વાસ્તવિકતા SHILPA PARMAR...SHILU દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાસ્તવિકતા

વાસ્તવિકતા

અંદર થી રડવાનો અવાજ સાંભળી ને હિતિક્ષા ના પિતા દરવજો ખોલીને રૂમ માં જાય છે.દીકરીને રડતી જોઈ ને પિતા પણ રડવા લાગે છે.હિતિક્ષા એ રડતા રડતા જ પૂછ્યું ,પપ્પા તમે કેમ રડો છો ? એના પિતા એ સહજ રીતે કહ્યું બેટા,તું તો મારા કાળજા નો કટકો છે,તું રડે અને મારી આ આંખો કેમ કોરી રહી શકે .....??

પિતા નો આ જવાબ સાંભળી ને હિતિક્ષા એ તરત જ રડવાનું બંધ કરી દીધું.15 વર્ષ ની એ હિતિક્ષા જેના માટે તેના પિતા જ તેનું સર્વસ્વ હતા. પોતે શાંત અને પ્રેમાળ એવી હિતિક્ષા અવારનવાર એના મમ્મી પપ્પા ના ઝઘડા ના કારણે રડતી રહેતી,પણ તેના સૌથી વ્હાલા પપ્પા એને હંમેશા મનાવી લેતા. હિતિક્ષા ના હાસ્ય નું એકમાત્ર કારણ હોય તો એ એના પિતા જ હતા. હિતિક્ષા ના દોસ્ત થી લઈ ને ,ગુરુ,ચા પાર્ટનર,અને મસ્તી પાર્ટનર બધું જ એના પપ્પા જ હતા .

બીજી બાજુ તેના પિતા માટે પણ લગ્ન બાદ પહેલું સંતાન ને એમાંય પાછી દીકરી,ખૂબ જ વ્હાલી હતી. એ હંમેશા કેહતા કે જગત ના દરેક સંબંધો નિભાવ્યા બાદ હવે મારી દીકરી જ મારો છેલ્લો પ્રેમ છે. સાથે જમવું સાથે, મસ્તી કરવી ,સાથે બધી જ વાતો એક મિત્ર ની જેમ શેર કરવી આ બધું જ મારી દિકરી હિતિક્ષા વગર અપૂર્ણ છે.

ખરેખર, પિતા અને પુત્રી વચ્ચે નો આવો શાશ્વત પ્રેમ જોઈ ને આજુબાજુ ના લોકો પણ વિચાર માં પડી જાય.હિતિક્ષા પણ પોતાની જાત ને ખૂબ નસીબદાર માનતી કે એની પાસે આટલો બધો પ્રેમ કરવા વાળા પપ્પા છે. હિતિક્ષા હંમેશા બધા ને કહેતી કે મારી પાસે મારા પપ્પા છે એ મારો પહેલો પ્રેમ છે.મારે હવે બીજા કોઈ પ્રેમ ની જરૂર નથી. બસ પપ્પા મળી ગયા એટલે મારુ વ્યક્તિત્વ, મારુ જીવન બધું જ પ્રેમાળ બની ગયું.

આમ ને આમ પિતા અને પુત્રી વચ્ચે નો આ અમૂલ્ય અને અનોખો સંબંધ ચાલતો રહ્યો. સમય પસાર થતો હતો ને હિતિક્ષા ની બારમા ધોરણ ની બોર્ડ ની પરીક્ષા પણ પુરી થઈ ગઈ હતી. હવે હિતિક્ષા થોડા જ સમય માં કોલેજમાં પ્રવેશ મેળવવાની હતી. પિતા અને દીકરી બંનેને હંમેશા મનમા એક ડર સતાવ્યા કરતો હતો કે એમનો આ અનોખો સંબધ ક્યાંય પૂર્ણ તો નહીં થઈ જાય ને......! લોકો હંમેશા હિતિક્ષા ના પિતા ને સમજાવતા કે દિકરી પ્રત્યે આટલો બધો લગાવ રાખવો સારી બાબત નથી.દિકરી તો પારકી થાપણ કેહવાય .આ જ વાસ્તવિકતાનો હિતિક્ષા ના પિતા સ્વીકારી શકવા અસમર્થ હતા .

