લોકડાઉન-૨૧ દિવસ - ભાગ - ૬ Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ - ૬


લોકડાઉનનો છઠ્ઠો દિવસ:

લોકડાઉનના છઠ્ઠા દિવસની સવાર સુભાષ અને મીરાંના જીવનની એક અલગ જ સવાર હતી, બંનેમાંથી કોઈ નહોતું જાણતું કે નક્કી કરેલી શરત મુજબ આગળ શું કરવાનું છે ? છતાં પણ બંને નવી સવારની રાહ જોવા લાગ્યા હતા. સુભાષ અને મીરાં બંને એકબીજાથી અલગ પણ થવા નહોતા માંગતા છતાં પરિસ્થિતિએ બંનેને અલગ થવાનું વિચારવા ઉપર મજબુર કરી દીધા હતા, પરંતુ સુભાષના મિત્રએ એક એવો રસ્તો બતાવ્યો જેના કારણે બંનેના એક થવું થોડું શક્ય બન્યું હતું અને આ રસ્તા ઉપર ચાલવા માટેની પહેલી શરૂઆત કોના તરફથી થાય છે તે હવે જોવાનું હતું.

આજે સવારમાં સુભાષ જલ્દી ઉઠી ગયો, ઉઠીને સીધો જ રસોડા તરફ ચાલ્યો ગયો, રસોડામાં જઈને તેને પહેલા ચા બનાવી, જયારે મીરાં ઉઠી ત્યારે તેને સુભાષને રસોડામાં જોઈને નવાઈ લાગી, મીરાંને ઉઠી ગયેલી જોઈને સુભાષે તરત કહ્યું: "મીરાં તું બેસ, હું ગરમા ગરમ ચા લઈને આવું છું."

મીરાંને સમજાઈ ગયું કે આજથી 16 દિવસ સુધી એક નવું નાટક કરવાનું હતું અને આ નાટક કરવાની શરૂઆત સુભાષ દ્વારા કરી દેવામાં આવી હતી, મીરાં કઈ બોલી નહીં અને સીધી બેઠક રૂમ તરફ ચાલી ગઈ. બેઠા બેઠા તેના મનમાં ભૂતકાળનો એ દિવસ યાદ આવી ગયો જ્યારે લગ્ન બાદ તે બંને અમદાવાદ રહેવા માટે આવ્યા હતા.

"સુભાષે લગ્ન પછી થોડા જ દિવસમાં જઈને એક ભાડાનું ઘર નક્કી કરી લીધું હતું, મને મારા પિયરમાં થોડા દિવસ રહેવા દઈને તેની મમ્મી સાથે આવી બધો સામના પણ તેને ત્યાં ગોઠવી દીધો હતો, જયારે તે મને લેવા માટે આવ્યા ત્યારે એમને મને કહ્યું નહોતું કે આપણે અહિયાંથી સીધા અમદાવાદ જ જવાના છે, મને તો ત્યારે એમ જ હતું કે એ મને ગામડે લઇ જવાના છે, પરંતુ મને એ સીધા અમદાવાદ લઈને આવ્યા, અમારા નવા ભાડાના ઘરમાં, મને ત્યારે આ સરપ્રાઈઝથી ખુબ જ ખુશી મળી હતી, ઘરમાં આવતાની સાથે જ બધી સજાવટ જોઈને હું તેમને ભેટી પણ પડી હતી. બીજા દિવસે સવારે હું ઉઠી ત્યારે પણ સુભાષ ચાનો કપ લઈને જ મને ઉઠાડવા માટે આવ્યા હતા.

સુભાષે મીરાં સામે ચાનો કપ ધરીને કહ્યું "લે મીરાં ચા તૈયાર છે." મીરાંનું ધ્યાન ભૂતકાળના વિચારોમાંથી નીકળીને વર્તમાનમાં પહોંચ્યું, મીરાંની આંખો સામે ઉભેલો સુભાષ તેને લગ્ન બાદના સુભાષ જેવો જ દેખાઈ રહ્યો હતો, ક્ષણવાર તો તે સુભાષને જ જોઈ રહી હતી, સુભાષે જયારે કહ્યું: "આમ જોઈ શું રહી છે, ચા લઈ લે હવે" ત્યારે તેનું ધ્યાન તૂટ્યું.

મીરાંએ ચાનો ગ્લાસ લઈને કંઈપણ બોલાય વગર જ પીવાની શરૂઆત કરી. સુભાષ પણ કઈ બોલ્યો નહીં અને થોડી ક્ષણો બેસીને તે ટીવીનું રીમોર્ટ હાથમાં લઈને આગળના દિવસના કોરોના સંક્રમિત લોકોના આંકડા જોવા માટે ટીવ ચાલુ કર્યું.

