આગળના ભાગમાં આપણે જોયું કે સેમ અને તેના સાથીઓ ડિસ્ટ્રોયેરે જ્યાં તબાહી મચાવી હોય ત્યાં પહોંચે છે. ત્યાંનું વાતાવરણ અત્યંન્ત દર્દજનક હોય છે. હવે આગળ,
2. ડિસ્ટ્રોયર સાથેની પહેલી મુલાકાત
ડિસ્ટ્રોયર બધી વસ્તુઓને બરબાદ કરે છે.મોટી મોટી ઇમારતો પળમાં ધૂળ બની જાય છે. આર્મીના ટેન્ક, જેટ વિમાન તો ડિસ્ટ્રોયર માટે જાણે રમકડાં હતા. જવાનો ગભરાઈને ભાગી રહ્યા હતા. વાતાવરણ વેરાન બનવાની તૈયારીમાં હતું. ધૂળ ઉડી રહી હતી.
"સેમ લોકો ઘણા ઘભરાયેલા છે. આપણે સીધા ડિસ્ટ્રોયરને મળીએ." - જુલીએ સેમને કહ્યું.સેમ તેની વાત સાથે સહેમત થયો.સેમ અને તેના સાથીઓ ડિસ્ટ્રોયર પાસે જાય છે. ડિસ્ટ્રોયર તેની સેનાને ઉભા રહેવા કહે છે. સેમ વાતની શરૂઆત કરે છે."શા માટે તું લોકોને હેરાન કરે છે?" - સેમે પૂછ્યું.
"મને લોકો સાથે મતલબ નથી." - ડિસરૉયરે કહ્યું.
"તો પછી તને શું જોઈએ છે ?" - સેમે પૂછ્યું.
"મને જે જોઈએ છે તે અતિ કિંમતી છે. મેં ફક્ત એ જાણવા હુમલો કર્યો કે તે કોઈ બીજા પાસે તો નથીને." - ડિસ્ટ્રોયરે કહ્યું.
"જો તને એ ન મળે તો ?" - સેમે પૂછ્યું.
"એ આ ગ્રહ પાર જ છે એટલે મને મળી જશે. એમ પણ મને રોક્વાવાળું કોણ છે ?" - ડિસ્ટોયરે કહ્યું.
"અમે છીએ ને તને રોકવા માટે.તું મારા ગ્રહને બરબાદ નહિ કરી શકે." - સેમે આવેશમાં આવીને કહ્યું.
"ઓહ તો તું અને તારી નાનકડી ટોળકી મને હરાવશે.મારી સેના જોઇ છે." - ડિસ્ટ્રોયરે ટોણો મારતાં કહું.
"જોઇ લઈશું." - સેમે જોશમાં આવીને ઉત્તર આપ્યો.
સેમ અને તેના સાથીઓનું ડિસ્ટોયેર સાથે યુદ્ધ સારું થાય છે. આ યુદ્ધ લાબું ચાલે છે. બધા પોતપોતાની શક્તિઓનો ઉપયોગ કરે છે. બંને પક્ષ શક્તિશાળી હતા.યુદ્ધની પરિસ્થિતિ ગંભીર હતી." ઓહ તમારી પાસે પણ શક્તિઓ છે.ત્યારે તો મને એકની સાથે સાથે બીજી ચાર શક્તિઓ મળશે." - ડિસ્ટ્રોયરે કહું.
" શક્ય નથી. તું અમને મારી નહીં શકે. આ શક્તિ મેળવવા તું લાયક નથી. આ શક્તિ મેળવવા માટે અમે કેટલી મુશ્કેલીઓ સહી છે." - સેમે કહ્યું.
હવે ડિસ્ટ્રોયર વધારે જોશમાં આવીને યુદ્ધ કરે છે.
"સેમ, આપણી તાકાત ઓછી છે.આપણા હારવાની શક્યતા વધુ છે." - જુલીએ કહ્યું."હા સર જુલી સાચી છે." - લિયોએ સેમના માઇક્રોફોનમાં કહ્યું." આપણે કોઈ રીતે નીકળવું જોઈએ." - જુલીએ કહ્યું."જુલી સમય થંભાવ." - સેમે કહ્યું.જુલી સમય અટકાવે છે.
"જો આપણે સમય અટકાવી શકીએ તો તરત જ આલોકોને મારી નાખીએ. આપણે સરળતાથી જીતી જઈશું." - ઈવાએ કહ્યું.
"ના એવું શક્ય નથી.આ જાદુથી ફક્ત આપણે હાલીચાલી શકીએ છે. આપણે એ લોકોને નુકશાન પહોંચાડી ન શકીએ. તેનાથી ગડબડી થઇ શકે છે." - જુલીએ સમજાવતા કહ્યું.
"મતલબ આ રીતે આપણે જીતી ન શકીએ ." - ઈવાએ કહું.
"હા." - સેમે કહ્યું.
"તે જ તો, જો આ રીતે આપણે જીતી જઈએ તો માજા જ શું આવે ?" - રીકે હસતા હસતા કોઈક ફિલ્મી ડાઇલોગએ મારતો હોય તેમ કહ્યું.
"તો હવે આપણે શું કરીશું ?" - ઈવાએ કહ્યું.
"આપણે હમણાં ભાગી જઈએ. પછી કોઈક ઉપાય શોધીને ફરી આવીશું.હમણાં આપણા મથક પર જઈએ.જુલી પોર્ટલ ખોલ." - સેમે કહ્યું. જુલી પોર્ટલ ખોલે છે. સેમ અને તેની ટોળકી પોર્ટલ મારફતે પોતાના મથક પર જાય છે.
*હવે શું થશે ? *
*શું આ ડિસ્ટ્રોયરની જીત છે ? *
*શું ડિસ્ટ્રોયર સેમ અને તેના સાથીઓની શક્તિનો મેળવી શકશે ? *
પ્રશ્નોના જવાબ મેળવવા માટે વાંચતા રહો રક્ષકો.જલ્દી મળીએ નવા ભાગ સાથે.