જુના સમય ની વાત છે. એક ગામ હતું. તેમાં એક પરિવાર રેહતો હતો.એ પરિવાર માં ચાર પુત્ર અને એમને વહુ તેમજ તેની સાથે તેમની માતા રહેતા હતા. પરિવાર બધા લોકો સુખે થી રહેતા હતા. પૂરો પરિવાર ખેતી કરતો હતો. ચોમાસા માં ખેતી કરવામાં આવતી હતી.
ચોમાસાના સમય માં આખું કુુટુંબ ખેતી કરતા હતા. ખેતી માં વાવણી,કાપણી તેમજ અનાજ ખેતર માંથી કાઢી લીધા બાદ ખેતર નું કામ પૂરું થતું. ખેતર નું કામ પૂરું થતા નવરા દિવસો આવતા એટલે ઉનાળા ના દિવસો . ઉનાળામાં કોઈ કામ રેેહતું ન હતું. આ દિવસો માં માતા પોતાનો ચારેય છોકરો નેે આદેશ આપતી કે પોત-પોતની પત્ની ઓ ને તેમના ઘરે એટલે કે પિયર માં મૂકી આવો. માતા નો આદેશ. માની ત્રોણેય છોકરા પોતાની પત્નીઓ ને પીયર મુકવા માટે જાય છે. પેહલા ના સમય માં ગાડી કે બસ તો હતા નહિ. રસ્તો લાંબા અને યાત્રા પગપાળા કરવાં આવતી હતી. તેથી ત્રોણેય. છોકરો પોતાની સાથે જરૂરી ભાતા સાથે પોતાની યાત્રા પર નિકળી જાય છે.
પુત્રઓ ની માતા ખૂબ જ કંજૂસ હોય છે. તે પોતાની વહુ ને ફક્ત કામ માટે ઉપયીગ કરે છે.ચોમાસામાં ખેતરનું કામ હોય છે તેથી તેંમને ઘરે રહેવા દે છે. અને ઉનાળા માં કાઈ કામ રહેતું નથી તેની તે વહુને ને તેમના પિયર મોકલી દે છે.કરણ કે તેને થાય છે કે કામ વગર વહુ ઘરે રહેશે તો ઘર નું અનાજ વપરાશે અને અનાજ ઓછું થઈ જશે.આ વિચાર થઈ વહુને પિયર મોકલી દે છે.
ચાર ભાઈ માંથી 3 ભાઈ તો પોતાની પત્નીઓ ને લઇ ને નીકળી જાય છે. પરંતુ ચોથો ભાઈ મુંઝવણ માં હોય છે. કરણ કે ચોથો પુત્રની પત્ની ના માતા-પિતા હોતા નથી. તે અનાથ હોય છે. તેથી ચોથો પુત્ર વિચારે છે કે , મારી પત્ની ને ક્યાં મૂકીને આવું..? ચોથો પુત્ર આ વિશે પોતાની માતા સાથે વાત કરે છે.
ચોથો પુત્ર: માં, મારી પત્ની ના માં-બાપ તો છે નહીં.તેને ક્યાં મૂકીને આવું?
માતા: તારે એને જ્યાં મૂકી આવું હોય ત્યાં મૂકી ને આય..ઘર ના હોય તો જંગલ માં પણ મૂકે ને આય.
માતા ની વાત માની ને ચોથો પુત્ર પોતાની પત્ની સાથે જંગલ તરફ નીકળી જાય છે. રસ્તા માં માટે ભાતું પણ સાથે લાઇ જાય છે. લાંબા સમય સુધી ચાલીયા બાદ રસ્તા માં એક ઝાડ નીચે તેઓ થોડું ભોજન કરે છે. અને ચોથો પુત્ર પિતાની પત્ની ને થોડો આરામ કરવા માટે કહે છે.પત્ની લાંબા સમય સુધી ચાલીને થાકી જાય છે .અને થોડા સમય માટે સુઈ જય છે. હવે પેહલા ચોથો પુત્ર ને થાય છે કે, મારી પત્ની નું કોઇ ઘર તો છે નહીં ક્યાં છોડું આને, ઉપરથી આ જંગલ છે કોઈ પ્રાણી આવશે તો મને ખાઈ જશે.