બીજા દિવસના આંકડાઓ થોડા ભયભીત કરે તેવા હતા, ગઈકાલે ડરને થોડો સંતોષ પમાવે તેવા આંકડાઓ વચ્ચે આજે દેશની અંદર અત્યાર સુધીના સૌથી વધારે કેસ જોવા મળ્યા હતા. છેલ્લા 24 કલાકની અંદર 247 નવા કેસ સામે આવ્યા હતા જેના કારણે આગામી દિવસોમાં સમસ્યા ગંભીર બનવાના પણ એંધાણ અનુભવાઈ રહ્યા હતા. બીજા સમાચારમાં તેને જોયું તો હવે કરિયાણાની દુકાનો અને શાકની દુકાનો પણ બંધ થવાનો આદેશ કરી દેવામાં આવ્યો હતો. દૂધ વેચવા માટેનો સમય પણ સવારે 5થી 8નો જ રાખી દેવામાં આવ્યો હતો. સુભાષને દૂધની ચિંતા નહોતી કારણ કે દૂધ વાળો દૂધ આપવા માટે ઘરે જ આવતો હતો, પરંતુ ઘરમાં કરિયાણું છે કે નહિ તે જાણવા માટે તેને મીરાંને પૂછ્યું, મીરાં પણ સમાચાર જોઈ રહી હતી.

"મીરાં, ઘરમા કરિયાણું કેટલું છે?"

મીરાંએ જવાબ આપતા કહ્યું: "એમ તો બધી વસ્તુઓ પડી પડી છે, બસ થોડા લીલા શાકભાજી અને મસાલા લાવવાના છે. પણ વાંધો નહિ ચાલી જશે."

"હું લઇ આવું બહાર જઈને, તું મને ખાલી જણાવી દે શું શું લાવવાનું છે?" સુભાષે ઉતાવળે ઊભા થતા કહ્યું.

"ના, આવા સમયમાં તમારે બહાર નથી જવાનું, ચાલી જશે, થોડું ઓછું ખાઈ લઈશું પણ તમે બહાર ના જશો." મીરાંએ પણ ચિંતા કરતા શબ્દો કહીને સુભાષને બહાર ના જવા માટે સૂચના આપી.

સુભાષ પણ ઘણા સમય પછી આ રીતે મીરાં દ્વારા કરવામાં આવેલી ચિંતા જોઈને ઉભો થતો સુભાષ પાછો બેસી ગયો. તેના ચહેરા ઉપર પણ એક આછું સ્મિત ફરી વળ્યું, પરંતુ ઘરની જરૂરિયાત પણ સુભાષ સમજતો હતો માટે તેને મીરાંને કહ્યું: "હું દૂર નથી જવાનો, સોસાયટીની બહારની જ કોઈ દુકાનેથી સામન લઈને પાછો આવું છું, અને થોડા પૈસા પણ એટીએમથી ઉપાડવાના છે. અને કેટલીક જરૂરિયાતની થોડી દવાઓ પણ લઇ આવું, જેના કારણે ઇમર્જન્સીમાં તકલીફ ના પડે."

મીરાંને પણ સુભાષની વાત યોગ્ય લાગી અને કહ્યું: "સારું જાવ, પરંતુ સાચવીને જજો અને મોઢા ઉપર રૂમાલ રાખજો, હું સામાનનું લિસ્ટ બનાવી તમને આપું છું." આટલું બોલી અને મીરાં ઉભી થઇ લિસ્ટ બનાવવા માટે ચાલી ગઈ.

સુભાષ બેઠા બેઠા જતી મીરાંને જોઈ રહ્યો હતો. "આજની મીરાં તેને જુદી લાગતી હતી, ઘણા વર્ષો પછી તેના માટેની ચિંતા મીરાંના ચહેરા ઉપર દેખાઈ રહી હતી, લગ્ન કરીને અમદાવાદ આવ્યા પછી જયારે પહેલીવાર મારે ઓફિસ જવાનું થયું અને મીરાંને એકલા ઘરમાં રહેવાનું થયું ત્યારે તે મને ભેટીને ખુબ જ રડી હતી, તેની ચિંતા કરતાં એટલા શબ્દો કહ્યા હતા જે આજે પણ ભુલાય એમ નહોતા અને આજે એજ મીરાં પાછી દેખાઈ રહી છે."

સામાનનું લિસ બનાવીને મીરાંએ સુભાષના હાથમાં આપ્યું, આજે તેને વૉટેસેપ્પ ઉપર મેસેજ કરીને લિસ્ટ નહોતું નોંધાવ્યું, એક નવી શરૂઆત બંને વચ્ચે થવા લાગી હતી, સુભાષ જયારે ઘરની બહાર નીકળ્યો ત્યારે મીરાં છેક દરવાજા સુધી તેની સાથ તેની સાથે ગઈ, અને સુભાષના ગયા બાદ દરવાજેથી આવી બહારના રસ્તા તરફની બારીમાંથી સુભાષને જોવા લાગી.

