અંતિમ ઈચ્છા - ભાગ ૧ Pratik Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

અંતિમ ઈચ્છા - ભાગ ૧

"ઋષિ"

"હેલો, ઋષિ"

"હેલો, હેલો."

"ભાનમાં આવી જા."

"લાઈફલાઈન હૂક માંથી નીકળી ગઈ છે."

"ઋષિ !!!!!!"

"જાગ, પ્લીઝ,
વજન નહી ખમે આ દોરડુ હવે,
તુ અવકાશ માં છે, ઋષિ,"


ઋષિઈઈઈઈઈ.

ઋષિઈઈઈઈઈ....

ને એ માઈકમાં દીધેલી બૂમોના પડઘા ઋષિના કર્ણપટલની જગ્યાએ એના સ્પેસ શૂટના હેલ્મેટમાં અથડાઈ પાછા ફરી રહયો છે એવુ જાણીને ઋષિના મિત્ર અને અવકાશયાત્રી પેટ્રીકે જાતે જ સ્પેસ વોક કરી ઋષિ સુધી પંહોચવા માટે લાઈફલાઈન લગાવી અને ગુરૂત્વાકર્ષણ વગરના અવકાશ માં છલાંગ લગાવી દીધી.

*******

તારાઓ અને નક્ષત્રોના અભ્યાસ માટેના ખૂબ જ મહત્વના આ મિશનમાં અવકાશ યાત્રી તરીકે "ઈસરો" દ્વારા બે હોંશિયાર અને અનુભવી ભારતીય અવકાશયાત્રીઓ ઋષિ અને સોહમ સાથે રશિયન અવકાશયાત્રી પેટ્રિકને પણ મોકલવામાં આવ્યા હતા.

ડ્રીલના જ એક ભાગરૂપે અમુક સમયે વારાફરતી દરેક અવકાશયાત્રીને લાઈફલાઈન (દોરડુ) બાંધી સ્પેસશીપમાંથી બહાર જવાનુ થતુ, જેને "સ્પેસ વોક" કહે છે. આજે ઋષિનો વારો હતો. ગુરૂત્વાકર્ષણ વગરના ઝીરો ગ્રેવિટી જહાજમાં એણે રોજની ક્રિયાઓ પતાવી, શરીરની સ્થિતિના જરૂરી રિડીંગ લીધા અને બધુ યોગ્ય લાગતા એણે એક એક પાટૅસ કરી પૂરો સ્પેસ શૂટ પહેરી લીધો અને દોરડુ હુકમાં અને સૂટમાં બરાબર લાગ્યું છે કે નહી એ તપાસી લીધું.

મોનિટર પર નજર રાખી રહેલા સોહમે જયારે "ઓલ ઓકે" નો મેસેજ આપ્યો, ત્યારે ઋષિ સ્પેશશીપની બહાર જવા માટેના કાચની પેટી જેવા દિવસ દેખાતા ટનલમાં ગોઠવાઈ ગયો અને એક બટન દબાવતા જ દસેક સેકંડમાં એ અવકાશમાં ફેંકાઈ ગયો હતો.

નક્કી કરેલી યોજના પ્રમાણે આજે ઋષિને સોલાર પેનલની સફાઈ અને મરમ્મત કરવાની હતી. બધુ યોજનાપૂર્વક ચાલી રહયુ હતુ. અડધો કલાક સુધીમાં ઋષિએ બધુ કામ પતાવી દીધુ હતુ. ફરીથી બધુ ચેક કરવા માટે ઋષિ આગળ વધી રહયો હતો અને હજુ કંઇ સમજે એ પહેલાં જ આખુ શીપ જાણે ધરતીકંપ થયો હોય તેમ ધ્રુજી ઉઠયુ. ઋષિ એક જગ્યાએ જ્યાં હાથ ભેરવી હવામાં તરતો હતો, ત્યાંથી એનો હાથ છટકયો અને એ દોરડાના સહારે લટકી ગયો.

એણે સોહમને કારણ પૂછયુ, પણ સોહમનો તૂટતો અવાજ સંભળાયો ન સંભળાયો ને રેડિયો બ્લેક આઉટ થઈ કનેક્શન તૂટી ગયું. ઋષિ સૂટના ધ્વનિયંત્રમાં બૂમો પાડતો રહી ગયો.

દોરડાથી સ્પેસશીપ સાથે લટકી રહેલો અને ગભરાયેલો ઋષિ કંઈ સમજી શકે એ પહેલા ચોતરફથી તોફાની પવન વાવા લાગ્યો અને અગનજ્વાળાઓના જેવા એકસ-રે ના ચમકારા થવા લાગ્યા. ઋષિ સમજી ચૂકયો હતો કે આ "સોલાર વિન્ડ" નુ તોફાન છે, માટે દોરડાને વળગી રહયો. લગભગ અડધો કલાક સુધી ચાલેલા તોફાનમાં ઋષિ કેટલીયે વાર આમતેમ ફંગોળાયો અને અવકાશનો કેટલોય માનવસર્જિત કચરો અને ટૂટેલા ઉપગ્રહોના ધાતુના ટુકડાઓ એને અફળાયા.

જ્યારે તોફાન શમ્યુ અને ક્યારનો પ્રયત્ન કરતા સોહમનો અવાજ એને રેડિયો પર સંભળાયો ત્યારે એને હાશ થઈ અને એણે પોતાની પૂરી સ્થિતિ વર્ણવી. એ દરમિયાન ચાલુ થયેલા કેમેરાઓમાં જ્યારે પેટ્રીક અને સોહમ બંનેએ ઋષિને જોયો, ત્યારે તેને ફરી સ્પેસશીપ માં ખેંચી લાવવાની તજવીજ હાથ ધરી.

સોહમને મોનીટરીંગ પર રાખી પેટ્રીકે બહાર જવાની તૈયારી બતાવી અને સૂટ પહેરી લીધો. બહાર નીકળતા પહેલા પેટ્રીકે ઋષિને ધીરજ આપવા માટે અને પોતાની યોજના સમજાવવા માટે માઈક પર અવાજ દીધો હતો, પણ ઋષિની ઓક્સિજનની ટાંકી સાથે કશુક અથડાવાથી થયેલા નાના ગાબડાને લીધે એ બેભાન જેવો થઈ ગયો હતો અને જવાબ નહોતો દઈ શકતો. આખરે મોનિટર પર જોતા પેટ્રીક ઋષિની હાલત સમજી ગયો અને એને જગાડવા પ્રયત્ન કરી રહયો હતો.

આખરે કંઈ જવાબ ન મળતા એ ભારે હૈયે બહાર જવા માટેની ટનલમાં ગોઠવાયો અને બહાર ફેંકાઈ ગયો.