આમ, વિચાર કરી તે સ્ત્રી નો પતિ તેને જંગલ માં એકલી છોડી ને જતો રહે છે. થોડો સમય વીતી જતા પેલી સ્ત્રી આરામ કરી ઉઠી જય છે. ઉઠી ને ચારેબાજુ નજર કરે છે .પરંતુ તેને લીલા ઝાડ -પણ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. આ સ્ત્રી નું નામ નિર્માલા હોય છે.નામ તેવું તેંનું હૃદય પણ એકદમ નિર્મલ હોય છે. સ્વભાવે શાંત અને શરમાળ પ્રકૃતિ ધરાવે છે. પોતના પતિને ત્યાં ના જોઈ મેં ગભરાઈ જય છે રડવા માંડે છે.
"આ તો દેખતા નથી.મને છોડી મેં ગતાં તો નહીં રહિયા ને? આ સુમસાંમ જંગલ માં હું ક્યાં જઈશ? કોઈ જંગલી પ્રાણી મને ખાઈ ગયું તો?"
થોડા સમય આમતેમ પતિ મેં શોધીયા બાદ તે એક ઊચા ઝાડ પર ચડે છે અને જંગલ માં ચારેય તરફ નજર કરે છે.તેને જગલ માં દૂર એક ઝૂંપડી દેખાય છે.ઝૂંપડી જોય ને તેના શ્વાસમાં શ્વાસ આવે છે. એ નીચે ઉતારીને તે ઝૂંપડી પાસે જાય છે.ઝૂંપડી પાસે એક વૃદ્ધ ડોશીમાં હોય છે. પીઠ માંથી નામી ગયેલા ડોસીમાં લાડકી ના સહારે ઝૂંપડી ની બહાર ઉભા હોય હોય છે.
નિર્માલા ડોસીમાં પાસે જઈને:
"માંજી મારા પત્ની મને આ જંગલ માં છોડી મેં ગાતા રહીંયાં છે.હું અહીંયા થી ક્યાં જાવ મને કંઈ ખબર નથી. શુ હું તમારી સાથે રહી શકું છું?"
ડોસીમાં: આ મારું ઘર નથી.હું જ આ ઝૂંપડી માં એક વાંદરી ની મહેરબાની થી રહું છું.તું પણ એને પૂછું રહી શકે છે. વાંદરી સાંજે પછી આવે છે. જ્યારે વાંદરી આવે તો તેને પગે પડી ને મદદ માટે કહેજે. એ જરૂર તને રહેવા દેશે.
સૂર્ય ધીરે ધીરે પોતના અંત તરફ જાય છે એટલે સાંજ થવા આવે છે.વાંદરી પોતાની ઝૂંપડી તરફ આવે છે આ બાજુ નિર્માલા બારણ પાછળ સંતાઈ રહે છે અને વાંદરી ની રાહ જોવે છે જેવી જ વાંદરી ઘર ની અંદર આવે છે બારણ પાછળ સંતાયેલી નિર્માલા વાંદરી ના પગે પડી જાય છે.અને ઘર માં રહેવા માટે વિનંતી કરે છે.વાંદરી ખૂબ દયાળુ અને માયાળુ હોય છે. વાંદરી તેને ઘર માં રહેવા માટે મંજૂરી આપે છે.અને આમ દિવસો વીતતા ગયા.વાંદરી નિર્માલા માટે ભોજની વ્યવસ્થા કરતી. તેને માટે કપડાં ,જરૂરી સમાન તેને લાવી આપતી.તે એક વાંદરી હોવા છતાં નિર્માલા નું એક પુત્રી ની જેમ રાખતી.નિર્માલા પણ ઘર નું બધું કામ કરતી અમે વાંદરી ની સેવા કરતી.આમ વાંદરી અને નિર્માલા વચ્ચે સ્નેહ સબંધ વધુ ને વધુ મજબૂત બન્યો.
આમ, સુખે થી દિવસો વીતવા લગીયા અને ચોમાસાના દિવસો આવવાની તૈયારી થઈ. ખેતર ફરી ખેડાવ લગીયા. પેલી બાજુ ગામ માં માતા એ પોતના ચારેય પુત્રો ને પોતાની પત્નીઓને પછી લેવા મોકલે છે.બીજા ભાઈઓ પોતના સાસરે જવા નીકળી જાય છે.પરંતુ ચોથો પુત્ર ફરી મુંજાય છે. અને માતા સાથે વાત કરે છે માતા કહે છે કે,"તું જંગલ માં જા અને લઈને આવે .કઈ ના મળે તો તેની અસ્થિ પણ લઈને આવે." આ સાંભળું તે ઘરે થઈ જંગલ તરફ નીકળી જાય છે. જંગલ માં જઈશ ને પોતાની પત્ની ને શોધે છે.જંગલ માં થોડે દુર જતા તેને એક ઝોપડી દેખાય છે.તે ત્યાં જાય છે. ઝૂંપડી પાસે જતા તેને તેની પત્ની દેખાય છે.તે પોતાની પત્ની નિર્માલા ને જોઈ ને ખૂબ જ ખુશ થઈ જાય છે.તેને પોતની આખો ઉપર વિશ્વાસ થતો નથી.
નિર્માલા પણ પોતના પત્નીને જોઈને ખૂબ ખુશ થાય છે. નિર્માલા નો પતિ તેના કીધા બદલ માફી માંગે છે અને તને ઘરે આવવા માટે કહે છે.નિર્માલા પોતના પતિ ને માફ કરે છે અને જોડે જાવા માટે રાજી થઈ જાય છે.પરંતુ જ્યાં સુધી વાંદરી ના આવે ત્યાં સુંધી જવાની ના પડે છે.નિર્માલા પોતના પતિ ને જણાવે છે કે, વાંદરી આવે તો તેમને પગે લાગી ઘર માં રહેવા માટે વિનંતી કરજો. સાંજ પડતા વાંદરી ઘરે આવે છે નિર્માલા નો પતિ વાંદરી ના પગે પડે છે અને ઘરમાં રહેવા માટે રજા માંગે છે. વાંદરી તેને રહેવા દે છે બધા શાંતિ થી જામી કરીને વાંદરી ને બધી વાત કરે છે. વાંદરી આ સાંભળીને ખૂબ ખુશ થાય છે.તે નિર્માલા ને તેના સસરા માં જાવા માટે મંજૂરી આપે છે. સવાર પડતા નિર્માલા જાવા માટે તૈયાર થાય છે.વાંદરી નિર્માલા માટે સોના ચાંદી ના ઘરેણાં,કપડાં, વાસણો અને ખાવા-પીવા ની વસ્તુઓ થી ગાડું ભરી કે સાથે મોકલાવે છે. નિર્માલા ભીને આખે વાંદરી થી વિદાય લે છે. બંન્ને ચલતા-ચાલતા પોતાની નગરી માં પોહચે છે.નગર વાસી બધા નિર્માલા ને જોવા માટે આવે છે અને વિચારે છેકે, "વગર મા-બાપ ની છોકરી મેં આટલું બધું કોને આપીયુ?" બધા ચકિત થઈ જાય છે.
બીજી બાજું વાંદરી જેને નિર્માલા સાથે ગાંઠ સ્નેહનો બંધન બધાઈ ગયો હોય છે.વાંદરી પોતની પુત્રી સમાન નિર્માલા ને એક ઉંચા ઝાડ ઉપર ચડીને તેને જોયા કરે છે.જ્યાં સુધી નિર્માલા દેખાય ત્યાં સુધી તેની આંખો ફરે છે.વાંદરી નિર્માલા મેં પોતાની દીકરી સમાન પ્રેમ કરતી હોય છે.આ પ્રેમ ને કારણે તે નિર્માલા ના દૂર જવાનો આઘત હૃદય પાર લાઇ સકતી નથી અને તે ઝાડ પર થી પડી જાય છે અને પોતાનો જીવ ત્યાગી દે છે.અને સદા માટે અમર બને છે. નગર માં પોતેના ઘરે પોહચીયા બાદ નિર્માલા ને વાંદરી ના મૃત્યુ ના સમાચાર મળે છે.નિર્માલા ખૂબ દુઃખી થાય છે.તે જંગલ માં પોહચે છે અને વાંદરી ને ભેટી ને ખૂબ રડે છે.પોતના માટે કરેલા ઉપકાર બાદલ આભાર માને છે.બીજા જન્મ માં વાંદરી ની પુત્રી તરીકે જન્મે તેવી પ્રાથના કરે છે.નિર્માલા વાંદરી ની અંતિમવિધિ કરે છે.અને પોતાનો ઘરે પછી જાય છે.
આમ, મનુષ્ય અને પ્રાણી વચ્ચે સ્નેહ સબંધ દર્શવાતી આ વાર્તા નો અહીં અંત આવે છે.માતા પ્રેમની મુરત છે. પ્રાણી કે મનુષ્યમાં માતાનો પ્રેમ તો એક સમાન અને ની:સ્વાર્થ હોય છે.
"માં તે માં બીજા વગડાના વા"