Charted ni Odis Notes - 11 books and stories free download online pdf in Gujarati

ચાર્ટડ ની ઓડિટ નોટસ - 11

# ચાર્ટડની ઓડિટ નોટ્સ - 39#
# Ca.Paresh Bhatt #

*** કોરોના - વિકૃતિ થી પ્રકૃતિ ને સંસ્કૃતિ તરફ.... ****

‌મનુષ્ય મૂળભૂત રીતે શાકાહારી છે એ તેની પ્રકૃતિ છે - સંસ્કૃતિ છે. કારણકે પ્રાણી શાસ્ત્રની દ્રષ્ટિ એ જેવો શાકાહારી હોય છે તેઓ ચૂસી ને પાણી પીવે છે જ્યારે જેઓ માંસાહારી હોય છે તેવો ચાટીને પાણી પીવે.ગાય, ભેંસ વગેરે શાકાહારી છે ચૂસીને પાણી પીવે છે જ્યારે વાઘ, સિંહ વગેરે ચાટીને પાણી પીવે છે. હવે પશુ કે પ્રાણી પ્રકૃતિની વિરૃદ્ધ ક્યારેય નથી જતા અને મનુષ્ય એ જ્યારથી પ્રકૃતિની વિરૂદ્ધ જવાનું શરૂ કર્યું ત્યારથી નવા નવા વાઇરસ ઉતપન્ન થતા ગયા. માણસ તેની સામે લાચાર થઈ ગયો. મહાસતાને પણ ઘૂંટણિયે પાડી દેતા પ્રકૃતિને વાર નથી લાગતી. તેની મિસાઇલ્સ, અણું બોંમ્બ , હાઇડ્રોજ બૉમ્બ પણ વામણા પુરવાર થયા. અણુબોમ્બ તો અમુક નિશ્વિત વિસ્તારમાં જ કાર્ય કરે જ્યારે આ વાઇરસ તો સમગ્ર વિશ્વને પોતાના સાણસા જકડી લે છે.
‌ એમાં પણ ચીનના વિડીઓ જોઈએ તો એમ થાય કે જે રીતે જીવતા સાપ, કૂતરા , બિલાડા, કાનખજૂરા , તાજી જન્મેલી ઉંદરડિઓ વગેરે ને સીધાંજ કડાઈમાં નાખતા કે ડીશમાં લેતા જોઈએ ત્યારેતો એમજ થાય કે પ્રકૃતિ વિરુદ્ધજ નહીં પણ શું શબ્દો વાપરવા એ શબ્દો નથી જડતા એટલા નિમ્નન કક્ષાએ ચીનાઓ જાય છે.
‌ પોતાને બુદ્ધિ શાળી સમજતો મનુષ્ય આટ-આટલા પ્રકૃતિના હુમલાઓ પછી પણ એ સમજતો નથી. દરેક નવા રોગો સામે તેની દવા શોધે છે. એલોપથીનું મૂળભૂત થીંકીંગ જ Symptomatic છે. જયારે ભારતીય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ એટલે કે રોગના ઉદભવ સ્થાનના કારણો જાણી ને તે મુજબ જીવન શૈલી જીવવાનો આગ્રહ, તે મુજબ ખોરાક પદ્ધતિ માં ફેરફાર , ખોરાક બનાવવાની પદ્ધતિમાં ફેરફાર , આ પ્રમાણે ફેરફારની તૈયારી દર્દીની હોય તોજ તેને દવા આપવમાં આવતી. એ ક્યાં વિસ્તરમાંથી, કઈ ઋતુમાં , કઈ જ્ઞાતિમાંથી (અમુક જ્ઞાતિમાં પ્રાકૃતિક રીતે જ હિમોગ્લોબીન નું પ્રમાણ ઓછું હોય છે ), વગેરે પ્રમાણે તેનો ખોરાક પ્રકૃતિ હોય અને તે પ્રમાણે તેને દવા આપવામાં આવે .
‌ આપણે ત્યાં હાથ-પગ ધોઈ નેજ જમવા બેસવું, પૂજા કરવા બેસવું, સુતા પહેલા પણ હાથ પગ ધોઈ ને બેસવું આવો આગ્રહ રાખવામાં આવતો. અરે પૂજા વિધિમાં પણ હસ્તપ્રક્ષાલન ની વિધિ હોય એટલે કે અમુક વિધિ પછી હાથ ને ધોઈ લેવાના.નમસ્તે થી જ અભિવાદન કરીએ, કોઈની સાથે હાથ ન મેળવવા એ વાત કોઈ ઓર્થોડોક્ષ નહિ પણ 100% રેશનલ વાત હતી ને છે તેની વિશ્વએ નોંધ લેવી પડી. શાકાહાર એ જ સંપૂર્ણ સલામત આહાર છે એ વાત પણ વિશ્વએ સ્વીકારવી પડી. મનુ સ્મૃતિ માં તો પતિ-પત્નીને પણ એક થાળીમાં સાથે જમવાની ના પાડેલ છે. આટલા હાઇજેનિક હતા આપણે - લાગણી વગરના હતા એવું નહિ, કેમકે આગ્રહ પ્રથા પ્રાશ્ચ્યાત વિશ્વમાં ક્યાંય નથી . જમ્યા પછી કેટલા કોગળા કરવા આ વાત પણ મનુ સ્મૃતિ માં જણાવી છે (આજે આપણે જમ્યા પછી કોગળા કરી ને મોઢું ચોખ્ખું નથી કરતા) . મનુ સ્મૃતિ ને ફક્ત જ્ઞાતિવાદના ચશ્મા પહેરીને જ લોકો વાંચે છે. જવાદો મનુસ્મૃતિની વાત ફરી ક્યારેક કરીશું.
‌ કોરોનાના નાનકડા જંતુએ વિશ્વને વિવશ કરી દીધા છે કે ભારતની આયુર્વેદ જીવન પદ્ધતિ એ શ્રેષ્ઠ જીવન પદ્ધતિ છે જેમાં સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ નથી પણ જીવનપદ્ધતિ જ એવી જીવવામાં આવે કે રોગ થાય જ નહીં. રોગની દવાની શોધ પછી પણ રોગના કારણની શોધ પહેલા. રોગનું મૂળ શું ? અને કેવી દવાથી નહિ પણ કેવી જીવન પદ્ધતિ થી એ દૂર થઈ શકે એવી જીવીન પદ્ધતિ અપનાવવાની.
‌ અહીં એલોપથીની ટીકાનો કોઈ હેતુ નથી એલોપથીએ જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ આપી છે તે પણ અદ્દભૂતજ છે. બેશક નકારી ન શકીએ.
‌ પણ એલોપેથી એ રોગજ ન થાય એવી જીવન પદ્ધતિ માર્ગદર્શીત નથી કરતી પરિણામે નિતનવા રોગો ઉભા થતા જાય છે. ત્યારે હવે માણસ ફરી પ્રાકૃતિક જીવન તરફ વળવાનું અને આયુર્વેદની જીવન પદ્ધત અપનાવવા તરફ ચોક્કસ વિચાર કરતો તો થશે જ. ભલે અમલમાં ન મૂકે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED