Definition of Love - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમની પરિભાષા - ૨

ધર્મેન્દ્ર તાલીમી સ્નાતક ના વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. તે સમય દરમિયાન તેના ઘરે તેના લગ્નની વાતો ચાલી રહી હતી. અનેકવાર ધર્મેન્દ્રની ના પાડવા છતાં તેની સગાઈ કરી દેવામાં આવી. ધર્મેન્દ્રને પોતાના લગ્ન વિશેની વાતો અને સગાઈમાં કોઈ જ રસ ન હતો. કારણ કે તે આટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં મેઘા ને ભુલાવી શક્યો ન હતો ( હું માનું ત્યાં સુધી આપણે સૌ સંમતિ દર્શાવશું કે તે અશક્ય છે ).
કહેવાય છે ને કે પોતાના અંતર મનના ઉઝરડા કા તો વ્યક્તિ પોતે જાણતો હોય કા તો દિલ નો દરિયો એવો મારો ઠાકોર જાણતો હોય. મારા ઠાકોર ને તો પોતાને પ્રેમ કરતી અનેક ગોપીઓ અને પટરાણીઓ હતી, સાથે રાધા જેવી પ્રેમિકા અને રુક્મિણી જેવી પત્ની, છતાંય તેમને રાધાના વિયોગની વેદના હતી તો પછી મનુષ્ય જ્યારે સાચો પ્રેમ કરીને નિરાધાર બને ત્યારે તેના દુઃખનું તો વિવરણ જ શું ............ભલે, પણ ધર્મેન્દ્રને પોતાની સ્થિતિ ખુબ જ આકરી લાગતી હતી. અંદર અંદરથી તે ખુબ જ દુઃખી રહેતો હતો. પરંતુ મિત્રો અને પરિવારજનો સાથે રહીને તે પોતાના મુખ પરથી સ્મિત ક્યારેય અળગુ થવા દેતો નહીં. જેથી તેના મિત્રો અને પરિવારજનોને લાગવા માંડ્યું કે હવે ધર્મેન્દ્રના લગ્ન કરી દેવા જોઈએ, એટલે જ તેની સગાઈ કરી દેવામાં આવી. પરંતુ ધર્મેન્દ્રને તો ક્યાં તેમાં કોઈ રસ જ હતો !!!!!!
કહેવાય છે ને કે કુદરતની ઘટમાળ જ્યારે કરવટ બદલે છે ને ત્યારે - " ના જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું !". એવું જ પણ અતીઆશ્ચર્યજનક અને હ્રદયમાં ભૂકંપ લાવી દે તેવું ધર્મેન્દ્ર સાથે થયું.
ફરી એકવાર તેના માથે આભ તૂટ્યા નો આઘાત સહન કરવાની ઘડી આવી. ધર્મેન્દ્રની ઘણી ના કરવા છતાં તેના પરિવારજનોએ તેની વાત ને કાને ના ધરી અને તેના લગ્ન નક્કી કરી દીધા. હવે તાલીમી સ્નાતક નો અભ્યાસ પૂર્ણ થયાના પંદર જ દિવસમાં તેના લગ્ન નક્કી કરી દેવામાં આવ્યા.
હવે તમે એવું વિચારતા હશો કે આ બધામાં આઘાતની વાત કઈ હતી !!!!!, તો હું તમને જણાવું કે આ બધામાં આઘાતની વાત એ હતી કે - ધર્મેન્દ્રના લગ્નની તારીખ એકવીસમી મે હતી, અને એકવીસમી મે એ મેઘા નો જન્મ દિવસ છે.
હવે કહો જોઈએ કે - " એક વ્યક્તિ જેણે અખૂટ પ્રેમ કર્યો હોય , તેની પ્રેમિકા તેના જન્મ દિવસના રોજ મૃત્યુ પામે અને વિધાતા એવા લેખ એના નસીબમાં લખે કે તેની પ્રેમિકાના ના જન્મ દિવસના રોજ પ્રેમીના લગ્ન હોય તો પ્રેમીના હૃદયની શું દશા હોય ?"
ધર્મેન્દ્રને કંઈ જ સુજતું ન હતું. પોતે અંદરથી તો મેઘા ની જ યાદ માં ખોવાયેલો રહેતો. અને તેની ઈચ્છા ન હોવા છતાં પરિવારજનોના દબાણથી લગ્નની તૈયારીઓ અને દાઝ્યા પર મીઠું લગાડવાની વાત કે મેઘા ના જન્મ દિવસની તારીખે પોતાનું લગ્ન. આ બધું ધર્મેન્દ્ર માટે ખુબ જ અસહ્ય બની રહ્યું હતું. લગ્નના માત્ર ત્રણ જ દિવસ બાકી હતા. તમામ તૈયારીઓ પૂર્ણ થવાને આરે હતી. અચાનક જ મારા ફોનમાં રીંગ વાગી. જોયું તો ધર્મેન્દ્ર નો નંબર ડિસ્પ્લે પર દેખાઈ રહ્યો હતો. ફોન ઉપાડીને મે મારી સાધારણ ટેવને લઈ -"બોલ" કહી ને વાતની શરૂઆત કરી. પરંતુ સામેથી માત્ર ધ્રુસકે - ધ્રુસકે રડવા નો જ અવાજ. મે ધર્મેન્દ્રને શાંત કરતા પૂછ્યું - " શું થયું ભાઈ ?, તને શું તકલીફ છે ?, શાંત થઈને મારી સાથે માંડીને વાત કર." મને લાગ્યું કે ઘરે કોઈ કાઈ બોલ્યું હશે, કારણ કે લગ્નના કામમાં ઘણી બધી કામગીરીના લીધે ખાસ કરીને કોઈના દિમાગ ઠેકાણે હોતા નથી ને..........
( ક્રમશઃ )


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED