કોરોના Sujal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોરોના

સવારથી લઇ સાંજ સુધી થઈ રહ્યો
બસ એક ઉચ્ચાર.....
નામ છે એનું કોરોના

ઊંચક્યો નથી છતાં ઝેલી રહ્યા
સૌ એનો ભાર.....
નામ છે એનું કોરના

છેલ્લા કેટલાય સમયથી બસ ચારેય કોર કોરોના નામ ના વાદળો ઘેરાય રહ્યા છે.દિવસે ને દિવસે કોરોના હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે ચીન ના એક નાના શહેર માંથી શરૂ થયેલો આ રોગ હવે થમવાનું નામ નથી લઈ રહ્યો.દીવસે ને દીવસે લાખો લોકો તેના ભરડામાં આવી રહ્યા છે ત્યારે અન્ય દેશની સરખામણીમાં ભારત "ભાગ્ય વિધાતા" સાબિત થયો છે.૧૩૦ કરોડની જનસંખ્યા હોવા છતાં તથા ભારત અને ચીન બંને દેશો વચ્ચે એક સરહદ હોવા છતાં ભારત કોરોના સામેં સાહજીકતા અને સલામતીથી લડી રહ્યો છે તે દેશ માટે ગૌરવની વાત છે. પણ તેનો મતલબ એ ચોક્કસ પણે નથી કે ભારત કોરોના થી આઝાદ છે.આ એક એવો રોગ છે કે જેની "વેકસીન" હજુ સુધી વિશ્વ શોઘી શક્યો નથી માટે અત્યારે તો તેની સામે લડવા સલામતી અને સાવચેતી શિવાય કાંઇજ નથી.આ માટે લોકોને જાગૃત કરી આ મહામારી સામે લડી શકાય તેમ છે.ગુજરાતીમાં એક સરસ કહેવત છે કે "જાગ્યા ત્યાંથી સવાર" અને માટેજ આપણો દેશ સમયસર જાગ્યો છે તો કોરોના ઝટ ભાગ્યો છે સમજો પણ દરેક ને એક જ અપીલ કરવાની છે કે આવો ભેગા મળી સ્વચ્છતા, સલામતી અને સાવચેતી કેળવી તેનો સામનો કરવા કટિબદ્ધ બનીએ. જરૂર વગર બહાર જવાનું ટાળીયે, બાળકોને પણ જરૂર વગર બહાર લઈ જવાનું ટાળીયે અને ભારત સરકાર દ્વારા નિર્દેશ કરવામાં આવેલા દરેક સૂચનો નું પાલન કરીયે. સ્વચ્છ રહીએ...સલામત રહીએ....તો કોરોનાથી અગડા રહીએ.... કહેવાયું છે કે " ચેતતો નર સદા સુખી" માટે અહીં કેટલીક રચના આપ સમક્ષ રજુ કરું છું.....


મહામારી માં ડૂબી રહી છે દુનિયા સારી
નામ છે એનું કોરોના
સૌ કામ છોડી મુકવી પડી દુનિયાદારી
નામ છે એનું કોરોના


લખી ન'તી છતાં આવી ગઈ છે ઘાત
નામ છે એનું કોરોના
ભૂલવી છે પણ ભુલાતી નથી એ વાત
નામ છે એનું કોરોના

ફેલાઈ રહ્યો છે ખોફ એવો ત્રિકોર
નામ છે એનું કોરોના
કળયુગમાં યમરાજ લઈ રહ્યા છે પાઠ જોર
નામ છે એનું કોરોના


ખાડો ખોદે એ જ પડે
ભાઈ ભૂલી ચુક્યો માનવ
ખાવાનું સંધુય છોડીને આ શું
ભરખી ગયો દાનવ
વગર તણખે દાજી રહ્યો છે દેશ ને પરદેશ
નામ છે એનું કોરોના

છેદીને મૂલ્યો જીવનધોરણ ના
નીકળી ગયો આરપાર
સાવચેતી ને સલામતી કેરા
હવે ખખડાવી રહ્યો તું દ્વાર
નરની અંદર પ્રવેશીને કરી રહ્યો છે નરસંહાર
નામ છે એનું કોરોના

બંધ બારણે પુરાઈ જવા
કેવો થઇ રહ્યો મજબૂર
સમીપતા ના ભાગ્યમાં લખાઈ
રહી છે હવે દુરતા ભરપૂર
ભડકી રહ્યો છે માનવ,માનવ થી આજ
નામ છે એનું કોરોના

થવા કાળ જે થઈ ગયું
થયેલું પાછું વળતું નથી
ખોટું હોય ભલે, શાસ્ત્રોમાં કહ્યું છે
કે કરેલું ફોકટ જતું નથી

છતાં માનજો કાળજીની આ વાત

મનનું ત્યજી મન ફાવે ત્યાં
મન ભાવે ત્યાં હવે ફરોમાં
ભગવાન નથી આ કોરોના
કોરોના થી કોઈ ડરોના

મનમાં થી એનો કાઢી બ્રહ્મ
મનથી કોઈ હવે મરોના
ભગવાન નથી આ કોરોના
કોરોના થી કોઈ ડરોના

પગલાં લેજો કાળજીના
ને જોખમના ડગલાં ભરોમાં
ભગવાન નથી આ કોરોના
કોરોના થી કોઈ ડરોના

ચારો મૂકી એ જારનો હવે
અવળું બધું ચરોમાં
ભગવાન નથી આ કોરોના
કોરોના થી કોઈ ડરોના

અડગ રહેજો,તૂટતા તારલાની
માફક જોજો કોઈ ખરોના
ભગવાન નથી આ કોરોના
કોરોના થી કોઈ ડરોના

સ્વયં ભૂ હવે કરફ્યુ પાળો
જરૂર વગર ઘર છોડોના
ભગવાન નથી આ કોરોના
કોરોના થી કોઈ ડરોના

સલામતીમાં સો-સો ગુણ
જાગૃતિને અહીં તોડોના
ભગવાન નથી આ કોરોના
કોરોના થી કોઈ ડરોના

હખણા રહીને વિચારજો થોડું ભાવિ નું
વણછાજે એવું કાંઈ કરોના
ભગવાન નથી આ કોરોના
કોરોના થી કોઈ ડરોના

મનનું ત્યજી મન ફાવે ત્યાં
મન ભાવે ત્યાં હવે ફરોમાં
ભગવાન નથી આ કોરોના
કોરોના થી કોઈ ડરોના