સીતા નો ઉલ્લેખ રામાયણ માં જોવા મળે છે. રામ ના પત્ની તારીકે તેઓ ઓળખાય છે.સીતા તેમના સમર્પણ ,આત્મબલિદાન, હિંમત અને પવિત્રતા માટે જાણીતા છે.સીતાના જન્મ અને જન્મસ્થળ વિશે કોઈ ચોક્કસ માહિતી નથી.સીતા મિથીલી ના રાજા જનક અને રાની સુનૈ નેની દત્તક પુત્રી તારીકે વર્ણવવામાં આવ્યા છે.રાજા જનક વિધિ માટે ખેતર ખેડે છે ત્યારે ખેતર માં કોઈ બાળક નો રડવાનો શ્વર સાંભળે છે. નજીક જઈને જોતા તેમને એક બાળકી મળે છે. રાજા અને રાની ને કોઈ સંતાન હોતું નથી તેથી તે બાળકી ને દત્તક લઇ લે છે અને તેનું નામ સીતા રાખે છે.સીતા લક્ષ્મીનો અવતાર છે સરસ્વતી ના શ્રાપ ને કારણને તેઓ સ્ત્રીનો જન્મ લે છે.વેદવતી સીતા, પંચાલી આ પવિત્ર મહિલાઓ લક્ષ્મીનો અવતાર છે.સીતા મેં ઉર્મિલા, મંડવી શ્રુતકીતી હોય છે.
સીતને અનેેેક ઉપનામો દ્વારા ઓળખાય છે.તે જનકપુત્રી તરીકે જાનકી અને મીથીલાની રાજકુુમાંંરી તરીકે મૈથિલી. તેના પિતા જનકના શરીરની ચેતનાને ઓળગવાની ક્ષમતાનેે લીધે શ્રાદ્ધ વિદેહ પ્રાપ્ત કર્યું હતું. સીતા વેદેહીં તરીકે પણઓળખવામાં આવેે છે.
રાજા જનક પાસે પરશુરામ દ્રારા આપવામાં આવેલું એક ધનુષ્ય હોય છે તેને ઉચકવાનું સમર્થ ત્રણેય લોક માં કોઈને નથી.એકવાર સીતા બાળપણ માં રમતા રમતા ધનુષ્ય ઉચકી લે છે. રાજા અને રાની આ જોઈ ચકિત થઈ જાય છે.જયારે સીતા પુખ્ત વયે પોહચે
છે.સીતાના લગ્નની રાજા જનક વિચાર કરે છે.
તે માટે તેઓ સ્વયંવર નું આયોજન કરે છે.આ સ્વયવરમાં ભાગ લેવા રાજકુમાર આવે છે.અને શિવ ધનુષ્ય સ્વયંવર મુકવામાં આવે છે અને શરત મૂકવામાં આવે કે જે કુમાર આ ધનુષ્ય ઉપાડસે સીતા ના લગ્ન એની સાથે થશે.રાજા જનક જણાતા હતા કે શિવ નું ધનુષ્ય પવિત્ર છે.એને ઉપડવુંનું સમર્થ સામાન્ય માણસ માં નથી.સ્વાર્થી લોકો માટે એ સુલભ પણ નથી.આમ જનક સીતા માટે શ્રેષ્ટ પતિ શોધવાનો પ્રત્યન કરે છે.
આ સમયે વિશ્ર્વામિત્ર રામ એન લક્ષમણ સાથે બાલી ના રક્ષણ માટે જગલ માં આવે છે.આ સ્વયંવર વિશે ની જાણ હતા વિશ્ર્વામિત્ર રામ ને ભાગ લેવા માટે કહે છે. રામ અને લક્ષમણ જનક ના મહેલ ના પોહચી જાય છે.રામ અને લક્ષમણ રાજા દશરથ ના પુત્ર છે એ જાણી ને રાજા જનક પ્રસન્ન થાય છે.આગલી સવારે સભાખડની મધ્યમાં રામ તેમના ડાબા હાથથી ધનુષ્ય તોડી નાખે છે. ધનુષ્ય તૂટતા પૃથ્વી પર ભૂકંપ જેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. પરશુરામ બધું જાણી જય છે.તેઓ રામ ઉપર ગુસ્સે થાય છે.પરંતુ રામ વિષ્ણુ ના અવતાર છે તે જાણી તેમની માફી માંગે છે.આમ સીતા સાથે લગ્ન કરવાની ની શરત પુરી થાય છે.પંચમી પર સાતાનદના માર્ગદર્શન હેઠળ લગ્ન સમારોહ યોજવામાં આવે છે.રામે સીતા સાથે,ભરત એ માંડવી સાથે,લક્ષમણ ઉર્મિલા અને શત્રુઘ્ન એ શ્રુતકીતી સાથે લગ્ન કર્યા હતા.
લગ્ન પછીના કેટલાક સમય પછી, રામ ની સાવકી માતા કૈકાઈ દાસી મથરાની વાતો માં આવી કે ભરત ને રાજગાદી અને રામ ને 14 વર્ષ નો વનવાસ કરવા માટે રાજા દશરથ ને વિવશ કરે છે.રામ સાથે સીતા અને લક્ષમણ પોતાની ઈચ્છા થઈ વનવાસ જાય છે.પંચવટી વનમાં લંકાનો રાજા રાવણ સીતા ના ઉપહરણ માટે આવે છે.એક સુંદર હરણને જોઈ સીતા રામ ને તે હરણ પકડવા વિનવે છે.રામ સીતા ની ખુશી માટે જાય છે.લક્ષમણ સીતા ના રક્ષણ માટે રહે છે.થોડા સમય બાદ રામ ની ચીસ સાંભળે છે આ સાંભળી સીતા અને લક્ષમણ ગભરાઈ જય છે.અને લક્ષમણ ને સીતા રામ ના રક્ષણ માટે મોકલે છે.લક્ષમણ ઝૂંપડીની બહાર લક્ષમણ રેખા દોરી ને જાય છે.આ બાજુ રાવણ સાધુના વેશ માં આવે છે ને સીતા નું અપહરણ કરી લકા લઇ જાય છે.રામાયણના કેટલાક સંસ્કરણ માં સીતા અગ્નિદેવનો આશ્રય લઈ લે છે.રાવણ સાથે સીતા ની માયા જાય છે.ગીધ રાજા જટાયુ સીતાની રક્ષા કરવા જાય છે પણ રાવણ તેમના પાંખ કાપી નાખે છે.સીતા જટાયુ ને રામ ને આ વાત જણાવવું કહે છે
....રાવણ સીતા ને લંકા લઈ જઈ કેદી બનાવી લે છે.આ દરમિયાન રામ સીતા ની શોધ કરવા માટે નીકળી જાય છે.રામ હનુમાન ને શોધવા નીકળે છે.છેવટે રામ ને સીતા નું ઠેકાણું મળી રહે છે.રામ રાવણ સાથે યુદ્ધ કરે છે અને સીતા ને બચાવી લે છે.રામ સીતા ને તેમની પવિત્રતા સાબિત કરવા કહે છે.આ માટે સીતા અગ્નિપરીક્ષા આપે છે રામાયણના કેટલાક સંસ્કારણ માં, આ પરીક્ષા દરમિયાન અગ્નિદેવ પ્રગટ થાય છે અને રામ મેં જણાવે છે કે દેવી સીતા પવિત્ર છે અને રાવણ સાથે તેમની માયા જાય છે અને વાસ્તવિક સીતા ને રામ ને સોંપે છે સીતા આગ પર ચાલી પોતની પવિત્રતા સાબિત કરે છે.આ દરમિયાન વનવાસ પૂરો થાય છે.રામ-સીતા અને લક્ષમણ પોતના રાજ્ય અયોધ્યા પાંચ ફરે છે. અયોધ્યા આખી દિવા ના પ્રકાશ થી પ્રકાશિત થાય જાય છે.પરંતુ અયોધ્યા ના નાગરિકો સીતા ને સ્વીકારતા નથી અને તેમના ચારિત્ર પર સાવલ ઉઠાવે છે અને કહે છે કે તે અશુદ્ધ છે અને રામ ની ઈચ્છા વિરુદ્ધ બળપૂર્વક સીતાને વનવાસ મોકલવું પડે છે. લક્ષમણ સીતા ને વાલ્મિકીના આશ્રમ નજીક જગલ માં મૂકી આવે છે.મહેલ છોડ્યા ના 1 વર્ષ બાદ સીતા બે પુત્રો ને જન્મ આપે છે જેના નામ લવ અને કુસ હોય છે.12 વર્ષ પછી સીતાને રામ અયોધ્યા પાછા આવવા માટે કહે છે પણ સીતા નામમંજૂર કરે છે.અને કહે છે કે ભૂમિ તેને પોતની અંદર લઇ જાય છે સીતા પુથ્વી ની અંદર સમાઈ જાય છે અને પોતના પુત્રોને રામ ને સોંપે છે.