હિતિક્ષા પણ આ વાત ને બરાબર રીતે સમજતી હતી.એને પણ લગ્ન કરી ને બીજે જાવા માં અને પોતાના પિતાને મૂકી ને પારકી થાપણ બનવા માં કોઈ રસ હતો જ નહીં.કદાચ એના પિતા નો પ્રેમ જ એને બીજા કોઈના પ્રેમ માં પડવાથી રોકતો હતો.આખરે હિતિક્ષા નું ભણવાનું પૂરું થયું અને ઘર માં દાદા-દાદી અને મમ્મી એ લગ્ન કરી લેવાનું દબાણ કર્યું.

આ લગ્ન શબ્દ જ હિતિક્ષા માટે જાણે કોઈ ડરામણુ સપનું હતું.તેને તો બસ પોતાના પિતા સાથે રહી ને એના દરેક સપના સાકાર કરવા હતા.એણે નોકરી કરી ને પોતાના પગ ઉપર ઉભા રેહવું હતું અને આ દુનિયા ને અને આ સમાજ ને પણ બતાવી દેવું હતું કે લગ્ન કર્યા વગર પણ એક છોકરી રહી શકે છે અને ખૂબ સારું જીવન જીવી શકે છે.

હિતિક્ષા એ પોતાના પિતા ને તેના સપના ની અને લગ્ન ન કરવા ની જીદ કરી.પિતા એ સમાજ વિરુદ્ધ જઈ ને દિકરી ની વાત માની અને દિકરી પારકી થાપણ છે એ વાસ્તવિકતા નો અસ્વીકાર કર્યો.

એક વર્ષ વીતી ગયુ હતું .હવે હિતિક્ષા એક કંપની માં જોબ કરતી હતી.તેનો પગાર પણ સારો હતો.તે તેના પિતા અને કુટુંબ સાથે મોજ થી જીવતી હતી પણ કહેવાય છે ને કે સુખ અને શાંતિ લાંબો સમય ટકતી નથી અને બાપ અને દિકરી વચ્ચેના આ અમૂલ્ય સંબંધ ને કોણ જાણે કોની નજર લાગી હશે ?

હિતિક્ષા સાંજે ઓફીસ થી ઘરે આવતી હોય છે ત્યાં જ કેટલાક બદમાશ ,જે હિતિક્ષા ને કેટલાય દિવસ થી સાંજ ના સમયે એકલા ઘરે જતા નોટિસ કરી રહ્યા હતા.ને એ દિવસે હિતિક્ષા ને કામ ને કારણે રાતે મોડું થાય છે.બસ આ જ દિવસ નો ફાયદો ઉઠાવી ને કેટલાક બદમાશો હિતિક્ષા પર કૂતરાની માફક તૂટી પડે છે.એક બાપ ની આટલી વ્હાલી દીકરી ને રમકડું સમજી ને તેની સાથે મન ભરી ને બસ રમી લે છે.મન ભરાય ગયા બાદ તેઓ હિતિક્ષા ને જીવવા ની એક તક આપ્યા વિના જ એના મોત નું કારણ બની બેસે છે.

હિતિક્ષાના પિતા ને આ વાતની જાણ થતાં જ તેઓ સાવ બેબાકળા ,અસમર્થ અને એક લાચાર બાપ બની ને માત્ર એટલું જ બોલી શકે છે કે ,"મારા કાળજા નો કટકો આખરે મારા થી દુર થઈ જ ગયો.દીકરી પારકી થાપણ છે એ વાસ્તવિકતા નો તો અસ્વીકાર કર્યો પણ આ અમુક બદમાશ કુતરાઓ મારી દીકરીને એમની અમાનત સમજી ને રેપ કરી ગયા.હવે આ વાસ્તવિકતા ને મારે કેમ સ્વીકારવી...........??
-SHILU
(પાગલ દિલ)
----------------------------------------

વાંચક મિત્રો હું શિલ્પા ઉર્ફે SHILU PARMAR તમારી સમક્ષ ખરેખર દિલ થી થોડાક શબ્દો વ્યક્ત કરી રહી છું. કદાચ તમને ગમશે....જો ના ગમે તો પણ મને મારી ભૂલ કેહવા નું ભૂલતા નહિ........
આભાર घन्यवाद THANK YOU..............