પ્રેમની પરિભાષા - ૪ Sandeep Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની પરિભાષા - ૪

હું ટુંક સમય માં જ ધર્મેન્દ્ર પાસે પહોંચ્યો. એની હાલત જોઈ ને મને આશ્ચર્ય થયું, પણ દયા પણ આવી. એટલી દયા જનક હાલત હતી એની જેનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી. ઊંધો પડીને જીણો બમણાટ કરતો ધર્મેન્દ્ર અને તેની આજુ બાજુ વિખેરાયીને પડેલો સામાન. આ બધુ જોયા પછી કોઈ પણ વ્યક્તિને શું કરવું અને શું ન કરવું એની સુજ પડે જ નહી.

થોડી વાર માટે હું તેની બાજુમાં બેસી રહ્યો અને તેનો બમણાટ સાંભળી રહ્યો. થોડી વાર ધ્યાનથી સાંભળતા ખબર પડી કે એ કંઈ બબડાટ નોતો કરી રહ્યો. ધર્મેન્દ્ર જે એક સાંજે તેની પ્રેમિકા ને મળવા ગયો હતો તે સાંજે તેની પ્રેમિકા ની જે સુંદરતા હતી તેનું વિવરણ કરી રહ્યો હતો. થોડો સમય તેના શબ્દો શ્રવણ કર્યા બાદ મને એ શબ્દોને કવિતામાં પરોવવાની ઈચ્છા થઈ આવી. જુઓ તો ખરા કેવા કેવા લોકો છે દુનિયામાં. આવી પરિસ્થિતિમાં પણ કવિતા સુજી આવે છે.
મે ધર્મેન્દ્રએ કરેલા તેની પ્રેમિકાના વર્ણનને કવિતામાં ઢાળવાનો પ્રયત્ન કર્યો. જે નીચે મુજબ હતો.

કવિતાનું શીર્ષક : ' એક સાંજ '

નદીના કિનારે એક સાંજ વિતાવી,

મે દૂરથી એને નજરોથી નિહાળી,

નદીના કિનારે....

એણે નજર ઉઠાવીને પ્રભાત થયું,

નજર જો ઝુકાવી તો સાંજ ઢળાવી,

નદીના કિનારે....

ઘનઘોર ઘટા જેવી ઝુલ્ફો એની,

લહેરાતી જાણે અજવાળું છુપાવી,

નદીના કિનારે....

બદન એનું એવું મહેંકી રહ્યુતું,

કે વર્ષાએ જાણે ધરાને ભીંજાવી,

નદીના કિનારે....

પગરવના સુરો એવા હતા કે,

શ્વાસ જાણે દીધો મારો થમાવી,

નદીના કિનારે.... - સંદીપ પટેલ

કવિતા તો રચાઈ ગઈ, હવે મુખ્ય પરિસ્થિતિને કાબુ કરવાની વાત હતી. જેમ તેમ કરીને ધર્મેન્દ્રને લઈ જવાની યોજના તૈયાર કરી. હવે જરૂર હતી એક રસ્સી ની.
થોડી વાર ના પ્રયત્નો બાદ એક રસ્સી મળી આવી. મહા મહેનતે ધર્મેન્દ્રને પકડીને મોટરસાયકલ પર બેસાડ્યો. શોધેલી રસ્સીની મદદથી તેને પોતાની સાથે બાંધ્યો. પછી જાણે કાચબો ધીમા ડગલે સ્પર્ધા જીતવાનું નક્કી કરી શ્રમ કરતો હોય તેમ મે ધીમા વેગે મોટરસાયકલને ઘર તરફ હંકારી.

આ બાજુ ધર્મેન્દ્રની લવારી ચાલુ જ હતી પરંતુ હવે બીજી કવિતા રચી શકું એવી મારી મનોદશા ન હતી. ગમે તે રીતે ઘરે પહોંચવાની વાત હતી. ઈશ્વરની કૃપાથી હું ઘરે પહોંચ્યો. ઘરે પહોંચતા જ ' કોન બનેગા કરોડપતિ ના હોસ્ટ આદરણીય શ્રી અમિતાભ હરિવંશરાય બચ્ચન ની જેમ માતૃશ્રી અને બાપુજી એ કોઈ પણ લાઇફ લાઈન વિના ના અગણ્ય પ્રશ્નોનો વરસાદ કરી દીધો.

મે બંને ને શાંત કરતા સંપૂર્ણ પરિસ્થિતિની માહિતી આપી. તેઓને પણ થોડી વાર માટે ધર્મેન્દ્ર પર દયા આવી, પરંતુ ખ્યાલ ના આવ્યો કે એકદમ જ શું થયું અને બંને ગુસ્સે પણ થઈ ગયા. હવે મારો વરો હતો સાંભળવાનો. પછી મેં તેઓને ધીમેથી પૂછ્યું - ગુસ્સે થવાનું કારણ. એક માતા - પિતાની ચિંતા અને પ્રેમ ક્યારેય ઓછો થતો નથી એ મને સમજાયું. તેઓએ માત્ર એટલું જ કહ્યું કે તે અમને સમગ્ર પરિસ્થિતિની જાણ કરી હોત તો અમે તને મદદ કરી શકતા.

વાહ પ્રભુ. ક્યારેક ઘણી વાતો આપણે આપણા માતા પિતા ગુસ્સો કરશે, વઢશે એમ કરીને જણાવતા નથી. પરંતુ એ ગુસ્સો ક્ષણિક હોય છે. વાત કરવાથી કોઈ પણ સમસ્યાનો ઉકેલ મળી રહે છે. સમગ્ર વાત ની ચર્ચા બાદ સવારે જે થશે એ જોઈ લઈશું એવું વિચારી ધર્મેન્દ્રને આજ ની રાત અમારા ઘરે જ સુવડાવવાનું નક્કી કર્યું.

ધર્મેન્દ્ર ને એક રૂમમાં સુવડાવી મમ્મી પપ્પા અને હું અમે ત્રણેય બીજા રૂમ માં બેસીને સવારે ધર્મેન્દ્રના માતા પિતા સાથે શું વાત કરવી અને કેવી રીતે કરવી તેની ચર્ચા કરી રહ્યા હતા. તે સમય દરમ્યાન મે ધર્મેન્દ્રના મમ્મીને ફોન કરીને જાણ કરી દીધી કે ધર્મેન્દ્ર આજની રાત્રિ મારી જોડે જ મારા ઘરે છે તો ચિંતા ના કરે, એટલું કહીને ફોન મૂકી દીધો.

( ક્રમશઃ )