Preet ek padchayani - 44 books and stories free download online pdf in Gujarati

પ્રિત એક પડછાયાની - ૪૪

વિરાજ ઝડપથી એ લોકો પાસે પહોંચ્યો. પણ એ થોડે દૂર થોડાં માણસોને ઉભાં રાખીને જ ગયો હતો કે જેથી કોઈ પર વિશ્વાસ કરીને કંઈ અજુગતું ન બની જાય... એ પાછો આવ્યો... તેનાં કહેવા મુજબ એ લોકોને થોડું હળવું નાસ્તા જેવું પણ અપાયું હતું...એ લોકો બધાં પહેલાં કરતાં એકદમ શાંત થઈને બેસેલા છે...

વિરાજ :" તમે લોકો શું વિચાર્યું ?? કોઈ નિર્ધાર કર્યો કે નહીં ??"

આગેવાન ઉભો થઈને બોલ્યો, " ભાઈ તમારી બધી વાતથી અમે સહેમત છીએ...પણ અમારાં પરિવારો એ દૃષ્ટ રાજા પાસે છે એનું શું ?? એને છોડાવ્યા વિના આટલું મોટું લડાઈનું જોખમ કેમ લઈ શકીએ ??"

વિરાજ થોડું હસીને બોલ્યો, " એ રાજાની તાકાત કોણ છે ?? એની રાજગાદી કે એનું સૈન્ય ?? પ્રજા વિના એની સતા શું કામ કરવાની ?? "

સૈન્યનો એક વ્યક્તિ : " પણ ભાઈ...આપણે સામાન્ય માણસો...તમે અને અમે...એ રાજા શું કરી શકે એ તો આપણને શું ખબર પડે ?? એની પાસે તો અઢળક ધનસંપત્તિ, તાકાત બધું જ હોય...એ કદાચ બીજાં કોઈ લોકોની મદદ લે તો ??"

આગેવાન : " તમે એ રાજાઓનાં શાસનમાં જીવ્યાં નથી એટલે ખબર ન પડે...કે એક અધમ રાજાનાં હાથમાં રાજ્ય આવી જાય તો જીવન કેવું બદતર બની જાય !!"

વિરાજ : " બધાં જ વ્યક્તિ કે રાજા એવાં ન હોય...પણ એક આવાં વ્યક્તિને કારણે લાખો લોકો મુશ્કેલીમાં ન આવવાં જોઈએ... તમારાં પરિવારોને કંઈ નહીં થાય એની જવાબદારી મારી...તો તમે અમારી સાથે છો ??"

સૈન્યનો એક વ્યક્તિ : "હા અમને તો અમારાં પહેલાં જેવાં મહારાજા મળે તો ઘણી ખુશી થાય...પણ હવે એ દિવસો ગયાં....હવે એ શક્ય નથી...પણ જા અમારાં પરિવાર હેમખેમ રહે તો અમે બધાં જ તમારી સાથે છીએ...પણ એક રાજા સામે લડવાનો અનુભવ વિના એક સામાન્ય માનવી તરીકે આટલાં વિશ્વાસથી કેવી રીતે કહી શકો ??"

વિરાજ : " બસ મારાં પર વિશ્વાસ રાખો... ધીરેધીરે બધું જ સમજાશે...પણ મને તમારાં બધાં જ લોકોનો સાથ જોઈએ... બધાં જ સામાન્ય લોકો....એ કામ તમારે કરવાનું બાકી તો બધું જ થઈ જશે....આ કામ માટે ફક્ત બે દિવસ છે..."

બધાં ગામમાં તપાસ કરવાનું મુકીને ઝડપથી જુદી જુદી દિશામાં સૈન્યનાં લોકો નીકળી ગયાં....


*****************

આટલાં દિવસો બાદ પણ કોઈ નંદિનીકુમારીનાં સમાચાર નથી.....રાજા કૌશલ હવે મનોમન અકળાવા લાગ્યો... ત્યાં એનાં પગ પાસે એક રક્તથી લખેલો એક કપડાંનો ટુકડો દેખાયો.....તે એકદમ ગભરાયો... એકવારનાં અનુભવ બાદ તેને એ ટુકડાને અડવાની હિંમત ન થઈ....એ ચાલવા લાગ્યો પણ એ જેમ આગળ જાય એમ આગળ આવે છે...આખરે કપડું જે વળેલું છે એ ખુલી ગયું ને લખેલું દેખાયું, " તારો અંત બહું નજીક છે...ને આ તારી રાજસતાનો પણ...."

ને ફરી સુસવાટાભેર પવન...ને ભયાનક અટહાસ્ય... આખું રાજ્ય ભેંકાર વર્તાય છે...ને ફરી એ અવાજો...તે ભાગવા ગયો...પણ એનાં પગ જાણે ચોંટી ગયાં...કોઈ એને જકડી રહ્યું હોય એવું અનુભવાય છે...એ ફરી પ્રયત્ન કરવાં લાગ્યો ને બમણાં જોરથી ભાગવા ગયો કે તરત એ જમીન પર ધસડાયો....ને માથાનો ઘા થતાં જમીન પર ખેંચાઈ ગયો.....

******************

આખરે બધી જ જગ્યાએ યુદ્ધની તૈયારી થવાં લાગી... સામાન્ય લોકોનું સંગઠન જોરશોરથી તૈયારી કરવા લાગ્યું....
આખી આ ભૂમિમાં લોકો માનસિક અને શારીરિક રીતે આ યુદ્ધ માટે તૈયાર થઈ ગયાં... વિરાજ અને રાશિ પણ આ યુદ્ધ માટે તૈયાર થઈ ગયાં છે....

ઘણાં બધાં રાજ્યોમાં ઘણાં રાજાઓ જે લોકો ઉમદા અને સુંદર રાજ્યવ્યવસ્થા ધરાવે છે એ લોકો પ્રજાની ઈચ્છા મુજબ રાજશાહી અને એની પદ્ધતિ બંધ કરવાં તૈયાર થઈ ગયાં....અને જે રાજાઓ જુલ્મી અને ઉધત રાજા કૌશલ જેવાં રાજાઓ આની વિરુદ્ધમાં પડ્યાં એમની સામે યુદ્ધ શરું થઈ ગયાં....

એક મહિના સુધી આ યુદ્ધો ચાલ્યાં....આખરે બહું ઓછાં રાજ્યો સામે જ લડવાનું હવે બાકી છે... તેમાંનો એક રાજા છે રાજા કૌશલ......

આખરે આટલાં યુદ્ધો બાદ આ લડાઈ પહેલાં જ નિયતિએ પોતાનાં ભાઈ અને સૌમ્યાકુમારીને વિજયતિલક કર્યું....એ બંને બહાર આવીને લોકો પાસે આવ્યાં...પણ આજે વિરાજ પોતે એનાં કપડાં સામાન્ય છે પણ એનો ચહેરાં પર એક કપડું બાંધ્યું છે.

વિરાજે ત્યાં પહોંચીને બધાંની સામે પોતાનો ચહેરો ખોલ્યો... બધાં તેને જોવાં લાગ્યાં... એમાંથી એક બોલ્યો, " અરે આ તો રાજા સિંચન ?? પણ આપ અહીં આવી રીતે ??" આપ તો લડાઈમાં... ??"

વિરાજે ટુંકમાં બધી વાત જણાવી... ત્યાં રાજા કૌશલનો એક અધિપતિ બોલ્યો, " હવે સમજાયું કે તમે એક રાજા થઈને કેમ આ માટે સાથ આપી રહ્યાં છો ?? જેથી તમને તમારું રાજ્ય પાછું મળે....આ દુનિયામાં કોઈ જ સ્વાર્થ વિના કંઈ મદદ ન કરે..."

પ્રિતમનગરનો આગેવાન બોલ્યો, " અમારાં રાજન્ આવી કુટિલનીતિ વિશે વિચારી પણ ન શકે... કદાચ જો યુદ્ધ થયાં પહેલાં અમારાં રાજા સિંચન હોત તો અમે આ રાજ્યપ્રથા નાબૂદ કરવાની લડાઈમાં સાથ આપવા માટે ક્યારેય હા ના પાડત...."

સુવર્ણસંધ્યાનગરીનો એક સામાન્ય માણસ બોલ્યો, " એમ કંઈ અમારાં ધન્વંતરીરાજા અને પ્રિયંવદા અને એમનો પરિવાર થોડાં પાછાં પડે એમ હતાં... અમારાં કામ કરતાં મબલખ અમને લાભ આપી દેતાં... એમનાં જીવનમાં ક્રોધને અમે ક્યારેય જોયો નહોતો...પણ શું થાય સમય સમયની વાત છે..."

વિરાજ : " ભાઈ તમારો વિચાર એકદમ વ્યાજબી છે...જે લોકો જેવાં વાતાવરણમાં રહ્યાં હોય એવું વિચારે... અમારાં રાજ્યમાં રહેલાં માણસો આવું કહે એ સ્વાભાવિક છે...પણ જે લોકો રાજા કૌશલ અને વિરાજસિંહનાં શાસનમાં રહેતાં હોય એમને રાજા પ્રત્યે આવું જ માન હોઈ શકે....પણ હું આપને સ્પષ્ટ જણાવા માગું છું કે અમારે હવે કોઈ જ રાજ્ય કે શાસન ફરી નથી જોઈતું....અમને એ અમારી ધરતી પર ફરી તમારી સાથે તમારાં બધાંની જેમ સામાન્ય માણસોની જેમ જિંદગી જીવવી છે...અમારે રાજ્ય જોઈતું હોત તો આ રાજાઓનાં શાસનને નાબૂદ કરવાની લડાઈમાં થોડો સાથ આપત??....બસ એક વિશ્વાસ રાખો મારાં પર...મારે હજું પણ ઓળખ ન આપવી હોત તો હું મારી સાચી ઓળખ છુપાવી શકત "

ટોળામાંથી લોકો બોલ્યાં, " રાજન્ હવે તો અમારો વિશ્વાસ બમણો થયો છે કે આ લડાઈ આપણે જ જીતીશું...." ને એ સાથે જ મોરચો સુવર્ણસંધ્યા નગરી તરફ પહોંચ્યો...

*******************

અસંખ્ય લોકોનો કાફલો સુવર્ણસંધ્યા નગરીની બહાર આવી પહોંચ્યો....રાજા કૌશલને જાણ તો હતી પણ આમાં રાજા સિંચન પોતે છે અને વળી પોતાનું જ સૈન્ય પણ એમાં ભળી ગયું છે એ પણ ખબર નથી...

યુદ્ધની બાતમી મળતાં જ એણે ચોમેર ફેલાયેલા પોતાનાં સૈન્યને ઝડપથી પાછાં ફરવા માટે આદેશ આપ્યો હતો પણ હજું સુધી કોઈ પરત ફર્યું નથી...

આટલાં વિશાળ લશ્કર આવી ગયાંનાં સમાચારથી જ એ ગભરાવા લાગ્યો...કારણ માત્ર ગણ્યાં ગાંઠ્યા લોકોને જ એણે નગરમાં રાખ્યાં હતાં... ત્રણેય નગરનાં થઈને...અને એ બધાંને એણે પોતે જ્યાં છે ત્યાં પોતાની સલામતી માટે એ બધાંને ત્યાં બોલાવી લીધાં છે....

જ્યારે પોતાનાં જ પોતાની વિરુદ્ધમાં જાય ત્યારે જે પરિસ્થિતિ સર્જાય એ કદાચ સૌથી વધું ખતરનાક હોય છે...કારણ એ તમારી દરેકેદરેક દુઃખતી નસ જાણતાં હોય છે... આવું જ કંઈક રાજા કૌશલ સાથે પણ બન્યું છે...

રાજા કૌશલે તો પોતાનાં સૈનિકોને પહેલાં મોકલી દીધાં...અને પોતે પોતાનાં ભવનમાં છુપાતો બેસીને પોતાની જાત બચાવવાં ગતકડાં કરવાં લાગ્યો....આ બાજું સૈનિકો જે નગરનાં બધાં જ છુપા માર્ગ જાણે છે ત્યાંથી પોતાની ટુકડીઓ સાથે નગરમાં પ્રવેશી ગયાં....ને પહેલાં જ તેઓ એ જગ્યાએ પહોંચ્યાં જ્યાં તેમનાં પરિવારજનોને કેદ કરાયાં છે...

બહાર ગયેલાં સૈનિકો ઘણીવાર છતાં પરત ન ફર્યા...આથી ફરી બીજાં નાનાં સૈન્યને મોકલ્યું... આવું ચાર વાર બન્યું પણ કોઈ પરત ના ફર્યું....હવે તો માત્ર થોડાં સૈનિકો સિવાય કોઈ વિકલ્પ નથી...એ એવાં સૈનિકો કે જ્યારે છુટકો ન હોય ત્યારે જ મોકલાતાં સૌથી સામર્થ્યવાન સૈનિકો સાથે એણે બહાર જવાનું વિચાર્યું.....

તે હવે પોતાની જાતને બચાવવા માટે વિચારવા લાગ્યો છે...બહાર જવું કે પલાયન થવું એ દ્વિધામાં એ આંટા મારવાં લાગ્યો છે...આ સ્થિતિમાં કોઈ એવું સૈન્ય પણ ન હોય જે પોતાનાં રાજ્યને બચાવવાનું મુકીને અહીં મદદે આવે....

તેને એક રસ્તો જે એનાં કેટલાંક વિશ્વાસુ સૈનિકોએ થોડાં દિવસો પહેલાં સુવર્ણસંધ્યાનગરીથી પોતાનાં મૂળ રાજ્યમાં જવાં માટે શોધ્યો છે...એ રસ્તો એણે પણ હજું જોયો નહોતો એ પહેલાં આ બધી ઘટનાઓ બની ગઈ...આથી આજે પહેલીવાર એણે એ રસ્તે જઈને ભાગવાની યોજના બનાવી..

એ ભાગવાની તૈયારી તો કરવાં લાગ્યો છુપોવેશ ધારણ કરીને. પણ એ આત્માનો ખેલ ફરી શરૂં થવાં લાગ્યો...એની આંખોમાં અંગારા વરસે એવી દાહ ઉત્પન્ન થવા લાગી... આખું શરીર દુખવા લાગ્યું.... એનાં પગ થંભી ગયાં...ને આખાં દરબારમાં પડઘા પડવાં લાગ્યાં..." ડરપોક....રાજા...આવો તે વળી રાજા હોય સ્વાર્થી...બહાર જઈને જોવાની હિંમત તો કર...."

થોડીવાર આવી જ સ્થિતિ પછી એણે એકવાર આ જ વેશમાં નગરદ્વાર પાસે પહોંચવાનો નિર્ણય કરીને એ પોતાનાં સૌથી સક્ષમ સૈનિકો સાથે પહોંચ્યો....એ વિચારી રહ્યો છે કે ફરી એકવાર આ ભૂમિ પર મડદાઓનાં ઢગ હશે પણ અહીં તો પરિસ્થિતિ જ કંઈ વિપરીત છે....સામે વિશાળ સેના...ને સામે લડનાર કોઈ જ નથી સિવાય કે તેની સાથે આવેલાં સૈનિકો.... પોતાનું આખું જ સૈન્ય નગરની બહાર એ કાફલામાં સામેલ થઈ ગયું છે....

