Parki aasha sada nirasha books and stories free download online pdf in Gujarati

પારકી આશા સદા નિરાશા

આશા ?


આશા શબ્દ બહુજ નાનો છે, પરંતુ આ શબ્દ ને કારણે અનેક સબંધો બગડે છે અને અનેક સબંધો બને પણ છે. નીચે પ્રમાણે અનેક સવાલ આશા શબ્દ ની સાથે આવે છે.

૧.આશા એટલે શું ? અને આ આશા ક્યાંથી આવે છે?
૨. સબંધો માં આશા નું મહત્વ કેટલું હોય છે.?
૩.આશા આપણાં જીવન માં ક્યારે સ્થાન લે છે.?
૪.અગર કોઈ આપણી આશા પર ખરું નથી ઉતરી શકતું તો?
૫.ક્યાં અને ક્યાં સબંધો માં આશા રાખી શકાય.?
૬. આશા કેટલી રાખી શકાય.?
૭. હું સામેવાળા ની આશા પૂરી કરી શક્યો હોવું, તો શું મને હક નથી મારો સમય આવે ત્યારે અે વ્યક્તિ પાસેથી આશા રાખવાની.?
૮.આશા રાખવાથી નિરાશા મળે છે?પરંતુ કેમ?
૯.સબંધો માં શું આ આશા કેમ બંધાયેલી છે?
૧૦. આશા તૂટવાથી માણસ તૂટી જાય છે?
૧૧. કોઈને ખોટી આશા અપાવી અે ખોટું છે?
૧૨. આશા ક્યારે અપાવી કોઈને અથવા ક્યારે આપણે રાખવી ?

આપણે હમેશાં આપણાં વડીલો પાસેથી એક કહેવત સાંભળી હોય છે આશા વિશે..
"પારકી આશા સદા નિરાશા." આ ચાર શબ્દો માં આપણાં જીવન નું સત્ય છે. જીવન માં તમે જેટલાં જલદી આ કહેવત ને સમજી ને આ ચાર શબ્દો જીવન માં અમલ માં મૂકીને ચાલશો ને ત્યારે તમે કોઈને એમ નહિ કહો કે જો મારા જોડે ફલાણા અે આમ કર્યું.

આપણે જેમ છોડ ને વાવીએ છે, અને રોજ પાણી આપીને એના કુંડા માં ખાતર વાળી સારી માટી નાખીને તેનું સિંચન કરીએ છે. એણે સૂર્ય નો પ્રકાશ મળે એવી રીતે એણે ત્યાં રાખીએ છે. તો સબંધ ની આશા પણ કઈક અવાજ પ્રકાર ની હોય છે, જેમ ધીમે ધીમે છોડ નો વિકાસ થાય છે, એમ કોઈપણ સબંધ સમય વીતે છે એમ વધારે ગાઢ થતો જાય છે. સબંધ જેટલો વધારે ગાઢ થાય છે, તેમ તેમ અનાયાસે આશા નાં બિંદુ નું સબંધ માં જન્મ લેતા થાય છે. ઘણી વાર બને કે સામેવાળા તમારી આશા જે પણ હોય અે થોડા સમય સુધી સામેવાળો પૂરી કરે. પરંતુ અમુક ને પછી ટેવ પડી જાય છે.અને પછી જ્યારે સામેવાળો નિર્ણય કરે છે.હવે બસ મારાથી નહિ થાય...!!

આપણે સમજીએ છે કે આશા નાં રાખવી જોઈએ, પરંતુ અે આશા આવી જાય છે. તમે કોઈ માટે ઘણું બધું કરી છૂટો ત્યારે તમારે અે માણસ પાસેથી થોડી આશા રાખવી વ્યાજબી છે.પરંતુ આ આશા જો થોડી પણ નાં રાખીએ તો દુઃખી નહીં થવાય. કારણ કે જ્યારે કોઈ પાસે તમે આશા રાખો અપેક્ષા કરો કે જેવું વર્તન તમે એનાં જોડે કરો છો? એવું સારું વર્તન સામેવાળો પણ તમારા જોડે કરશે તો ! એવું પણ હોતું નથી. ઘણીવાર સમય લાગે છે માણસ ને જાણવામાં કે એ કેવો છે? લોકો પોતાનાં હિસાબે તમારા જોડે વર્તન કરવાના છે અને બીજું જ્યારે કામ હોય ત્યારે મીઠું વર્તન અને જ્યારે કોઈ કામ નાં હોય ને ત્યારે તું કોણ અને હું કોણ !! જીવનમાં માણસ ને પહેલાં જાણી લેવા જોઈએ.ખાસ કરીને અે કેવા છે, મફતિયા છે, કે આપણાં જેમ વર્તન કરે એવા છે.

આશા નાં રાખવા છતાં રખાઈ જતી હોય છે.તો આવી જગ્યા અે એક સમય આવે જ્યારે આપણને સમજાય કે મે આશા ખોટી રાખી ત્યારે પોતાના પર ગુસ્સે નહિ થતાં. પરંતુ અે ભૂલથી શીખતા રહો અને બીજું કે જેને તમારી જેટલી કદર છે તમે પણ એની એટલી જ કદર કરો. જ્યારે લોકો તમારા જોડે ખરાબ વર્તન કર્યા કરે, તમે એમને બધી રીતે મદદ કરો અને જ્યારે તમારો સમય આવે ત્યારે અે તમને મદદ નાં કરે ત્યારે સમજી જાઓ અને આવા મફતિયા લોકો થી બચી ને રહો.આવા લોકો ફક્ત તમારી સારાઇ નો લાભ લેતા હોય છે.

આશા માટેનું એવું છે કે જીવન માં આશા રાખવું અે મૂર્ખતા છે.દુનિયામાં બધે બધા અલગ અલગ રીતે દરેક માણસો નો ફાયદો કોઈને કોઈ લેતો હોય છે. એટલે આશા ક્યારેય રાખો નહિ અને બીજું કે કોઈ ની આશા ને પૂર્ણ કરવાનો ઠેકો પણ તમારો નથી તે સમજો.

હવે એટલું યાદ રાખો કે જ્યાં લોહી નાં સબંધો છે ત્યાં આવા શબ્દો નું અસ્તિત્વ નથી. તમારા નજીક ના સબંધો નું ધ્યાન રાખવું એની આશાઓ પૂર્ણ કરવું તો આપણો ધર્મ છે.

આશા તમારા મિત્ર વર્ગ પછી તમે જ્યાં કામ કરતા હોય ત્યાં બહારના જેટલાં લોકો જોડે તમે જોડાયેલાં છો.આવા સબંધો માં ક્યાંક બહુ સરસ સાચા લોકો મળે છે. અને ક્યાંક સાવ ફેક મળે આવા લોકોથી આશા રાખીએ તો દુઃખી થશો. માટે જીવન માં બહુ લિમિટેડ રહેવું પસંદ કરજો.વાતો બધાની સાથે કરો પરંતુ બધા જોડે ટુ ક્લોસ સબંધ ની ડિમાન્ડ પણ નહિ રાખો.જેટલા સીમિત હશો પોતાનાં જીવન માં એટલા ખુશ રહી શકાશે. બધા નાં જીવનમાં તમારું અસ્તિત્વ અલગ અલગ હોય છે.કદાચ બને સામેવાળા માટે તમે ખાસ હોઈ શકો, પરંતુ એવું તમને પણ ના જોઈતું હોય.ત્યારે કોઈને ખોટી આશા આપવા કરતાં સીધે સીધું નાં બોલતાં શીખી જાઓ.કદાચ અે સમયે સામેવાળો તમને ખોટા સમજશે, ધમંડી સમજશે પણ સમય વીત્યા પછી જ્યારે કોઈ મીઠું બોલીને દગો અપાશે ને ત્યારે એણે તમે યાદ આવશે કે એણે સીધી નાં પાડી અે સારું કરેલું.

સોશ્યલ મીડિયામાં પણ કઈક એવું છે કે વાત નથી કરવી હમેશાં માટે તો બ્લૉક કરીને સમજાવી દો કે નાં છે. અને ઈગનોર કરીને ખોટી આશા ના આપો કે વાત થશે કદાચ !!

આશા ઘણાં પ્રકાર ની હોય છે..બસ સમજો અને જેવા સાથે તેવા બનવાનો નિયમ છે નહિ તો ક્યાંય ફેકાઈ જઈશુ !!

બીજા રસપ્રદ વિકલ્પો