સુભાષના ઘરની બહાર નીકળે હજુ 15 મિનિટ જેવો જ સમય વીત્યો હશે, પર્નાતું મીરાંને એ સમય કલાકો જેવો લાગવા લાગ્યો, શૈલી પણ ઉઠી ગઈ, ત્યારે તે શૈલીને દૂધ આપી અને પાછી બારીએ બેસી સુભાષની રાહ જોવા લાગી, સુભાષને આવતો જોઈ તેના દિલમાં ઠંડક વળી.

સુભાષના દરવાજે પહોંચતા પહેલા જ મીરાંએ દરવાજો ખોલ્યો, સુભાષને આ જોઈને ખુબ જ ખુશી થઇ, સુભાષના હાથમાંથી સમાન લેવા માટે મીરાંએ હાથ લંબાવ્યા ત્યારે સુભાષે કહ્યું "તું હમણાં મને ના અડીશ, પહેલા હું બાથરૂમમાં જઈને નહીં લઉં, અને સમાન પણ હમણાં એમ જ હું મૂકી દઉં છું, તું એનો કાલના દીવસ પછી ઉપયોગ કરજે." એમ કહીને સુભાષ સામાન મૂકીને બાથરૂમ તરફ ચાલ્યો ગયો.

નાહીને આવ્યા બાદ સુભાષે મીરાંને કહ્યું કે "હું બહાર જઈને આવ્યો તેના કારણે પહેલા નાહી લીધું, એટલે મેં તને અડકવાની ના પાડી. ચાલ હવે કહે કે બપોરે જમવામાં શું બનાવવું છે ?"

મીરાંએ પણ આજે પોતાની પસંદને બાજુ પાર મૂકીને સુભાષની જ પસંદ પૂછી લીધી: "તમને ભાવે એ"

"ના, તને ભાવતું અને તને જે ગમે તે બનાવી લે, મને કોઈ વાંધો નથી, હું જે હશે તે જમી લઈશ." સુભાષે મીરાંને કહ્યું.

"ના, આજે તમે જ કહો, તમારે શું જમવું છે? રોજ તો મારી મરજીનું જ બનાવતી હોઉં છું, આજે તમારી મરજીનું બનાવીએ." મીરાંએ જવાબ તો આપી દીધો, પરંતુ વિચારવા લાગી કે તે સુભાષ સાથે અચાનક જ આટલી સહજ કેવી રીતે થઇ ગઈ તે ખબર જ ના પડી, છેલ્લા ત્રણ વર્ષથી ક્યારેય સુભાષે પોતાને શું જમવું છે તેના વિશે કહ્યું જ નહોતું, જે બનાવતી તે ખાઈ લેતા, ના કયારેય તેને સુભાષને સામેથી પૂછ્યું હતું કે તેની શું જમવાની ઈચ્છા છે. આજે ઘણા સમયે બંને વચ્ચે આ રીતે વાત થતા એકબીજાને સારું લાગવા લાગ્યું હતું, ખાસ મીરાં પણ થોડી હળવાશ અનુભવી રહી હતી.

શૈલી તેના મમ્મી પપ્પાની વાતો સાંભળી અને બોલી: "મમ્મી, પિઝા બનાવને?"

સુભાષ અને મીરાં બંને હસ્યાં અને મીરાંએ કહ્યું: "બેટા પિઝા ઘરે ના બને, અને પીઝા ઘરે બનાવવા માટેનો સમાન પણ આપણી પાસે નથી, બહાર દુકાનો ખુલશે પછી આપણે લઇ આવીશું." આટલું કહીને મીરાંએ શૈલીને સમજાવી.

જમવાનું શું બનાવવાનું તે નક્કી થઇ ગયું, આજે હલકું જ ખાવાની ઈચ્છા હતી માટે બાપરે ખીચડી કાઢી અને રાત્રે મેગી બનાવવાનું સુભાષ અને મીરાંએ નક્કી કર્યું. મીરા રસોડામાં જમવાનું બનાવવા માટે ચાલી ગઈ, સુભાષ ચહેરા ઉપર ખુશીના ભાવ સાથે શૈલીને પોતાના ખોળામાં લઈને રમાડવા લાગ્યો.

જમીને બપોરે આજે સુભાષ શૈલી અને મીરાં સાથે બેડરૂમમાં જ સુઈ ગયો, રાત્રે પણ જમીને સૂતી વખતે સુભાષ વિચારવા લાગ્યો કે: "અમિતે આપેલો નુસખો કામ કરી રહ્યો છે, જો આજ રીતે ચાલતું રહ્યું તો 16 દીવસ પછી એકે નવી જ સવાર જોવા મળશે."

(કેવી રહેશે મીરાં અને સુભાષણ જીવનની આ નવી શરૂઆત? શું થઇ જશે સુભાષ અને મીરાં બંને એક? કે પછી મીરાં પોતાની જીદ ઉપર આદિ રહેશે? જાણવા માટે વાંચતા રહો "લોકડાઉન-21 દિવસનો ભાગ-7. )


લે. નીરવ પટેલ "શ્યામ"