મૂકી રાકેશ બસ સ્ટોપ ની બહાર ચાની લારી પર ગયો અને ચા પીધી .લગભગ 20 મિનિટ પછી એક મર્સિડીઝ કાર તેની પાસે આવીને ઊભી રહી તેમાંથી એક માણસ બહાર નીકળ્યો ,રાકેશ ને જોઈ એના હાથમાં ચાવી આપી અને જતો રહ્યો. રાકેશ ગાડી લઇ સીધા મનસુખભાઈના ઘરે ગયો અને મકાનનુ એડવાન્સ આપ્યું. મનસુખભાઈએ કહ્યું કે તે ગમે ત્યારે ત્યાં શિફ્ટ થઇ શકે છે. રાકેશ થેન્ક્યુ કઈ ત્યાંથી નીકળી ગયા અને જંબુસર પહોંચ્યો.


આ બાજુ દિયા બસમાં બેઠા-બેઠા રાકેશના જ વિચારો કરતી હતી. આજનો દિવસ ખરેખર ખુબ જ સરસ વિત્યો હતો. ફક્ત બે દિવસથી રાકેશ તેની લાઇફમાં આવ્યો હતો પરંતુ દિયાને એવો અહેસાસ થવા લાગ્યો કે જાણે આ દુનિયામાં કોઈ ખાસ તેના માટે બન્યો છે જે તેની ખૂબ જ કાળજી રાખે છે .કદાચ આ મિત્રતાની લાગણી હોઇ શકે કે પ્રેમ પરંતુ તેનો અને રાકેશને જે કંઈ પણ સંબંધ છે તે ખૂબ જ સુંદર છે.

લગભગ નવ વાગે દિયા પોતાના ઘરે પહોંચે છે પરંતુ ઘરે પહોંચતા તે જુએ છે તો ઘરમાં લોક લાગ્યું હતું.તે પોતાની પાસે રહેલી ઘરની ચાવીથી લોક ખોલી અંદર જાય છે અને જેવી લાઈટ ચાલુ કરે છે ત્યાં બધા 'કોંગ્રેચ્યુલેશન્સ' ની બુમો પાડી તેને સરપ્રાઇઝ કરી દે છે તે જુએ છે તો તેના મમ્મી રેશ્માબેન તેના પપ્પા કમલેશભાઈ અને તેનો નાનકડો ભઈલો આશિષ હાથમાં કેક લઈને ઊભો છે અને આજુબાજુના પડોશીઓ બધા જ તેના સરપ્રાઈઝ માં શામેલ છે. દિયા આ સરપ્રાઈઝથી ખૂબ જ ખુશ થઇ જાય છે અને જોરથી 'થેન્ક્યુ સો મચ' અહીં એ બધાનો આભાર વ્યક્ત કરે છે પછી એના મમ્મી પપ્પાને પગે લાગી ભાઈ ને ગાલ પર કિસ કરે છે .
"ચાલો દીદી જલ્દી કેક કાપો મને ભૂખ લાગી છે "આશિષ ઉતાવળો થઇ કહે છે
"હા હા ચાલો"
દિયા એ કેક કાપી તેના મમ્મી-પપ્પા અને બધાને ખવડાવી.બધા જ પડોશીઓએ તેને શુભકામના આપી અને વિદાય લીધી.
"ચાલો ફટાફટ જમી લે બેટા કેટલું મોડું થયું છે ભૂખ લાગી હશે "રેશ્મા બહેને કહ્યું .
"હા મમ્મી "
દિયા જમીને ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેઠી.


કમલેશભાઈ પૂછ્યું ,"કેવો રહ્યો બેટા આજનો દિવસ?"

"ખુબ જ સરસ પપ્પા"


"કાલે ઓફિસ જાય તો મીઠાઈ લેતી જજે. હું તારા માટે બે બોક્સ લાવ્યો છુ ".
" સારુ પપ્પા લઈ જઈશ "


"હવે ત્યાં જ ફાઇનલ જોબ મળી ગઈ છે તો રહેવાનું પણ ત્યાં જ ગોઠવવુ પડશે ને"


"હા પપ્પા ત્યાં જ ગોઠવવું પડશે નહીતો સવારના પાંચથી સાડા નવ મારી ડ્યુટી ચાલુ રહેશે "દિયા એ મજાક કરતા કહ્યું.

"હમણા થોડા દિવસ અપ ડાઉન કરીશ પછી કોઈ વ્યવસ્થિત ઘર મળશે તો શીફટ થઈ જઈશ "

"બરાબર ,પણ તુ ક્યાં કોઈને ઓળખતી પણ નથી રૂમનું કઈ રીતે કરીશ?"કમલેશભાઈ પોતાની ચિંતા દર્શાવી.


" પપ્પા તમે ટેન્શન ના લો .ઓફિસમાં મારી ફ્રેન્ડ બની ગઈ છે કોમલ અને રાકેશ પણ છે. મે તમને વાત કરેલી ને કે કાલે મારી જોડે સુરત આવેલા એ રાકેશ.તેની જોબ જંબુસર છે પણ તેણે આમોદ માં જ રૂમ રાખી છે .એને પૂછી જોઈશ "

"સારુ દીકરા બને એટલી જલ્દી રાખી લેજે. રોજ આટલો બધો ટાઈમ આવવા જવામાં જશે તો તું બીમાર પડી જઇશ દિકરા"


" પપ્પા બને એટલી જલ્દી રૂમ રાખી લઈશ "દિયાએ કહ્યું


"કેટલી સરસ સરળ છે છોકરી! ,એનો દેખાવ એનો પહેરવેશ ,એનો સ્વભાવ, એની સમજ કેટલું સરળ! ખબર નહીં કેમ ખેંચાતો જાઉં છું એના તરફ... એની પસંદગીથી મને કેમ ફરક પડવા લાગ્યો છે? જે એને ગમે છે એ મને કેમ ગમવા લાગે છે . ખબર નહીં એવું કેમ થાય છે ? રાકેશ અગાસી ઉપર બેઠો બેઠો વિચારતો હોય છે ત્યાં જ તેના ફોનમાં તેના પપ્પાનો ફોન આવે છે ઘરના બધા સભ્યો સાથે વાત કરી ફોન મૂકી દે છે અને દિયા સાથે વાત કરવા માટે તેને મેસેજ કરે છે ,

"શું કરે છે? પહોંચી કે નહીં ?જમી કે નહીં ?

દિયા શાવર લઈને બહાર આવે છે કે તેના ફોનમાં મેસેજ ટોન સંભળાઈ .જોયું તો રાકેશના મેસેજ હતા. એ જોઈને દિયાના ચહેરા પર સ્માઇલ આવી ગઈ.

"હા હું પહોચી ગઈ અને જમી લીધું બસ ફ્રી થઇ અને શાવર લીધો ,તું શું કરે છે ? દિયા રીપ્લાય કર્યો.
"કાંઈ નહિ એમ જ ફ્રી બેઠો હતો તો થયું કે તને ખુશ ખબરી આપુ"
"અચ્છા શેની ખુશ ખબરી?
"એ જ કે મેં મનસુખભાઈ ને એડવાન્સ આપી દીધું"
"વેરી ગુડ .. તારો રહેવાનું ફિક્સ થઈ ગયું હવે મારે ગોતવાનું છે. પપ્પાએ કીધું કે બને એટલું જલ્દી મકાન રાખવાનું છે તો તું મારી હેલ્પ કરીશ?"
"એમાં પૂછવાનું શું હોય.. આજે મારા માટે મકાન જોવા ગયેલા કાલે તારા માટે જઇશું .."
"કાલે તો નક્કી નથી પણ હું તને કહીશ ત્યારે જઈશું કેમ કે હવેથી તો ઓફિસ નો ટાઈમ રેગ્યુલર રહેશે. કદાચ શનિવારે વહેલું નીકળવાનું થાય ત્યારે મેળ આવશે તો હું તને કહીશ"


"સારુ એ બધી વાત પછી અત્યારે સૂઈ જા સવારે વહેલું આવવાનું થશે એટલે બીજું બધું કાલે "


" સારું ગુડ નાઈટ "


"ગુડનાઈટ ટેક કેર બાય "


"બાય"


(કિસ્મત એક શહેરમાં તો બંનેને લઈ આવી છે પણ શું એકબીજાની જિંદગીમાં પણ લઈ આવશે ?જોઇએ આગળના ભાગમાં....)