આખરે પોતાની હાર પાકી જણાતાં હજું પણ કુતરાની પૂંછડી વાંકી એ વાંકી એમ એણે એક કીમિયો અજમાવ્યો...એની જાણ બહાર સૈનિકો અને નગરજનોનાં પરિવારો પણ મુક્ત થઈને નગરની બહાર પહોંચી ગયાં છે...

તેને બહાર જઈને એ સૈન્યનાં સૈનિક બનીને કહ્યું, " અમારાં રાજા માની ગયાં છે તમારો પ્રસ્તાવ અમને મંજૂર છે આપ અહીં અંદર આવી જાવ...એ તમારાં માટે રાજસિંહાસન અને આખું રાજ્ય ત્યજવા તૈયાર છે..."

રાજા કૌશલનાં રાજ્યનાં લોકો આ વાત માની ગયાં અને અંદર નગરમાં પ્રવેશવા તૈયાર થયાં...વિરાજે પોતાનાં મુખ પરથી મુખવટો હટાવ્યો...ને કહ્યું, " આ એક છેતરપિંડી છે..તમે લોકો એમાં ભરમાઈને પોતાની જાતને જોખમમાં મુકી રહ્યાં છો..."

વિરાજે પોતાનાં ચહેરો ખોલતાં જ છુપા વેશે રહેલો રાજા કૌશલે વધારે લોકોને અંદર લાવવાં પ્રયત્ન કરવાં લાગ્યો...પણ તેને હજું સમજાયું નહીં કે રાજા સિંચન જીવિત કેવી રીતે હોઈ શકે....

લોકો રાજા કૌશલની મીઠી વચનોની વાણીમાં આવી ગયાં...ને અંદર આવવાં લાગ્યાં... જોતજોતામાં ઘણાં લોકો અંદર આવી ગયાં...તે ગાયબ થઈ ગયો...અંદરથી એક સૈનિકને મોકલીને હવે ફરી યુદ્ધ શરૂં કરવાનું ફરમાન આપ્યું...જે આ માટે રાજી નહીં થાય એ જીવિત નહીં રહી શકે....

અંદરનાં લોકો અંદર છે મુખ્ય દ્વાર બંધ કરવાનો આદેશ અપાયો...પણ એ થાય એ પહેલાં જ અસંખ્યાતા લોકોની મેદની અંદર ઘુસી ગઈ....ફરી લોકો સમજી ગયાં...

હવે બધાનું ધ્યેય રાજા કૌશલને જ પકડવાનું છે... એનાં વફાદાર સૈનિકોએ ઘણી લડત આપી...પણ સામે કુશળ યોદ્ધા અને વળી વિશાળ જનમેદની સામે બધાંનાં પ્રાણપંખેરા ઉડવા લાગ્યાં....પણ એક સૈનિકે યુદ્ધનાં નિયમોની વિરૂદ્ધ પાછલો ઘા કર્યો..‌‌ને રાજા સિંચન ત્યાં ઢળી પડ્યાં.....ને એ લોકો રાજા કૌશલને ઘેરવા ઝડપથી મેદની એ રાજહવેલીમાં પહોંચી.....પણ આ શું આખી હવેલી ફરી વળ્યાં પણ રાજા કૌશલનો કોઈ જ પત્તો ન મળ્યો..

રાજા કૌશલ એક નવાં રસ્તે બહાર નીકળવા રાજ્ય છોડીને ભાગી ગયો......

શું રાજા કૌશલને બહાર નીકળવા રસ્તો મળશે ખરો ?? રાજા સિંચન બચી શકશે ?? રાજાસિંચનને આ સ્થિતિમાં જોઈને સૌમ્યાકુમારીની શી હાલત હશે ?? કૌશલ રાજા ફરી પોતાનાં રાજ્યમાં આવશે ?? એ આત્માઓ એનો પીછો છોડશે ખરાં ?? જાણવાં માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૪૫

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે........


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED